dr. maher mojpati books and stories free download online pdf in Gujarati

ડો. માહેર મોજપતિ- એક વ્યવસાયિક સફર પોલિટિક્સ થી સ્પોર્ટ્સ


ડો. માહેર મોજપતિ નિષ્ણાંત મનોચિકિત્સ્ક . શહેર જ નહીં પરંતુ દેશભરમાં નામના ! ડો.માહેર મોજપતિ સ્પોર્ટ્સ , પોલિટિક્સના ઉમદા જાણકાર તથા આ બંને ક્ષેત્રોથી પુરા અભિભૂત , ઇમ્પ્રેશ ! ડો. માહેર મોજપતિની હોસ્પીટલ મનોરોગીઓથી ખીચો-ખીચ ! આઠ-આઠ , પંદર-પંદર કે પછી ક્યારેક તો મહિનાઓ પછી વારો આવે એવી દર્દીઓથી અકડેઠઠ ભરેલી તેમની હોસ્પીટલ ! મનોજગતમાં ડો. માહેરે માહિરતા હાશલ કરેલી ! દેશ દુનિયામાં તેમના પરિસંવાદો યોજાય , ડો. માહેરના વ્યવસાયિક અભિગમ તેમજ તેમની અંગત માન્યતાને હિશાબે તેમનો ઝુકાવ પોલિટિક્સ તરફ થોડો વધારે ! પોલિટિશ્યનોની લાઇફથી ઇમ્પ્રેશ પણ પૂરેપૂરા ! સ્પોર્ટ્સ તરફનો તેમનો ઝુકાવ બીજા નંબરે !
ડો. સાહેબ હંમેશા કહે- આ પોલિટિશ્યનોમાથી આપણે હંમેશા કઈ ને કઈ શીખવું જોઈએ , આ લોકો હંમેશા ભૂતકાળ વાગોળી , ભવિષ્યના સપના બતાવી વર્તમાનને રીચ બનાવી જાણે છે ! ખરેખર તો માણશે વર્તમાનમાં જ જીવવાનું હોય છે , જે આ લોકોની લાઇફસ્ટાઈલ માંથી આપણે સુપેરે શીખી શકીએ , કેવી મોજે-મોજવાળી લાઇફ ! ભૂતકાળ કોઈનો ઉખેળી પ્રજાને ભવિષ્યના સપના બતાવવા અને વર્તમાનમાં મોજેમોજથી જીવવું , વાહ ! ખરેખર આ લોકો ગોડફાધરો છે મારા માટે તેમજ દરેકના જીવનમાટે ! અલબત ડો. માહેર મોજપતિની વિચારવાની આ એક સાઇકોલોજિકલ થીયરી હતી જેનો ઉપયોગ કરીને ડો, સાહેબે પોતે એક દર્દીઓ માટે ખાસ આમાથી પ્રેરણા લઇને પોતાની એક અલગ જ દર્દીઓ ની ટ્રીટમેંટ માટેની ‘માહિર થીયરી’ શોધી કાઢી હતી અને આ થીયરી મુજબ દરેક દર્દીઓને સાયકોલોજિકલ સારવાર આપવામાં આવતી હતી !
કોઈ પ્રેમમાં નિષ્ફળ યુવક-યુવતી હોય કે પછી કોઈ ધંધામાં નિષ્ફળ વેપારી હોય કે પછી કોઈ અભ્યાસમાં નબળા વિધાર્થી-વિધાર્થીની હોય કે પછી વાસ્તવિક જીવન થી અજાણ પરંતુ અભિનયની દુનિયાના મહારથી કલાકાર હોય ! કે પછી ઘર કંકાસનો ભોગ બનેલ પતિ અથવા પત્ની હોય કે પછી પતિ ,પત્ની ઔર વોહ માં સપડાએલ પુરુષ હોય કે પછી પત્ની , પતિ ઔર વોહ વાળી કોઈ સ્ત્રી હોય ! આવા દરેક પેશન્ટને માટે ડો. માહેરે ‘માહિર થીયરી’ અપનાવીને , પોલિટિશ્યનોની જેમ વર્તમાનમાં જીવવાનું શીખવી આવા દરેક લોકોના જીવનમાં આશા , ઉત્સાહ તથા નવી શક્તિનો સંચાર કરી આવા લોકો ને સાજા કરી આપેલ હતા ! આથી ડો માહેરનું નામ દિવસે-દિવસે મોટું થતું જતું હતું .!
ડો. માહેર આ બાબતનો ટોટલ યશ પોલિટિશ્યનોને આપતા હતા . આમ પોલિટિશ્યનો ડો. માહેર માટે ગોડફાધરો નું કામ કરતાં હતા ! સમયને પલટતા વાર લગતી નથી . અચાનક સમયમાં પલ્ટો આવ્યો ! ડો. માહેરની હોસ્પિટલોમાં કાગડા ઉડવા માંડ્યા મતલબ કોઈ દર્દી હોસ્પીટલમાં આવતું ન હતું એવું ન હતું પરંતુ જે કઈ દર્દી હતા તે બધા અચાનક જ હોસ્પીટલમાંથી વિદાય લેવા માંડ્યા હતા ! આ એક ડો. માહેર માટે આશ્ચર્યજનક વસ્તુ હતી ! અચાનક , આટલી બધી ઝડપથી , આટલા બધા દર્દીઓ કેમ સાજા થઇને હોસ્પીટલમાથી ભાગવા માંડ્યા છે ?
તપાસ કરતાં ડો. માહેરને ખબર પડી કે સમય ના વહેણ પલટાયા છે ! હવે આ જ ‘માહિર થીયરી’ ડો. માહેર માટે મુશ્કેલી રૂપ બનવા માંડી છે , અલબત વ્યવસાય માટે ! કારણ સ્પષ્ટ હતું કોઈપણ મનોરોગીઓ કે જે હોસ્પીટલમાં દાખલ થયા હતા , થતાં હતા તેઓને ડો. માહેર પોતાની ‘માહિર થીયરી' વડે , પોલિટિકલ ઉદાહરણ આપી , ધીમે-ધીમે ટ્રીટ કરી સાજા કરતાં હતા તે બધા તુરતજ સાજા થવા માંડ્યા હતા અને એક મહા આશ્ચર્યની બાબત એ હતી કે આ બધા દર્દીઓ પોલિટિક્સમાં જવા માટે તલપાપડ બન્યા હતા , અને હોસ્પીટલ છોડીને ભાગ્યાં હતા !
કારણની તપાસ કરતાં ડો. માહેરને ખબર પડી કે આ બધા દર્દીઓનું હોસ્પીટલમાંથી ભાગવાનુ કારણ – ન્યુઝપેપરમાં એક નેતાનું નિવેદન હતું જેમાં તેણે જણાવ્યુ હતું કે અમારી પાર્ટીમાં ગાંડાઓ ચાલશે પરંતુ ગદદારો નહિ ! એટલે પોલિટિકલ પાર્ટી જોઇન કરવા આ બધા મનોરોગી દર્દીઓ હોસ્પીટલ માથી ભાગ્યા હતા !
આમ સમય પલ્ટાતા ડો. માહેરની પોલિટિક્સ થી પ્રેરિત ' માહિર થીયરી’ તેમના માટે , તેમજ તેમના વ્યવસાય માટે જ બોજરૂપ બની રહી હતી ! અત્યારે ડો. માહેર પોતાના માટે તેમજ પોતાના વ્યવસાય માટે બાધારૂપ ‘માહિર થીયરી’ પડતી મૂકીને , પોલિટિશ્યનોથી ટોટલ અલગ થઇને , અલગ થીયરી ઉપર કામ કરી રહ્યા છે . જે ટોટલી ડો.માહેર મોજપતિના બીજા શોખ સ્પોર્ટ્સ આધારિત છે ! આ બીજી થિયરીનું નામ ડો માહિર મોજપતિએ ‘માહિ થીયરી’ (મહાન કેપ્ટન મહેન્દ્રસિંહ ધોની થી ટોટલ પ્રભાવિત ) રાખેલ છે ! ખુબજ થિંકિંગના અંતે ડો. માહેર પોતાની પોલિટિક્સથી પ્રભાવિત ‘માહિર થીયરી’ માથી એક જ ખામી શોધી શક્યા છે , તે છે 'સ્પિરિટ' નો સદંતર અભાવ ! આ વસ્તુ ડો. સાહેબ પોતાના જાહેર વક્તવ્ય માં નિખાલશપણે કબૂલે છે ! આથી જ હવે ડો. સાહેબ પોતાના બીજા શોખ 'સ્પિરિટ' થી ભરપૂર સ્પોર્ટ્સ તરફ વધારે આકર્ષિત થયા છે , જેથી કરી તેમની અંગત માન્યતા મુજબ પુનઃ પોતાના વ્યવસાયમાં આવેલી મંદીને ખાળી શકાય તેમજ ફરીને પાછી જવલંત સફળતા હાંશલ કરી શકાય ! ડો. માહેરની હોસ્પિટલ પુનઃ દર્દીઓથી છલકવા લાગી છે , પહેલા કરતાં પણ હવે ડો. સાહેબની દેશ-વિદેશમાં શાખ વધવા માંડી છે આનો સંપૂર્ણ યશ ડો. સાહેબ આ ‘માહિ થીયરી’ ( ટોટલ મહેન્દ્રસિંહ ધોનીથી અભિભૂત , ઇમ્પ્રેશ , સ્પિરિટથી ભરપુર ) ને આપે છે , અને ડો. સાહેબ પોતાના જાહેર સેમિનારોમાં કબુલ કરીને કહે પણ છે કે – આપણામાં દરેક ખૂબી , ખાસિયત ,આવડત હોય પરંતુ જો 'સ્પિરિટ' ન હોય તો બધુ જ નકામું છે , નકામું છે , નકામું છે ! આ વસ્તુ આજે હું ભારતના મહાન ક્રિકેટ કેપ્ટન –ખેલાડીમાથી શીખ્યો છું ! તેઓએ ભારતને આપેલું પ્રદાન અમર રહેશે !!!
આ એક કાલ્પનિક થીયરી આધારિત , બુરા મત માનો અંદાજ માં ( હળવા અંદાજમાં ) માહિ ની મહાન 'સ્પિરિટ' થી ટોટલ અભિભૂત , ઇમ્પ્રેશ સ્ટોરી લખવાની કોશિશ કરેલ છે . વાંચકોને ગમશે એવી આશા સાથે.
સૌનો ખૂબ ખૂબ આભાર સહ .....

લિ. બિપિન આઇ ભોજાણી (કટાક્ષ તથા હાસ્ય વ્યંગ ના લેખક.)
સહયોગ- સંકલન : મૌલિક બિપિનભાઈ ભોજાણી (મિકેનિકલ એંજીનિયર)

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED