ફરી એકવાર એક શરત - 3 Ishani Raval દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

ફરી એકવાર એક શરત - 3

સૌમ્યા ગુસ્સા માં ઘરે આવે છે. માહી સૌમ્યા ને દેખી ને પૂછે છે. કે 'શું થયું? આટલો ગુસ્સો કોના પર? '

"તારા અંશ પર. તને વધારે હોય છે ને કે પૂરો દિવસ અંશ કેટલો સારો છે ને બસ એના વખાણ એ પણ એને મળ્યા વગર જાણ્યા વગર.. પણ એ એક ખોટો ને અકડું માણસ છે... સોચ કેટલી નાની છે"
'શુ થયું પણ ?? પૂરી વાત કરીશ?'
સૌમ્યા માહી ને પુરી વાત કરે છે. જે આજે થઈ હોય છે.. માહી થોડી વાર વિચારી ને હળવેક થી બોલે છે
' તું ગુસ્સો ના કરે તો હું કંઈક કહું?'

"બોલ ને તારા પણ કેમ ગુસ્સો કરું? એ તો પેલો અંશ..."
'દેખ પેહલા મારી વાત સાંભળ.. તું અને અંશ એકબીજા ને હમણાં જ મળ્યા છો.. અને એ પૈસાદાર છે ને કદાચ બધી વસ્તુ હશે એની પાસે.. એને તને એના આ પ્રોજેકટ માં કામ પણ આપ્યું... તો એ એમ જ ખોટું કેમ બોલે??'

" તો શું હું ખોટું બોલું છું? મેં એના પર ક્યારે ગાડી ચલાવી?"
'કદાચ બની શકે કે તારા જેવી દેખાતી બીજી કોઈ છોકરી હશે. અને એને તને સમજી લીધી હોય??'

" બની તો શકે. પણ..."
'પણ કંઈ નહીં તો એનો બિચારા નો શુ વાંક? એને ગેરસમજ થઈ હોય ને?'

" તો પછી પેહલા નક્કી થાય ત્યારે જ કોઈ પર આરોપ લગાવાય... આમ જોયા કે જાણ્યા વગર કોઈ ને કઈ પણ બોલી ના શકાય"
' ઓકે એ પણ સાચું છે.. પણ છોડ ને તમારે કેટલું જોડે કામ કરવાનું છે.. એટલે મૂકી દે વાત... તારી ગાડી માં નહિ બેસે એટલું જ ને? ભલે ને ના બેસે તારે શુ?? '

"ના બેસે!! હું ક્યારેય બેસવા જ નહીં દઉં..."
' અંશ સાથે તારી શરૂઆત કેમ આમ છે?ખબર નથી પડી રહી.. બાકી બધા થી ભલે તું દૂર રહે પણ બધા તારી આ નકલી હસી માં જોડે હસતા હોય છે.'

" નકલી હસી શુ છે વળી?"
'એ તો તું પણ જાણે જ છે જે 24 કલાક તારી હસી હોય છે ચેહરા પર એ તો પુરે પુરી નકલી હોય છે.. કોઈક જ વાર સાચી હશે..'

"એવું કંઈ જ નથી. તું વધારે નહીં વિચાર... ચલ પીઝા ખાઈશ?? આજે તો એ ઓડર કરીએ"

સૌમ્યા ને જ્યારે એના ભૂતકાળ ની વાત આવે કે કોઈ લાગણી ની વાત આવે ત્યારે એનું અલગ જ રૂપ હોય છે.. બાકી દુનિયા માટે તો એ એક સારી હસતી અને સુલજેલી છે.. પણ બધા ને ક્યાં ખબર કે એના જીવન તો ઉલજેલું જ છે

2 દિવસ પછી સૌમ્યા માહી સાથે મંદિર આવે છે.. આમ તો સૌમ્યા મંદિર ના દર્શન કે એમાં માનતી નથી હોતી પણ આજે માહી ની જીદ ના લીધે આવે છે... પણ તે પાર્કિંગ માં રહે છે.. માહી દર્શન કરી ને આવે છે ત્યારે સૌમ્યા ગાડી શરૂ જ કરવાની હોય છે ત્યાં તો એના ફોન માં રિંગ વાગે છે. અંશ નો ફોન હોય છે..
માહી: અંશ નો ફોન? એ પણ આટલા વહેલા? હજી તો 9:30 જ થયા છે?
સૌમ્યા: અરે યાર આજે સોમવાર છે ને?
માહી: હા કેમ?
સૌમ્યા: અરે અમે જ્યારે મિટિંગ માં હતા ત્યારે એની ભાભી તાની આવી હતી અને આજ ની પૂજા નું આમંત્રણ આપ્યું હતું...
માહી: તો તું કેમ ના ગઈ??
સૌમ્યા: મને એમ કે એમ જ કીધું હશે...સાચે થોડી ને હશે?
માહી: તો હવે શું કહીશ.. ખોટું લાગ્યું હશે.. કંઈક બહાનું કરી દે.
સૌમ્યા: ખરેખર અજીબ ખાનદાન છે.. આટલી નાની વાત માં ફોન થોડી કરાય? હું થોડી એમના ખાનદાન ની સદસ્ય છું.. હું તો એક અજાણી માણસ છું... મને ખોટું બોલતા ક્યાં આવડે છે.. હું ખોટું ક્યારેય નથી બોલતી... હું જ્યારે જ્યારે ખોટું બોલવા પ્રયત્ન કરું છું ત્યારે ત્યારે મારો મજાક બન્યો છે... હું સત્યવાદી હરિશ્ચંદ્ર નથી.. મને વાતો છુપાવતા આવડે છે પણ મને જૂઠું બોલતા નથી આવડતું... હું ક્યારેય બોલી નથી કે નથી બોલી શકતી.. આ ખૂબ જ મોટી ખામી છે મારી.

ત્યાં રિંગ પુરી થાય છે. તો સૌમ્યા ને શાંતિ થાય છે. પણ તરત ફોન માં ફરી રિંગ વાગે છે એટલે સૌમ્યા ફોન ઉપાડે છે

સૌમ્યા: હે..લો..
અંશ: હેલો સૌમ્યા. આજે જે પૂજા...

સૌમ્યા નર્વસ હોય છે એટલે એક જ શ્વાસ માં તરત જવાબ આપે છે કે: હા સોરી સોરી હું ના આવી શકી પણ હું બીમાર હતી એટલે કેવી રીતે આવી શકું... બાકી હું આવી ગઈ હોત.. મને યાદ પણ હતું...

અંશ: ઓકે... શુ થયું છે?

સૌમ્યા: શેનું?

અંશ: કઈ બીમારી છે?ઠીક તો છે ને તું?

સૌમ્યા વધારે ડર સાથે બોલે છે "હા હા હું ઠીક છું. બસ થોડી ફીવર ની અસર હતી.."

અંશ: તાવ?

સૌમ્યા: હા... હા.. અને થોડું માથું પણ દુખતું હતું.. અને શરદી પણ થોડી હતી.. અને થોડું પેટ માં પણ દુખતું હતું અને...

સૌમ્યા એનું અને પૂરું કરે તે પેહલા માહી એના મોં પણ હાથ મૂકી ને ઈશારો કરે છે કે બસ... હવે આગળ કઈ ના બોલ. અને સૌમ્યા બન્ધ થાય છે.. માહી ને એ નથી સમજાતું કે આટલી સમજદાર છોકરી એક જૂઠ કેમ નથી બોલી શકતી? એને હમેશા જોયું છે... કે સૌમ્યા માત્ર ખોટી સ્માઈલ આપી શકે છે પણ ખોટું બોલવું કેવી રીતે એ એને આ ઉંમર માં પણ નથી આવડતું..અને આમ તો ક્યારેય આવડશે પણ નહિ.

અંશ: ઓહ.. આટલી બીમાર હોય તો આરામ કરવો જોઈએ બહાર....

સૌમ્યા: હા એ જ ને...હું મારા બેડ પર આરામ જ કરું છું.. સવાર થી અહીંયા જ છું...

અંશ: તું ઘરે છે?

સૌમ્યા: હા.. કેમ? બીજે ક્યાં હોવ.. (સૌમ્યા વધારે નર્વસ થઈ જાય છે.. એને હવે ફોન મુકવાની ઉતાવળ હોય છે)

અંશ:સાચી વાત છે આટલી બીમાર હોય તો બીજે ક્યાં હોય..

સૌમ્યા:ઓકે તો પછી વાત કરીએ... હું શાંતિ થી કોલબેક કરું પછી.. કંઈ ખાસ કામ તો નહતું ને? તો પછી વાત કરીએ?

અંશ: હા પછી વાત કરીએ. તારે ઉતાવળ છે એટલે પણ પેહલા પ્રસાદિ તો લઈ લે.

સૌમ્યા: તુ ઘરે આવ્યો છે? પ્રસાદી આપવા? ( હવે સૌમ્યા ચોંકી જાય છે... આગળ કઈ બોલવા રહેતું નથી.. આજે તો જોરદાર ફસાઈ ગઈ.. આ જ થાય જ્યારે તમે જીવન માં જૂઠ બોલતા ના આવડે.. આમ વિચારી ને તે આગળ ના શબ્દો શોધતી હોય છે કે શું કહેવું.. કેમ કે ઘર તો બન્ધ હશે... અને ઘર સુધી કોઈ કેમ આવે એ પણ આ પ્રસાદ આપવા? એને હવે બધું સમજ થી બહાર હતું...)

સૌમ્યા બીજું કંઈ બોલે તે પહેલાં એના ગાડી ના કાચ તરફ કોઈ નોક કરે છે અને ગાડી ને પાસે ઉભેલા અંશ ને દેખી ને સૌમ્યા સ્તબ્ધ થઈ જાય છે.. કાપો તો ખુન ના નીકળે એટલી ચોંકી જાય છે.


અંશ

અમારે ઘરે પૂજા પુરી થયા પછી બધા મંદિર માં આવીએ છીએ. ત્યાં બધા ને પ્રસાદી આપી ને બધા સાથે નીકળતા હોઈએ છીએ ત્યાં જ ભાભી ની નજર સામે ની ગાડી માં સૌમ્યા તરફ જાય છે. અને ભાભી મને પૂછે છે કે એ સૌમ્યા જ છે ને? અને ત્યાં કાકી ને મમ્મી વાત સાંભળી છે. અને આપણે ત્યાં તો આ પરમ્પરા હોય જ કે કોઈ જાણીતું માણસ હોય તો પ્રસાદી તો આપવી જ પડે. મેં કીધું કે પછી આપી દઈશ. પણ મમ્મી ક્યાં માને.. 'અરે મંદિર માં જ છીએ અને સામે જ છે તો પ્રસાદી આપવી જોઈએ ને.'
મેં જોયું કે સૌમ્યા ગાડી શરૂ કરવાની હોય છે એટલે હું એને કોલ કરું છું... પણ એ પહેલો કોલ નથી લેતી.. બસ ફોન સામે દેખ્યા કરે છે અને બાજુ માં કોઈક સાથે વાત કરે છે. હું બીજો કોલ કરું છું... ત્યારે તે કોલ ઉપાડે છે

( ) લખાયેલી વાતો પાત્રો ના મન માં ચાલે છે.

સૌમ્યા: હે..લો..
અંશ: હેલો સૌમ્યા. આજે જે પૂજા... ( હું પ્રસાદી વિશે કંઈ બોલું તે પહેલા જ સૌમ્યા બોલવા લાગે છે.)

સૌમ્યા: હા સોરી સોરી હું ના આવી શકી પણ હું બીમાર હતી એટલે કેવી રીતે આવી શકું... બાકી હું આવી ગઈ હોત.. મને યાદ પણ હતું...

અંશ: ઓકે... શુ થયું છે?( બીમાર છે? તો બહાર કેમ નીકળી હશે? અને આટલી હલબળી કેમ કરે છે?)

સૌમ્યા: શેનું?

અંશ: કઈ બીમારી છે?ઠીક તો છે ને તું? (કેમ આવા જવાબ આપે છે? )

સૌમ્યા: હા હા હું ઠીક છું. બસ થોડી ફીવર ની અસર હતી.."

અંશ: તાવ? (હું આગળ કઈ બોલું તે પહેલાં ફરી તે બોલવાનું શરૂ કરે છે)

સૌમ્યા: હા... હા.. અને થોડું માથું પણ દુખતું હતું.. અને શરદી પણ થોડી હતી.. અને થોડું પેટ માં પણ દુખતું હતું અને...

અંશ: ઓહ.. આટલી બીમાર હોય તો આરામ કરવો જોઈએ બહાર....(હવે દેખાઈ આવે છે કે તે ખોટુ બોલી રહી છે.. હું પૂછું કે આટલી બીમાર છે તો બહાર શુ કરે છે? એ પેહલા જ ફરી એ બોલે છે.)

સૌમ્યા: હા એ જ ને...હું મારા બેડ પર આરામ જ કરું છું.. સવાર થી અહીંયા જ છું...

અંશ: તું ઘરે છે?( કેટલું જૂઠું બોલે છે આ છોકરી.. હવે મારો ગુસ્સો વધતો જાય છે... નાની નાની વાતો માં જૂઠ... આને બીજું કંઈ આવડે પણ છે જૂઠ સિવાય??)

સૌમ્યા: હા.. કેમ? બીજે ક્યાં હોવ..

અંશ:સાચી વાત છે આટલી બીમાર હોય તો બીજે ક્યાં હોય.. (ગુસ્સો વધી રહ્યો છે મારો.. અને એના અવાજ માં પણ હવે ડર દેખાય છે)

સૌમ્યા:ઓકે તો પછી વાત કરીએ... હું શાંતિ થી કોલબેક કરું પછી.. કંઈ ખાસ કામ તો નહતું ને? તો પછી વાત કરીએ?

અંશ: હા પછી વાત કરીએ. તારે ઉતાવળ છે એટલે પણ પેહલા પ્રસાદિ તો લઈ લે.( હવે હું એનું જૂઠ એની સામે પકડવા માંગુ છું.)

સૌમ્યા: તુ ઘરે આવ્યો છે? પ્રસાદી આપવા?

એના પ્રશ્ન નો જવાબ આપવા હું એના ગાડી ના કાચ સામે નોક કરું છું. અને એ મારી તરફ દેખે છે... ચોંકી જાય છે... આખરે જૂઠ પકળાઈ જાય ત્યારે બોલવા શુ બાકી રહે?
હું બની શકે એટલી શાંતિ થી એને કહું છે 'બહાર નિકળીશ?'
એ અચકાતા બહાર આવે છે.

સૌમ્યા: હુ...એ... હું સમજાવી શકું છું..

હવે મારો ગુસ્સો કાબુ માં નથી રહેતો. એક તો જૂઠ અને એમાં પણ એ જુઠ નો બચાવ... અત્યારે પણ એ સ્વીકારવા ની જગ્યા પર મને સમજાવાનું પ્રયત્ન કરે છે.

અંશ ગુસ્સા થી બોલે છે "બસ સૌમ્યા હવે નહિ.. મને જૂઠ જરા પણ પસંદ નથી.... પેહલી વાત નું સોરી તો દૂર તને તો જુઠ બોલવાનો અફસોસ પણ નથી.. અને આજે ફરી?? અરે ના આવી તો કંઈ નહીં એમાં પણ ખોટું બોલવાનું?? તારી દરેક સમસ્યા ના જવાબ તું આવી રીતે જ આપતી હોઈશ કેમ?? જુઠ જ ને?? આમ જ આગળ આવી હોઈશ..

સૌમ્યા: બસ... હવે આગળ કંઈ નહીં..

અંશ: કેમ? જે કરે છે એ જ કહું છું.. અને મને મારા આ કામ માં તારા જેવા કોઈ માણસ ની જરૂર નથી. જે જુઠ ના ભરોસે ચાલે.. જુઠું બોલી ને પોતાનો જ ફાયદો કરવો અને બીજા ની લાગણી કે કામ જોડે રમત રમવી એ કામ તારું હશે પણ મને તારા જેવા લોકો ની જરૂર નથી.. મારું આ કામ મારા માટે ખૂબ જ અગત્ય નું છે.. અને એમાં તારા જેવા લોકો ની કોઈ જરૂર નથી...

સૌમ્યા કોઈ જ જવાબ નથી આપતી. આંખ ના આસુ પણ માંડ માંડ થભી રહયા હોય છે. અને તે કઈ પણ બોલ્યા વગર ગાડી માં બેસે છે. માહી ગાડી માંથી ઉતરી ને સૌમ્યા ને સંભાળે તે પેહલા જ સૌમ્યા ગાડી શરૂ કરી ને નીકળી જાય છે.. કદાચ ગાડી જેમ દૂર ગઈ હશે તેમ તેના આંસુ ને આંખ ની બહાર આવવા ના રસ્તા ખુલે છે..

અંશ દેખતો જ રહે છે. ત્યાં માહી સૌમ્યા ની ગાડી ને જતી દેખે છે અને અંશ તરફ વળે છે.
માહી: આજે તમે તમારી લિમિટ ક્રોસ કરી છે. મિસ્ટર અંશ

અંશ: મેં?? તારી જૂઠી ફ્રેન્ડ ની વકીલાત મારે નથી સાંભળવી.

માહી: એક મિનિટ તમે તમારી વાત કહી દીધી હવે 5 મિનિટ મને પણ આપી દો. માત્ર 5 મિનિટ

અંશ: મારે કઈ જ નથી સાંભળવું.. આ..

માહી: કેમ તમે સંભળાવ્યું ત્યારે તો ટાઈમ હતો અત્યારે 5 મિનિટ પણ નથી..

અંશ ગુસ્સા માં તો હોય છે કેમકે સૌમ્યા આમ વાત ની વચ્ચે નીકળી જાય છે... ફરી કોઈ માફી કે અફસોસ બતાવ્યા વગર... પણ માહી ની વાત સાંભળી ને એ એક મોકો આપે છે બોલવા માટે...

માહી: સાચે જુઠી નો ટેગ આપ્યા પેહલા વિચાર્યું છે કે આ છોકરી ખોટું બોલી શકે ખરા?? અરે વિચાર તો ખરા એક નાનું જૂઠ બોલવાનું હતું કે તે પૂજા માં કેમ ના આવી શકી.. અને એને શુ કીધું એ તો યાદ જ હશે ને? આ આટલી બધી બીમારીઓ એકસાથે બોલે એ સાચે ખોટું બોલવામાં એક્સપર્ટ હોઈ શકે??? થોડું તો વિચાર કરો??

અંશ માહી ની વાત સાંભળી ને થોડી વાર વિચાર માં પડી જાય છે...

માહી: અને જે તમે ગાડી ની વાત કરો છો એ ખબર છે પણ હું ઓળખું છું સૌમ્યા ને એ જાણી જોઈ ની આમ ના કરી શકે.. એ ક્યારેક ક્યારેક એના ભૂતકાળ માં એટલી ખોવાયેલી હોય છે કે આસપાસ નું બધીજ વાત ભૂલી જાય છે.. એને પણ ખ્યાલ નથી કે અત્યારે પણ એનો ભૂતકાળ એને જકળી રાખે છે... એ ખૂબ જ પ્રયત્ન કરે છે કે એ એના ભૂતકાળ એના પર હાવી ના થાય પણ એ નથી કરી શકતી.... તમને ખબર છે આ કામ માટે ખૂબ મહેનત કરે છે એ... તમારા ત્યાં થી નીકળી જશે તો એને આગળ પણ નામ ખરાબ થવાથી કઈ નહિ મળે... શુ કરશે એ?

અંશ: પણ એ..

માહી: એની પાસે આ જ તો એક કારણ છે. જેથી એના જીવન માં કોઈક તો રસ્તો છે.. એક વાર પડી ગયા પછી ઉભું થવું અઘરું હોય છે પણ જ્યારે પાંખો જ કપાઈ જાય ને ત્યારે જીવવું પણ મુશ્કેલ હોય છે..

અંશ: શુ વાત છે? શું છે એનો ભૂતકાળ?

માહી: આટલા સમય થી જોડે છું પણ મને પણ નથી કહી શકી.. નથી બોલી શકતી એ.. આજે પણ.. પોતાની જાત ને પણ ક્યાંક માફ નથી કરી શકી... પણ કંઈક તો શોધી જ લીધું હતું એને કદાચ બનાવટી ખુશી.. પણ કોઈક તો કારણ હતું.. પણ આજે તમે એ પણ છીનવી લીધું... આટલું સભળાવવું જરૂરી હતું?? એમ પણ નીકાળી શકતા હતા ને??? મને તો ડર છે કે ક્યાંક જીવવાના બધા કરણ છૂટી જશે તો કયા કારણે જીવશે.. કદાચ...

માહી આટલું ગુસ્સા માં બોલે છે પણ ગુસ્સો શાંત થતા તેને પરિસ્થિતિ નો ખ્યાલ આવે છે.. અને એ તરત ત્યાં થી નીકળી જાય છે...

અંશ ત્યાં જ ઉભો હોય છે. અને એનો ભાઈ આરવ બોલાવવા આવે છે ' અંશ કયા વિચારો માં છે? અને આટલું લેટ કેમ કર્યું? બધા રાહ દેખે છે. ઘરે નથી જવું?'
અંશ વિચારો માં ખોવાયેલ હોય છે.. જે થયું એ બધું ફરી શાંત થઈ ને ફરી વિચારે છે..



અંશ તેની નાની બહેન સાથે હોય છે. એની બહેન અને સૌમ્યા ની ફ્રેન્ડ માહી મિત્રો હોય છે. તેની જાણ અંશ ને થતા તે સૌમ્યા વિશે જાણવા પ્રયત્ન કરે છે.


અંશ ની બહેન કહે છે.(કૃતિકા)
'હા એને કીધું કે તમે એની મોટી બહેન સૌમ્યા ને છીનવી લીધી છે'

"શુ?? મેં??? મેં કઈ જ કર્યું નથી. જો જોવા જઈએ તો બધા માં મારો તો કોઈ વાંક છે જ નહિ"

'મને કંઈ જ નથી ખબર ભાઈ આમાં.. પણ જે હોય'

થોડી વાર શાંતિ રાખી ને અંશ ફરી બોલે છે "તું મારુ એક કામ કરી શકે?"

'શુ??'
" સૌમ્યા અત્યારે કેમ છે? એટલે કે એને કોઈ નવું કામ મળી ગયું? કેમકે એને મારી પાસે કામ નથી માગ્યું.. અને માહી કોઈ પાસ્ટ ની વાત કરતી હતી... તો શું છે સૌમ્યા નો ભૂતકાળ?"

' ભાઈ તમને પેહલી વાર આટલા આતુરતા થી જોયા છે. કઈ ખાસ છે?'

"ખાસ નહીં. પણ મન માં થાય છે કે હું સાચો છું કે મેં કોઈ ભૂલ કરી છે એને નીકાળી ને? એ જુઠી હતી કે નહીં?"

'હું સૌમ્યા દીદી ને તો નથી જાણતી પણ માહી ના કેહવા પ્રમાણે ઘણું સાંભળ્યું છે. ખૂબ સારા હતા.'

" હતા એટલે?"
' અત્યારે તો એ... શુ કહી શકાય... એ બદલાઈ ગયા છે. હું તમને થોડું શરૂ થી વાત કરું તો તમને ખબર પડશે'

બને ભાઈ બહેન ઘરે પોહચે છે. અંશ મેઈન હોલ માં આતુરતા થી એના બહેન ની રાહ દેખે છે. એમનું ઘર આજે પણ સહકુટુંબ રહેતા હોય છે. એના કાકા અને કાકી ને બે દીકરી હોય છે. કૃતિકા અને નેહા અને એના પાપા ના બે છોકરા એટલે કે અંશ અને આરવ. પણ એકતા આજે પણ અખંડ હોય છે.

કૃતિકા શાંત હોય છે. એને દુનિયા સામે બતાવવું કે મોટા ઘર ની છોકરી છે એ નથી ગમતું હોતું... એટલે કોલેજ માં કોઈ ને ખ્યાલ નથી હોતો કે કૃતિકા આરવ અને અંશ ની બહેન છે. આટલા મોટા બિઝનેસ ફેમીલી માંથી આવી છે. પણ એની નાની બહેન એટલી જ વિપરીત હોય છે. એક વર્ષ કૃતિકા થી નાની નેહા... કોલેજ માં બધા ને જાણ હોય છે કે નેહા ખાનદાની અમીર પ્રિન્સેસ છે.

કૃતિકા આવે છે અને અંશ ના સામે બેસે છે અને વાત શરૂ કરે છે.
' સૌમ્યા થોડા વર્ષો પહેલા પોતાનું ઘર અને ફેમિલી, ફ્રેન્ડ પોતાની ઓળખ બધું જ છોડી ને આ અજાણ્યા શહેર મા આવી હોય છે. અને જયારે તે વરસાદ માં ફસાય છે ત્યારે માહી એને હોસ્ટેલ માં જગ્યા આપે છે. બસ પછી જ્યારે માહી પૈસા ની અછત ના લીધે હોસ્ટેલ છોડવાની હોય છે તો સૌમ્યા તેને પોતાના ઘર માં જગ્યા આપે છે... સૌમ્યા ની બેરંગી દુનિયા માં માહી કલર લાવવા પ્રયત્નો કરતી જ હોય છે પણ કંઇક ખૂટી જ જાય છે.'

" કેમ સૌમ્યા બધું છોડી ને આવી હતી" અંશ પૂછે છે.

'એ તો જવાબ માહી પાસે પણ નથી. સૌમ્યા ક્યારેય પોતાના ભૂતકાળ વિશે નથી જણાવતી... એના માટે હવે જીવન માં કામ કામ ને કામ જ હોય છે. એ ક્યારેય કોઈ સાથે જોડાતી નથી. ખબર નહિ શુ થયું હશે?
પણ એ માહી ને નાની બહેન સમાન રાખતી હતી. બસ આ વાત નો ક્યારેય સ્વીકાર નથી કર્યો.. માહી ના ફોન માં રિચાર્જ કરવું એમ કહી ને કે સારી સ્કીમ છે. કેશબેક પણ સરસ છે અને મારા પોઇન્ટ પણ વધશે.. આવા બહાના હોય. અને આવા નાના થી લાઇ ને મોટા કોલેજ ની ફી ની વાત હોય એ માહી ના કીધા પેહલા જ કરી દેતી હતી.. છતાં માહી ને કહેતી હોય કે આ તારા નહિ મારા માટે કરું છુ. તું ન કહે છે ને કે આ કામ માંથી બહાર આવી ને થોડી જિંદગી મણી લેવી જોઈએ... તો આ મને કરવા દે. તારા નહિ મારા માટે

પણ જ્યારે તમે સૌમ્યા ને ગુસ્સો કરી ને ના બોલવાના શબ્દો બોલી નીકાળી દીધી. તો જાણે સૌમ્યા નું જે કઈ બાકી હતું એ પણ તૂટી ગયું... અને તેને પોતાની જાત ને જ ખોઈ દીધી.. કામ જે સર્વસ્વ હતું એ પણ છીનવાઈ ગયું. '

અંશ વાત સાંભળી ને બોલે છે "મને ખબર નહતી કે આવું કઈક થશે.. અને એ ટાઈમ પર હું ગુસ્સા હતો એટલે .. "

' મને ખબર છે ભાઈ. તમે ક્યારેય જાણી જોઈ કોઈ નું ખોટું કરી જ ના શકો.. તમે આજ સુધી બધા નું ધ્યાન રાખ્યું છે. બધાના વિચારો અને લાગણીઓ સમજી શકો છો. તમે આમ ના કરી શકો. મેં માહી ને એ જ સમજાવ્યું કે કદાચ મારા આરવ ભાઈ નો ગુસ્સો છે અને એમના થી કોઈ ભૂલ થઈ શકે અજાણતા.. પણ અંશ ભાઈ તમે તો ક્યારેય કોઈ ભૂલ નથી કરી ના જાણતા કે ના અજાણતા... તમેં લોકો પારખવામાં તો ક્યારેય ખોટા નથી પડ્યા.... પાક્કું ભાઈ માહી કે સૌમ્યા ને ગેરસમજ થઈ હશે...

કૃતિકા બોલતી જ હોય છે. પણ અંશ વિચારો માં હોય છે કે આ ગેરસમજ એમની છે કે મારી? શુ સાચે મેં ગુસ્સા માં કઈક વધારે બોલી દીધું? અને આખરે છેલ્લો પ્રશ્ન એ કે અત્યારે સૌમ્યા ક્યાં છે? અને કેમ છે? ?