પ્રથમ વરસાદની પ્રથમ યાદ પણ ગજબ કરી ગઈ. જૂની યાદોને તાજી કરી ગઈ.
લાગણીઓના આંસુ વહી ગયા ઝાપટા માં,
તારી યાદનું ઝાપટું પણ ગજબ કરી ગઈ.
એવા પણ મોસમ જોયા છે,
ખૂબ પલળતા લોકોને અંદરથી કોરા જોયા છે.
વરસાદના પાણીથી ખુશ થઈને આ મારા બગીચાના છોડ જાને નાચગાન કરી રહ્યા છે .
આ ઘરની દરવાજાની સામે ઊભેલો આ લાઈટ નો થાંભલો પણ જાણે ખુશ થઈ ગયો હોય એવું લાગતું હતું પણ એની ખુશી નું શું કારણ હશે?
બધા જ ખુશ દેખાઇ રહ્યા છે, કઈ જ ખબર પડી રહી ન હતી .
આ નિર્જીવ વસ્તુને વળી શેની ?
ખુશી હોય.
પણ આ ઉદાસ થઈ ગયેલ મયુર ને તો એવું જ લાગી રહ્યું હતું કે એના સિવાય બધા જ ખુશ છે.
મારી આસપાસ ની બધી જ વસ્તુઓ આ વરસાદના આગમનની રાહ જોઈ રહી હતી અને તેને આવેલ જોઈને નાચગાન કરી રહ્યા છે .
આ વરસાદ, વાદળ , પાણી થી કોઈ જ ખુશી મને તો નહોતી થઇ રહી.
રશ્મી ના જવાથી તેની જિંદગી તો એકલતાથી ભરેલી નિરાશ, દુઃખો થી ભરેલી બની ગઈ હતી.
એક વર્ષ પહેલા એક છોકરી ને વરસાદ માં મળવુ તેની જોડે પલળતા પલળતા જોડે જોડે કોલેજમાં જવું.
મારુ એકરાર કરવું અને તેનું ના કહેવું.
અને તેને પ્રેમ સમજી બેઠેલા હું જ્યારે તેને મને કહ્યું કે આપણે તો ખાલી મિત્ર છીએ હું તો કોઈ બીજાને પ્રેમ કરું છું.
આપણે હવે પછી ની લાઈફમાં ક્યારેય નહીં મળીએ બંનેના રસ્તા અલગ છે .તારા મનમાં જે પણ હોય ભૂલી જજે.
આજે તેના ગયે બે વર્ષ વીતી ચૂક્યાં છે પણ તે ક્યારેય મને ભુલાઈ નથી.
વરસાદ થઇ રહ્યો હતો ને તે એટલો ગમગીન હતો કે તેના આંસુ વરસાદમાં કતાર બનીને ટપકી રહ્યા છે.
એટલામાં તો અચાનક એક છોકરી દેખાઈ જે વરસાદની મજા લઇ રહી હતી.
બારીની બહાર તેને હું જોતો રહ્યો તેને જોઈને પહેલીવાર મનમાં એવું લાગી રહ્યું છે કે તેનામાં એક ચીનગારી ની લહેર દોડી ગઇ હોય.
એને જોતા પહેલા ક્યારેય કોઈ છોકરીને એવી નજરથી નહોતી જોઈ જે આજે આ છોકરીને જોઇને મને એવું લાગ્યું.
તેનો મુકાબલો તો કોઈ જ કરી શકે એમ નથી. તેની આંખોમાં ગજબનું આકર્ષણ હતું.
તેને આંખો જોઈને હું બધું જ ભૂલી ચૂક્યો છું.
મને તો શાયરી ,ગઝલ ,ગીતો ખબર નહીં શું શું યાદ આવી ગયું.
એની ચંચળતા જોઈને મારા મનમાં એક ખુશીની લહેર દોડી ગઈ મને લાગ્યું કે...
ફરીથી એકવાર પ્રેમનો જુગાર રમી લેવો છે.
આ છોકરીને મે ક્યારેય પહેલા જોઈ નથી લાગે છે આ ફલેટ માં નવા નવા રહેવા આવ્યા હોય.
હવે તું એને છુપાઈને જોવાની આદત પડી ગઈ, હવે મુલાકાત કરવી કેવી રીતે?
અને એક દિવસ આવી ગયો હું ગાડી લઈને નીકળ્યો હતો અને તેને ઉભેલી જોઈ.
જોઈને તો હું હોશ ખોઈ જ બેઠો હતો અને ત્યાં જ એનો થમ દેખાયો ગાડી રોકવાનો.
તેની સપનાની રાની જોઈને... એવું લાગ્યું કે શરાબથી પણ શરારા નો નશો એવો ચડ્યો હતો કે ગાડી નુ સ્ટેરીંગ પણ હવે હાથમાં નહીં રહે.
એટલી જોસ્તી બ્રેક લાગી ગઈ કે ગાડી ને રોકતા રોકતા હું ખુદ સ્ટેરીંગ સાથે ભટકાઈ ગયો.
ગાડી લઈને જતા જતા એ જ છોકરી તેની જોડે લીફટ માગશે તે તો મે સ્વપ્નેય વિચાર્યું નહોતું.
તેને કહ્યું મને,
સોરી હું તમને તકલીફ આપી રહી છું.
'પણ આ વરસાદ આવવાની તૈયારી છે અને મારે ઇન્ટરવ્યૂ માટે જવાનું હોવાથી બસ સ્ટેન્ડ પહોંચતા પલડી જવાય તો મારો ઇન્ટરવ્યુ ફેલ થઈ જાય.
અને મેં તમને બે થી ત્રણ વખત આ મારી સામે વાળા ઘરમાં જોયા છે .
તમે મારા પડોશી હોવાથી મેં તમને તકલીફ આપી.'
'હા મેં પણ તમને ચાર પાંચ દિવસ પહેલા વરસાદની મજા લેતા જોયા હતા.'
'મને લાગે છે તમને વરસાદ ખૂબ ગમે છે.'
'હા મને ખૂબ ગમે.'
આ છોકરી ને તેની બાજુ માં બેઠી છે ,તો એવું મેહેસુસ થયું કે તે તો બસ તેની જ છે.
આ તો જુઓ પ્રેમ નો પગરવ ચુપકેથી દિલમાં દસ્તક આપી રહ્યો છે.
પ્રેમના પંથે રોકાતા આશાવાદને ઊંચાઈ તો જુઓ વિરહ ના પરિણામ મિલન જ હશે એવી આશા આજે મને બંધાઈ છે.
'મારુ સ્થળ તો આવી ગયું લિફ્ટ આપવા બદલ થેંક્યુ.'
તેનુ થેન્ક્યુ સાંભળીને અચાનક તંદ્રામાંથી જાગ્યો મે તો તેનું નામ પણ પૂછ્યું નહોતું.
"મારી બેસ્ટ વીશ છે કે તમે ઇન્ટરવ્યુમાં સફળ થાવ."
'ફરીથી તમારો ધન્યવાદ.'
"મારું નામ મયુર છે તમારું શું નામ છે?
એટલું તો હું જાણી શકું ?
એક પડોશી તરીકે અને મારી ઓફિસ અહીં થી નજીક છે.
જો કંઈ પણ કામ હોય તો મને કોલ કરજો આ મારુ કાર્ડ છે.
ઇન્ટરવ્યુમાં સફળતા બદલ આપણી પાર્ટી તો પાક્કી જ છે.'
'all the best'
'હા જરૂર. અને મારું નામ સુરભી છે.'
મોબાઈલ રીંગટોન વાગી નવો નંબર દેખાય રહ્યો છે.
'હું સુરભી બોલુ છું.
'શું મને ફરી ઘરે જવાની લીફ્ટ મળશે.?'
yes of course.
સુરભી નો અવાજ સાંભળી ને પહેલી વાર આજે મુખ પર વરસાદ ના સ્મિતની હેલી આવી હતી.
*"સુરજ ને કહો કે તારું રાજ જોખમમાં છે .
આજે મેં વાદળોને એક થતા જોયા છે."*
મયુર ના મનમાં ફરી એકવાર નવી આશા જાગી છે.
મારી લાગણીઓને ફરી વાચા મળી છે હવે ફરી આ વરસાદની રાહમાં છું આવે અને તેમાં હું પલડી જાઉં.
આજે મતવાલું મન અંતરનાદ કરી રહ્યું છે.
તારી વાણી નો નાદ તારી આંખોની વીજળીનો પલકારો જોઈને મન મોહી રહ્યું છે.. રોમે રોમમાં તારી ઝરમર યાદ દિલને દસ્તક દઈ રહી છે.
મનને કોઈ કદીક કોઈ ગમી જાય ત્યારે ભિતરનુ અકળ દર્દ અનાયાસે સમી જતું હોય છે .
ઉદાસ ચહેરે મીઠું મધુર હાસ્ય રમી જતું હોય છે .
કોઈ જાણી શક્યું નથી આ રહસ્ય અનાદિકાળથી કોણ ક્યારે કોને કેમ અકારણ ગમી જતું હોય છે.
સુરભી ને સામેથી આવતા જોઈને. મયુરના મનમાં નવી ઉર્મિઓ જાગી અકારણ અચાનક વાતાવરણ બદલાયું.
જોયા તમને સામેથી આવતા તો કારણ સમજાયું આ વરસાદ આવવાના એધાણ અત્યારે તો દેખાતા નથી પણ મને તે આખો આખો તે વગર વરસાદે ભીંજવી ગઈ.
ભીંજાય જવાનું કારણ દર વખતે વરસાદ નથી હોતો..
સુરભી આવીને બોલી તમારી પાર્ટી પાકી છે."
"કોન્ગ્રેચ્યુલેશન ઇન્ટરવ્યૂમાં પાસ થવા બદલ."
"બોલો પાર્ટી માટે ક્યાં જઈશું આ એરિયા માટે હું નવી છું મને ખાસ જાણકારી નથી"
"ઘરે જતા જ વચ્ચે જ કોફી શોપ આવે છે.. આજે ખાલી કોફી પીએ હવે તો દરરોજ મુલાકાત થતી રહેશે તમારો અને મારો રસ્તો એક જ છે.."
"હા જરૂર એક જ રસ્તો છે તો મળતા રહીશું અને જોવો ને કુદરત નો જાદુ પણ અદભૂત છે સવારમાં વરસાદ ના લીધે તમારી ગાડીમાં લિફ્ટ લીધી અને અત્યારે કોઈ જ વરસાદના એંધાણ દેખાતા નથી.."
"તમને વરસાદ ખૂબ ગમતો લાગે છે."
"હા એક વરસાદ જ એવો છે જ્યારે આવે ત્યારે કુદરતની સૌથી નજીક હોઈએ છીએ એક ઈશ્વરીય અહેસાસ નો અનુભવ થાય છે ... કુદરત જાણે સીધી આપણી ઉપર પ્રેમ વરસાવી રહી હોય..