DESTINY (PART-25) મુખર દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

DESTINY (PART-25)


આખી રાતના ઉજાગરા પછી નેત્રિ સવારે જૈમિકને ફોન કરવાને બદલે મેસેજ કરીને જણાવે છે કે હું ઘરથી નજીકના બગીચામાં તમારી રાહ જોઉં છું સીધા ત્યાં આવજો અને મને ભરોસો છે તમે આવશો જ. મેસેજ જોઈ જૈમિક વિચારે છે આવીશ તો ખરો જ ને મારે મારા હજાર પ્રશ્નના જવાબ લેવાના છે તારી પાસે.

આજ સુધી ક્યારેય જૈમિકને મળવા માટે સમયસર તૈયાર થઈને ન આવતી નેત્રિ આજે પહેલીવાર જૈમિકની રાહ જોવે છે. આતુરતાથી રાહ જોતી નેત્રિ ખુબજ બેચેનીથી બગીચાના દરવાજા સામે જોયા કરે છે અને વિચાર્યા કરે છે ક્યારે આવશે જૈમિક.....? એ આવશે તો ખરાં ને.....?

થોડાં સમયમાં જૈમિક બગીચામાં પહોંચી જાય છે ત્યાં પહોંચીને જોવે છે તો નેત્રિ એક બાંકડા પર બેઠેલી નજરે પડે છે. જૈમિકને જોઈ નેત્રિ ખુશ થાય છે પણ હતાશા એના મુખ પર વર્તાય રહી હતી. જૈમિક નેત્રિ પાસે જઈને બાંકડા પર બેસી જાય છે. પહેલીવાર એવું બને છે કે જૈમિક નેત્રિને મળવા માટે આવે છે તો એને એક પણ શબ્દ કહ્યા વિના એની પાસે બેસી જાય છે.

પહેલીવાર એક બાંકડા પર બેઠેલ આ બંને જાણે અજાણ હોય એકબીજાથી એવો અનુભવ થાય છે. એક અલગ જ પ્રકારનો સન્નાટો છવાઈ જાય છે ત્યાં જેનો બસ આભાસ કરી શકાય વ્યક્ત નહીં. નેત્રિ બાજુમાં બેસેલા જૈમિકને કહે કેમ છો.......? પણ સામેથી કાંઈજ જવાબ આવતો નથી. તો નેત્રિ ફરીથી કહે છે હું તમને પૂછી રહી છું જૈમિક તમે કેમ છો.....? આ સાંભળી જૈમિક કહે પ્રશ્ન એવો પૂછાય જેનાં જવાબથી તું અજાણ હોય.

નેત્રિ કહે હા હું જાણું છું તમે ઠીક નથી અને ખુબજ દુ:ખી છો. એનું કારણ પણ હું જ છું એ હું સારી રીતે જાણું છું. પણ તમે સમજી જાઓ કે હું તમારા પ્રેમને લાયક જ નથી.

તું મારા પ્રેમને લાયક નથી એવું પણ તું જાતે જ નક્કી કરી લઈશ હવે એમ......? ને હું દુ:ખી નથી હેરાન છું કે શું આ દિવસ જોવા માટે મેં આટલું બધું સાહસ કર્યું હતું.....? દુઃખ સાથે જૈમિક વ્યક્ત કરે છે.

તમે દુ:ખી નથી અને હેરાન છો એ બધાનો અર્થ એકજ થાય જૈમિક. ને હું નક્કી નથી કરી રહી કાંઈપણ કેમકે જે છે એ હવે એજ છે કે હું તમારી સાથે લગ્ન નહીં કરી શકું બસ બીજું કાંઈ નઈ એવું હતાશા સાથે નેત્રિ જણાવે છે.

નેત્રિના આટલાં શબ્દ સાંભળીને જૈમિક કાંઈજ બોલતો નથી બસ એની આંખમાંથી આંસુ વહેવા લાગે છે. નેત્રિ પણ જૈમિકને રડતો જોઈ રડવા લાગે છે અને કહે છે રડવાનું બંદ કરો જૈમિક હું તમને રડતાં નઈ જોઈ શકું.

જૈમિક કહે છે રડતાં નથી જોઈ શકતી પણ છોડી શકે છે આ કેવો પ્રેમ છે તારો નેત્રિ........?

જૈમિક મને સમજવાનો પ્રયાસ કરો હું જે કાંઈપણ કહું છું એ આપણા બંનેના હિતમાં જ છે એવું નેત્રિ જણાવે છે.

હિત......? તારા સાથ વિનાનું મારું જીવન અશક્ય છે ને તું હિતની વાત કરે છે.....? રડતાં રડતાં જૈમિક વ્યક્ત કરે છે.

હા હું સાચું જ કહું છું જૈમિક મારી માટે પણ આ સરળ નથી પરંતુ આમાંજ આપણા બંનેની અને આપણા પરિવારની ભલાઈ છે નેત્રિ ભીની આંખે જણાવે છે.

મારા મનની વાત જાણ્યા વિના તે નિર્ણય પણ લઈ લીધો કે આપણે લગ્ન નહીં કરી શકીએ.....? શું આજ તારો પ્રેમ છે નેત્રિ....? જૈમિક દુઃખ સાથે પૂછે છે.

જૈમિક મને માફ કરી દેજો હું માનું છું હું તમારા પ્રેમને પણ લાયક નથી. ને તમારી સાથે લગ્ન કરવા માટે તો હું મારો જીવ આપી દઉં પણ આ જન્મમાં આપણો સાથ આટલા સુધીનો જ હતો હું તમારી સાથે લગ્ન કરીને પપ્પાની આબરુ પર આંગળી નઈ ઉઠવા દઉં. એ હોત તો એમને મનાવીને હું તમારી સાથે જ લગ્ન કરતી પણ જ્યારે હવે એ નથી તો પછી હું એમની આબરુ પર કે એમના સંસ્કાર પર આંચ નહીં આવવા દઉં દુ:ખ સાથે નેત્રિ જૈમિકને કહે છે.

ઠીક છે તો તે નિર્ણય કરી જ લીધો છે તો પછી વધારે ચર્ચાનો અવકાશ જ ક્યાં છે.......? નેત્રિને જૈમિક જવાબ આપતા જણાવે છે.

આવું ના કહેશો જૈમિક કેમકે મારી પાસે હવે બે જ રસ્તા છે કાં તો જીવ આપી દઉં કાં તો લગ્ન ના કરું એમ નેત્રિ જૈમિકને જણાવે છે.

નેત્રિ જેમ તારી પાસે બે રસ્તા છે એમ મારી પાસે તો એક જ રસ્તો છે અને એ છે ફક્ત ને ફક્ત તારો સાથ. પણ જેમ તું કહી રહી છે જીવ આપવો કાં તો લગ્ન ના કરવા તો આમાં તને ખબર જ છે કે હું ક્યારેય એવું નઈ ઇચ્છું કે તું જીવ આપી દે. ને મને જેટલું દુઃખ છે એટલી ખુશી પણ છે કે તું તારા પપ્પા વિશે આટલું વિચારે છે પણ તું વિચાર તારા ગયા પછી મારું કોણ.....? રડતાં રડતાં જૈમિક જણાવે છે.

હું જાણું છું જૈમિક તમારા જીવનમાં મારું મહત્વ માટે હું લગ્ન નહીં કરી શકું પરંતુ આજીવન તમારી મિત્ર બનીને તમારી સાથે રહીશ એક આશ સાથે નેત્રિ જણાવે છે.

મિત્ર.......? શું તને લાગે છે આટલું બધું થયા પછી હું તારી સાથે મિત્ર બનીને રહીશ ક્યારેય નહીં નેત્રિ હતાશ થઈને જૈમિક જણાવે છે.

જૈમિકને ગળે ભેટીને નેત્રિ કહે મારી સાથે તમારે આજીવન મિત્ર તરીકે રહેવું જ પડશે જૈમિક હું પણ નઈ જીવી શકું તમારા વિના અને ધ્રુસકે ને ધ્રુસકે રડવા લાગે છે.

સવાલ જ નથી કોઈ સંબંધનો નેત્રિ. આજે આ વાત અહીંયા જ પૂરી થઈ જશે કાં તો લગ્ન કાં તો કોઇજ સંબંધ નહીં રડતાં રડતાં જૈમિક નેત્રિને કહે છે.

ઠીક છે હું તમને વધારે દબાણ નહીં કરું નહિતો તમે કહેશો બસ હું મારું જ ચલાવી રહી છું પણ યાદ રાખજો હું હમેશાં તમારી હતી ને તમારી જ છું. આવતા જન્મમાં હું તમારી જ થઈને આવીશ. ને હું ઇચ્છું છું મારા તમારા જીવનમાં ના હોવાથી પણ તમે ખુબજ ખુશ રહો બસ મારે એટલું જ જોઈએ છે એમ નેત્રિ કહે છે.

ખુશ.......? હું જીવી શકીશ કે નહીં એની ખબર નથી અને તું ખુશ રહેવાની વાત કરી રહી છે. ભલે પ્રયાસ કરીશ ખુશ રહેવાનો અને હવે નીકળવું જોઈએ એવું લાગે છે કેમકે હવે કઈ કહેવા જેવું રહ્યું હોય એવું મને લાગતું નથી તો આપણે વિદાય લઈએ દુઃખ સાથે જૈમિક વ્યક્ત કરે છે.

હા નીકળવું જ જોઈએ નહિતો મારી સાથે બેસીને તમે વધુ દુ:ખી જ થશો તો ચાલો નીકળી જઈએ એમ નેત્રિ ભીની આંખે જૈમિકને કહે છે.

નીકળવા માટે બાંકડા પરથી ઊભા થયેલ જૈમિક અને નેત્રિ એકબીજાને ગળે ભેટીને ધ્રુસકે ને ધ્રુસકે રડવા લાગે છે. બગીચામાં હાજર માણસો પણ એમને જોયા કરે છે પણ એકબીજામાં ખોવાયેલ આ બંનેને બહારની દુનિયાની ક્યાં પડી જ હતી.....! ને પછી બંને ખુબજ દુઃખ અને આંખમાં આંસુ લઈને બગીચામાંથી વિદાય લે છે.