પોઝિટિવ બ્રેક-અપ Urmi Bhatt દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

પોઝિટિવ બ્રેક-અપ

બ્રેકઅપ છે

સંબંધોનું, લાગણીઓ

ભીની ભીની છે

કાવ્યા શું કરે છે?

તારી સાથે વાત?

ઔપચારિકતાથી શરૂ થતો દિવસ એકબીજાને યાદ કરીને પૂરો થતો કાવ્યા અને રિધમનો.

કાવ્યા જોશી અને રિધમ શાહનો..

બ્રાહ્મણ અને વાણિયો એક પાટલે ના બેસે એ વાતને આ બંનેએ ખોટી સાબિત કરી હતી.

અલગ શહેરમાં રહેતા બે જીગરજાન મિત્રો .પણ અહીં વાત સ્રી- પુરૂષની મૈત્રીની હતી છતાં જીગરજાન શબ્દો વાપર્યો છે.

ખૂબ જ નજીકના મિત્રો..

સવાર "ગુડ મોર્નિંગ" ના મેસેજથી થતી અને સાંજ એકબીજાના ફરિયાદ નિવારણથી.

કાવ્યા સાથે વાત ના થાય તો રિધમ સાંજે ગુસ્સો કરતો.અને એ વખતે કાવ્યા ખૂબ જ proud ફિલ કરતી .ઉંમરનો એક તબક્કો વટાવી ચુક્યા હતા બંને લોકો છતાં પણ youngster ને પણ પાછા પાડે એટલી વાતો..ઘણી વાર તો કાવ્યા કહેતી " રિધમ હવે બસ કર.. ઘરે જા તારા.

રિધમ oky બાય કહી છૂટો પડતો.

વાત વગરની વાતો

નાત વગરનો નાતો

એવી જ એક સાંજે

કાવ્યા : રિધમ.

રિધમ : બોલ.

કાવ્યા : તું યાદ આવ્યો છું યાર.

રિધમ : હા તો બોલને પણ,

કાવ્યા : ના એવી રીતે નહીં પણ...

રિધમ : hmmm

કાવ્યા : તું સમજી ગયો??

રિધમ ; hmmm..બહાર આવી જા કાવ્યા એ લાગણીઓથી હું બહાર આવી ગયો છું મને સમજાઈ ગયું છે કે એ સંબંધથી કોઈ સુખી નહીં થાય, તું પણ બહાર આવ એ તારા અને મારા ફેમિલીના સારા માટે છે.

કાવ્યા : હું પ્રયત્ન કરી રહી છું. રિધમ ( રડમસ અવાજે)

રિધમ : રડવાનું બંધ કર નહીતો ફોન મુકું છું.

કાવ્યા : સોરી..સોરી...ભૂલથી ફીલિંગ express થઈ ગઈ.

રિધમ : જમી તું?

કાવ્યા : યસ, તારું favourite સાઉથ ઇન્ડિયન ફૂડ. એક વાત કહું યાર તું તો મારો પોતાનો છું ને? બીજાને નહીં પણ તને તો કેહવાયને કે આજે તું યાદ આવ્યો છું

રિધમ :  (હસ્તા હસ્તા) કહેવાય ને.. પણ બસ કહી દેવાનું.

કાવ્યા : oky, ચાલ ઘરે પહોંચી.

રિધમ : ચાલ, હસીને ફ્રેશ થઈને પછી જ ઘરમાં જજે.બાય..

દોસ્તો આટલા સંવાદો મેં રિધમ અને કાવ્યાના સંબંધીની પવિત્રતા માટે જ રચ્યા છે.

કાવ્યા એટલે પ્રેમનું યોગ્ય રૂપ.

રિધમ એટલે દોસ્તીનું સાચું સ્વરૂપ.

એકબીજા પ્રત્યે જન્મેલી કૂણી લાગણીઓને સમાજ અને કુટુંબ ખાતર દફનાવીને બેસ્ટ ફ્રેન્ડ તરીકેની હેપી લાઈફ જીવી રહ્યા છે. એકબીજાને સપોર્ટ કરીને દોસ્તીનું સાચું સ્વરૂપ બતાવી રહ્યા છે. રિધમ લાગણીઓથી બહાર આવ્યો છે પણ કાવ્યાના દિલમાં હજુ ક્યાંક એ પ્રેમ છૂપાયેલો છે.

ઘણા ઉતારચડાવ આવ્યા રિધમ અને કાવ્યાની દોસ્તીમાં.

રિધામની સમજદારી સંબંધ નિભાવી ગઈ અને વચન પાળ્યું જે એને સ્વેચ્છાએ કરેલા breakup વખતે કાવ્યાને આપેલું,

રિધમ : કાવ્યા સોરી.આપણે સમજવું પડશે. પણ હું તને રોજ ફોન કરીશ.આપણે પહેલાની જેમ વાત કરીશું.બેસ્ટ ફ્રેન્ડ બનીને રહીશું..life time If u want..તું મારો લકી ચાર્મ છું.પ્લીઝ સોરી.

કાવ્યા : oky..ઠીક છે. પણ તારો અવાજ સાંભળ્યા વગર હું કેમ જીવીશ રિધમ?

ઘણા ધમપછાડા પછી કાવ્યા માની ગઈ કારણ રિધમ પ્રત્યેનો અગાઢ પ્રેમ હતો... એ રિધમને ગુમાવા નહોતી માંગતી.માટે પ્રેમીને જ દોસ્ત બનાવી લીધો.

મિત્રો દરેક breakup સંબંધોને તોડતો નથી ..પણ જોડે છે

કાવ્યા અને રિધમ હાલમાં પણ પોતપોતાની જવાબદારી નિભાવી રહ્યા છે એક દોસ્ત તરીકેની.

રિધમ જાણે છે કાવ્યાની પોતાના પ્રત્યેની લાગણી છતાં પણ એ પોતાની મર્યાદા ઓળંગ્યો નથી.

દોસ્તીની માનપૂર્વક વફાદારી નિભાવે છે.

કાવ્યાના કહેવા છતાં તેને મળવાનું ટાળે છે કારણકે જો કાવ્યાને મળશે તો કાવ્યા પોતાની લાગણીઓ પર કાબુ નહીં રાખી શકે એ જાણતો હોવાથી કાચબી જેમ બચ્ચાને દૂર થી પોષે એમ કાવ્યાને પોષી રહ્યો છે.

અને આ બાજુ કાવ્યાનુ તો શું કહેવું??

ભીની આંખે હસવું,

કોરી આંખે રોવું,

એ રોજનીશી થઈ ગઈ છે.

એકરીતે જુવો તો કાવ્યા પ્રેમની વફાદારી નિભાવે છે

છતાં પણ જ્યારે રિધમનો ફોન આવે ખડખડાટ હસે છે.

ઘણી વખત રિધમનો ફોટો કલાકો જોઈ રહે છે અને પછી બોલી જાય છે.."પાગલ"

બે વર્ષ થયાં એમની દોસ્તીને અને બ્રેક-અપ ને પણ. રિધમ હંમેશા કહેતો હોય છે " કાવ્યા શુ બોલવાથી કે મળવાથી જ લાગણી પ્રદર્શિત થાય છે.જો એવું હોય તો એ લાગણીઓ ખોટી છે."

રિધમને મળ્યે 3 વર્ષ પુરા થયા. એક પણ ક્ષણ એવી નથી જ્યારે એ કાવ્યાની મુસીબતમાં સાથે ના હોય.

પ્રેમમાં તો ઘણા made for each other હોય પણ અહીં તો બે દોસ્ત છે જે આજે positive breakup જીવી રહ્યા છે...

*****