aatmhatya nu rahashy books and stories free download online pdf in Gujarati

આત્મહત્યા નું રહસ્ય.

હલો ડિટેક્ટિવ સૌરભ હું એક બિઝનેસમેન છું.

મારા કંપની માંથી એક કરોડની ઉચાપત કરી હતી.
મને જાણ થઈ એટલે મેં એને ધમકી આપી હતી.
પણ તે આત્મહત્યા કરી ચૂક્યો છે.

હવે મારે પૈસા કેવી રીતે મેળવવા એની ખબર નથી પડતી.
અને હું પોલીસ જોડે પણ જઈ શકું તેમ નથી કેમકે તેની આત્મહત્યાનો ગુનો મારી પર લાગી શકે છે.

મને ડાઉટ લાગે છે કે એને આત્મહત્યા કેમ કરી. પૈસા ચોરી કરવા વાળી વ્યક્તિ આત્મહત્યા શુકામ કરે??

મને લાગે છે એનું મર્ડર કરી નાખવામાં આવ્યું હશે.??

પણ પોલીસ બાતમીના આધારે કશું સાબિત થઇ નથી શક્યું ??
પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવી ગયો છે. જેના આધારે
સવારના ચાર વાગ્યે તેનુ મોત થયું હતું.
તેને પોતાની ઉપર કેરોસીન છાંટીને આત્મહત્યા કરી છે. અંદરથી દરવાજો બંધ હતો. જેના આધારે એવું સાબિત થાય છે કે એ એકલો જ હોવો જોઈએ.

પોસ્ટમાં એવું બહાર આવ્યું છે કે તેના પેટમાંથી ઝેરી તત્વ મળ્યું છે.
ઘટનાસ્થળે જ્યારે પોલીસ પહોંચી ત્યારે તેની આજુબાજુ કેરોસીનની ડાઘા પડ્યા હતા અને માચીસ પણ પડેલી હતી.

અને જાતે જ કેરોસીન છાંટીને દીવાસળી ચાંપી હોવાના નિશાન હોય એવું લાગી રહ્યું હતું ..

જે અવશેષો મળ્યા છે તેમાં થોડો ડાઉટ ઉત્પન્ન કરે છે .
સળગી જનાર વ્યક્તિ ની શ્વાસનળીમાં કાર્બનના તત્વો ની હાજરી અનિવાર્ય હોય છે ..પરંતુ આ અમિષ ની શ્વાસ નળીમાં કાર્બન ની ગેરહાજરી વર્તાય છે.
જે પોલીસ માટે પણ એક કોયડો છે.

આટલી ઇન્ફર્મેશન મારી જોડે છે તેના આધારે પ્લીઝ તમે મને હેલ્પ કરો મારા એક કરોડ પાછા મળી જાય.

"મિસ્ટર સોરભ બોલ્યા ઓકે જરૂર મારુ એજ તો કામ છે.""
"ઓકે સર તમારું જે ચાર્જ છે તે હું તમને એડવાન્સ માં મોકલી આપું છું."
"જી નહીં પહેલા કેસ સોલ થશે પછી જ હું મારું વળતર લઈશ."
"ઓકે સર"

સૌરભ કુમારે કહ્યું કે હલો ગાઈડ ચલો એક કેસ આવ્યો છે તો સોલ કરવા તૈયાર થઈ જાવ.

મારી જોડે દર્શન અને સોનુ આવશે.

અમીષ ના ઘરે પહોંચીને તપાસ કરતા...

દરવાજો અંદર થી બંધ હતો આવા જવાનો રસ્તો પણ નહોતો તો અમિષ નું મર્ડર કોને કર્યું હશે અને કેવી રીતે.?
દર્શન બોલ્યો.

આસાન છે .. દર્શન સટોપર અથવા કડી લોખંડની હોય તો મર્ડર થઈ શકે છે.
અને જો ના હોય તો આત્મહત્યા..

હા સર કડિ લોખંડની છે સોનુ એ કહ્યું.

પણ તમે એવું કેવી રીતે કહી શકો.

જો લોખંડની કડી હોય તો તેને ચુંબક દ્વારા સરકાવીને બહારથી જ બંધ કરી શકાય છે.
રૂમમાં આવ્યા વગર.

પોસ્ટમોર્ટમા જે ઝેરી તત્વ મળ્યું છે "અફેટા માઈન"નામના ઝેરી તત્વ એટલે કે આ એક ડ્રગ્સ છે તેને ગ્લુકોઝ જોડે ભેળવીને પીવડાવામાં આવે તો તેનું હાર્ટ ફેલ થઈ શકે છે.

અને ઘરના લોકો જ આ કામ કરી શકે છે. નાશ ઘરમાંથી મળી છે અને જો મર્ડર થયું હોય તો ઘરની વ્યક્તિઓ 100% સામેલ હોય.
" હા સર વાત તો તમારી સાચી પણ જાતે drug લઈ શકે છે અને આત્મહત્યા કરી શકે છે."

"હા દર્શન તારું સત્ય તો સાચું છે પણ જેની જોડે એક કરોડ આવ્યા હોય તે આત્મહત્યા શું કરવા કરે.??"

"પેટમાં ઝેરી તત્વો પહોંચ્યું કેવી રીતે.
સોનુ એ પૂછ્યું."

"જો પેલા ગ્લાસમાં હજુ તેને અવશેષો રહી ગયા છે.

અને તે બીજું કઈ માર્ક કર્યું કે તેની પત્ની અને તેના ભાઈ અને છોકરાઓ આરામથી ખાઈ પી રહ્યા હતા તેમને તેમના પરિવારના સદસ્ય ના મોત નું જરા પણ દુઃખ દેખાતું નથી."

"હા સર મને પણ એ તો દેખાઈ રહ્યું છે "

તે જો બીજું નોટિસ કર્યું ડસ્ટ બીનમાં પીઝા ના પેકેટ પડ્યા છે. એનો મતલબ શુ??
"આ આત્મહત્યા તો નથી જ રહસ્ય જરૂર છે.?"

"ઓકે ગાઈડસ ચલો અહીંની તપાસ પૂરી થઈ ગઈ છે.
ઘરના સદસ્યો નો ફોન નંબર લઇ લેજે સોનુ."

"ઓકે સર"

"ફોન ડિટેલ ચેક કરતાં ખબર પડી છે, કે કોઈક એક વ્યક્તિ છે ...‌જે દરરોજ અહીં કોલ કરે છે.‌. અને અલગ અલગ જગ્યાએથી કોલ આવતો હોય તેવું લાગી રહ્યું છે...‌ તેની પત્ની જોડે ખાસ વાત થઈ રહી છે...‌‌દર્શન બોલ્યો.."

"મને લાગે છે સર તેની પત્નીએ જ મનીષ નુ મર્ડર કર્યું હોવું જોઈએ એને કોઈ બીજા જોડે લફરું હશે સોનુ ને કહ્યું."

તે વ્યક્તિ છે કોણ ?તે શોધવું જરૂરી છે ...ફોન ટ્રેસ કરવો પડશે..‌ કોલ ડિટેલ્સ પહેલાની પણ ચેક કરો ..
જો તેની પત્નીનો કોઈ અફેર હોય તો તે ખબર પડી જશે કે તેનો કોલ ક્યાંથી આવે છે..

"સર જે વ્યક્તિ કોલ કરી રહ્યો છે.... તેનો પત્તો મેળવવામાં આવ્યો છે...‌ દૂર કોઈ ગામડામાંથી કોલ કરી રહ્યો છે."

"દર્શન પોલિસને કોલ કરી દે ખૂની મળી ગયો છે... કેમ કે મનિષે ખૂન એને જાતે જ કર્યું છે."

"પોતાનું મર્ડર પોતાની જાતે કેવી રીતે કરી શકે ??
અને કોલ કરવા વાળી વ્યક્તિ કોણ છે.?"

હવે તને આખી કહાની સમજાવુ મનિષ તેની કંપનીમાં એક કરોડનો ગોટાળો કર્યો હતો ....હવે તેની જાન તેના માલિકને થઈ ગઈ હતી... તેથી તેને કાવતરુ બનાવ્યું કે આત્મહત્યા કરવી.... પણ જાતે નહીં..... કોઈ પોતાની જગ્યાએ બીજી વ્યક્તિ હોય.

પોતાની આત્મહત્યા સાબિત કરવી જેથી ગોટાળા ની તપાસ પોતાની પણ થાય નહીં અને પૈસા પણ તેના થઈ જાય.‌
તેથી તેના જેવો જ કદકાઠી વાળો એક પાગલ ભિખારીને શોધવા તેના ભાઈની મદદ લઈને ... એક વ્યક્તિને ફૂટપાથ પરથી શોધી લીધો..‌ રસ્તા પર પડી રહેતા માણસો ના કોઈ સ્વજનો હોતા નથી તેથી તેમની શોધખોળ કરવા માટે પોલીસ સ્ટેશનમાં જાણ ન કરી શકે..

મનીષ અને તેનો ભાઈ ભિખારીને મદદ કરવાને બહાને ઘરે લઈ આવ્યા હતા.... તેને તે પ્રમાણે પોતાના કાવતરાની પત્નીને પણ જાણકારી આપી દધી હતી.

મનીષે નક્કી કર્યું હતું કે બધુ શાંત પડી જાય પછી વિદેશમાં જતું રહેવું.

આપણે વિદેશ જતા રહેવાનું છે....‌ પણ પેહેલા તેનો માલિક કોઈ કેસ ન કરી દે તે જોવું જરૂરી હતું અને એવું થાય તો બધું જ પડી ભાંગે એટલે આત્મહત્યાનો બનાવ બને તો તે પણ ચૂપ થઈ જાય.. એટલે બધાએ ભેગા થઈને કાવતરુ બનાવ્યું હતું.

ભિખારીને જમવાની સાથે drug પણ પાણીમાં ભેળવીને આપી દેવામાં આવ્યું હતું...‌‌ તેથી તે બેહોશ થઈ ગયો હતો...... ત્યારબાદ તેને રસોડામાં કેરોસીન છાંટીને દીવાસળી ચાંપી દીધી હતી...‌ બહાર નીકળ્યા પછી તે અને તેના ભાઈએ ચુંબક ની મદદથી કડી ને ચડાવી દીધી હતી ..
બધા ગુનેગારોની જેમ મનીષે પણ એક ભૂલ કરી.. તે પોતાના શૂઝ પહેરીને જ ઘરેથી ભાગી ગયો.

આત્મહત્યા કરી હોય તો પછી તેના બુટ તો બહાર જ પડેલા હોવા જોઈએ.
બધાના જ બુટ- ચંપલ હતા ખાલી મનીષ ના ન હતા.

કોઈપણ વ્યક્તિ ઘરની બહાર જાય એટલે હંમેશા તેના બુટ ચંપલ પહેરીને જ બહાર જાય છે.

મનીષ ના બુટ ત્યારે જ ન હોય જયારે તે પહેરીને ગયો હોય.... બસ મને ત્યારથી જ ડાઉટ થયો કે આત્મહત્યા કરવા વાળી વ્યક્તિ કોઇ બીજી છે.‌

તેની પત્ની બાળકો અને ભાઈ ના મોઢા પર જરા પણ દુઃખ દેખાતું નહોતું પીઝા ના પેકેટ ડસટબીન માં પડેલા હતા .તેથી મને 100% લાગ્યું કે દાળમા કંઈક કાળું છે .
કોલ ડીટેલ પરથી ખબર પડી કે તેની પત્નીના પહેલાં તો કોઈ જ અફેર નથી અને જે કોલ આવી રહ્યો છે તે એક ગામડામાંથી આવી રહ્યો છે ..

એ પણ અચાનક તેની પત્ની જોડે વાત થઈ રહી છે તેના પરથી જ ડાઉટ પડયો હતો કે તે મનીષ જ હોવો જોઈએ..

"સર પોલીસ સ્ટેશનથી કોલ છે તમારી જોડે વાત કરવા માગે છે સોનું બોલી."

હલો મિસ્ટર સૌરભ તમારા કહ્યા પ્રમાણે જે વ્યક્તિની બાતમી તમે આપી હતી તે મનીષ જ છે.

તમારો આભાર વ્યક્ત કરવા માટે આ કોલ કર્યો છે.
મિ. ડિટેક્ટિવ સોરભ.

જી થેન્ક્સ.

"સોનુ પેલા બિઝનેસમૅનને કોલ કરીને કહી દે કે આપનું વળતર મોકલાવી દે તેમનું કામ થઈ ગયું છે."
"યસ સર."


બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED