fari ekvar ek sharat books and stories free download online pdf in Gujarati

ફરી એકવાર એક શરત

ફરી એકવાર
આજ નો દિવસ રોજના જેવો નહતો. સૌમ્યા માટે આજે એના જીવન નો ખુબ જ અગત્ય નો દિવસ હતો. આટલા વર્ષો ની મેહનત ની પરીક્ષા જે હતી. અને ધાર્યા પ્રમાણે બધું જ થાય છે. સૌમ્યા ને ખૂબ જ નામદાર બિઝનેસ મેન ની નવી હોટેલ ના ઇન્ટિરિયર ડિઝાઇન માટે નો કોન્ટ્રાક્ટ મળી ગયો હતો. દરેક ના જીવન માં આ દિવસ નથી આવતા. એ પણ આટલી નાની ઉંમરે આટલે પોહચવું આનાથી વધારે કઈ હોઈ જ ના શકે... આટલા વર્ષો ની મેહનત હવે રંગ લાવી રહી હતી...
ઘરે આવી ને સૌમ્યા એ જ રોજિંદા જીવન પ્રમાણે ફ્રેશ થઈ ને માહી ની રાહ દેખે છે... માહી આવી ને તરત જ સવાલો શરૂ કરે છે... આ આખા ઘર માં માહી આવે ત્યારે જ તો રોનક આવે છે. બાકી આ ઘર સુમસામ. સૌમ્યા ના જીવન ની જેમ ના કોઈ માણસ કે ના કોઈ અવાજ માત્ર ને માત્ર સૌમ્યા એકલી જ.

માહી: તો શું થયું?? આજે મિટિંગ હતી ને? બધું ફાઈનલ થયું? તને આ કોન્ટ્રાકટ મળી ગયો? તું અંશ ને મળી?? કેવો છે? કેવો લાગ્યો???

સૌમ્યા: એક સાથે કેટલા પ્રશ્નો કરીશ? શ્વાસ તો લે!

'ના પેહલા તું જવાબ તો આપ.'
"હા આજે ફાઇનલ નક્કી થઈ ગયું કે આ કામ હું જ કરીશ."

'કેટલા સરસ ન્યુઝ આપ્યા તે!! પણ તે મને મેસેજ કેમ ના કર્યો?'
"એમાં શુ મેસેજ કરું?"

'શુ મેસેજ એટલે આટલી મોટી તો વાત છે. અંશ ની નવી હોટેલ ના ઇન્ટેરિયર ડિઝાઇનિંગ નું કામ તને મળી ગયું છે.. આનાથી વધારે કંઈ હોઈ શકે?? એ તો આખું ખાનદાન જ બિઝનેસ મેન થી ભરેલું છે.. કુબેર નું ઘર કહી શકાય.. જે કામ કરે તે સફળ થાય જ છે.. માન્યું કે આ અંશ ની આ પહેલી જ હોટેલ છે પણ બધા ની નજરો એના પર છે. આ તો સફળ જ છે.. એના ભાઈ આરવ ને એના પાપા ને એની ભાભી તાની બધા કેટલા મોટા માણસો છે... મને તો હજી ભરોસો નથી થતો.. અને તને જો આટલી મોટી વાત છે પણ કેટલી શાંત છે.'

" હું ખુશ જ છું. પણ તારી જેમ ઓવર એક્સાઈટેડ ના થઇ શકું. અને સાચી વાત છે આ ખૂબ મોટી વાત છે. કદાચ મારુ સપનું પણ કહી શકાય.. પણ હવે અહીં સુધી પોહચ્યા પછી થોડો થાક લાગ્યો છે. બીજું કંઈ નહીં. અને હા આજે અંશ જોડે મિટિંગ થઈ હતી"

'શુ વાતો કરી?કેવો લાગે છે એ રિયલ માં? ખબર છે એના ભાઈ આરવ તો હંમેશા ચર્ચા માં રહ્યો જ છે. પણ અંશ તો એક રહસ્ય કહી શકાય. હંમેશા આ મીડિયા અને બધા થી દુર છતાં મોસ્ટ હેન્ડસમ બેચલર છે. કોઈ ને એના જીવન વિશે કઈ ખબર નથી..'.

" હું ડેટ પર ગઈ નહતી.. અમે કામ ની વાતો કરી બીજું શું હોય. અને માણસ જ લાગતો હતો.. હા થોડા અજીબ પ્રશ્નો કર્યા હતા અંત માં"

'કેવા? શુ પૂછ્યું? '
"એક તો પૂછ્યા વગર જ મારી માટે કોફી મંગાવી દીધી અને ખબર નહિ પણ કંઈક અજીબ બોલતો હતો કે અજાણતા જ કોઈ ભૂલ થઈ હોય તો સોરી બોલવું જોઈએ.. અને હું ગુસ્સા વાળો નથી કે ના કોઈ નાની વાતો પકડી રાખું એવો માણસ છું પણ ભૂલ સ્વીકારવી જોઈએ એમા કઈ ખોટું નથી... આવું કંઈક.. "

' શુ ખબર એને તું ગમી ગઈ હોઈશ અને બિચારો નર્વસ હશે એટલે કઈ પણ બોલતો હશે. અને તું સમજી પણ નહીં??'

" આ કોઈ મુવી નથી.. એટલે દિવસે સપના ના જોઈશ. એવું કંઈ છે નહીં"

'શુ યાર.... તું પણ સિંગલ અને એ પણ.. અને મિટિંગ.. અને..'

" બસ કરી દે માહી.. તને શું લાગે છે કે જ્યારે જ્યારે કોઈ પણ બે કુંવારા મળે એટલે શું સંગીત જ ગુજવા લાગે?? તું છે ને આ મુવી જોવાના ઓછા કર અને તારા ભણવા પર ધ્યાન આપ..."

'હે રામ મારી બેન નું શુ થશે? હું તને ક્યાંક સેટ કરવાનું વિચારું છું અને તું મારા પર જ ગુસ્સો કરે છે.'

"માહી તને કેટલી વાર કહ્યું કે બેન નહિ બોલ. નામ છે ને મારુ એ જ ઠીક છે. કોઈ પણ સબંધ નહિ જોડ આપણી વચ્ચે"

'ફરી થી તારું એ જ ચાલુ થઈ ગયું..બેન નહિ.. ફ્રેન્ડ પણ નહીં અને ફેમિલી પણ નહીં.. તો હું શું છું? એક રૂમમેટ જ?? મારી આર્થિક પરિસ્થિતિ સારી નથી એટલે તે મને છત આપી.. બસ આ જ છીએ આપણે?? મારા પર આટલો ઉપકાર કેમ?'

"હું પણ જયારે આ અજાણ્યા શહેર માં આવી ત્યારે તે મને એક રાત રહેવા ઘર આપ્યું હતું એ પણ મને જાણ્યા વગર.. તો હું તને ઘર રહેવા આપું એમા શુ નવાઈ છે?

' ઓહ મતલબ કે મારું અહેસાન ઉતારી રહી છે??'

" તને પેહલા પણ કીધું છે છતાં કેમ આ જ વાત કરે છે??"

'ક્યારેક તો જણાવ કે તારી લાઈફ માં એવું તો શું થયું હતું કે તારા માટે બધા રિલેશન નક્કામાં છે? કોઈ સંબંધ નો અર્થ જ નથી?? ના પ્રેમી કોઈ...ના બેન કે ના ફ્રેન્ડ કે ના ભાઈ કે ના મા-બાપ.. કોઈ જ નહીં?? તારા પરિવાર વિશે કંઈક તો જણાવ?? '

" ના નથી મારા જીવન માં કોઈ.. હું એકલી જ છું. મારે કોઈ ની જરૂર નથી.. અને ના કોઈ ને મારી જરૂર છે.વર્ષો પહેલા હું મારું એ જીવન મૂકી ને અચાનક જ નીકળી ગઈ હતી... કઈ પણ બોલ્યા કે કહ્યા વગર.. અચાનક જ નવા રસ્તે.. નવા શહેર માં એક નવી જિંદગી માટે.. અને અત્યારે હું એ જીવી રહી છું... પણ ફરી એ જ ભૂલો ના કરી શકું હું.. દરેક સબંધ નો અંત દુઃખ જ હોય છે.. તમે દુઃખી થાવ અથવા તમે સામે ના પાત્ર ને દુઃખી કરો... પણ આ જ હોય છે.. દરેક સબંધ આ જ હોય છે પછી એ કોઈ પણ કેમ ના હોય"

આ શબ્દો સાથે કોઈક દર્દ સૌમ્યા ના આખો માં માહી દેખે છે.. માહી આટલા ટાઈમ થી સૌમ્યા સાથે છે. છતા એના વિશે કઈ જાણતી નથી.. 4 કે 5 વર્ષ પહેલાં માહી ને સૌમ્યા મળ્યા હોય છે ત્યારે સૌમ્યા રસ્તા પર એકલી ને રાત અને એમાં પણ ધોધમાર વરસાદ.. એટલે માહી એ સૌમ્યા ને એની હોસ્ટેલ ની રૂમ માં જગ્યા આપી હોય છે... માહી ત્યારે કોલેજ ના પેહલા વર્ષ માં જ હોય છે.. અને જીંદાદીલ છોકરી હોય છે... બસ પછી જ્યારે સૌમ્યા ને જાણ થાય છે કે માહી ને પૈસા ની તંગી ના લીધે હોસ્ટેલ છોડવી પડશે તો એને સૌમ્યા એના ઘરે એક રૂમમેટ તરીકે જગ્યા આપે છે... ભાડું ના બરાબર કહી શકાય જેથી માહી નું આત્મસન્માન પણ જળવાય...
માહી માટે સૌમ્યા મોટી બેન સમાન હોય છે. અને કદાચ સૌમ્યા માટે માહી નાની બેન પણ એ આ નામ આપવા નથી માંગતી.. એ કોઈ પણ જોડે જોડાવા જ નથી માંગતી.. એ અને એનું એકલું જીવન.. મુવી પણ એકલા જોવાનું અને જમવાનું પણ એકલા જ અને વાતો તો બુક્સ જોડે કરવાની.. કયારેક કયારેક કંઈક લખી લેવાનું.... માહી પણ આટલા ટાઈમ થી એ જ વિચારતી હોય છે કે એવા તો કેવા તોફાન આવ્યા હશે કે કોઈ માણસ જ નથી જોઈતું? માણસો જ આજુબાજુ ના હોય તો ખુશી કે ગમ કોની સાથે જોવાના... આખરે ખુશી માં પણ કોઈક તો જોઈએ જ ને?? સાવ એકલા કેવી રીતે?? કોઈ જ કેમ નહિ??? કોઈક વાર મન થાય કે બધું છોડી ને કોઈ નવી જગ્યા પર જઈ ને ફરી જીવન શરૂ કરીએ બધા થી દુર પણ આ વિચાર માત્ર મન માં જ આવી શકે આવી રીતે બધું છોડી શકાય ખરા?? સૌમ્યા એ આવી રીતે બધું છોડ્યું તો શુ બધું ઠીક થઈ ગયું?? પણ માહી ના આ બધા સવાલો ના જવાબ સૌમ્યા જોડે જ છે.

બીજા રસપ્રદ વિકલ્પો