સંવેદનાસભર સ્ત્રીની ઓળખ ભૂપેન પટેલ અજ્ઞાત દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

સંવેદનાસભર સ્ત્રીની ઓળખ


વસંતમાં ખીલતા ફૂલોની જેમ મહેકતી, કુંપણ સમાન કોમલ અને કળી સમાન નાજુક ,ગ્રીષ્મની અસહ્ય ગરમીમાં, વર્ષા ની મધુર ઠંડક જેમ શિતળતા પ્રસરાવી દેતી,શરદની પૂર્ણિમાની પૂર્ણ ચાંદની જેમ રૂપેરી કાયા, રેશમના તાંતણ સમાન, સમીર સંગે દીદાર પર હરવા સ્પર્શે ઉરમાં સ્પંદન જગાડતી સ્વર્ણ કેશા, એ તો લટકતી ચાલે ,અંગે અંગ થી ક્રીડા કરતી અણીયાળી આંખે નિહારતી,એ તો જોબનવંતી નાર.

વસંત માં ખીલતા ફૂલોની જે સુંદરતા અને નયનગમ્ય દૃશ્ય કુદરત ખુલા હાથે રંગો અને સુંગધ ને પ્રસરાવે છે તેવી જ સુંદર અને મનોહર સ્ત્રી ની કામણગારી કાયા ને ખીલવી છે. કવિઓ ,લેખકો અને કલાકારો પણ એની સુંદરતા માં મંત્રમુગ્ધ થઈ ને પોતાની સોળે કળાઓ એ નિરૂપે છે.મેહુલા સંગે મયુર નૃત્ય કરી ને સપ્તરંગી પિંછને ફેલાવી ઊઠે છે,ત્યારે એ નજારામાં કલાકારો પોતાની કૃતિ માં પરોવી દે છે. જે સૌન્દર્યનું સ્વામિત્વ ધરાવે છે તેના રૂપને માનવામાં, નિહાળવામાં અને ઢાળવામાં સૃદૃષ્ટી ધરાવતા માનસપટ પર કુદરતની મહેર સમજે છે. સ્ત્રીના જોબન ની આહલાદકતા તો અદભૂત છે પણ તેના હૈયામાં રહેલી ભાવના, લાગણી,સહનશીલતા અને પ્રેમ મધુર્યતા પણ ખોબલે ખોબલે ભરેલી હોઈ છે. સ્ત્રી સુંદરતા ની સાથે સદગુણો અને ભાવનાસભર હોઈ છે. સ્ત્રીના અંગ ઉપાંગ ની રચના એટલી સુંદર હોઈ છે કે એના મોહમાં સાહિત્યકારો પોતાની કલમથી સૌંદર્યતા કાગળ પર ઊતરતાં હોઈ છે માત્ર તન જ નહિ એના હૈયા માં રહેલા ભાવો ને પણ વાચા આપતા હોઈ છે.

પ્રકૃતિ પ્રેમી હોઈ તે સૌન્દર્યને માણતા હોઈ છે, નિહાળતા હોઈ છે અને તેનું જતન કરતા હોઈ છે. પણ કેટલાક ની પ્રકૃતિ જ એવી હોઈ છે જેને પામવા પાછળ એને ઇર્જા પોહચાડે છે.માણસ ની આ કેટલી દૂર્ભાગીતા છે.હાલ માં થતાં સ્ત્રી જોડે બળાત્કાર અને અપમાન જનક ટિપ્પણીથી સમાજ ને લજવી રહ્યા છે.સ્ત્રીના શરીર પર એની સુંદરતા પર અપશબ્દો માં ટિપ્પણી કરવા માં આવે છે , એના ચારિત્ર્ય પર સવાલ ઉઠાવવામાં આવે છે.જે સ્ત્રી માટે નહિ પુરુષ વર્ગ માટે લાંછન છે. નાદાન, અલ્લડ , અને મુક્ત વિચાર ધરાવતી સ્ત્રી કોઈ જોડે ખુલ્લા મનથી વાત કરે, દોસ્તી કરે તો તેના ચરિત્ર પર ચાલુ છે એવો દાગ લગાવી દેવામાં આવે છે.ઓફિસોમા કે ફિલ્મ જગત પર કે અન્ય શ્રેત્રે સ્ત્રી કામ કરતી હોઈ તો તેની લાયકાત કરતા એની સુંદરતા પર વધુ નજર રાખે છે, અને પ્રમોશન ની લાલસામાં જાતીય સતામણી કરતા હોઈ છે.તે પણ એક જાત નો બળાત્કાર જ છે. કોઈ સ્ત્રી પુરુષ સાથે સારી રીતે બે કે ત્રણ દિવસ વાત કરે અને ચોથા દિવસે તો અભદ્ર ભાષામાં જ વાત કરવા લાગે છે, એ પણ બળાત્કાર જ છે. કોઈ સ્ત્રી ના વસ્ત્ર અને એના અંગો ને નિહાળીને ખરાબ ટિપ્પણી કરવી એ પણ બળાત્કાર જ છે. વસંતમાં પાગળતી સુંદરતા ને કુદરતની મહેર સમજવી નહિ કે એને પામવા ની ઘેલછા કરવી. રાવણ એક ઉત્તમ ઉદાહરણ છે.

એક ઉછળતી,કૂદતી અને મુક્તપણે ગરબે ઘુમતી નારીની આહ્લાદક ભરી કાયા ની ભીતરમાં સવેંદનાસભર લાગણીઓ,પ્રેમ,ભાવનાઓ અને સહનશીલતા ગુણો રહેલા છે. સ્ત્રી પેહલા પિતા પર,ભાઈ પર ,પતિ પર અને પુત્ર પર નિર્ભર હોય છે ,તે કેહવુ યોગ્ય નથી. કેમ કે સ્ત્રી પ્રેરણા નું ઝરણું છે, ઉગતી સવારની આશાનું કિરણ છે. સ્ત્રી એ પિતા,ભાઈ,પતિ અને પુત્ર પર નિર્ભર નહિ પણ સાથે ઉભી રહીને પ્રગતિ માટે સહાયક હોઈ છે.કોઈ પણ આફતમાં સ્થિર ઉભી રહીને ઘરને સ્થિરતા પ્રદાન કરે છે. માટે જ સ્ત્રી એ કુદરત ની અદભૂત રચના છે જેનો જોડ નહિ જડે.સ્ત્રી એ સીતા, સાવિત્રી, અહલ્યા, લક્ષ્મીબાઈ, નાયિકા દેવી, જીજીબાઈ, કલ્પના ચાવલા, સુનિતા જેવી મહાન વીરાંગના ની સાથે સંસ્કારો ના ઘરેણાં ને ધારણ કરતી હોઈ છે. સ્ત્રી તન ની સાથે મન અને આત્મા ને પણ ખીલવે છે.

સ્ત્રી એ કુદરતની એવી મુરત છે જે સંવેદના ના તાંતણા માં પરોવેલું આભૂષણ છે.