The Author Keyur Pansara અનુસરો Current Read અપરાધ ભાગ - ૩ By Keyur Pansara ગુજરાતી હૉરર વાર્તાઓ Share Facebook Twitter Whatsapp Featured Books નિતુ - પ્રકરણ 51 નિતુ : ૫૧ (ધ ગેમ ઇજ ઓન) નિતુ અને કરુણા બીજા દિવસથી જાણે કશું... હું અને મારા અહસાસ - 108 બ્રહ્માંડના હૃદયમાંથી નફરતને નાબૂદ કરતા રહો. ચાલો પ્રેમની જ્... પ્રેમ થાય કે કરાય? ભાગ - 20 પ્રેમડાબે હાથે પહેરેલી સ્માર્ટવોચમાં રહેલા ફીચર એકપછી એક માન... સમસ્યા અને સમાધાન ઘણા સમય પહેલા એક મહાન સિદ્ધપુરુષ હિમાલયની પહાડીઓમાં ખુબ... ભારતીય સિનેમાનાં અમૂલ્ય રત્ન - 3 નંદા : હંમેશા ગુમનામ જ રહી જ્યારે પણ હિન્દી સિનેમાની અભિનેત્... શ્રેણી વાર્તા આધ્યાત્મિક વાર્તાઓ ફિક્શન વાર્તા પ્રેરક કથા ક્લાસિક નવલકથાઓ બાળ વાર્તાઓ હાસ્ય કથાઓ મેગેઝિન કવિતાઓ પ્રવાસ વર્ણન મહિલા વિશેષ નાટક પ્રેમ કથાઓ જાસૂસી વાર્તા સામાજિક વાર્તાઓ સાહસિક વાર્તા માનવ વિજ્ઞાન તત્વજ્ઞાન આરોગ્ય બાયોગ્રાફી રેસીપી પત્ર હૉરર વાર્તાઓ ફિલ્મ સમીક્ષાઓ પૌરાણિક કથાઓ પુસ્તક સમીક્ષાઓ રોમાંચક કાલ્પનિક-વિજ્ઞાન બિઝનેસ રમતગમત પ્રાણીઓ જ્યોતિષશાસ્ત્ર વિજ્ઞાન કંઈપણ ક્રાઇમ વાર્તા નવલકથા Keyur Pansara દ્વારા ગુજરાતી હૉરર વાર્તાઓ કુલ એપિસોડ્સ : 15 શેયર કરો અપરાધ ભાગ - ૩ (112) 5.3k 6.2k 2 નિકુલ ની હાલત તો અવિનાશ કરતા પણ વધારે ખરાબ હતી.એરકન્ડિશનર દ્વારા થયેલા ઠંડા વાતાવરણમાં પણ તે પરસેવે રેબઝેબ હતો. આ વખતે ડો.તન્ના ઘરે આવીને જ નિકુલને પ્રાથમિક સારવાર આપી ગયા હતા. 'મને તો કંઈક અશુભ ઘટના ના અંદેશા લાગે છે.'વિરલ બોલ્યો. નિકુલે આ વખતે વિરલની વાત નો વિરોધ ના કર્યો. ડો.તન્નાની સારવાર બાદ તે સ્વસ્થ જણાતો હતો. આવી રીતે દરરોજ તે ઘરમાં એક પછી એક એમ બધા જ વ્યક્તિઓ સાથે આ ઘટનાનું પુનરાવર્તન શરૂ રહ્યું. અને એક દિવસ તેઓને સમાચાર મળ્યા કે તેમના પિતરાઈ ભાઈ કેતનનું મૃત્યુ થયું છે. તેથી તેમના કાકાના ઘરે ગયા અને તેમનાં ભાઈ ના મૃત્યુનું કારણ જાણીને નિકુલને પરસેવો છૂટી ગયો. જે ધટના તેઓની સાથે છેલ્લા કેટલાક દિવસોથી બનતી હતી તેવીજ ધટના આ લોકો સાથે પણ બની હતી. નિકુલ કેતનના નાના ભાઈ કેશવ પાસે ગયો અને જણાવ્યું કે અમારી સાથે પણ કંઇક અજીબ ધટના બની રહી છે અને પોતાની સાથે બનેલી ધટના તેણે વિસ્તારમાં કહી સંભળાવી. તેના પ્રત્યુત્તરમાં તેને જે સંભાળવા મળ્યું તેનાથી ભયનું એક લખલખું તેના શરીર માંથી પસાર થઈ ગયું. ત્યારબાદ ત્યાંની બધી વિધિ પતાવીને નિકુલ તેના પરિવાર સાથે પોતાના ઘરે પાછા ફર્યા. "હા તો શું વાત કહેવાની છે?" વિરલે મૌન તોડતા નીકુલ ને કહ્યું.બધાની નજર અત્યારે નિકુલ તરફ હતી અને બધા તેની બોલવાની રાહ જોતા બેઠા હતા. ઘરે આવીને જ્યારે બધા પોતપોતાના રૂમમાં જવા લાગ્યા ત્યારે નીકુલે બધાનેહોલમાં બેસવાનું કહ્યું હતું. નિકુલે વાત કહેવાની શરુઆત કરી "આપણી સાથે જે ધટના પાછલા થોડાંક દિવસોથી બની રહી છે તેવીજ ધટના તે લોકો સાથે છેલ્લા કેટલાક મહિનાઓથી બની રહી છે એટલુજ નહિ છેલ્લા એક મહિનાથી તો ખૂબ જ વિચિત્ર અને ખતરનાક ધટનાઓ બની રહી છે." આટલું કહેતા નિકુલને પરસેવો વળી ગયો. તેને હાથ લંબાવીને પાણીનો ગ્લાસ ઉચક્યો અને એક જ શ્વાસે આખો ગ્લાસ પૂરો કરી નાખ્યો. "સ્પષ્ટ શબ્દોમાં શું થયું એ કહે વાતને ગોળ ગોળ ના ફેરવ" અવિનાશે કહ્યું. તે ખુબજ થાકી ગયો હોય તેવું તેના ચહેરા પરથી લાગતું હતું. નિકુલે વાત આગળ વધારી"તેઓને ઘરમાંથી કોઈ સ્ત્રીના રડવાના અવાજ સંભળાતા તો ક્યારેક જોરજોરથી હસવાના અવાજો સંભળાતા.તેઓ જ્યારે રાત્રે સુતા ત્યારે ભયંકર સ્વપ્ન આવતા.તેઓ જમવા બેસતા ત્યારે થાળીમાં ભોજનની બદલે હાડ- માંસ દેખાતા.પાણી પીતા તો તેમાં જાણે પાણી નહીં પણ લોહી હોય તેવું તેઓને લાગતું.તેઓએ પાણીની ટાંકી,પાણીની લાઈન તથા પાણીનું ફિલ્ટર બધું પ્લંબર પાસે ચેક કરવી જોયું પણ ક્યાંય કશું મળ્યું નહિ." "અરે પણ તે કેતન નો ભ્રમ પણ હોઇ શકે ને!" અવિનાશ નીકુલની વાત કાપતા બોલ્યો."અને આમ પણ તે હોરર મૂવી જોવું વધુ પસંદ કરતો." "તમારી વાત સાચી ભાઈ કે કેતન હોરર મૂવી વધુ જોતો અને તેને ભ્રમ થયો હોય પણ ઘરના બીજા સભ્યોને પણ એવોજ અનુભવ થયો છે તો બધાને એકસાથે તો ભ્રમ ના જ થાય"નિકુલે પ્રત્યુતર આપ્યો "હું..." અવિનાશના ગળા માંથી અવાજ નીકળ્યો. "તો શું કેતન ભાઈનું મૌત કુદરતી રીતે નહિ પણ બીજી કોઈ રીતે થયું છે?"નિકુલની પત્નીથી પૂછાઈ ગયું "હા, તેઓએ આત્મહત્યા કરી છે." નિકુલે જવાબ આપ્યો. "ના હોય,યાર કેતન તો જિંદાદિલ માણસ હતો.એ આત્મહત્યા કરે એવું મને નથી લાગતું." "તમારી વાત મુદ્દાની છે મોટાભાઈ,પરંતુ આજ હકીકત છે જે મને કેશવે જણાવી છે. તેના કહેવા મુજબ તે લોકો ક્યાંક બહાર જવાનું વિચારતા હતા અને કેતનભાઈ ને બહાર આવતા વાર લાગી તેથી તેઓ તેમના રૂમ પાસે ગયા" (ક્રમશઃ) ‹ પાછળનું પ્રકરણઅપરાધ ભાગ-૨ › આગળનું પ્રકરણ અપરાધ - ભાગ - ૪ Download Our App