સમય ની ધાર પણ કેવી વસમી છે..
હજુ કાલની જ વાત હતી જાણે.. એ ઘેર આવ્યા હતા.. આટલા વર્ષોની તપસ્યા મારી જાણે ભંગ થયી એમના આગમનથી જેમ મોરલો વર્ષા ના આગમન ટાણે જેમ નાચી ઉઠે એમ અનુનું હૈયું એમને જોઈ હર્ષના ગાન ગાતું હતું..જાણે હૈયે મેહુલો ટહુકતો હોય..
બધું જ કાર્ય વેળાસર પતાવીને કાગડોળે એમની રાહ જોવાતી હતી.. હમણાં આવશે. હમણાં નઝરો પણ વારેવારે મોબાઇલ પર મંડાણી હતી.
એવામાં જ ફોન રણક્યો.. અને અનુ એકીશ્વાસે દોડીને ગયી મોબાઈલ ટેબલ પરથી લઈને કાને ધરીને ખાલી .."હેલો..." બોલાયુ.
અને સામે છેડેથી અવાજ આવ્યો.. સોરી અનન્યા..આઈ એમ રિયલી સોરી.. હું .. મેં.. ..આઈ મીન..
અને એ આગળ કઈ બોલી ન શકયા.
એણે "હેલો."." હેલો.". કરીને એમને ઢંઢોળયા કર્યું પણ એ યંત્રવત સ્થિતિમાં જ રહ્યા..
આઈ એમ સોરી.. તમે જેની રાહ જોઈ રહ્યા છો એ તમારા મંગેતરે આજે જ ડિપ્રેશનમાં આવીને આત્મહત્યા..
અને ફોન કટ થયી ગયો..
અને અનન્યા ઝબકીને જાગી..
અનુ.. અનુ.. "એના મમ્મી એ ઢંઢોળીને પૂછ્યું.. શુ થયું બેટા...?"
કોઈ દુ:સ્વપ્ન જોયું કે શું..?
અને અનન્યાએ તરતજ નાઇટી પહેરેલ હાલતમાં જ ગાડીની ચાવી લઈને કશું જ કહ્યા વગર ઉપડી ગયી.. મમ્મી બુમો પડતા જ રહ્યા ..અનુ.. અનુ..
પણ અનુ હાલ કંઈજ કહી શકે એ હાલતમાં નહોતી..
અંશુમન માટે જોયેલું દુ:સ્વપ્નથી એનો જીવ બેસી ગયેલો.. એના ધબકારા વધી ગયેલા... સુરેન્દ્રનગર તરફ ગાડી હંકારી જ્યાં એનો મંગેતર અંશુમન જોબ કરતો હતો..
નાના શહેરમાં કામ મળે એમ નહોતું એટલે 60 કિલોમીટરના અંતરે આવેલ મોટા શહેરમાં એ બિઝનેસ કરવા ગયેલો..
છેલ્લે વાત થયેલ ત્યારે થોડો અપસેટ લાગતો હતો.. બિઝનેસ પાર્ટનર સાથે કોઈ અણબનાવ અને બિઝનેસમાં નુકસાનને કારણે..
એકવારતો મરવાની વાત પણ મોઢે આવી ગયેલી..
અનન્યા સમજદાર હતી..
એણે 60 કિલોમીટર અંતરની દૂરીથી પણ અંશુમનને સાચવેલો..
ધરપત આપતી જિંદગી ના મૂલ્યો વિશે સમજાવતી હતી.. પણ આખરે નાસિપાસ અંશુમન ક્યારે શું કરી બેસે એ નક્કી નહીં.. એટલે એ રિસ્ક લેવાં માંગતી નહોતી..
કાર 100 ની સ્પીડે હાઇવે પર હંકારી રહી હતી..
મનમાં વિચારોના વમળો ચાલી રહ્યા હતા.. અને અચાનક આગળ એક મોટો સ્પીડ-બ્રેકર ક્યારે આવ્યો એનું ધ્યાન જ ન રહ્યું... અને ન થવાનું થયું...
એક જીવલેણ..અકસ્માત સર્જાયો.. બધા એ જોયીને ટોળે વળ્યાં..
સામેથી એક આવતી કારને એક માણસે રોકી અને કહ્યું.. પ્લીઝ હેલ્પ કરો.. આ મેડમનો જીવલેણ અકસ્માત થયેલ છે..તમે એમને હોસ્પિટલમાં લઇ જવા મદદ કરો.. અહીં નેટવર્ક લાગતું નથી એટલે એમયુલન્સને ફોન લાગતો નથી.. પ્લીઝ..
અને કારનો દરવાજો ખુલે છે.. એક 6 ફૂટનો ઊંચો દેખાવડો મજબૂત કદ કાઠીનો યુવાન છોકરો બાહર નીકળીને ગોગલ્સ ઉતારીને ઘટના સ્થળે જાય છે..
બેભાનાવસ્થા ઉંધી પડેલી અનન્યાને ઊંચકીને સીધી કરતા જ ચહેરો જોઈને ચીસ પાડી ઉઠે છે...
"અનુ"... "મારી અનુ.."
અને આસપાસના લોકો એમની ઓળખાણ કયી રીતે એ પૂછતાં ...એ બોલે છે..
આ મારી મંગેતર છે..અનન્યા ખૂબ જ આશાવાદી.. મને હમેશા હિંમત આપતી જીવન જીવવાની.. અને આજે એ આમ જીવનની જંગ લડી રહી છે..
એ ત્વરિત જ દોડીને એને કારમાં લઇ ગયો.. અન્ય ફ્રેન્ડ સાથે હતો . એને કાર ચલાવવા ઈશારો કરીને પોતે એની અનુને ખોળામાં લઈને વહાલથી પંપાળે છે . એને બેભાન જોઈને એની આંખોમાં આંસુઓની નદીઓ વહી રહી હતી.. અને દરેક આંસુ એની અનુના ગાલ પર ટપકી રહ્યા છે..
આખરે હોસ્પિટલના પટાંગણમાં કાર આવીને ઉભી રહી છે.. અને તરતજ સ્ટ્રેચર પર અનુને લઇ જવામાં આવે છે.. ઇમરજન્સીમાં ..
તરતજ ડોકટર્સ એન્ડ ટિમ ઓપરેશન હાથ ધરે છે..
અને બહાર અંશુમનને એની સાથેની વાતો યાદ આવે છે..
ઓહ.. આંશુ.. તને ખબર નથી.. જીવન કેટલું અમૂલ્ય છે
એક નાનકડી નિષ્ફળતા વડે કોઈ આપડા જીવનનું મૂલ્ય આંકવાની મૂર્ખામી કયી રીતે કરી શકે.. ?
તું ને હું એવા મૂર્ખ તો નથી જ ને..?
બસ, જિંદગી જીવી લેવાની ખુશીથી ..એકબીજાના સહારે..
આમ, હિંમત હારી ન જવાય..
અરે, એક કીડી પણ ઝાડ પર ચડતા અસંખ્ય વાર નીચે પડે છે પરંતુ એ પ્રયત્ન નથી છોડતી..
આપણે પણ એમજ try ચાલુ રાખવાના.. આજ દુઃખ છે તો કાલ સુખ છે
બધા દિવસો કંઈ એકસરખા નથી થવાના ને..?
તો જે કિંમતી સમય મળે .. એને ઉત્સવની જેમ ઉજવણી કરીને જીવવાની કોશિશ કરને..!
શુ કામ સ્ટ્રેસ લે છે.?
ખબરદાર જો આજ પછી તે મરવાની વાત કરી છે તો..
ચાલ સ્માઈલ આપ..!☺️
હું છું ને તારી સાથે..! ડિયર..માય સ્વીટહાર્ટ..♥️
લવ. યુ..સો.. મચ..
સામે પણ "લવ યુ ટુ " કહીને અંશુમન વિડીઓકોલ મૂકે છે પણ એને હજુ પણ દુઃખ હતું..
એને મરવાની ઈચ્છા હજુ પણ 15 મિનિટ પહેલા હતી.. જ્યારે એ આ એક્સિડન્ટ પ્લેસ સુધી નહોતો આવ્યો અને અનન્યાને આમ, ગંભીર સ્થિતિમાં જોઈ નહોતી.
પણ, હવે એનો જીવન પ્રત્યેનો અભિગમ બદલાયો.. એની પ્રિયતમાને આ હાલતમાં જોઈને.. એને સમજાયું હતું કે મરનારતો મરી જાય છે પણ એના પાછળ સ્વજનોનું જીવન કેવું વલોપાત કરતું હોય છે.. એની યાદમાં..
અનુ વગરના ભેંકાર જીવનની કલ્પના એને ધ્રુજાવી ગયી.. અને એને પણ મનોમન જીવનનું મૂલ્યને સમજાય ગયું..
એણે અનુના જીવન માટે પ્રભુને પ્રાર્થના કરી અને.. ચાર કલાકની જહેમત બાદ ડોકટર એ આવીને ઓપરેશન સફળ થયાના સમાચાર આપીને અનન્યા અને અંશુમનની જિંદગીમાં પ્રેમના ફૂલ ખીલવી દીધા..
અંશુમને ડોકટરને પગે પડીને ધન્યવાદ કહ્યું..
ડોકટરે પણ અમારી ફરજ હતી.. એમ કહીને એને કૉંગ્રેટ્સ ફોર હેપી લાઈફ.. કહ્યું
હા ડોકટર લાઈફ હવે હેપી જ રહેવાની અનું ના બેડ સામે જોઈને કહ્યું..
અને ત્વરાથી રૂમમાં ગયો... અને અનુને ચુંમી લીધી અને બોલ્યો..
અનુ થેંક્યું.. જિંદગી..
અને સીધો અનુ પાસે ગયો
સાર:
(જીવન અમૂલ્ય છે. ક્ષુલ્લક સફળતા નિસફળતાના ધોરણે જીવનને મૂળવીને આત્મહત્યા કરવાની મુર્ખામી કરવી નહીં.. આપણાં સ્વજનોનું એકવાર જરુંર વિચારવું.
એક જ મંત્ર..
"જિંદગી ન મિલેગી દોબારા.." )