ફરી એકવાર એક શરત - 4 Ishani Raval દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

ફરી એકવાર એક શરત - 4

અંશ અને સૌમ્યા ના મંદિર માં થયેલ મુલાકાત ને આજે 1 અઠવાડિયું વીતી ગયું હોય છે. ત્યારબાદ સૌમ્યા નો ના કોઈ ફોન કે ના કોઈ મેસેજ કઈ જ નથી આવ્યું હોતું. એને એની જોબ પાછી માંગવા કે કઈ સમજાવવા પણ સંપર્ક કર્યો હોતો નથી. અંશ તેના ભાઈ આરવ સાથે બેઠો હોય છે.

આરવ: ઓકે તો તું એમ કહે છે કે તે કીધું અને તે નીકળી ગઈ એમ જ?? હજી સુધી કોઈ કોન્ટેક્ટ નથી કર્યો સૌમ્યા એ? તો??

અંશ: એના ગયા પછી તેની ફ્રેન્ડ એ જે કીધું એ કદાચ સાચું હોઈ શકે મને એમ લાગ્યું....

આરવ: હવે અફસોસ થાય છે ને કે તે તારા ગુસ્સા માં કઈક વધારે જ બોલી દીધું??

અંશ: હા કદાચ વધારે થઈ ગયું હશે.. પણ..હું...

આરવ: પણ શું?? સાચી વાત છે આમ પણ તને કોઈ હક નથી કે તું આમ બોલે તારે એને નિકાળવી જ હતી તો એમ જ કહી દેવાય ને એમાં આટલો ગુસ્સો શુ કરવા?? તારા શબ્દો પર કાબુ હોવો જોઈએ...

અંશ: ભાઈ તમે તો આ સલાહ ના જ આપો. તમે ગુસ્સા માં તો મારા થી પણ ચાર કદમ આગળ છો. યાદ છે ને તમારો ભૂતકાળ.

આરવ: એ ભૂતકાળ હતો... હમણાં ની વાત કર. અને આમ જ મારા પર ગુસ્સો કરી ને કઈ નહિ મળે... જીવન માં પેહલી વાર તારા થી કોઈ ખોટું કામ થયું છે એટલે તને એ સ્વીકારવુ અઘરું લાગે છે.

અંશ: તમારી વાત સાચી છે. પણ તમને તો આની આદત છે તો બોલો ને હું શું કરું?

આરવ: તારે મારી સલાહ જોઈએ છે કે નહીં??? હવે જો મારા વિશે કઈ બોલ્યો ને તો ભૂલી જા..

અંશ: ઓકે ઓકે.. પણ શું કરું મને એમ કે સૌમ્યા સામે થી વાત કરશે અને કદાચ સોરી કહેશે તો હું પણ એને ફરી એને એનું કામ આપી દઈશ અને ફરી થી નવી શરૂઆત થઈ જશે.. અને હવે...

આરવ: પેહલી વાર જીવન માં તે વિચાર્યું એવું નથી થયું.. આજ સુધી તે કોઈ ભૂલ નથી કરી... ના કોઈ એવા કામ કર્યા છે કે કોઈ ને ખોટું લાગે.. એટલે તને અજીબ લાગે છે. પણ હજી પણ સ્વીકાર્યું નથી તે કે તારી ભૂલ છે.. તને એમ છે કે સૌમ્યા આવે અને સોરી બોલે કેમ કે વાંક એનો હતો અને તું માફ કરી દઈશ અને બધું ઓકે થઈ જશે... પણ એવું કંઈ થવાનું નથી. થોડું પણ સ્વાભિમાન હશે તો એ છોકરી ફરી નહીં આવે એ પણ આવા શબ્દો પછી.... અને એનો વાંક હતો એનો મતલબ એ નથી કે તારો વાંક ઓછો થઈ જશે... સોરી બોલતા શીખવુ પડશે... અને શરૂઆત મારા થી કર.

અંશ: ખબર છે. પણ તમને કેમ સોરી?

બને ભાઈઓ વાત કરતા હોય છે ત્યાં અંશ ની ભાભી આવે છે અને બંને ની વાતો સાંભળી ને અંશ ને કહે છે

તાની: જેમ તારી પેહલી હોટેલ તારી માટે ખાસ છે એમ એના માટે એની જોબ હતી. એને પણ પહેલો મોટો મોકો મળ્યો હતો કંઈક કરવાનો... કામ ને નામ મળવાનો પણ બધું એક જ નાની ભૂલ માં જતું રહ્યું. અચાનક જ સપનું રાતોરાત સાચું થવું અને પછી તરત તૂટી જવું એ ખૂબ મોટી વાત છે... એ ક્યાંક તૂટી ગઈ હશે...

અંશ પણ એ જ દુવિધા માં હોય છે કે તેને જે કર્યું એ ખોટું હતું? કે બરાબર જ હતું કોઈ પણ આ જ કરે ને?

આ વાત ને બે મહિના થઈ જાય છે.. અંશ પણ આ એક પ્રશ્ન સાથે આગળ વધે છે. પણ સૌમ્યા જોડે ક્યારેય મળતો નથી. અને કદાચ શોધવાનો પણ પ્રયત્ન નથી કરતો..

અંશ ને એની બહેન સાથે વાત કર્યા પછી એટલી જાણ થાય છે કે સૌમ્યા એ એની ફ્રેન્ડ માહી સાથે વાત કરવાનું છોડી દીધું છે. રાતે ગમે ત્યારે આવે અને નીકળી જાય. માહી ને પણ જાણ નથી કે સૌમ્યા ક્યારે ઘરે આવે છે ને જાય છે અને વાત કરવાનું પણ બંધ કરી દીધુ છે. ના કોઈ ની પરવાહ છે કે ના કોઈ ચિંતા. કામ પણ છોડી દીધું છે. અને ના કોઈ નવા કામ ની તલાશ કરે છે.

અંશ રાતે જમી ને વોક પર નીકળે છે અને સૌમ્યા સાથે કોન્ટેક્ટ કેવી રીતે કરવો તે વિચારતો જ હોય છે ત્યાં જ તેને સૌમ્યા દેખાય છે. સામે રોડ ના નજીક બેન્ચ પર બેસેલી હોય છે. અને તે ત્યાં જાય છે. સૌમ્યા નું ધ્યાન નથી હોતું એટલે અંશ થોડી વાર પછી બોલે છે.

અંશ: હેલો.. કેમ છે?
સૌમ્યા અંશ ને ત્યાં દેખી ને થોડા સમય કઈ બોલતી નથી પણ પછી બોલે છે "શું કામ છે? હવે તો તું મારો બોસ પણ નથી.. એટલે કઈ બોલવાનું બાકી હોય તો પણ તારી પાસે જ રાખ"

અંશ: તું ખોટું સમજે છે. હું તો એમ જ આ રસ્તે નીકળ્યો હતો અને તને દેખી તો થયું કે... કે....
સૌમ્યા: કે મારી પાસે બાકી હોય કઈ તો એ પણ છીનવી લઈએ... ખેલ છે ને તારી માટે તો બધું?

અંશ: શુ? તું શું બોલે છે.. આપણે તો એકબીજા ને જણતાં પણ નથી.. તો હું શું કામ કોઈ...

સૌમ્યા: એ જ ને મને પણ એ જ નથી સમજાતું કે એક નાની ભૂલ માં આટલું કોણ કરે... અને કેમ કરે??? એ પણ કોઈ અજાણ્યા સાથે?? એટલે થયું કે રમત જ હશે તારા માટે.. કોઈ ની લાઈફ એક પળ માં વિખેરી નાખવી પણ રમત હશે... એક નાની ભૂલ માં આટલી મોટી સજા?? આ જોબ જ તો એક કારણ હતું મારી પાસે... અને એ પણ છીનવાઈ ગયું... તારા લીધે...

અંશ: તું ખોટું વિચારે છે જો....

સૌમ્યા: શુ??
અને અંશ સૌમ્યા ને કઈ સમજાવે તે પહેલાં સૌમ્યા પોતાના ગુસ્સા ને કાબુ માં નથી રાખી શકતી. અને આ 2 મહિના થી જે મન ના તોફાન અને હતા એ બધુ અંશ ઉપર નીકળે છે. અને તે અંશ ને ધક્કો મારે છે...

(હું સૌમ્યા ને કઈ સમજાવું તે પહેલાં તેના આ ધક્કા થી મારો ગુસ્સો પણ વધે છે. આખરે એના મન માં એ જ છે કે મારા લીધે બધું થયું છે એના બધા પ્રૉબ્લેમ નો જવાબદાર હું છું.. પણ કોઈ અજાણ્યા ની વાતો થી આટલો ફરક કેમ પડે? એને માફી નથી માંગી તો હું જવાબદાર નથી.. એને જોબ પછી મેળવવા પ્રયત્ન જ નથી કર્યા તો હું જવાબદાર નથી.. એનો કોઈ ભૂતકાળ હશે તો પણ હું જવાબદાર નથી... પણ જો એને એમ જ લાગતું હોય કે હું જવાબદાર છું તો હું એને જેમ હતું એમ ફરી કરી આપું... )

અંશ: બસ હવે કોઈ શબ્દ નહીં... તારી જોબ તને પાછી આપું છું એટલે થઈ ગયું ને બધું ઠીક?

સૌમ્યા: નથી જોઈતી.. તારી સાથે તો કામ નથી જ કરવું... તારી દયા ની જરૂર નથી..

અંશ: પૂછી નથી રહ્યો. તે જ કીધું ને બધું મારા લીધે થયું છે તો ઠીક કરી રહ્યો છું...

સૌમ્યા: પણ મને જરૂર નથી.. તું...

અંશ: ના કઈ જ નથી સાંભળવું. અને હા કોઈ લેખિત માં ક્યાંય તને નીકાળી એવો કોઈ પુરાવો નથી. એટલે કાનૂની રીતે તો તું મારા માટે કામ કરે જ છે... રિઝાઈન કરવાનું વિચારતી જ નહીં નહીં તો કોઈ કારણ વગર વચ્ચે કામ છોડી ને જવાનું અને પાછું તને કામ આપ્યો ત્યારે કોન્ટ્રાક્ટ સાઈન પણ કર્યો હતો એટલે ઘણી કાનૂની ઝંઝટ છે..... 2 દિવસ પછી મળીએ અને 2 દિવસ માં મને 2 મહિના નો હિસાબ જોઈએ છે... તો 2 દિવસ પછી મળીએ...

અંશ બોલી ને નીકળી જાય છે.. સૌમ્યા ના જવાબ ની રાહ જોયા વગર..