fari ekvar ek sharat - 5 books and stories free download online pdf in Gujarati

ફરી એકવાર એક શરત - 5

અંશ:
આજે સૌમ્યા અને મારી મુલાકાત ને 2 દિવસ થઈ ગયા છે. અને થોડી વાર માં જ સૌમ્યા આવતી હશે. 2 મહિના નું કામ 2 દિવસ માં તો પૂરું થયું નહિ હોય એટલે આજે નિરાશા સાથે અને સોરી સાથે આવશે કદાચ. પેહલા મને એના પ્રત્યે દયા હતી જ્યારે એના વિશે જાણ્યું પણ એને મળ્યા પછી તો મારા વિચાર બદલાઈ જ ગયા. એ તો પોતાની ભૂલ ક્યારેય સ્વીકારતી જ નથી અને મને જવાબદાર માને છે. એટલે આજે એની એ અકડ તુટતી દેખી ને મને ગમશે.

અંશ પોતાની જીત ના કોન્ફિડન્સ થી સૌમ્યા ની રાહ દેખે છે. અને સૌમ્યા આવે છે પણ એના ચહેરા પર ક્યાંય ઉદાસી કે નિરાશા નથી દેખાતી.. અને તે અંશ સામે ફાઇલ મૂકે છે. અને લેપટોપ માં પ્રેઝન્ટેશન શરૂ કરે છે.અને અંશ દેખતો જ રહે છે.

સૌમ્યા: આ રહી બધી સ્કીમેટિક ડિઝાઇન. તમે ફાઇનલ કરો એટલે આગળ કામ થઈ શકે.

અંશ બધા સ્કેચ ને ડિઝાઇન દેખે છે. કામ સારું હોય છે પણ આટલી જલ્દી કેવી રીતે એ વિચારી ને તે ચોકી જાય છે..

સૌમ્યા: શુ થયું? કઈ ચેન્જ કરવા હોય તો તમારા વિચારો જણાવો તો એ પ્રમાણે આગળ કામ થઈ શકે બોસ. (બોસ શબ્દ પર કંઇક વધારે જ ભાર આપે છે. અને અંશ નો ચોંકેલો ચેહરો જોઈ ને સૌમ્યા ની ખુશી એના ચહેરા પર આવે છે)

અંશ: ઓકે.. હું દેખી ને આગળ કહીશ.. તું જઈ શકે છે.

સૌમ્યા: ચોક્કસ હું રાહ દેખીશ. અને હવે તારી મરજી પ્રમાણે આ ગેમ નહિ ચાલે તારી મરજી હોય ત્યારે જોબ આપે અને નીકાળી દે... હવે એ નહિ થાય... તું જ મને જોબ માંથી જલ્દી જ નિકાલિશ પણ આ વખતે મારી મરજી થી અને મારા સ્વમાન સાથે. અને હા સોરી બોલીશ તું જ.

અંશ: આટલો ઓવર કોન્ફિડન્સ ના રાખીશ આ તો શરૂઆત છે. અને સોરી તો તારે મને કહેવાનું છે. એક વાર નહીં તારી બધી ભૂલો માટે.

સૌમ્યા આજે તો પોતાની ખુશી સાથે ઘરે આવે છે. માહી આટલા ટાઈમ પછી સૌમ્યા ને ખુશ દેખી ને ખુશ થાય છે. અને કારણ પૂછે છે. સૌમ્યા અંશ સાથે ની મુલાકાત અને આજ ની મિટિંગ વિશે જણાવે છે..

માહી: આજે તો ખરેખર અંશ નો ચેહરો જોવા જેવો હશે.
સૌમ્યા: હા દેખવા જેવો જ હતો. એને થયું કે હું ખાલી હાથે આવીશ. પણ એને શુ ખબર જ્યારે હું એના માટે કામ કરતી હતી ત્યારે ઘણું આગળ નું કામ કરી રહી હતી. મારે માટે કામ ને કામ જ તો જીવન હતું. એટલે બસ આ 2 દિવસ માં આગળ ના કામ ને થોડું ગોઠવવાનું જ હતુ

માહી: પણ જો તું અંશ સાથે કામ કરવા જ નથી માંગતી તો પછી આજે કેમ કામ પૂરું કરી બતાવ્યું. જો તે આજે કઈ ના કર્યું હોત તો એ તને એમ જ એ નીકાળી દેત અને તારે કઈ કરવું પણ ના પડ્યું હોત.

સૌમ્યા: ત્યાં જ તો તારી ભૂલ થાય છે. હું ત્યાં કામ કરવા નથી માંગતી પણ ત્યાં થી. મારા સમ્માન સાથે નિકળીશ. મારા સ્વાભિમાન સાથે... જ્યારે મને મોકો ફરી મળ્યો જ છે તો હું અંશ ના અભિમાન ને તોડવા માંગુ છું... એને એમ લાગે છે કે એ મિસ્ટર પરફેક્ટ છે તો આ ભ્રમ પણ તોડવો જ પડશે...અને જેના લીધે હું આટલી હેરાન થઈ એવા તાનશાહી શહેનશાહ ને સબક તો આપવો જ પડશે.

માહી: ખૂબ જ ખુશી થઈ તને ફરી આમ દેખી ને... તું ઠીક છે એ જાણી ને...
( મજા આવશે આમા તો... જો કે જે હોય પણ આના લીધે સૌમ્યા ને કંઇક નવું કારણ મળ્યું છે. નવી દિશા મળી છે એટલે આશા રાખું કે આ રિવેન્જ લેતા લેતા નોર્મલ જીવન તરફ પણ આવી જાય અને ખુશ રહે.. )


માહી: તો આગળ હવે?
સૌમ્યા: શેનું?
માહી: આગળ તમે ક્યારે મળશો?
સૌમ્યા: પેહલી વાર મારા કામ માં આટલો રસ પડ્યો છે તને..
માહી: હા બોલ ને.. કેવી રીતે આગળ ચાલશે?
સૌમ્યા:

પહેલું પગલું - ક્લાઈન્ટ પરામર્શપ્રોગ્રામિંગ તબક્કા દરમિયાન ક્લાયંટની જરૂરિયાતો અને ઉદ્દેશો ઓળખવામાં આવે છે. જગ્યા અને ફર્નિચર અને સાધન જરૂરીયાતોનો ઉપયોગ કોણ કરશે તે જગ્યાના વિશિષ્ટ કાર્ય (ઓ) ને લગતા પ્રશ્નો અંગે ચર્ચા કરવામાં આવશે. આ સમયે માપ અને ફોટા પણ લેવામાં આવે છે.
પગલું બે - યોજનાકીય ડિઝાઇનયોજનાકીય ડિઝાઇનના તબક્કામાં, અવકાશી આયોજન અને ફર્નિચર લેઆઉટનો વિકાસ થાય છે. પરિભ્રમણ પેટર્ન અને લઘુતમ મંજૂરીઓ ધ્યાનમાં લેવામાં આવે છે અને ફ્લોર પ્લાન પર લાગુ થાય છે. રફ સ્કેચ અને એલિવેશન બનાવવામાં આવે છે, પ્રારંભિક ફર્નિચર અને સમાપ્ત વિચારો વિકસિત કરવામાં આવે છે અને તે પછી ક્લાયંટને સમીક્ષા અને પુનરાવર્તન માટે રજૂ કરવામાં આવે છે.

પગલું ત્રણ - ડિઝાઇન વિકાસયોજનાકીય ડિઝાઇનની અંતિમ મંજૂરી પછી, ડિઝાઇનર વધુ વિગતવાર ફ્લોર પ્લાન, એલિવેશન અને અન્ય સંબંધિત વસ્તુઓ વિકસાવે છે. રંગો અને પૂર્ણાહુતિ શુદ્ધ કરવામાં આવે છે, ફર્નિચર, કાપડ અને સાધનો પસંદ કરવામાં આવે છે અને ખર્ચનો અંદાજ તૈયાર કરવામાં આવે છે. પરિણામી ડિઝાઇન ક્લાઈન્ટ સમક્ષ સમીક્ષા, પુનરાવર્તન અને અંતિમ મંજૂરી માટે રજૂ કરવામાં આવે છે.

જે હમણાં જ મેં મજૂરી માટે અંશ ને સબમિટ કરાવ્યું છે. આગળ એ જો ઈચ્છે તો એ પ્રમાણે થોડા બદલાવ કરવા પડશે. નહીં તો આગળ ની પ્રોસેસ

પગલું ચાર - બાંધકામ દસ્તાવેજીકરણપ્રથમ તબક્કામાં, પૂર્ણ થનારી કામગીરીની વિશિષ્ટ વિગતો દસ્તાવેજીકરણ કરવામાં આવે છે. આ વિગતોમાં મીલવર્ક સ્પષ્ટીકરણ, ફ્લોરિંગ અને પેઇન્ટ, લાઇટિંગ પ્લાન અને ફિક્સ્ચર સિલેક્શન, પ્લમ્બિંગ લોકેશન અને ફિક્સ્ચર સિલેક્શન, અને કામના કુલ કાર્યક્ષેત્રને ધ્યાનમાં રાખીને ઇલેક્ટ્રિકલ લેઆઉટ જેવી સમાપ્ત પસંદગીઓ શામેલ છે. બીજા તબક્કામાં, બિડ્સ મેળવવામાં આવે છે, ઠેકેદારો પસંદ કરવામાં આવે છે, અને ખરીદીના ઓર્ડર આપવામાં આવે છે.

પગલું પાંચ - બાંધકામ વહીવટઆ અંતિમ તબક્કો છે જ્યાં વસ્તુઓ બનાવવામાં અને ઇન્સ્ટોલ કરવામાં આવે છે. વસ્તુઓ સારી સ્થિતિમાં પ્રાપ્ત થાય છે, યોગ્ય રીતે ઇન્સ્ટોલ થાય છે અને દસ્તાવેજોનું યોગ્ય પાલન કરવામાં આવે છે તેની ખાતરી કરવા માટે ડિઝાઇનર ઘણીવાર "ઇન્સ્ટોલેશન" દરમિયાન ઓનસાઇટ હોય છે.

માહી: ઓકે... ઘણું અઘરું છે. અને ઘણું બધું ઉપર થી ગયું મારા તો.. તારી આ ભાષા તો સમજ શક્તિ ના બહાર ની હતી.

સૌમ્યા માહી ની વાતો પર હસે છે.

4 દિવસ પછી અંશ ની બર્થડે પાર્ટી નું આમંત્રણ દરેક સ્ટાફ ને મળે છે. ખૂબ મોટી પાર્ટી નું આયોજન હોય છે. એના ભાઈ અને પાપા ની ઓફિસ ના સ્ટાફ ને પણ આમંત્રણ મળે છે. આખા શહેર ની નજર આ પાર્ટી પર હોય છે અને સૌમ્યા ને પણ પાર્ટી નું ઇન્વેટેશન મળે છે.

માહી: તો તું જઈશ??
સૌમ્યા: ખુશી ખુશી
માહી: કેમ આટલી ખુશ??
સૌમ્યા: બદલા નો સમય જે છે. મિસ્ટર પરફેક્ટ ને હેરાન જે કરવાનો છે. આના થી બેસ્ટ શું હોઈ શકે?

માહી: તું શુ કરીશ?
સૌમ્યા: યાદ છે અંશ એ મને નીકાળી. એના 2 દિવસ માં જ મારો પણ બર્થડે હતો.. પણ એના લીધે એ પણ બરબાદ થઈ ગયો... આ વખતે તો તું પણ નહતી.
માહી: હા તું જે જતી જ રહી હતી કઈ કીધા કે બોલ્યા વગર મને ખુબ દુઃખ થયું હતું..
સૌમ્યા: બસ પછી અંશ નો બર્થડે કેવી રીતે સારો જઈ શકે.
માહી: તું શું વિચારે છે?
સૌમ્યા: દેખ શરૂઆત ભલે ગમે તેવી થાય પણ એનો બર્થડે પાર્ટી નો અંત તો સારો નથી જ થવાનો.. હેરાન થઈ જશે.
માહી: તું કૈક જોરદાર વિચારતી હોય એમ લાગે છે.
સૌમ્યા: હા ચાલ હવે શોપિંગ પર 2 જ દિવસ છે અને મારે શોપિંગ કરવાની છે બર્થડે ની.

માહી:( ખબર નહિ શુ ચાલે છે સૌમ્યા ના દિમાગ માં પણ સૌમ્યા પાસે ખોવા કઈ નથી અને અંશ પાસે બધું જ છે ફેમિલી, ફ્રેંડસ, ઇમેજ એની અને એના ફેમિલી ની, એનું નામ... બધું જ હવે તો પ્રભુ ને જ ખબર કે શું થશે?? શુ હું સચ્ચાઈ કહી દઉં સૌમ્યા ને?? કે આ રાઈટ ટાઈમ નથી? હમણાં જ તો દુઃખ માંથી બહાર આવી છે... હમણાં જ તો પાછું જીવતા શીખી છે..)



બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED