decesion power books and stories free download online pdf in Gujarati

મક્કમ મન

એને ‘Paradoxical Intention’ કહેવાય છે. But It works and works very well. જે વસ્તુ કે પરિસ્થિતિનો આપણને ડર લાગતો હોય, એ પરિસ્થિતિમાં આપણે ઓલરેડી પહોંચી ગયા છીએ એવું ધારવા લાગીએ તો ઓટોમેટિક એ ડર ગાયબ થઈ જાય છે .

આ ટેકનીક ઓસ્ટ્રીયન સાઈકીઆટ્રીસ્ટ વિક્ટર ફ્રેન્કલ યુઝ કરતા. એમના જે પેશન્ટ્સને રાતે ઊંઘ ન આવવાનો પ્રોબ્લેમ હતો, એ પેશન્ટ્સને પોતાની સામે આખી રાત બેસાડી રાખીને તેઓ કહેતા કે ‘કાંઈ પણ થાય, તમારે સૂવાનું નથી.’ ન સૂવાની શરત સાથે શરૂ થયેલી રાત હંમેશા એક અફલાતુન ઊંઘ સાથે પૂરી થતી હોય છે. અને એમના પેશન્ટ્સ પણ આ જ રીતે ઉંઘી જતા.

બેઝીકલી, When we force our fears to come true, they go away. કોરોનાના વધી રહેલા કેસીસની વચ્ચે સર્વાઈવ કરવા માટે પણ આ પેરાડોક્સીકલ ઇન્ટેન્શન યુઝ કરી શકાય. અને આ વિક્ટર ફ્રેન્કલે ફક્ત લખેલી નહીં, જીવેલી હકીકત છે. નાઝી કોન્સન્ટ્રેશન કેમ્પમાં (જ્યાં પાણી, અનાજ અને કપડા પણ મળતા નહીં) જ્યાં દરરોજ અસંખ્ય લાશો ઢળતી, જ્યાં એની આંખ સામે એના માતા પિતા, ભાઈ અને પત્નીએ દમ તોડ્યો. જ્યાં એમની દિનચર્યા જ અત્યાચાર સહન કરવાની રહેતી, એ કોન્સન્ટ્રેશન કેમ્પમાં સતત ૩ વર્ષ સુધી ગુલામી અને બર્બરતા સહન કરવા છતાં પણ તેમણે સર્વાઈવ કર્યું. એનું કારણ તેમણે લખ્યું છે ‘Indifference to death.’

એમના પુસ્તકમાં ફ્રેન્કલે લખેલું એક વાક્ય આપણને આજે બહુ કામ લાગે એવું છે. ‘The only way to survive was to be okay with dying at any moment.’

જો આપણે કોઈપણ ક્ષણે મૃત્યુનો સ્વીકાર કરવા માટે તૈયાર હોઈએ, તો ફ્રેન્કલના કહેવા પ્રમાણે આપણે કોઈપણ કપરા સંજોગોમાં સર્વાઈવ કરી શકીએ.

ફ્રેન્કલે લખેલી કેટલીક સર્વાઈવલ ટેકનીક્સ કદાચ તમને પણ આ કોરોના-કાળમાં સર્વાઈવ કરવામાં મદદ કરશે. I will just narrate them in brief for you.

૧. જીવતા રહેવા માટેનો એક સ્ટ્રોંગ પર્પઝ શોધી કાઢો. કંઈક એવું જે પૂરું કર્યા વગર તમે મરવા નથી ઈચ્છતા. એ પર્પઝ કોઈ પણ હોય શકે. દીકરી કે દીકરાના લગ્નથી લઈને કોઈ સમાજસેવા, કોઈ અધૂરું પુસ્તક, કોઈ હિલ સ્ટેશનની મુલાકાત, કંપનીનો પ્રોફિટ કે તમારું પોતાનું પ્રમોશન, કાંઈ પણ. એક એવો સ્ટ્રોંગ પર્પઝ, એક એવી ઝંખના જે આપણને અંદર સુધી સતત બાળતી રહે. ન્યુઝ ચેનલ્સ અને સોશિયલ મીડિયા જોઈ જોઈને જીવ બાળવા કરતા એક સળગતી ઈચ્છામાં હોમાઈ જવું સારું. કોવીડ પોઝીટીવ થવાની રાહ જોવા કરતા કશુંક એવું કામ શોધી કાઢવું જે ડેથબેડ ઉપર પણ છૂટે નહીં.

અંદર રહેલું કોઈ ચીસો પાડીને આપણને કહેતું હોય કે ‘જ્યાં સુધી આ પૂરું નહીં કરું, ત્યાં સુધી આ પૃથ્વી નહીં છોડું. કોરોના આવે કે એનો બાપ.’

૨. Find Meaning in your suffering. તમારા લોકડાઉન, આઇસોલેશન, ક્વોરેન્ટાઈન, તાવ, શરદી, ઉધરસ કે પછી પડી ભાંગેલા ધંધામાં કોઈ ‘પોઝીટીવ સંકેત’ શોધી કાઢો. અત્યારે આપણે જે કાંઈ પણ ‘Suffer’ કરી રહ્યા છીએ, એની પાછળ કંઈક કારણ છે. આ ફેઝ નક્કી આપણને કોઈને કોઈ રીતે મદદ કરવા આવ્યો છે. બાકી રહી ગયેલા કામ પૂરા કરવા, વર્ષોથી જે કરવાની ઈચ્છા હતી અને વ્યસ્તતાને કારણે જે નહોતા કરી શક્તા એ કરવા માટે, સતત ભાગતી જિંદગીમાં પોઝ લઈને આપણા જીવનનો મક્સદ વિચારવા માટે, અત્યાર સુધી જે જીવ્યા એ ‘Pursuit of happiness’માં ગયું કે આપણે ખરેખર ખુશ હતા, એ વિચારવા માટે.

જો આવતી કાલ સવારે જવાનું થાય તો અત્યાર સુધી આપણે એવું જીવન જીવ્યા છીએ કે ગમે ત્યારે બેગ પેક કરીને ચાલી નીકળીએ ? નહીં, તો એ રીતે જીવવાનો હવે ચાન્સ છે. જે ડ્રીમ લાઈફ આપણે જીવવા માંગતા’તા એ જીવી લેવા માટે આ સમય રીમાઈન્ડર છે.

૩. સૌથી મહત્વનું : આ સમય જ્યારે પણ પૂરો થશે, ત્યારે આ કપરા સમયની પેલે પાર ઉભેલી અને વિજયી બનેલી તમારી જાતની કલ્પના કરો. તમે ખુલ્લી હવામાં શ્વાસ લેતા હશો, મિત્રોને ગળે મળતા હશો, અલગ અલગ રેસ્ટોરન્ટમાં જઈને તમારી ગમતી ડીશીઝ સાથેની સેલ્ફીઝ પોસ્ટ કરતા હશો, થીએટર ખુલશે, સ્કુલ અને કોલેજીઝ ઉઘડશે. આ ‘Over optimism’ નથી. આ ખરાબ અને કપરો સમય Endure કરવાની એક ટેકનીક છે.

Lastly, તમને જેનો મેક્સીમમ ડર લાગતો હોય એની કલ્પના કરો. The worst that can happen to you. એ જ રીતે જે પરિસ્થિતિ કે રીઝલ્ટની તમને મેક્સીમમ ઝંખના હોય એની કલ્પના કરો. The most desirable result or situation. આ બંનેમાંથી કશું જ નથી થવાનું. વાસ્તવિક્તા આ બંને અંતિમોની ક્યાંક વચ્ચે હશે.

હજારો વર્ષો પહેલા ગૌતમ બુદ્ધે એક અફલાતૂન શબ્દ આપેલો, ‘Impermanence.’ ક્ષણભંગુરતા. કશું જ કાયમી નથી. કોરોના પણ નહીં. ચેન્જ ઈઝ ધ ઓન્લી કોન્સ્ટન્ટ.

I will sum up this in 3 sentences :
1. “Everything can be taken from a man except his attitude in any given set of circumstances.’
2. Each life has its own meaning- GO find yours.
3. This too shall pass
Etadpi gamishyati
આશિષ શાહ
PRISM KNOWLEDGE INC.
MAASTER BLAASTER
9825219458
🙏🏻

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED