DESTINY (PART-20) મુખર દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • પ્રેમની એ રાત - ભાગ 9

    સગાઈ"ચિંકી તું " જાનવી ઘર નાં દરવાજે પોતાની કોલેજ ફ્રેન્ડ ચિ...

  • ભગવાન પર ભરોસો

    ભગવાન પર ભરોસો वासुदेवपरा योगा वासुदेवपराः क्रियाः ॥सभी वेद...

  • ભાગવત રહસ્ય - 97

    ભાગવત રહસ્ય-૯૭   અગિયારસો વર્ષ પૂર્વે-દક્ષિણ દેશમાં વાચસ્પતિ...

  • ખજાનો - 64

    "તમારી વાત તો બરાબર છે..! આ હાડપિંજર જોઈ મને પણ થોડો ભય લાગ્...

  • નિતુ - પ્રકરણ 45

    નિતુ : ૪૫ (ટાઈમ્સનું પુનરાવર્તન) નિતુ અને નવીન બંને ઓફિસે પહ...

શ્રેણી
શેયર કરો

DESTINY (PART-20)


બિનસરકારી નોકરી છોડીને સરકારી નોકરીની તૈયારી શરૂ કરનાર જૈમિક જેણે ક્યારેય પુસ્તકથી કાંઇજ સંબંધ નહોતો એ જેટલો સમય બે નોકરીમાં આપતો હતો એટલો જ સમય પોતાના અને નેત્રિના સારા ભવિષ્ય માટે આપવા લાગ્યો. એના જીવનનો ફક્ત એક જ ધ્યેય થઈ ગયો જલ્દીથી નોકરી લઈને હમેશાં માટે નેત્રિને લઈ આવીશ. માટે બહાર ન કોઈ મિત્રને મળવાનું, ન કોઈપણ જગ્યાએ ક્યાય ખોટો સમય વ્યર્થ કરવાનો બસ એના પુસ્તક અને નેત્રિ.

થોડાક સમય પછી અચાનક જૈમિકના ઘરમાં એના લગ્નની વાતને લઈને ચર્ચા થઈ. ઘરનું વાતાવરણ ખુબજ ગંભીર થવા લાગ્યું. મમ્મી કહે ઘરના બધા કહે ત્યાં લગ્ન કરી લેવામાં જ ભલાઈ છે પણ જૈમિક એકજ વાત પર અડગ લગ્ન કરીશ તો ફક્ત ને ફક્ત નેત્રિ સાથે નહિતો આજીવન લગ્ન નહીં કરું.

એક તરફ જૈમિકના નેત્રિ સાથેના સ્વપ્ન તો બીજી તરફ ઘરમાં રોજ એજ વાત પર થતો કકળાટ. જે માણસ હથિયારથી ના હારતો હોય એવો માણસ પણ માનસિક ત્રાસથી હારી જતો હોય છે પરંતુ જૈમિક ક્યારેય હાર્યો નહીં નેત્રિને લઈને એ ખુબજ ગંભીર હતો. હમેશાં ઘરમાં આ વાત નીકળે ત્યારે એ ફક્ત એકજ જવાબ આપતો બધાની દલીલ સામે નેત્રિનું મારા સિવાય કોઈજ નથી જે ખરેખર એને પ્રેમ કરતું હોય એની માટે હું એનું સર્વસ્વ છું.

હું નેત્રિ વિના અને નેત્રિ મારા વિના અધુરી છે માટે આ જન્મમાં અમને જુદાં કરવા શક્ય નથી પણ પરિવારને કહે તમે ચિંતા ના કરતાં જ્યાં સુધી તમે મંજૂરી નહીં આપો ત્યાં સુધી હું ક્યારેય કોઈ ખોટું પગલું નહીં ભરું જેનાથી તમારી આબરૂ ઉછળે અને તમારા આપેલા સંસ્કાર પર કોઈ આગળી ચીંધી શકે. અમે લગ્ન કરીશું તો તમારા આશીર્વાદથી જ નહિતો આમજ જીવન કાઢીશું પણ બીજે ક્યાંય લગ્ન તો નહીં જ કરીએ.

આવીજ રીતે ખુબ લાંબા સમયના સંઘર્ષ પછી એક દિવસ એવો આવ્યો કે જૈમિકના મમ્મી માની ગયા અને જૈમિકને એના મમ્મીએ કહ્યું મારી તો શું કોઈની હિંમત નથી તમને જુદા કરી શકે. આજ સુધી હું તમારા પ્રેમની પરીક્ષા જ લેતી હતી કે ક્યાં સુધી તમે એકબીજા માટે લડી શકો છો આ સમાજ સામે, પરિવાર સામે પણ તમારો પ્રેમ સાચો છે તમને કોઈ અલગ ના કરી શકે માટે અમે બધાં રાજી છીએ આ લગ્ન માટે બસ તું નોકરી લઈલે પછી લગ્ન કરાવી દઈશું.

જૈમિક એટલો ખુશ થઈ જાય છે કે એની ખુશીને વ્યક્ત કરવા માટે શબ્દો ઓછા પડી જાય. જૈમિક વિચારે છે કે આ વાત હું અત્યારે નેત્રિને નહીં જણાવું હવે હું એને નોકરી મેળવ્યાં પછી એક સાથે બે ખુશીના સમાચાર આપીશ અને એના માટે આ સરપ્રાઇઝ એના જીવનની સૌથી મોટી સરપ્રાઇઝ બની રહેશે.

આમ કરતાં કરતાં સમય વિતવા લાગે છે અને જૈમિકે આપેલ ત્રણ પરીક્ષાનું પરિણામ આવે છે. જેમાંથી એક પરીક્ષામાં એ પ્રથમ ચરણમાં જ નિષ્ફળ થાય છે અને બાકીની બે પરીક્ષાના પ્રથમ ચરણમાં સફળ થાય છે તો બીજા ચરણમાં નિષ્ફળ થાય છે. જૈમિક પરીક્ષાના પરિણામથી હતાશ થઈને નેત્રિને ફોન કરે છે અને કહે છે મને માફ કરજે નેત્રિ હું પરીક્ષામાં સફળ ના થઈ શક્યો હું લાયક જ નથી કોઈ બાબતે.

નેત્રિ આટલું સાંભળીને કહે હવે તમે લાયક નથી એ પણ તમે જાતે જ નક્કી કરી લેશો એમને.......! તમારી નજરમાં તમે તમારી જાતને નિષ્ફળ માનો છો પણ મારી નજરથી જોવા જાઓ તો દુનિયામાં સૌથી સફળ વ્યક્તિ તમે છો. જે વ્યક્તિ ક્યારેય પોતાના ભવિષ્ય માટે ચિંતિત ન હતા એ વ્યક્તિ એના ભવિષ્ય માટે કલાક ના કલાકો પુસ્તકાલયમાં વિતાવે છે શું આ સફળતાને તમે ઓછી સફળતા માનો છો.......?

જે માણસ નિષ્ફળ થાય છે એજ માણસ સાચી સફળતાની ખુશી જાણે છે. પ્રયાસ કરવો અને પ્રયાસ કરતાં રહેવું એમાં ઘણું અંતર છે. મેં તમારા પ્રયાસ જોયા છે તમે તમારી ભૂતકાળની જીવનશૈલીમાંથી ઘણા પ્રયાસો પછી બહાર આવીને એક સારા વ્યક્તિત્વ તરીકે ઊભરી આવ્યા છો એમજ તમે નોકરી મેળવવામાં પણ સફળ થશો બસ પ્રયાસ ના છોડતાં. આજે નહિતો કાલે, એક નહિતો બીજી તમે નોકરી મેળવીને જ રહેશો હું જાણું છું મને તમારી મહેનત અને તમારા ઉપર પૂરેપૂરો ભરોસો છે બસ તમે હિંમત ના હારી જતાં હું તમારી સાથે જ છું હમેશાં.

આટલું સાંભળી જૈમિક કહે ખરેખર હું ડરી ગયો હતો કે હું આટલી પરીક્ષામાં સફળ ના થયો તો જીવનમાં શું કરીશ......? પરંતુ તે મને યાદ કરાવ્યું કે મારા જીવનમાં નિષ્ફળતા કાંઈ પહેલીવાર નથી આવી, મારું જીવન તો નિષ્ફળતાઓથી ભરેલું છે છતાં મેં ક્યારેય હિંમત નથી હારી તો આજે કેમ.......? ને તું મારી સાથે છે તો હું કઈ રીતે હિંમત હારી શકું.....? હવે હું પહેલાં કરતાં વધારે મહેનત કરીશ પણ સફળ થઈને જ રહીશ.

સમય વિતવા લાગ્યો અને જૈમિક વાંચનમાં એટલો વ્યસ્ત થઈ ગયો કે રૂબરૂ મળવાનું ઓછું થવા લાગ્યું બસ બંનેની ફોન પર વાત થવા લાગી. એક જ શહેરમાં આવ્યાં પછી બંને વધારે સમય એકબીજા સાથે પસાર કરશે એવું વિચાર્યું હતું પણ સમય સંજોગ એવા થવા લાગ્યાં કે એક શહેરમાં હોવા છતાં હજારો કિમી દૂર રહેતાં હોય એવું થવા લાગ્યું.