ગોરાંદે Urmi Bhatt દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

ગોરાંદે

🍁ગોરાંદે🍁

વિશાળ હૃદય છે ધીમેથી કમાડ ખખડાવજો,
લાગણીઓ છીછરી છે હલકી ડૂબકી લગાવજો.

"ગોરાંદે જલ્દી કર જાન આવવાની તૈયારી છે .
કેટલી વાર લગાડીશ."કમાડ ખખડાવી સરલાદેવીએ પૂછ્યું.
"હા માં તમે ધીરજ રાખો. બસ પતી ગયું છે."ગોરાંદે થોડા ઊંચા અવાજે જવાબ આપે છે.
ઠીક છે દીકરા.ઉતાવળ રાખજો થોડી.જાન આવવાની તૈયારી જ છે."સરલાદેવી ફરીથી બોલ્યા.
માં રૂમમાંથી બહાર ગઈ પછી ગોરાંદે અરીસામાં જોઈ રહી.
એક ઠસ્સો હતો એની આંખમાં અને એક રુતબો હતો એની વાતમાં.એવી જાજ્વલ્યમાન વ્યક્તિત્વની માલિક એટલે ગોરાંદે.
કેટલા અરમાન સજાવ્યાતા આજ ના દિવસ માટે અને આખરે એ દિવસ આવી જ ગયો.
મહેમાનો આવી ગયા હતા.ભવ્ય હવેલી શણગારવામાં આવી હતી.
સહેલીઓ ટીખળ કરતી હતી.ભાનુપ્રતાપ રાણા આજે ખૂબ જ આનંદથી ગર્વિત થઈ મહેમાનોનું સ્વાગત કરતા હતા.ભાનુપ્રતાપ ખૂબ જ મોટુ ખોરડું.અને દોમ-દોમ સાહ્યબી ના માલીક વળી દીકરી આટલા મોટા ઘરમાં પરણાવી હતી.એટલે ઉત્સાહ તો રહેવાનો.
***********
આંગણે જાન આવી છે.
કુંવારા કોડ જાગ્યા છે.
રૂડા તોરણીયા બંધાયા છે.
લગ્નના ફટાણા ગવાય છે.
વરરાજા બગીમાંથી ઉતર્યા છે.
જાનના વધામણાં થાય છે.પતાસા વહેચાય છે.
દીકરી માંડવે આવી છે.
ગોરમહારાજ શ્લોકો સાથે વાતાવરણ મેહકાવે છે.
હસ્તમેળાપ અને કન્યાદાન વચ્ચે માવતર ખૂબ જ મુંજાય છે.
દીકરીનું દાન એટલે જીવતરનું દાન...
**************
આખરે એ ઘડી આવી જ ગઈ જ્યારે દીકરીની વિદાયની ઘડી આવે છે.
ભારે હૈયે દીકરી વિદાય લે છે.જતી વખતે ગોરાંદે માં પાસે આવે છે
"માં આશીર્વાદ આપો "કહીને માં નો હાથ પોતાના માથે મૂકે છે.સરલાદેવી પલકારો અને થડકારો ચુકી જય છે.
"ગોરાંદે તમે ખુશ છો ને બેટા"સરલાદેવી પૂછી ઉઠ્યા.
"માં" હું ખુશ છું.તમે ચિંતા ના કરો". ગોરાંદે દીકરીને છાજે એવી નમ્રતા સાથે સ્વાભિમાનથી, ગરિમાપૂર્ણ લજ્જાથી પિયરની હવેલીએથી વિદાય લે છે..
સાસરિયે રંગોળી પુરાઈ છે
દીકરો પરણીને ઘરે આવે છે.
વરઘોડિયાની આરતી ઉતરાય છે.
વિજયી રણશીંગા વાગે એમ નણંદબા ભાભીની સામે મલકાય છે.
અને અંતે જેની વર્ષોથી રાહ જોવાતી હતી...એ રાત આવી ગઈ.

ભીની ભીની લાગણીઓ
કોરા છે આ સ્પંદનો
ભીના ભીના અહેસાસ થકી
કોરા છે આ બંધનો
**************
ડરામણી રાત હતી. ગોરાંદે માટે...
મોટી હવેલીના મોટા ઓરડા દિવા અને ફૂલોથી સજાવ્યા છે.સોળે શણગાર સજીને ગોરાંદે કરણવીરની રાહ જુવે છે.
કાનમાં હજું સરલાદેવીના વાક્યો જ યાદ આવે છે "ખુશ તો છોને બેટા."નણંદબા આવીને ભાભીને જોઈતી બધી જ વસ્તુ અને ફ્રૂટ્સ તથા દૂધ આપી ગયા હતા અને જતી વખતે ગોરાંદે સામે ખૂબ જ આશાભરી નજરે જોઈને આસું સાથે રૂમમાંથી બહાર નીકળ્યા હતા.

ધીરે ધીરે પગલાંનો અવાજ આવે છે અને ગોરાંદે પિયરના આણામા સાથે લાવેલ નાની છરી બહાર કાઢે છે.બહુ સાંભળ્યું હતું કરણવીર વિશે..લોકો કહેતા ભાનુપ્રતાપ રૂપિયો જોઈને સંબંધ ના કરાય.માં-બાપ નાનપણ માંજ અવસાન પામ્યા છે.કાકા સાથે રહીને મોટો થયો છે કરણવીર.ઘરાનું ઉચ્ચ છે પણ દીકરો કરણવીર પાગલ છે. લોકો પર તરાપ મારીને ઘાયલ કરે છે.ઘરમાં બાંધી રાખે છે એને બે વાર સગાઈનો પ્રયત્ન કર્યો પણ ગાંડાને ઘરે દીકરી કોણ દે? છતાં પણ દીકરીને ત્યાં પરણાવી.તને તારી દીકરીના ભવિષ્યની ચિંતા નથી.ભાનુપ્રતાપ ગોરાંદે સામું જોતા અને ગોરાંદે લુચ્ચું હસી લેતી.પણ આજે તો એ રાત આવી જ ગઈ જેની બીક હતી.

બારણું ખુલ્યું એક કદાવર અને ક્રૂર લાગતો જાનવર કહેવાતો એક માણસ અંદર પેઠો.. કમાડ બંધ કરી ધીરેથી ગોરાંદેની નજીક આવ્યો અને જેવો એને અડવા જાય છે કે ગોરાંદે હાથમાંની છુરી બહાર કાઢે છે.કરણવીર સામે છરી ધરે છે.
ગોરાંદે : ખબરદાર ,જો મારવાનો પ્રયત્ન કર્યો તો મારી નાખીશ અને અડવાનો પ્રયત્ન કર્યો તો મારી જાતનું જ ખૂન કરી દઈશ.
કરણ : ગોરાંદે નહીં પ્લીઝ, એવું ના કરતા.
ગોરાંદે : શું બોલ્યા? મારુ નામ ખબર છે તમને.તો તમે પાગલ નથી??
કરણ : ના ગોરાંદે..હું પાગલ નથી પણ પાગલ કરવાના પ્રયત્ન કરવામાં આવી રહ્યા છે.પ્લીઝ તમે છરી મૂકી દો.હું તમને નુકશાન નહીં પહોંચાડું.

ગૌરાંદે : હું જાણું છું મિ. કરણવીર. સગાઈનાં એ દિવસ પહેલા આપના મુનિમજી એટલે કે કૃષ્ણકાંતજી નો ફોન આવ્યો હતો. તેઓ મારા પિતાના ખાસ મિત્ર છે .તમારી હકીકત મને ખબર છે.તમારા કાકા અને કાકી તમારા માતા પિતાના અવસાન પછી ખૂબ જ હેરાન કરતા હતા..તમારા બાળપણથી માંડી ને અત્યાર સુધી તમને બે વાર મારવાના હુમલા થઈ ચૂક્યા છે. તમારી બહેન સાથે પણ ખૂબ જ ખરાબ વર્તન થઈ રહ્યું છે.એક કામવાળી જેટલું કામ કરાવવામાં આવે છે.બરાબર ને?તમને ઇલેક્ટ્રિક શોક પણ આપી ચુક્યા છે..માટે તમે અને ક્રિષ્નાકાંતજી સાથે મળીને આ પ્લાન કર્યો છે..કેટલા વર્ષોથી આ એકટિંગ કરો છો કરણ? લોકો તમને પાગલ કહે છે તો પણ?આખા ગામમાં તમારાથી લોકો બીવે છે.ગાંડો કહીને કાઢી મુકે છે..તો પણ??

કરણ : હા, ગોરાંદે નહીં તો આ લોકો પ્રોપર્ટી માટે મને મારી દેત.ઘણા પ્રયત્ન કર્યા ભાગી જવાના પણ પ્રોપર્ટી ના ઓરિજિનલ ડોક્યુમેન્ટ્સ કાકા પાસે છે.અને હું મારા માતા-પિતાની પ્રોપર્ટી આવા માણસોના હાથમા નહીં આવવા દઉ.
પાગલ તો પાગલ પણ જીવતો તો છું ને?!!બહેનને પણ ખબર છે મારા આ નાટકની..
*************
"બટ ફ્રોમ ટુડે ડોન્ટ વરી અબાઉટ ઇટ.
હું એડવોકેટ ગોરાંદે ભાનુપ્રતાપ..જે આજ થી ગોરાંદે કરણવીર બની છું. Right..???સુપ્રીમ કોર્ટની ક્રિમીનલ લોયર...
મને તમામ પ્રૂફ આપો કાલે સવારે વર જી.હવે એમનો આ અન્યાય નહીં ચાલે .હું પુરી તૈયારી સાથે જ આવી છું.ક્રિષ્નાકાંતજી સાથે તમામ વાત થઈ ગઈ છે મારે. પણ અત્યારે તો આ છરીથી થોડા સફરજન કાપીશુ?'

કરણવીર સામે આંખો મારીને એકી શ્વાસે ગોરાંદે બોલી અને ફોન લગાવ્યો ભાનુપ્રતાપજીને."પાપા matter closed.. successfully. કૃષ્ણકાંતજી ને કહેજો સુઈ જાય.. કરણવીર આજથી મારી જવાબદારી છે."
જય માતાજી પાપા..
***********