ફરી એકવાર એક શરત - 7 Ishani Raval દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

ફરી એકવાર એક શરત - 7

થીડા દિવસ પછી

હોટેલ ના કન્સ્ટ્રકશન સાઈડ પર અંશ અને સૌમ્યા મળે છે. કેમકે બન્ને માટે આ પ્રોજેકટ ખુબ જ મહત્વ નો જે હોય છે. પણ હવે વાત પેહલા જેવી નથી. બને ની ગેરસમજ અને નફરત બધું જ દૂર થઈ ગયું હોય છે.
બને બેસે છે કામ પતાવી ને અને અંશ ચા મંગાવે છે.

અંશ: બસ હવે એક બ્રેક ની જરૂર છે મારે..
સૌમ્યા: કેમ? આટલી જલ્દી થાકી ગયો? હમણાં તો શરૂઆત જ છે અને અત્યારે થી બ્રેક?

અંશ: થાકી નથી ગયો.પણ સમય ઓછો પડે છે. કેટલાય મહિના થી સતત કામ ચાલ્યા કરે છે. એટલે ફેમિલી અને ફ્રેંડસ બધા ગુસ્સા માં છે... તું પણ તો આ થોડા ટાઈમ થી કામ માં જ છે તને બ્રેક નથી જોઈતો??

સૌમ્યા: બ્રેક લઈ ને શુ કરું??
અંશ: ફેમિલી??
સૌમ્યા: નથી
અંશ: સોરી.. અનાથ?..
સૌમ્યા:ના ના.. બસ જોડે નથી.
અંશ: કેમ?
સૌમ્યા: બસ મેં છોડી દીધા
અંશ: કેમ?
સૌમ્યા: બીજો પ્રશ્ન.
અંશ: ઓકે. તો ફ્રેંડસ? કે બોયફ્રેન્ડ?
સૌમ્યા: છોડી દીધા
અંશ: કોઈ તો હશે?
સૌમ્યા: મેં ઓર મેરી તનહાઈ... પ્લીઝ દયા થી મારી સામે ના દેખીશ તારી દયા નથી જોઈતી.. આમ પણ એ લોકો એ મને નથી છોડી મેં જ બધા ને છોડી દીધા...
અંશ: કેમ??
સૌમ્યા: કેટલા પ્રશ્ન કરે છે. મને એમ કે મારું ઇન્ટરવ્યુ પૂરું થઈ ગયું હતું..
અંશ: ઓકે.. બીજી વાત કરીએ.
સૌમ્યા: અચ્છા તારે બ્રેક લઈ ને ક્યાં જવાનું વિચારે છે? ક્યાંય ફરવા?
અંશ: હા કદાચ પણ ટાઈમ નથી એટલે 4 દિવસ જેવો ટાઈમ મળે તો 2 દિવસ ફેમિલી સાથે (અને અંશ પુરી ફેમિલી ની ઓળખ આપે છે) અને 2 દિવસ બધા ફ્રેંડસ સાથે.. અમારું 12 નું ગ્રુપ છે પણ કોલેજ પછી તો બધા આ ફોન માં જ જોડાયેલા રહી શકીએ છેએ.... બસ જયારે જયારે જેને ટાઈમ મળે એ ગ્રુપ માં ક્યાંક જવાનું ગોઠવે છે અને જે જોડાઈ શકે તે બધા જોડાય છે. આ ટાઈમ પર તો બધા ને ટાઈમ મળ્યો છે તો હું પણ વિચારું છું કે કંઈ પણ કરી ને જોડાવ ઘણો ટાઈમ થઈ ગયો.

સૌમ્યા: ખૂબ મોટું ફેમિલી છે. સારું છે ફ્રેન્ડ અને ફેમિલી બધા આટલા ટાઈમ પછી પણ જોડે છો.

અંશ: હા 5 અમે જોડે કોલેજ ના બીજા 4 બીજી કોલેજ ના છે એમ જ કોઈક કોમ્પિટિશન માં મળ્યા હતા અને 3 જે છે એ તો આમ અમારી ટ્રીપ પર જ મળી ગયા અને જોડાઈ ગયા. અને બસ પછી થી જોડે છીએ. પેહલા 2 કે 3 મહિને ક્યાંક ટ્રીપ પર જતાં હતાં.. સમય જતાં જતાં હવે 5 કે 6 મહિને ટ્રીપ ગોઠવાય છે.

સૌમ્યા: અમારું પણ ખૂબ જ મોટું ગ્રુપ હતું.. બધા ભેગા થઈને તો જે મસ્તી થતી ખરેખર.. અમે તો કોલેજ ને કલાસ બધા માં જોડે જોડે...

આમ સૌમ્યા અને અંશ પોતાની વાતો માં જોડાઈ જાય છે. અને જૂની વાતો યાદ કરે છે. સૌમ્યા સાથે વાત કર્યા પછી અંશ ને જાણ થાય છે કે પેહલા સૌમ્યા અત્યાર જેવી ન હતી. ખૂબ જ મસ્તી માં જીવતી જીંદાદીલ છોકરી હતી... ઘણા મિત્રો હતા અને કદાચ કોઈ પ્રેમી પણ હતો પણ એના ફેમિલી વિશે કઈ ખબર નથી પડતી કે કોણ કોણ છે.. પણ અંશ વધારે પૂછતો નથી કારણ કે એને પણ ખબર છે કે વધારે જાણવાનો પ્રયત્ન કરશે તો આ જે વાતો ની શરૂઆત થઈ છે એનો અંત આવી જશે.

અંશ ને સૌમ્યા ની આ ની આદત બની જાય છે. કે જ્યારે સાઈડ પર કામ દેખ્યા પછી જોડે વાતો કરતા કરતા ચા કે કોફી મુડ પ્રમાણે પીવાય અને બંને છુટા પડે. અઠવાડિયામાં 2 કે 3 વાર મળવાનું થઈ જ જતું હતું.


આજે પણ અંશ અને સૌમ્યા બેઠા બેઠા વાતો માં હોય છે હવે તો જાણે બંને નો આ નિયમ જ થઈ ગયો હતો. 6 મહિના જેવા વીતી ગયા હશે આ વાતો ને બંને ને કામ ની વાતો તો હોય જ જોડે જોડે આગળ નવી નવી હોટેલ અને એના ડિઝાઇન ની વાતો ના પણ સપના જોવાતા હતા. જો કે બંને ની વાતો માં અંશ ને જ વધારે બોલવાનું થતું એના ફિમિલી ને જાણે સૌમ્યા ઓળખતી જ હોય એટલી બધી વાતો થઈ ગઈ હતી. અને મિત્રો પણ અંશ ના જ હતા સૌમ્યા માટે તો મિત્રો ના નામે કોઈ ન હતું.. પણ છતાં આટલા નજીવા સમય માં સૌમ્યા અંશ ને અને અંશ સાથે જોડાયેલી તમામ વ્યક્તિ ને ઓળખતી થઈ ગઈ હતી.
અંશ માટે સૌમ્યા નું જીવન આજે પણ એક રહસ્ય જ હતું. એને પ્રયત્ન તો ઘણી વાર કર્યા હતા કે કંઈક જાણી શકે પરંતુ સૌમ્યા હમેશા વાત ને ફેરવી નાખતી હતી.
દિવસે ને દિવસે એમની મૈત્રી એક સુંદર વળાંક લઈ રહી હતી. અંશ માટે ભલે સૌમ્યા નું ભૂતકાળ આજે પણ અજાણ્યું હતું પણ એના વર્તમાન માં તો દરેક નાની મોટી વાતો હોય કે સપના હોય દરેક માં બને જોડે જ હતા . આજે પણ એ જ નિત્યક્રમ પ્રમાણે બંને વાતો કરી રહ્યા હોય છે.

સૌમ્યા: તો શુ લઇશું આજે ચા કે કોફી?
અંશ: આજે તો મૂડ મારો...
સૌમ્યા: સમજી ગઈ ચા નો છે. એમ ને (સૌમ્યા સહજતા થી બોલે છે જાણે અંશ ના દિમાગ માં શુ ચાલે છે એ જાણે જ છે)
અંશ હસતા બોલે છે: સરસ આ કઈ રીતે કરે છે?? આમ મારા શબ્દો બોલાય તે પહેલાં જ તરત નક્કી કરી લે છે કે હું ચા કે કોફી લઈશ. અને દિવસે દિવસે તો આમાં એક્સપર્ટ થઈ ગઈ છે તું હવે તો દેખી ને પણ સમજી જાય છે. શુ રહસ્ય છે? ખબર કેમની ખબર પડી જાય છે?

સૌમ્યા: કેટલો સમય થયો આ ચા ને કોફી પીતાં એટલે સમજી જ જવાય ને. અને સાચું કહું ખૂબ સરળ છે આ તારી ચા ને કોફી નક્કી કરવાની આદત. જેમ કે જ્યારે તું ખુશ હોય કે કંઈ નવીનતા હોય તો કોફી જોઈશે. પણ જો થાકેલો હોઈશ કે દુઃખી કે મુંજવણ માં હોઈશ તો ચા લઈશ.

અંશ: વાહ સરસ નિરીક્ષણ કર્યું. તો વિચાર આજે શુ છે દુઃખી કે મુંઝવણ કે પછી થાક ?

સૌમ્યા: મુંજવણ માં દુઃખી છે.. હવે તું બોલ શુ છે? થાક તો નથી આ.

અંશ: હા ભાઈ ને ભાભી ની નકલી એંગેજમેન્ટ એનિવર્સરી ભૂલી ગયો હતો. બધા હાજર હતા અને હું ત્યાં ન હતો. એટલે હવે બંને ને શુ બોલું?

સૌમ્યા: વેઇટ અ સેકન્ડ નકલી?? નકલી શુ હોય?

અંશ: આરવ ભાઈ અને તાની ભાભી એ પેહલા ઘર માં ખોટું બોલ્યું હતું કે બંને રિલેશનશિપમાં છે એટલે એક ખોટી વાર નું અને એક સાચી વાર નું એમ એ બંને સેલિબ્રેટ થાય છે.. અમારે ઘર માં દરેક નાની મોટી વાત સેલિબ્રેટ થતી રહે છે. જાણે કે કોઈ સેલિબ્રેશન કરવાનું બહાનું જ શોધતા હોઈએ છીએ. જેથી બધા ને જોડે રહેવા નો ટાઈમ પણ મળતો રહે.. (અંશ સૌમ્યા ના જોડે શોપીંગ માં વ્યસ્ત હોય છે એટલે એ ત્યાં નથી જઈ શકતો. પણ આ વાત પોતાના સુધી જ રાખે છે.. )

સૌમ્યા: એમની સ્ટોરી તે થોડી થોડી કરી ને ઘણી વાર કહી છે. આજે ખૂબ જ મન થયું છે બંને ની સ્ટોરી જાણવાનું મને કહે ને.

અને અંશ આરવ અને તાની ના એક શરત થી શરૂ થયેલ સફર ની વાત સૌમ્યા ને કહે છે..
સૌમ્યા:ખરેખર તારા ફેમિલી ની આ બધી વાતો મને ખુબજ યાદ આવશે.
અંશ: યાદ આવશે? ક્યાં જાય છે?

સૌમ્યા: પેહલા માહી હતી એટલે અને પછી આ કામ અહીંયા હતું એટલે આટલો બધો સમય હું અહીંયા રહી પણ હવે જ્યારે માહી ને કોલેજ પણ પુરી થશે અને એ પણ જશે. અને અહીંયા મારુ કામ પણ પૂરું થશે એટલે એક સ્ટેપ આગળ જવું પડશે ને... જ્યાં નવું કામ કે નવું મળે ત્યાં.. પણ હજી તો વાર છે થોડા મહિના ની. નક્કી પણ નથી ક્યાં જઈશ.

અંશ: પણ એ તો અહીંયા રહી ને પણ કરી શકે છે ને.. આમ બધું છોડી ને જતી રહીશ?

સૌમ્યા: શુ છે અહીંયા મારુ? મારુ ક્યાં કઈ હતું જ કે છોડી ને જઈ રહી છું.

( અંશ કઈ બોલી નથી શકતો. બસ સૌમ્યા તરફ થી નજર ફરાવી ને બીજી તરફ દેખાવા લાગે છે. સૌમ્યા અંશ તરફ દેખે છે. એ પણ જાણે આંખો માં કંઇક રોકી ને બેસી હોય તેમ થોડી વાર શાંત રહે છે. પછી બોલે છે)

સૌમ્યા: પણ આ યાદ આવશે. આપણે માત્ર કામ થી જ જોડાયેલા નથી... . પણ નામ નથી આપવું. કારણકે નામ આપેલ કોઈ સંબધ ટકતો નથી. અને એ તોડી ને આગળ વધવું એ મુશ્કેલ છે વારંવાર ના થઇ શકે. એટલે સારું છે ને કે કોઈ નામ જ ના હોય કોઈ સંબધ હોય તો તૂટે ને?

અંશ: તારા નામ દેવા થી કે ના દેવાથી કઈ ફરક નથી પડતો હા આજે પણ જ્યારે તું માહી ને તારા સાથે કોઈ પણ નામ સાથે જોડાવાથી રોકતી હોઈશ ને ત્યારે તેને દુઃખ થતું હશે.. તને પણ થતું જ હશે.... કદાચ વધારે થતું હશે કેમ??
સૌમ્યા: મારે વાત નથી કરવી આ વીશે.

અંશ: હા ખબર છે. આ આંખોમાં આવેલ આંસુ કદાચ વધારે રોકી નહિ શકે. એટલે હું નીકળું છું. તું પણ ઘરે પોહચી ને મેસેજ કર.

અંશ ઘરે પોહચે છે.

અંશ ઘરે આવે છે. ત્યારે સામે જ આરવ અને તાની ઉભા હોય છે. હવે તો ક્યાંય છટકી શકાય તેમ ન હતું.

અંશ: સોરી. ખબર છે બધા હતા અને હું જ નહતો.

આરવ: ખબર છે સૌમ્યા સાથે હોઈશ. તું છેલ્લા ઘણા સમય થી આ જ તો કરે છે. સૌમ્યા સાથે શોપિંગ, સૌમ્યા સાથે ચા કોફી, સૌમ્યા સાથે ફરવાનું અને સૌમ્યા સાથે કામ.. ઠીક છે તને એ ગમે છે માન્યું પણ..

આરવ બોલવાનું પૂરું કરે ત્યાં જ તાની તેને અટકાવી ને બોલે છે.
તાની: તો શું ખોટું છે. એ એકલી છે થોડા નાના મોટા કામ માં અંશ જોડે હોય તો શું વાંધો છે.

આરવ: એમ નહિ પણ પુરી ફેમિલી હતી. અને ના આવી શકે તો પેહલા જણાવી દેવું જોઈએ એને. તારા માટે મેં કેટલું સરપ્રાઈઝ પ્લાન કર્યું હતું એમાં અંશ પણ જોડે હતો પછી આ રીતે કઈ જણાવ્યા વગર..

તાની: જાણે તું બધા કામ જણાવી ને કરે છે.
આરવ: શુ કેહવા માંગે છે.

અંશ: સોરી સોરી મારી જ ભૂલ હતી. હું આવવાનો જ હતો પણ સૌમ્યા નો ફોન આવ્યો અને એ દુઃખી હતી. હું એને ના બોલી ના શક્યો. એ જ્યારે આટલી ઉદાસ કે દુઃખી હોય છે તો એને સંભાળવા માટે કોઈ હોય તો સારું રહે પણ કોઈ નથી હોતું.. અને મારા થી ના બોલી ના શકાયું. પણ આઈ એમ સોરી હું બધા હતા અને હું ત્યાં ન હતો.

તાની: વાંધો નહિ અંશ તને ખોટું બોલવાની કે છુપાવવાની આદત તો નથી ને.. હું કાલે ફોઈ ના ત્યાં જવાની છું કામ માં મારી જરૂર છે કંપની માં એટલે...

આરવ: ફોઈ ના ત્યાં એટલે તું દેશ ની બહાર જાય છે અને તે કહ્યું પણ નહીં?
તાની: ઘર માં બધા ને ખબર છે.. હું થાકી ગઈ છું કાલે નીકળવાનું પણ છે તો હું સુવા જઈ રહી છું ગુડ નાઈટ

અંશ:ભાઈ આ શું ચાલે છે તમારે?
આરવ: ખબર નહિ આ કંપની ની મિટિંગ પુરી કરી ને આવી છે એ પછી થી જ ગુસ્સા માં છે. અને ફરી પાછી ત્યાં જ જઈ રહી છે. મને એમ કે ત્યાં કોઈ કામ માં કે બીજા પર ગુસ્સો હશે પણ મારા પર કેમ છે એ નથી સમજાઈ રહ્યું.

અંશ: ખૂબ ગુસ્સા માં લાગતા હતા...

આરવ: એટલે જ તો હું ડરી રહ્યો છું. એક વાર ખોઈ ચુક્યો છું એટલે બીજી વાર આ વિચાર થી જ ડરી જવાય છે કે એના વગર શુ કરીશ? અને મારા જેટલા સારા નસીબ કોઈ ના નથી હોતા જે બીજી વાર પણ મોકો આપે.

અંશ: તમને લાગે છે કે તાની બીજી વાર તમને છોડી શકે?

આરવ: ના છોડી તો ના જ શકે. મારા વગર એ કે એના વગર હું બંને એકબીજા વગર અધૂરા છીએ. પણ કોઈક વાર જ્યારે તાની સાથે ન હતી એ દિવસો યાદ આવે ત્યારે એમ થઈ જાય છે કે... જવા દે તને નહિ સમજાય કે માત્ર અલગ થઈ જવું કે દૂર થઈ જવું આ વિચાર થી પણ કેટલુ દુઃખ થઈ શકે.... તું પણ સુઈ જા. અને હું વિચારું કે શું વાંક છે મારો કે આટલી ગુસ્સા માં છે. અને મારી પણ ટીકીટ બુક કરાવું કેમ કે આટલા ગુસ્સા માં તો એને એકલી નહિ જવા દઈશ. કારણ તો જાણવું જ પડશે.

આરવ જાય છે અને અંશ પણ તેના રૂમ તરફ જાય છે અને મન માં બોલે છે કે ભાઈ તમને શું ખબર કે હું પણ હવે સમજી શકું છું કે કોઈ ના દૂર જવાના વિચાર થી જ કેટલું દુઃખ થઈ શકે..


6 મહિના પછી

ફોન ની રિંગ વાગે છે અને સામે થી અવાજ આવે છે " સર સરનામું મળી ગયું છે. અને આ વખતે તો પાક્કું આ જ છે."
અંશ વધારે કઈ બોલતો નથી અને ફોન મૂકી ને બધું કામ છોડી ને અંશ ઉતાવળ માં પગથિયાં ઉતારતો હોય છે. અને પાર્કિંગ માં પોહચે છે. ગુસ્સા સાથે ગાડી માં બેસે છે. થોડી વાર ગાડી ચલાવ્યા પછી એનો ગુસ્સો શાંત થાય છે અને હવે મગજ વિચારો ના વમળ માં ચાલે છે. ત્યાં જઈ તો રહ્યો છે પણ ત્યાં પોહચી ને કહેશે શુ? આ 6 મહિના માં ઘણા ઉતાર-ચડાવ એ જોઈ ચુક્યો હોય છે. માત્ર 6 મહિના માં એના અને સૌમ્યા વચ્ચે ઘણા પરિવર્તન આવી ચુક્યા છે. શુ સૌમ્યા ત્યાં હશે? કે આજે પણ ખોટા સરનામે જઈ રહ્યો હશે? છેલ્લા એક મહિના થી સૌમ્યા ને શોધી જ રહ્યો હોય છે અંશ. અને હમેશા નિરાશા મળી હોય છે. શુ આજે પણ સૌમ્યા મળશે? મળશે તો શું કહેશે ? ગુસ્સો કરવો કે ફરીયાદ કરવી?? જો કે સૌમ્યા ને આમ શોધ્યા પછી પણ કઈ બદલાશે ખરા?? શુ અંશ ના પ્રશ્નો ના જવાબ મળી જશે? અંશ બધા વિચારો બાજુ પર મૂકી ને ગાડી ચલાવે છે.

કદાચ જે થયું તે ના થયું હોત તો આજે પણ સૌમ્યા આમ જતી ના રહી હોત. કદાચ આજે પણ અમે પેહલા ની જેમ વાતો કરતા હોત.

પણ એક વાત તો છે. સૌમ્યા ને તો દેખી ત્યાર થી જ પેહલી નજર નો પ્રેમ થઈ ગયો હશે અંશ ને. નહિ તો બીજા ઘણા ડિઝાઈનર હતા છતાં અંશ ને સૌમ્યા ના કામ માં કઈ ખાસ દેખાયુ. એના દરેક વિચાર કે કામ માં અંશ ને હમેશા પરફેક્શન જ દેખાયું છે. થોડી કિસ્મત થી બંને ટકરાયા પણ પછી તો જાણે અંશ પોતાનો રસ્તો બદલવા માંગતો જ ન હતો.

સૌમ્યા નું ગાડી બેદરકારી થી ચલાવવી હોય કે પછી અંશ નું સૌમ્યા ને કામ માંથી નીકાળી દેવું છતાં પણ બને ફરી જોડે આવી જ ગયા. અને પછી તો એકબીજા ને જણતાં થયા સમજતા થયા કદાચ પોતાના થી વધારે એકબીજા ને સમજી ગયા હતા. પણ સૌમ્યા નો ભૂતકાળ એ એક માત્ર એવા પાના હતા જે અંશ ને વાંચવાના બાકી હતા.

જ્યારે સૌમ્યા એ અંશ ને જણાવ્યું કે તે દૂર જવાનું વિચારે છે ત્યારે અંશ ને ખૂબ મોટો ધક્કો લાગ્યો હતો. ત્યાર પછી જ તો આ બધું ચાલુ થયું હતું. દરેક નવો મહિનો અને દરેક નવો વળાંક અને 5 મહિના માં જ સૌમ્યા દૂર જતી રહી. જો કે દરેક મહિના ખરાબ જ ન હતા.. ઘણા દિવસો આશા સાથે ના અને ઘણા નિરાશા સાથે ના રહ્યા... પણ આમ અચાનક જ આ થશે એ તો અંશ ને વિચાર સુધ્ધા ન હતો.

પેહલા મહિના માં મિત્રો ની સલાહ પ્રમાણેજ્યારે બધા મિત્રો ભેગા થયા ત્યારે વાતો ચાલી અને નક્કી થયું કે અંશ ની જગ્યા સૌમ્યા ના જીવન માં શુ છે એ નક્કી કરવા સૌમ્યા ને એ એહસાસ કરાવવામાં આવવો જોઈએ. એટલે 15 દિવસ જેવું અંશ એ સૌમ્યા થી અંતર બનાવી લીધું ના મળવાનું કે ફોન પર વાતો કરવાની અને કંઈક ને કંઈક બહાને ફોન મૂકી દેવાનો. શરૂઆત માં તો આ સારું રહ્યું. સૌમ્યા એ ઘણા પ્રયત્નો કર્યા વાત કરવાના કે જાણવા ના પણ અંશ વાત ને ટાળી દેતો હતો.

પણ આ પણ વધારે ના ચાલ્યું બીજા 15 દિવસ માં તો પછી જાણે સૌમ્યા પણ પ્રયત્ન કરવાનું છોડી દે છે. અંશ ને ખબર પડી જાય છે કે આમ જ જો ચાલતું રહ્યું તો કંઈ સારું થવાની જગ્યા એ સૌમ્યા વધારે દૂર થઈ જશે. એટલે 1 મહિના પછી પણ સ્થિતિ એ જ રહી અને બને જેમ હતા તેમ જ રહ્યા.

પછી તો જાણે અંશ એ દરેક મિત્રો ની સલાહ પ્રમાણે પ્રયત્નો કર્યા છતાં એમ જ લાગતું હતું કે કઈ ફરક પડી જ નથી રહ્યો. આ બધું 4 થી 5 મહિના ચાલ્યું અને એના થોડા ટાઈમ પછી તો હોટેલ નું ડિઝાઇનિંગ ને લગતું બધું કામ પૂરું થાય છે.

અંશ અને સૌમ્યા એ નક્કી કરેલ સમય એ સૌમ્યા ત્યાં નથી આવતી પણ એનો પત્ર આવે છે.

" તમારી સપના ની દુનિયા જેટલી સુંદર હોય છે છતાં એ કાલ્પનિક જ રહેવાની છે ક્યારેય વાસ્તવિક બનવાની નથી. અને આ ભેદ કોઈ ઉકેલી નહિ શકે. બને દુનિયા જ અલગ હોય છે. અને તું એ જ સ્વપ્ન છે મારી માટે. અને સ્વપ્ન તો સ્વપ્નમાં જ રહેવાનું છે તે ક્યારેય હકીકતમાં માં ના બદલાઈ શકે. એક સ્વપ્ન જેને હકીકત બનાવવા માટે તમે કંઈ પણ કરી છૂટો છતાં એ હકીકત ના બની શકે. "

આમ અચાનક જ આ પત્ર આપી ને જાણે ગાયબ જ થઈ જાય છે. કોઈ ને કઈ પણ જણાવ્યા વગર અને અંશ છેલ્લા 1 મહિના થી એને શોધતો હોય છે.. આમ અચાનક કેવી રીતે જઈ શકે? કઈ બોલ્યા વગર??

અંશ ફરી બધી વાતો અને યાદો ના વિચારો માં ખોવાયેલ હોય છે જાણે બધી લાગણીઓ એક ઉપર એક આવી રહી હોય ક્રોધ. ...ડર. ...અણગમો. ...સુખ. ...ઉદાસી. ...આશ્ચર્ય. તિરસ્કાર. અંશ આપેલા સરનામે પોહચે છે. 5 મિનિટ ગાડી માં વિતાવ્યા પછી એ બહાર નીકળે છે.

સૌમ્યા એકા એક નીકળી ગઈ હોય છે અંશ ના જીવન માંથી. પણ અંશ એને શોધતા શોધતા એક સરનામે પોહચે છે. આતુરતા થી ઘર ની બેલ વગાડી ને અંશ રાહ દેખે છે. અને થોડા જ સમય માં દરવાજો ખુલે છે તો સામે સૌમ્યા ઉભી હોય છે. એ અંશ ને દેખી ને ચોંકી જાય છે.

અંશ સૌમ્યા ને દેખે છે ત્યારે તો સમય જ જાણે થાંભી જાય છે. ખરેખર સૌમ્યા જ છે કે એના નજર નો કોઈ વહેમ એ વિચારો માં અંશ હોય છે.. પણ આ હકીકત છે કે સૌમ્યા સામે જ છે. થોડા સમય માં બંન્ને એકમેક ની સામે જ દેખ્યાં કરે છે. અને કઈ બોલતા નથી. જાણે બને ની નજરો માં જ સવાલ જવાબ ચાલતા હોય. છેવટે સૌમ્યા થોડી સ્વસ્થ થઈ ને બોલે છે " અંશ તું અહીંયા અચાનક? તને કેવી રીતે...

'હા હું અહીંયા. કેમ તને શું લાગ્યું કે તને હું શોધી નહિ શકું? તું એમ જ બધું છોડી ને એકાએક ચાલી જઈશ?' ગુસ્સા સાથે અંશ બોલે છે

"તું અહીંયા કેમ આવ્યો છે?" અંશ ના પ્રશ્નો ને અવગણના કરતા સૌમ્યા બોલે છે.

'બેસી ને વાતો કરીએ?'
અંશ ના શબ્દો થી સૌમ્યા ની ઈચ્છા ન હોવા છતાં તે અંશ ને ઘર માં બોલાવે છે બંને એકબીજા ની સામે બેસે છે. અંશ આસપાસ દેખે છે. ઘર નાનું જ હોય છે અને વસ્તુઓ પણ ગણતરી ની જ હોય છે. અને તેનું ધ્યાન સામે ખૂણા માં પડેલ બેગ ઉપર જાય છે. એ સમજી જાય છે કે કદાચ આજે જો એ અહીંયા સમયસર ન પોહચતો તો આજે પણ સૌમ્યા ને મળી ના શકત.
સૌમ્યા પાણી આપે છે. અને બંને વચ્ચે નું મૌન તોડી ને બોલે છે " તો શું કામ અહીંયા તું આવ્યો છે? મારે સમય ઓછો છે જે વાત કરવી હોય તે જલ્દી થી કરીએ."

' કેમ ? અહીંયા થી કોને છોડી ને જઈ રહી છે?'

"અંશ!!'

'કેમ? ગુસ્સો કેમ કરે છે. સાચી જ તો વાત છે કે તને ભાગવાની આદત છે.એક રમત જ છે ને તારી માટે. લાગણી ક્યાં છે જ તારી?'

સૌમ્યા અશ્રુ રોકવાના પ્રયત્ન કરતા બોલે છે કે " હા નથી લાગણી. કોઈ માટે નથી. કઈ નથી. પથ્થર છું. આ જ સાંભળવું છે ને તારે"

' ના આ વાત તો ખબર જ છે મને. બસ એમ કહે કે આમ અચાનક છોડી ને કેમ જતી રહી. સામે બોલી ને પણ જઈ શકતી હતી ને.. કે મને કંઈ જણાવવુ પણ તારા માટે અર્થવિહીન છે?.. હું કઈ જ નથી તારા જીવન માં? માત્ર એક નામ જ છું કે બધા ની જેમ આવ્યો ને નીકાળી દીધો?'

" નથી કોઈ જવાબ તારા આ પ્રશ્નો નો. પણ આ મારું જીવન છે. મારે જેમ મરજી હોય એમ મને જીવવા દે. નથી આપવા કોઈ જવાબ મારે."

' ઠીક છે. હું જ ગાંડા ની જેમ શોધ્યા કરતો હતો તને. મારી ભૂલ છે કે હું તારા કઈ બોલ્યા વગર બસ વિચારી ને બેસ્યો છું. તને ઓળખવા માં ભૂલ કરી દીધી મેં.. તારા પર ભરોસો કરવો જ નહતો જોઇતો. કદાચ જ્યારે તું વર્ષ પહેલાં જોબ છોડી ને જતી રહી હતી ત્યારે પાછી જ ના આવી હોત તો વધારે સારું હોત...'

અંશ ત્યાં થી ઉભો થઈ ને નીકળી જાય છે. પાછળ એક વાર પણ જોતો નથી. અને સૌમ્યા ત્યાં ઉભી જ હોય છે અને ધીરે ધીરે તેના આંસુ ધોધમાર વરસાદ ની જેમ આવે છે. કોઈ અવાજ વગર માત્ર અશ્રુ ની ધારા જે લાંબા સમય સુધી રોકી નહિ શકાય.

અંશ ઘરે થી નીકળી ને આગળ વધે વધે છે. બસ એમજ ચાલ્યા કરે છે કઈ વિચાર્યા વગર. થોડા નજીક એક શાંત રોડ ના બસસ્ટેન્ડ પર એ બેસી જાય છે. ત્યાં કોઈ અજાણ વ્યક્તિ તેની પાસે આવી ને બેસે છે. અને થોડા સમય બાદ તે બોલે છે " આમા સૌમ્યા ની ભૂલ નથી"
અંશ તેની સામે દેખે છે એટલે એ વ્યક્તિ જાણે પ્રશ્ન સમજી ને ફરી ઉત્તર આપે છે કે " તને પ્રશ્ન થયો હશે કે હું સૌમ્યા ને કેવી રીતે ઓળખું છું.. પણ એના થી વિશેષ તારે એ જાણવાની જરૂર છે કે સૌમ્યા આમ કેમ છે. અને અત્યારે એ જે રસ્તે જઈ રહી છે ત્યાં થી તું જ એને પાછી લાવી શકીશ.... પ્લીઝ એનો સાથ ના છોડીશ"

અંશ ગુસ્સા સાથે બોલે છે ' છે કોણ તું? અને તને..'

અંશ કઈ આગળ વાક્ય પૂરું કરે તે પેહલા જ એ બોલે છે 'હું એ જ છું કદાચ જેના કારણે આ બધું થઈ રહ્યું છે. કદાચ મારા લીધે જ સૌમ્યા સંબધ પર નો વિશ્વાસ ખોઈ ચુકી છે'

અંશ હવે એની સામે દેખી ને ફરી પૂછે છે " કોણ છે તું?"

'સૌમ્યા નો મિત્ર કે એનો પેહલો પ્રેમ પણ કહી શકાય પણ એ..'
એના શબ્દ આગળ પુરા થાય તે પેહલા જ અંશ એને એક મુક્કો ચેહરા પર મારે છે...

3 કલાક પછી

સૌમ્યા રડી રડી ને જ્યાં હતી ત્યાં જ નીચે બેસી ગઈ હોય છે. એના આંસુ પણ હવે પુરા થઈ ગયા હોય છે. ત્યાં જ દરવાજો ખુલે છે અને સામે અંશ ઉભો હોય છે. સૌમ્યા ને એની આંખો પર વિશ્વાસ નથી થતો. તે આંખો લુસી ને ફરી દેખે છે અને અંશ તેની પાસે આવી ને નીચે બેસે છે.

"અંશ તું... ફરી.."

'પેહલા પાણી પી લે.. અને મને ખુબ ભૂખ લાગી છે. ચલ કઈક જમવા જઈએ. પછી વાત કરીએ.'

"પણ.. "

' પછી વાત કરીએ ને આટલી દૂર થી આવ્યો છું. ચલ ને પેહલા ની જેમ પેહલા ચા ને કોફી થઈ જાય અને જમવાનું પણ સાથે સાથે'

સૌમ્યા માં ના કરવાની તાકાત બાકી નથી હોતી એટલે એ કઈ આનાકાની કર્યા વગર ઉભી થઇ જાય છે. બંને નજીક ની રેસ્ટોરન્ટમાં જાય છે. જમે છે અને થોડા નૉર્મલ થાય છે.

સૌમ્યા: મને એમ હતું કે હું આમ જતી રહીશ તો તું પણ મને શોધવા નહિ આવે.
અંશ: મારે તો આવવાનું જ હતું આમ આટલી જલ્દી મારા થી પીછો નહિ છૂટે.
સૌમ્યા: આજે તો કોફી અને ચા બંને??? તું પીવે અને મને પણ પીવડાવે છે... કોણ બંને સાથે પીવે?
અંશ: આપણા જેવા લોકો
સૌમ્યા: ઓકે મજાક ઘણો થયો પણ અંશ તારી ને મારી દુનિયા અલગ છે. હું ક્યારેય તારા જીવન માં અને તારી દુનિયા માં ફિટ નહિ થઈ શકું.. એટલે જેટલા જલ્દી દુર થઈ જઈએ 6એટલું જ સારું છે બંને માટે... આપણા રસ્તા એક નહિ થઈ શકે..તારી દુનિયા માં સારા માણસો છે. મોટો પરિવાર છે... પણ મારી દુનિયામાં તો માણસો જ નથી.. ના સારા કે ખોટા..

અંશ: ખબર છે. તું મારા જીવન માં નહિ આવ પણ મને તારા જીવન માં આવવા દઈશ? તારી દુનિયા માં મને જગ્યા આપીશ? તારે મારી દુનિયા માં આવવા ની જરૂર નથી.

સૌમ્યા શાંત થઈ જાય છે પછી થોડી વાર પછી જવાબ આપે છે "ના"

અંશ: ખબર છે. તું મારા જીવન માં નહિ આવ પણ મને તારા જીવન માં આવવા દઈશ? તારી દુનિયા માં મને જગ્યા આપીશ? તારે મારી દુનિયા માં આવવા ની જરૂર નથી.

સૌમ્યા શાંત થઈ જાય છે પછી થોડી વાર પછી જવાબ આપે છે "ના"

અંશ: ના કહેવાનો તો કોઈ પ્રશ્ન જ નથી. તારે પાછું આવવાનું છે. મારી સાથે.
સૌમ્યા: આપણો કોન્ટ્રાક્ટ પૂરો થઈ ચૂક્યો છે. હવે ત્યાં મારી કોઈ જરૂર નથી.
અંશ: પણ મને જરૂર છે તારી.
સૌમ્યા:મને નથી લાગતું. અને હવે હું ક્યાંક દૂર જવા માંગુ છું. જ્યાં હું ફરી કોઈ ને દુઃખી ના કરી શકું. સોરી મારા લીધે તારે જે થયું પણ હવે હું દૂર જવાની છું એટલે બધું ઠીક થઈ જશે.
અંશ: કોણે તને કહ્યું છે કે આમ જતા રહેવાથી ઠીક થઈ જશે બધું?? તું નીકળી જ ગઈ હતી ને પણ છતાં કઈ ઠીક ના થયું અને જેમ આજે તને શોધી છે એમ કાલે પણ શોધી જ લઈશ.

સૌમ્યા: તું જીદ મૂકી દે..

અંશ: અને તું ક્યારે જીદ મુકીશ?

સૌમ્યા: મેં નક્કી કરી લીધું છે. એક સામાજિક સંસ્થા છે જે હમણાં જ મારા સમ્પર્ક માં આવી છે. ત્યાં અબોલા પ્રાણીઓ ની સેવા થાય છે અને સારવાર થાય છે... હું ત્યાં સ્વયસેવક તરીકે જવાની છું. ત્યાં કામ કરીશ અને ત્યાં જ રહીશ.. ઘણું ભાગી લીધું પણ હવે તો સ્વીકારી જ લીધું છે કે મારા જીવન માં કોઈ સ્થિર રહેવાનું છે નહીં. છેલ્લે તો હું દુખી થઈશ કે પછી દુઃખી કરીશ... એટલે બસ થયું હવે.

અંશ: સારું કામ છે પણ જેને રસ હોય જેને ગમતું હોય એને કરવું જોઈએ ના કે તારી જેમ દુનિયા થી ભાગવા કરવાનું હોય.

સૌમ્યા: તો શું કરું?

અંશ: ભરોસો કર ને મારી પર.. એ કરી શકીશ?

સૌમ્યા: એ તો કદાચ ક્યારેય નહીં થઈ શકે.

અંશ: ઓકે તો એક ચાન્સ તો આપી શકે ને? એ આપીશ?

સૌમ્યા: તું કેમ હાર નથી માનતો?આ તારી લડાઈ નથી.

અંશ: ક્યારેય નહીં માનું. અને આ મારી જ લડાઈ છે..

સૌમ્યા: તારું જીવન છે આગળ .. તારા સપના છે ... પરિવાર છે.. મારા જેવા તૂટેલા માણસ માટે કેમ બધું વ્યર્થ કરે છે??

અંશ: એ જ તો તારી ગેરસમજ છે.. સપના કે જીવન કે પરિવાર તારા વગર અધુરો છે... પૂરો ક્યાં છે? મારા સપના પુરા કરી ને એ ખુશી કોની સામે વ્યક્ત કરીશ? મારા પરિવાર ના દરેક સભ્ય ના ચેહરા માં એક જગ્યા તારી છે એ કેવી રીતે ભરાશે?

સૌમ્યા: તું આ બધું બોલે છે પણ સરળ નથી.. તું મારા થી થાકી જઈશ. કંટાળી જઈશ.!!

અંશ: તને કોઈ વસ્તુ સ્વરૂપે નથી દેખતો કે કંટાળી જઈશ.. તું આજે મારા માટે જે છે એ કાલે પણ રહીશ..આઈ લવ યું.

સૌમ્યા: બસ કર અંશ.. મારે આગળ કઈ નથી સાંભળવું.

અંશ: ઓકે ફાઇન.. છેલ્લે એક શરત લગાવીશ. તું જીતી તો હું તને જવા દઈશ. પણ જો હું જીત્યો તો...

સૌમ્યા: કેવી શરત??
અને અંશ હસતા હસતા બોલવાની શરૂઆત કરે છે...