The Author Keyur Pansara અનુસરો Current Read અપરાધ - ભાગ - ૪ By Keyur Pansara ગુજરાતી હૉરર વાર્તાઓ Share Facebook Twitter Whatsapp Featured Books નિતુ - પ્રકરણ 51 નિતુ : ૫૧ (ધ ગેમ ઇજ ઓન) નિતુ અને કરુણા બીજા દિવસથી જાણે કશું... હું અને મારા અહસાસ - 108 બ્રહ્માંડના હૃદયમાંથી નફરતને નાબૂદ કરતા રહો. ચાલો પ્રેમની જ્... પ્રેમ થાય કે કરાય? ભાગ - 20 પ્રેમડાબે હાથે પહેરેલી સ્માર્ટવોચમાં રહેલા ફીચર એકપછી એક માન... સમસ્યા અને સમાધાન ઘણા સમય પહેલા એક મહાન સિદ્ધપુરુષ હિમાલયની પહાડીઓમાં ખુબ... ભારતીય સિનેમાનાં અમૂલ્ય રત્ન - 3 નંદા : હંમેશા ગુમનામ જ રહી જ્યારે પણ હિન્દી સિનેમાની અભિનેત્... શ્રેણી વાર્તા આધ્યાત્મિક વાર્તાઓ ફિક્શન વાર્તા પ્રેરક કથા ક્લાસિક નવલકથાઓ બાળ વાર્તાઓ હાસ્ય કથાઓ મેગેઝિન કવિતાઓ પ્રવાસ વર્ણન મહિલા વિશેષ નાટક પ્રેમ કથાઓ જાસૂસી વાર્તા સામાજિક વાર્તાઓ સાહસિક વાર્તા માનવ વિજ્ઞાન તત્વજ્ઞાન આરોગ્ય બાયોગ્રાફી રેસીપી પત્ર હૉરર વાર્તાઓ ફિલ્મ સમીક્ષાઓ પૌરાણિક કથાઓ પુસ્તક સમીક્ષાઓ રોમાંચક કાલ્પનિક-વિજ્ઞાન બિઝનેસ રમતગમત પ્રાણીઓ જ્યોતિષશાસ્ત્ર વિજ્ઞાન કંઈપણ ક્રાઇમ વાર્તા નવલકથા Keyur Pansara દ્વારા ગુજરાતી હૉરર વાર્તાઓ કુલ એપિસોડ્સ : 15 શેયર કરો અપરાધ - ભાગ - ૪ (110) 4.9k 5.6k 9 "તેઓએ કેતન ભાઈને અવાજ આપ્યો પણ કોઈ જ જવાબ ના મળ્યો તેથી તેઓએ બારણા પર ટકોરા મારી જોયા પણ કોઈજ પ્રતિક્રિયા ન થઈ આથી તેઓને કંઇક અમંગળ ધટના થઈ હશે તેવો વિચાર આવ્યો અને બારણું તોડવાનો વિચાર આવ્યો અને બારણું તોડીને અંદર ગયા તો કેતનભાઈનું મૃત શરીર દોરડા પર લટકતું હતું."નીકુલે પોતાની વાત પૂરી કરી અને એક ઊંડો શ્વાસ લીધો. "પોસ્ટ મોર્ટમ રિપોર્ટ માં શું આવ્યું?" "કેવો પોસ્ટ મોર્ટમ?" "પોલીસે કોઈ કાર્યવાહી નથી કરી?" "તેઓએ પોલીસને જાણ જ નથી કરી" "કેમ? પોલીસને જાણ તો કરવી પડે ને" "તે લોકોને બદનામીનો ડર હતો" "એમાં શેની બદનામી?" "કાજલ ભાભીની બદનામીનો ડર" "આમાં કાજલ ભાભી ક્યાંથી આવ્યા? નીકુલ તું માંડીને બધી વાત કર"અવિનાશે કહ્યું. નિકુલ વાત આગળ વધારતા બોલ્યો"છેલ્લા એક અઠવાડિયાથી કાજલભાભીના વર્તનમાં ખુબજ ફેરફાર થયા હતા.તે કોઈ પણ પુરુષ ને જુવે એટલે તરત જ....." નિકુલના શબ્દો ગળામાં જ રહી ગયા તે કંઇક બોલવા જતો હતો પરંતુ બોલી ના શક્યો. નિકુલના મોબાઈલમાંથી રીંગ વાગી રહી હતી અને તેથી જ નિકુલને અટકવું પડ્યું હતું. નિકુલે કૉલ રીસિવ કર્યો સામે છેડેથી બોલવામાં આવતી વાત શાંતિથી સાંભળ્યા બાદ તેણે મોબાઇલ પોતાના ખિસ્સામાં રાખ્યો તેના ચહેરા પર ડર ના હાવભાવ હતા. "શું થયું?,કોનો કૉલ હતો? ,અને કેમ આટલો ડરેલો લાગે છે.?" અવિનાશે એકી સાથે ઘણા સવાલો પૂછી નાખ્યા. "કેશવભાઈ નો કૉલ હતો, કાજલભાભીએ આત્મહત્યા કરી છે."નીકુલે જવાબ આપ્યો. "મે કીધુ હતું કે આપણા પર કોઈકની નજર લાગી ગઈ છે.કોઈક અતૃપ્ત આત્મા આપણી પાછળ પડી ગઈ લાગે છે."વિરલે કહ્યું. "મોટાભાઈ આવી બધી વાત કરવાનો હવે મતલબ નથી અત્યારે આરામ કરી લઈએ અને કાલે ફરી કેશવની ઘરે જવાનું છે."અવિનાશે કહ્યું. અવિનાશની વાત બધાને યોગ્ય લાગી બધા પોતપોતાના રૂમમાં આરામ કરવા માટે ચાલ્યા ગયા. @@@@@@@@@@@ "કેશવ આ બધું શું થઈ રહ્યું છે? અમને માંડીને બધી વાત કર"અવિનાશે કેશવને કહ્યું. કાજલની અંતિમયાત્રા પુરી થયાના 13 દિવસ બાદ નીકુલ નો પરિવાર અત્યારે કેશવના ઘરે તેના લિવિંગ રૂમમાં બેઠો હતો. "જે થઈ રહ્યું છે તેના વિશે તો મે નીકુલ ને બધું જણાવી જ દીધું છે વધુમાં એટલું કહીશ કે મને ભાઇ અને ભાભીએ આત્મહત્યા કરી હોય તેવું નથી લાગતું પણ તેઓની હત્યા થઈ છે એવું લાગે છે. અને હવે પછી મારો વારો છે."આટલું બોલતા કેશવને શ્વાસ ચડી ગયો તેના ચહેરા પર પરસેવો દેખાતો હતો.તે થોડી પળો માટે એમજ ચૂપ બેસી રહ્યો.જાણે કઇક યાદ કરતો હોય એમ થોડો સમય સામે રહેલી દીવાલને તાકતો રહ્યો. "ડરો નહિ કેશવભાઈ અમે તમારી સાથે જ છીએ. આપણે પોલીસની મદદ લઈશું."નીકુલે કેશવને આશ્વાસન આપતાં કહ્યું. "પોલીસ શું મદદ કરશે! પોલીસ તો આપણી વાત સાંભળીને આપણા પર હસસે. નીકુલ આ આત્માનું ચક્કર છે આમાં પોલીસ નહિ ભગવાન કંઇક કરી શકે."કેશવે નિઃસાસો નાખતા કહ્યું. "આપણી સમસ્યાઓનો ઉકેલ આપને જ કરવાનો હોય આમ ભગવાન ભરોસે બેસવાથી કંઇ જ નહિ થાય"નિકુલે થોડા ગુસ્સા સાથે પોતાનું મંતવ્ય જણાવ્યું. "તારી વાત સાચી છે નીકુલ, હું શાસ્ત્રીજીને કૉલ કરું છું અને આ બધી ધટના વિશે જણાવું છું."વિરલે ખિસ્સામાંથી મોબાઈલ કાઢતા કહ્યું. "મોટાભાઈ આમા શાસ્ત્રી ક્યાંથી આવ્યો! તેની કંઇ જરૂર નથી" નિકુલે કંટાળા સાથે બોલ્યો. નિકુલજીને સારી રીતે ઓળખતો હતો.તે નાના મોટા કર્મ કાંડ કરતો હતો.વિરલ સાથે ઘણી વખત તે તેઓના ઘરે પણ આવી ગયો હતો અને નાના મોટા યજ્ઞો પણ વીરલના કહેવાથી કરેલા હતા. નિકુલને તો તે ઢોંગી જ લાગતો હતો. "તો તારી પાસે કોઈ બીજો ઉપાય છે?" વિરલે કટાક્ષ કર્યો. જવાબમાં નીકુલ મૌન રહ્યો. (ક્રમશઃ) ‹ પાછળનું પ્રકરણઅપરાધ ભાગ - ૩ › આગળનું પ્રકરણ અપરાધ ભાગ - ૫ Download Our App