અપરાધ - ભાગ -૧૦ Keyur Pansara દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

અપરાધ - ભાગ -૧૦

પોલિસ-સ્ટેશનની બહાર નીકળીને દમોદરે સૂચવેલા માર્ગ પર અત્યારે તેઓ ચાલી રહ્યા હતા.

ઇન્સ્પેટર રાજીવની સચેત નજર અત્યારે આખા માર્ગનું નિરીક્ષણ કરી રહી હતી, નાનામાં નાની બાબત પર તે ધ્યાન આપી રહ્યા હતા.

જે માર્ગ પર તેઓ ચાલી રહ્યાં હતા તે આ ગામ નો મુખ્ય માર્ગ હતો અને હજુ ચાર-પાંચ વર્ષ પહેલા જ બનાવવામાં આવ્યો હતો.

આ રસ્તાની બંને બાજુઓએ આવેલા બધા મકાન લગભગ કાચા હતા મતલબ કે નળીયા વાળા હતા માત્ર ગણ્યા-ગાઠયાં મકાનો જ પાકા એટલે કે પાકી છત વાળા હતા.

આ રસ્તો આગળ જઈને ચાર રસ્તાને મળતો હતો, જ્યાં એક મોટું સર્કલ હતું, અને આ સર્કલની આસપાસના બધા જ મકાન ગામના પૈસાદાર કહી શકાય તેવા લોકોના હતા.

ત્યાથી આગળ જતાં ફરીથી આવી રીતનું જ પ્લાનિંગ હતું, ત્યારબાદ આગળ ગામલોકોના ખેતર આવતા હતા અને તે જ રસ્તો આગળ જઈને શહેરના મુખ્ય માર્ગ સાથે મળતો હતો.

જાણે કે આધુનિક પધ્ધતિથી આ ગામનુ નિર્માણ કરવામાં આવ્યું હોય તેવું લાગતું હતું.

આસપાસના બીજા ત્રણ ગામો પણ રાજીવના અંડર આવતા હતા પણ આ ગામ જેવી સંરચના એક પણ ગામની ન હતી.

ધીમે ધીમે રાજીવ અને દામોદર આગળ વધી રહ્યા હતા અને રાજીવ ની આંખો કોઈ કેમેરાની જેમ બધે જ ફરી રહી હતી.

લટાર મારતા મારતા તેઓ ગામ વિસ્તાર વટાવીને ખેતર વિસ્તારમાં દાખલ થયા, માટીની ભીની મીઠી સુગંધ તેઓના શ્વાસમાં ભળી, તેઓએ ચાલવાનું અટકાવ્યું અને એક ઘટાદાર વૃક્ષ નીચે આરામ કરવા બેઠા.

“અરે, દામોદર ક્યાકથી પાણીની વ્યવસ્થા તો કરો ચાલી-ચાલી ને હવે તો ગળું પણ સુકાઈ ગયું છે.”

“ભલે સાહેબ” આટલું કહીને દામોદર પાસેના ખેતર બાજુ ચાલવા લાગ્યો.

અત્યારે રાજીવની નજર જ્યથી તેઓ ચાલીને આવ્યા તે તરફ મંડાયેલી હતી અને તે વિચારોની ગડમથલ તેના મષ્તિસ્કમાં ચાલી રહી હતી.

“રામ-રામ સાહેબ” રાજીવને પાણી આપતા નરેશ પટેલ બોલ્યા.

“રામ-રામ” કહીને રાજીવે નરેશ પટેલે આપેલ કરશિયો હાથમાં લીધો અને પાણી પીવા લાગ્યો.

“સાહેબ આજે અચાનક આ તરફ સૌ સારવાનાં તો છે ને !”

“હા-હા બધુ બારોબાર જ છે આ તો ખાલી લટાર મારવા નીકળ્યા હતા, વિરૂભા આ વિસ્તારના ખૂબ જ વખાણ કરતાં હતા તેથી થયું કે અમે પણ જોઈએ.”

“તો તેઓ કેમ નથી આવ્યા !, તેમની તબિયત તો સારી છેને? હમણાં થોડાક સમયથી તેઓ આવ્યા નથી આ બાજુ.”

“ તેઓ હંમેશા અહી આવતાં ?”

“હા, બે-ત્રણ દિવસોમાં તેઓ આ બાજુ ચકકર મારતા પણ હમણાંથી દેખાતા નથી એટ્લે પુછ્યું, બધુ બારોબાર તો છે ને!”

“અરે, ચિંતા કરવાની કોઈ જરૂર નથી તેઓ થોડોક સમય માટે રજા પર છે અને તેમના વતન ગયા છે.”

“ તો ઠીક.”

“આ ગામની રચના પણ વિચિત્ર છે.”

“કેમ, સાહેબ શું વિચિત્ર લાગ્યું?”

“મે જેટલા પણ ગામ જોયા છે તેમાં શહેર તરફ જતાં માર્ગની પાસે ગામ વસેલું હોય અને ખેતર ગામ પૂરું થાય પછી આવે પરંતુ આહિયા તો પહેલા ખેતર આવે છે અને પછી ગામ આવે છે.”

“ના સાહેબ એવું નથી આ માર્ગ તો થોડા વર્ષો પહેલા જ બન્યો છે આની પહેલા ગામની પછવાડે જે માર્ગ છે તે જ મુખ્ય માર્ગ હતો.

“તો આ માર્ગ બદલાવવાનું કારણ શું છે?”

“ગામના શેઠીયા.”

“કેમ એવી તે શી જરૂર પડી આ માર્ગ બદલાવવાની”

“એતો અમોને શું ખબર હોય તે લોકોના માથામાં શું ચાલતું હોય!”


"સારું ત્યારે ચાલો હવે અમે જઈશું." કહીને રાજીવ ઊભો થયો.


"સાહેબ હવે જમીને જ જવાય ને" નરેશ પટેલે આગ્રહ કર્યો.


(ક્રમશ:)