revange to love - 11 books and stories free download online pdf in Gujarati

બદલાથી પ્રેમ સુધી - 11

બદલાથી પ્રેમ સુધી ભાગ અગિયાર

આપણે આગળ જોયું કે સોનાક્ષી બાલ્કની માં બેઠી બેઠી તેના ભૂતકાળ ના દિવસો યાદ કરી રહી હતી અને ફોન ની રિંગ વાગતા ની સાથે જ તે વર્તમાન માં આવે છે .ફોન માં મોટા ભા તેને તેમના દુશ્મન ના આવવાની માહિતી આપે છે.

નાઘવેન્દ્ર સિંહ વાઘેલા નું આગમન

મુંબઇ એરપોર્ટ નું દ્રશ્ય

આમ તો જનરલી કોઈ મોટા નેતા અથવા કોઈ બીજા દેશના મોટા માણસ આવવાના હોય ત્યારે જ મુંબઈ એરપોર્ટ પર આટલી ભીડ જોવા મળે છે .પરંતુ આજનો દિવસ જ કઈંક અલગ હતો આજે સવારથી જ મુંબઈ એરપોર્ટ પર કોઈના સ્વાગત માટે ખાસ તૈયારીઓ કરવામાં આવી હતી .

આજે આખા એરપોર્ટ પર એક જ વાત પ્રસરાયેલી છે અને એ છે નાઘવેન્દ્ર સર આવવાના છે તેની એરપોર્ટ પર ચારેય તરફ રહેલા લોકોમાં ટેન્સન નો માહોલ છે કે ક્યાંક તેમનાથી કોઈ ભૂલ ન થઈ જાય માટે સૌ ઘભરાયેલા છે અને દરેક જણ તેમનું તેમના કામ માં બેસ્ટ આપવાનો પ્રયાસ કરી રહ્યા છે.

એરપોર્ટ પર તેમના બોસ ના આવવાની રાહ જોઈ રહેલા તેમના સેક્રેટરી પર એક કોલ આવે છે અને ફોન માં જણાવવામાં આવે છે કે સર એરપોર્ટ પર આવવાની જગ્યાએ સીધા હોટેલ પહોંચશે અને એ પણ હેલિકોપ્ટરથી..... ફોન પર નો અવાજ સાંભળીને સેક્રેટરી અને તેમનો કાફલો સીધો રોહિત ની હોટેલ માં જવા રવાના થાય છે.

હોટેલ ના ટેરેસ પર પહેલેથી જ હેલિકોપ્ટર લેન્ડિંગ ની વ્યવસ્થા તો હોય છે પરંતુ હોટેલ ના કોઈ પણ સ્ટાફ ને ખબર નથી કે ટેરેસ પર શુ થઈ રહ્યું છે . રોહિત ને નાઘવેન્દ્ર ના સેક્રેટરી નો ફોન આવે છે એટલે એ જલ્દી થી તેના માણસો સાથે ટેરેસ પર જાય છે.

ટેરેસ પર જઈને રોહિત જોવે છે કે ખૂબ જ જોર થી પવન ફૂંકાઈ રહ્યા છે આજે જાણે કોઈ વાવાઝોડું આવ્યું હોય તેવું લાગે છે .જોર જોર થી ફૂંકાઈ રહેલા પવનને ચીરતું હેલિકોપ્ટર ટેરેસ પર લેન્ડ થાય છે અને થોડી વારમાં તે હેલિકોપ્ટર ના પાછળ નો દરવાજો ખુલે છે જેમાંથી વિદેશી કપડામાં સુસજ્જ એવી લેધર નું ટાઈટ જીન્સ અને ક્રોપ ટોપ પહેરેલી એક યુવાન છોકરી નીચે ઉતરે છે જેનું રૂપ સોળેય કળાએ ખીલેલું છે ભલભલા જુવાનિયા તેને જોઈ ને તેમનો હોસ ખોઈ બેસે.


સુંદર છોકરી ની આંખો હરણી જેવી નાજુક અને સુંદર હોય પરંતુ આની આખો તો ગીરની સિંહણ જેવી એક આંખમાં જ સામેના માણસ ને વીંધી દે.ખુલ્લા એકદમ શોર્ટ સ્ટેપકટ હેર અને વાળ માં પણ રેડ કલરની હાઈલાઈટ કરાવેલી અને સાથે એક બ્લેક પર્સ એ છોકરી ને જોતા જ રોહિત ની પાછળ ઉભેલા સિક્યોરિટી ના મોં માંથી નીકળી ગયું "વાહ શું માલ છે"

સિક્યોરિટી ના મોં માંથી જેવી આ લાઈન નીકળી એ છોકરી એ તેના પર્સ માં રહેલી રિવોલ્વર કાઢી ને સીધી બે ગોળીઓ તે માણસ ની છાતી માં મારી દીધી અને તે માણસ ત્યાં જ ઘાયલ થઈ ગયો . આ દ્રશ્ય જોઈ ને ટેરેસ પર ના બધા લોકો એકસાથે તેની સામે જોઈ રહ્યા...

એ છોકરી: આ રીતે મારી સામે જોવા કરતા પેલા ને હોસ્પિટલમાં મોકલો એને માર્યો નથી ઘાયલ જ કર્યો છે.

રોહિત તે છોકરી ની નજીક જાય છે અને કહે છે....

રોહિત:સ્વાગત છે તમારું અમારી હોટેલ માં તમને અહીં કોઈ તકલીફ નહિ પડે તેની હું કાળજી રાખીશ....

છોકરી: તમે કેવા માણસો રાખ્યા છે તમારા સ્ટાફ માં જે કોઈ સારી છોકરી ને સુંદર નહિ પણ માલ કહે? અને બરોબર જ કહ્યું હશે એને કારણ કે છોકરી અથવા તો સ્ત્રીજાત ને તમે લોકો માણસ માં તો સમજતા જ નથી એ તો તમારા માટે ઉપભોગ ની વસ્તુ જ છે એટલે વાહ શું માલ છે બોલતા તમારો એ માણસ ના અચકાયો...

રોહિત:હું તેના વતી તમારી માફી માંગુ છું હવે પછી તમારી પાસે મારા સ્ટાફ ના સારા માણસો જ આવશે અને તમને અહીં જરૂર રહેવું ગમશે...

છોકરી:માણસ તો ગમે તેવા હોય જો મારી સામે વધારે પડતી ચાલાકી કરશે તો તેના મોત ને જ આમંત્રણ આપશે કેમ કે મોત નું બીજું નામ જ પ્રીત .....

રોહિત:મારુ નામ રોહિત છે અને હું અહીંયા મેનેજર છું...તમને મળીને ખુશી થઈ પ્રીત મેડમ.

પ્રીત: તમારા ચહેરા પરથી જ જણાઈ આવે છે કે તમને મને મળી ને કેટલી ખુશી થઈ...

રોહિત:હું તમને તમારા રૂમ સુધી મૂકી જાવ...


રોહિત પ્રીત ને તેના માટે રાખેલા રૂમ માં લઈ જાય છે. સેવન સ્ટાર ફેસિલિટી વાળા એ રૂમ ને બ્લુ અને પર્પલ કલર ના વિદેશી ફૂલો થઈ સજાવવામાં આવ્યો છે . સોફ્ટ ગાલીચા વાળો સફેદ કલરની ચાદર થી સજાવેલો બેડ .રૂમમાં રહેલા બ્લેક સોફા અને બીજી કોઈ ખાસ વધારા ની વસ્તુ નહિ.પ્રીત રૂમને જોતી જ હોય છે ત્યાં રોહિત કહે છે..

રોહિત:તમને અમારી સજાવટ અને આ રૂમ ગમ્યો ને!

પ્રીત:હમ્મ આમ તો સરસ છે બટ મને બ્લેક કલર વધારે પસંદ છે તો બેડ પર રહેલી ચાદર નો કલર વાઈટ નહિ બ્લેક કરી દો.....

રોહિત:જી મેડમ જરૂર....

પ્રીત:મારા સિક્યોરિટી ગાર્ડ ને કહી દો કે રૂમ ની બહાર તેમને ઉભા રહેવાની જરૂર નથી...

રોહિત:જી મેડમ તમે ફ્રેશ થઈ જાવ હું તમારા માટે નાસ્તો મોકલવું છું....

રોહિત હેલિકોપ્ટર માંથી ઉતરેલી પ્રીત ને તેના રૂમ માં પહોંચાડી ને હોટેલ ની બહાર થોડેક દૂર આવેલી હોસ્પિટલમાં જાય છે જ્યાં પ્રીત ના હાથે જખ્મી થયેલો સિક્યોરિટી ગાર્ડ ને સારવાર માટે લાવવામાં આવ્યો છે.


રોહિત ડોક્ટર ને મળે છે ડોકટર રોહિત ને જણાવે છે કે તેમણે તે માણસ નું ઓપરેશન કર્યું છે અને હાલ તે બેભાન છે ભાન માં આવે ત્યારે તમે તેમને મળી શકશો અને તે હવે સુરક્ષસીત છે તો તમે થોડી વાર માં જ તેમને મળી શકશો...

રોહિત ડોકટર ને થેક્સ કહે છે અને તે સિક્યોરિટી ગાર્ડ ને મળવા વોર્ડ તરફ જાય છે.ત્યાં પહેલેથી જ સોનાક્ષી હાજર હોય છે અને તે થોડી ગુસ્સામાં પણ લાગી રહી હતી.

રોહિત સોનાક્ષી ને ત્યાં બહાર ખુરશી પર બેઠેલી જોવે છે અને તેને કહે છે...

રોહિત:સોના ડોકટરે કહ્યું છે એમને જલ્દી સારું થઈ જશે પણ તારી આંખો માં આ ગુસ્સો કેમ છે એ પણ આટલો બધો....

સોનાક્ષી:(થોડાક ગુસ્સા સાથે)મારે છે ને પેલી છોકરી ને પણ આ જ રીતે ગોળી મારવી છે એટલે એને પણ ખબર પડે કે રિવોલ્વર એ કોઈ રમકડું નથી તેનાથી માણસ નો જીવ પણ જઈ શકે છે.

રોહિત:શાંત થા સોના શાંત! મને તો એમ જ લાગ્યું હતું કે સિક્યોરિટી વાળા ભાઈ અસ્મિત ભાઈ ત્યાં જ મરી ગયા હશે પણ પ્રીત મેડમે કહ્યું કે એમને સમયસર હોસ્પિટલ લઈ જાવ અને એટલે જ અમે તેમને સમયસર સારવાર આપી શક્યા

સોનાક્ષી:તો પણ આ રીતે કાંઈ ગોળી મરાય કેટલી ખતરનાક છોકરી છે અને છે કોણ આ છોકરી ?

રોહિત સોનાક્ષી ને તે છોકરી કોણ છે કહેવા જ જતો હતી ત્યાં નર્સ આવે છે અને કહે છે કે અસ્મિત ભાઈ ભાનમાં આવી ગયા છે તો તમે એમને મળી શકો છો સોનાક્ષી દોડી ને વોર્ડ માં જાય છે જ્યાં તેઓ ઓક્સિજન માક્સ પર સુતા હોય છે

સોનાક્ષી:તમને હવે કેવું લાગી રહ્યું છે અને તમે ચિંતા ના કરો એ છોકરી વિરુદ્ધ હું પોલીસમાં ફરિયાદ કરીશ આ રીતે પણ કોઈને મરાય કાંઈ?

અસ્મિત ભાઈ:શાંત થઈ જા દીકરા એ છોકરી એ જે કર્યું તે બરાબર કર્યું અને જો તારે પોલીસ માં જવું હોય તો મને જેલ માં મોકલજે...

સોનાક્ષી:આ તમે શું કહો છો કાકા......એને તમારી આ હાલત કરી ને તમે.....

અસ્મિત ભાઈ:હું બરાબર જ કરી રહ્યો છું ભૂલ મારી જ હતી જો મેં એવું ના કહ્યું હોત કે વાહ શું માલ છે તો તેણે આવું ન કર્યું હોત....

જો એ સુંદર હતી તો મારે એમને એમ કહેવાનું હતું કે તમે બહુ સુંદર છો પણ મેં તો સીધી તેમની છેડતી જ કરી દીધી એ પણ તો માણસ છે કોઈ વસ્તુ થોડી છે જે હું તેમને માલ કહી શકું અને આવું કહેવાનો હક્ક પણ મને કોણે આપ્યો?

સોનાક્ષી:તમે જે બોલ્યા તેના માટે આવી રીતે ગોળી તો ના મરાય ને...

અસ્મિત અંકલ: આજે એને તો ગોળી મારી ને મને અહેસાસ કરાવ્યો કે મારી દીકરી નથી એનો મતલબ એમ નથી કે હું કોઈ ના પણ વિશે ગમે તેમ બોલી શકું અને આમાં વાંક બધી છોકરીઓ નો પણ છે...

સોનાક્ષી:એ કેવી રીતે.....

અસ્મિત અંકલ: મેં આજ સુધી ઘણી છોકરીઓ ની છેડતી કરી છે અને એ છોકરીઓએ મારી છેડતી ને ઈગનોર કરી છે એટલે જ હું અહી સુધી પહોંચ્યો છું મેં જેટલી છોકરીઓ ને હેરાન કરી એમાંથી એક છોકરીએ પણ મને તેની આંખો બતાવી ને ડરાવ્યો હોત તો હું આજે હોસ્પિટલમાં ના હોત હશે ....મને મોડા મોડા પણ પેલા મેડમે મોટી વાત સમજાવી દીધી

હું તને પણ સલાહ આપું છું બેટા કે તું ક્યાંય પણ જાય તારું માથું ઊંચું રાખીને ચાલત શીખ અને આ રીક્ષા વાળો કે પછી કોઈ પણ પ્રાઇવેટ સાધન વાળો અથવા કોઈ પણ પુરુષ જો તમારી સામે એક નજરે તાકી રહે તો તેને ઇગનોર ન કરો પણ સામે તમારી ગુસ્સા વાળી એક આંખ એને બતાવો તો એ બીજી વખત તમારી સામે જોવાની હિંમત નહિ કરે. તમે સુંદર લાગો છો તો એ તમારો હક્ક છે અને તમારા વિશે કાંઈ પણ બોલવાનો કોઈ ને અધિકાર નથી.

સોનાક્ષી;સાચી વાત છે તમારી .......હું તો આવા લોકો ને જવાબ આપું છું અને હવેથી આ લોકો પણ આપશે....અરે આ લોકો એટલે તમે જ જે હાલ આ ધારાવાહિક વાંચી રહ્યા છો તેવા મારા વ્હાલા વાંચકો....

રોહિત: મને પણ તમારી વાતો સાંભળવી ગમી કંઈ સમજાયુ નહિ પણ સારું લાગ્યું....

સોનાક્ષી:ચાલ તને પણ એક ગોળી ખવડાવું આમ પણ બાજુ નો બેડ ખાલી જ છે તને પણ સમજાઈ જશે......

રોહિત: ના ના એની જરૂર નથી હું સમજી ગયો સારી રીતે તારા સિવાય દુનિયાની બધી છોકરીઓ મારી વ્હાલી બહેનો છે બસ.....

સોનાક્ષી:અને હું કોણ થવું તારી...?

રોહિત:(થોડું શરમાઈ જાય છે) પછી કહીશ હાલ તું અસ્મિત ભાઈ માટે દવા લઈ આવ હું ડોકટર ને મળીને તેમને નોર્મલ વોર્ડ માં શિફ્ટ થવામાં મદદ કરું છું તું પણ દવા લઈને ત્યાં જ આવજે.....


સોનાક્ષી:ઠીક છે....હું હમણાં દવા લઈને આવું છું.

સોનાક્ષી દવા લેવા મેડિકલ માં જાય છે રોહિત અસ્મિત ભાઈ ને નોર્મલ વોર્ડ માં લઈ જાય છે અને સોનાક્ષી થોડી વારમાં દવા લઈને આવે છે તે જોવે છે કે અસ્મિત ભાઈ બેડ પર આરામ થી સુતા હોય છે અને રોહિત તેના ફોનમાં કઈંક વાંચી રહ્યો હોય છે....

સોનાક્ષી:રોહિત આ દવા અહીં મુકું છું હોટેલ માંથી વિનય નો ફોન આવેલો એને તારું કામ છે...

રોહિત:હમ્મ

સોનાક્ષી:શુ હમ્મ આટલું બધું ઈમ્પોર્ટન્ટ કામ બાકી છે અને તું ફોનમાં શુ વાંચી રહ્યો છે ...

રોહિત:હમ્મ

સોનાક્ષી:(રોહિત ના હાથમાંથી ફોન છીનવી લેતા)એવું તો શું કરતો હતો...

રોહિત :સોના ફોન આપને પ્લીશ થોડું જ બાકી છે..

સોનાક્ષી:ના પેલા કે શું કરતો હતો પછી જ ફોન આપીશ.

રોહિત: ચાલ ને ભાગી જઈએ.....

સોનાક્ષી:શું કહ્યું તે તારે ભાગવું છે..

રોહિત:ના હું વાર્તા વાંચતો હતો....ચાલને ભાગી જઈએ વાર્તા નું નામ છે..

સોનાક્ષી:તને એમાં શું ગમ્યું તે આટલો મશગુલ થઈ ને વાંચતો હતો...

રોહિત: એમાં છે ને એક મધ્યમ વર્ગ ની છોકરી પ્રેમ કરી ને ભાગી જાય છે અને...

સોનાક્ષી:પછી શું થાય છે...

રોહિત:તે ક્યાં વાંચવા જ દીધું...

સોનાક્ષી:લે ફોન વાંચ અને પછી મને કે એનું શું થાય છે...

રોહિત: એ તો હું નહિ કહું તું જાતે જ વાંચી લે જે માતૃભારતી પર..

સોનાક્ષી:હાલ વાંચવાનો સમય નથી અને રાતે નેટ પતી જશે...

રોહિત:તું હમણાં સ્ટોરી ડાઉનલોડ કરી ને મૂકી દે શાંતિ થી ઘરે જઈને વાંચજે કે જિનલ નું શું થાય છે અને મને કે જે પણ કે જિનલે ભાગવાનો જે નિર્ણય લીધો તે બરાબર હતો કે નહીં?..

સોનાક્ષી:નેટ વગર પણ સ્ટોરી આવે મને નતી ખબર.

રોહિત:સોના માતૃભારતી એવી એપ છે જેમાં તમે હજારો વાર્તાઓ ડાઉનલોડ કરી ને ઓફલાઈન નિઃશુલ્ક વાંચી શકો છો.

સોનાક્ષી:આ તો મારા જેવા વાંચકો માટે ખૂબ સારું કહેવાય..

રોહિત:હમ્મ તું વાંચવાનું ના ભૂલતી ચાલ ને ભાગી જઈએ..અને તમે પણ...

સોનાક્ષી:હા એ બધું તો ઠીક છે મેનેજર સાહેબ પણ આ પ્રીત નામ નું વાવાઝોડું કોણ છે?


કોણ છે આ પ્રીત મેડમ? તેની આમ તો તમને ખબર પડી જ જશે...... મારી આ હિન્ટ પછી


પ્રીત રોહિત ના જ ફેમેલી માંથી આવે છે પણ કઈ રીતે એ રહસ્ય હું અંતિમ ભાગ માં કહીશ...

હાલ તો રોહિત ને પણ નથી ખબર કે પ્રીત નો અને તેનો કયો સંબંધ છે પરંતુ અંતિમ ભાગ માં આ ખુલાસો જરૂર થશે ત્યાં સુધી તમે પણ વિચારો કે કોણ છે આ પ્રીત?


બહુ જલ્દી મળીએ નવા ભાગ સાથે....👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED