imotional hacking books and stories free download online pdf in Gujarati

ઇમોશનલ હેકિંગ

અમદાવાદ

S.G હાઈવે નું એક coffee શોપ
અનુજ અને ક્રીના બેઠા છે મારી સામે જોઈ ને..હું એક પ્રશ્નાર્થના રૂપમાં અને એ લોકો એક શૂન્યતા સાથે નિશબ્દા બનીને.
ચાલો એ મુલાકાત નું કારણ પણ કહી દઉ.થોડા ભૂતકાળ તરફ..

આપણી વાત તો અહીંયા માન્યાની છે...માન્યા એક સોફ્ટ્વેર એન્જિનિયર. private company માં જોબ કરતી અને સાથે anti hacking નો couse કરી ને parttime જોબ પણ કરતી એક યુવતી છે.
એક સાંજે એ મને મળીતી... આમ જ અચાનક એક ફોર્મલ મિટિંગ ....ઑફિસના બિલ્ડિંગના રિસેપ્શન એરિયામાં..ખુબજ હસમુખું વ્યક્તિત્વ, 30 ની અંદરની ઉંમર અને કેટલાય તડકા વેઠેલી એની આંખો..હું ઓળખી ગઈ તરત જ અને પૂછી જ લીધું.

માન્યા શું પ્રોબ્લેમ છે ??અને ઋણાનુબંધ ગણો કે મારી આવડત કે મારી ઉંમરનો તકાજો એ રડી પડી અને દિલનો ઉભરો આંસુરૂપે બહાર આવી જ ગયો...મને યાદ આવી ગયું imotionally fool વાળી feeling છે અને હું હસી પડી એને ખૂબ જ દુઃખ થયું પણ સમય ને અનુલક્ષીને હું ચૂપ થઈ ગઈ.એ બોલતી ગઈ હું સાંભળતી ગઈ..ignorance mode... ઓહઃ...God.

Corona કરતા પણ ભયંકર બિમારી really..
માન્યા સાથે વાત કર્યા બાદ ઘણું વિચારીને નક્કી કર્યું અને
બીજા દિવસે મેં ક્રીનાં ને ફોન કર્યો...સામાન્ય પરિચય પછી વાતચીત ચાલુ કરી....અનુજ પણ conference call માં જ હતો...માન્યાની વાત કરી..એ લોકો વાત સંભાળવા જ તૈયાર નહોતા...થોડા દિવસ પછી મેં બેય જણને whatsapp msg. કર્યો...સૌ પેહલા ક્રિનાને કર્યો મેસેજ

"ક્રીના ,માન્યા તમારી ખૂબ જ close friend છે.જ્યારથી જીવનનું પ્રથમ ડગલું માંડ્યું ત્યારથી..જ્યારથી પ્રથમ એકડો માંડયો ત્યારથી... college પણ સાથે કરી..જોબ પણ સાથે જ ને???
ચાર આંખ એક દ્રષ્ટિ હતી.. બે લોકો વચ્ચે એક થાળી હતી તો તમે આવું કેમ કર્યું???
તમારા parents ના મૃત્યુ પછી માન્યા તમારી સાથે દિવસ રાત રહી.. અરે તમારા ઘરને બદલે એના ઘરે જ તમારો college time પૂરો કર્યો..તો આજે એ એકલી કેમ??"જવાબ ન મળ્યો મને.પણ હું પણ આસનીથી માનું ઍવી નહોતી.

બીજા દિવસે અનુજ નો પણ વારો તો પડવાનો જ હતો..એને કૈક આવું કીધું

Dear Anuj
Hope u r happy with your ego..

શુ ભૂલ હતી માન્યાની..??
એટલો જ કે તમારા પર વિશ્વાસ હતો..શુ વિશ્વાસ રાખવો એ આટલો મોટો ગુનો છે અનુજ??
Ahmedabad માં તમે આવ્યા હતા ત્યારે તમારું કોઈ જ નહોતું ..માત્ર માન્યા જ હતી..તમને PG માં રૂમ શોધવાથી લઇ ને જોબ શોધવા સુધીની બધી જવાબદારી એની હતી..અને એણે એ નિભાવી અનુજ.
કેટલું ધ્યાન રાખતી એ તમારું..તમારી પાસે પણ એના જેવું બીજું રતન ક્યાં હતું અનુજ??
તમે એના ઘરે જતા..એના પેરેન્ટ્સ અને ભાઈ સાથે કેટલા હળીમળી ગયા હતા..એનાથી જીવનમાં બે જ ભૂલ થઈ ગઈ
અનુજ.
એ તમારી આંખોમાં પ્રેમ જોઈ ગઈ..અને તમને ભવિષ્યનો ભાવિ જીવનસાથી માની બેઠી... અને બીજું એ સફળ થઈ ગઈ..એક કોર્પોરેટ ગ્રૂપમાં સારા સેલરી માં એ select થઈ ગઈ જ્યાં તમે ના થયા.... ઇન્ટરવ્યૂ તો બેય નો સાથે જ હતો .
એની જોબ, parttime જોબ અને તમે આ ત્રણ જ એની દુનિયા હતા... ઘણો લાંબો મેસેજ છે.તમને વાંચતા થાક લાગશે એટલે મારે તમને રૂબરૂ મળવું છે અનુજ.

મેસેજ ની બ્લુ ટિક થઈ અને અનુજ નો કોલ આવ્યો..મને મળવા માંગતો હતો.

At coffeeshop( from starting)

સો અનુજ વ્હોટ યુ થિંક??
ક્રિના તું શું વિચારે છે??
ક્યારે કરો છો લગ્ન??અનુજ અને ક્રીનાં ચમકી ગયા.શરમ અને આંસુની એકસાથેની લાગણીઓ ક્રિનાના મોઢા પર ઊપસી આવી.

Madam આટલા બધા સવાલ એક સાથે ના કરો.ભૂલ થઈ ગઈ અમારી..અનુજ એટલું જ બોલી શક્યો.

"ભૂલ તારી નથી અનુજ ભૂલ માન્યાની છે.એને તારી દોસ્તીમાં પ્રેમ શોધ્યો અને પાછો જીવનસાથી તરીકે પણ તને જ ધાર્યો..
એને ખબર નથી કે તારી આંખો માં જે પ્રેમ જોયો એ ક્રિના માટે હતો..."

"ક્રિના તું તો જાણતી હતી ને કે માન્યા નહીં રહી શકે અનુજ વગર તો તું આવો દગો કેવી રીતે કરી ગઈ..બેસ્ટ ફ્રેન્ડ બની ને તું એના જ હક પર તરાપ મારી ગઈ"..ઍકી શ્વાસે હું બોલી ગઈ..ઘણી બધી વાત થઈ વાચકમિત્રો જે અહીંયા કરવી શક્ય નથી.

બીજા દિવસે અનુજ નો કોલ આવ્યો'madam સોરી મને પણ માન્યા ખૂબ જ ગમે છે પણ એ એની career માં ખૂબ જ આગળ વધી ગઈ છે..ત્યાં સુધી પહોંચવું અત્યારે મારા માટે શક્ય નથી.તેથી હું અને ક્રિના લગ્ન કરી બીજા શહેરમાં જઈશુ.
એક પ્રેમી તરીકે એ આગળ વધશે એ ગમશે પણ પતિ તરીકે મારો ઈગો hurt થાય છે..માન્યા ગુજરાત લેવલ પર આગળ વધી ગઈ છે..જ્યાં હું નહીં પહોંચી શકું.સોરી..માન્યને તમે સંભાળી લેજો પ્લીઝ.
હું ઘરે આવી..ફ્રેશ થઈ પછી માન્યા ને મળવા ગઈ...એણે ખૂબ જ ઉત્સાહ થી મારી સામે જોયું...એને આ બંનેના અફેરની ખબર જ નહોતી.એને તો બસ આ ignorance નું કારણ અને અનુજ નો જવાબ એટલું જ જોઈતું હતું..
કોઈપણ જાતનો જવાબ આપ્યા વગર માન્યા સામું જોયું અ
ફરીથી હસી પડી હું પહેલાની માફક જ્યારે માન્યા પ્રથમ વાર મળી હતી .એનો ફોન હાથમાં લીધો અને બંને નંબર કાયમ માટે delete કરી દીધા જેથી scroll કરીયે તો પણ દેખાય નહીં.એ સમજદાર હતી સમજી ગઈ..અને ભીની આંખોથી કોરુ હસી પડી.
અને અમે બને જણે આ સફળતાની એકલતા celebrate કરી..લોન્ગ ડ્રાઇવે પર નીકળી ગયા એજ એસ. જી.હાઈવે
એજ કોફી શોપ અને હું મારી માન્યા સાથે...
ખુબજ દુઃખદ પરિસ્થિતિ વચ્ચે એક સુખદ અંત આવ્યો હતો .
આજે માન્યા ખૂબ જ સારી આવક ધરાવતી single woman છે.સોફ્ટવેર એન્જિનિયર તરીકે ખૂબ જ સફળ છે.પોતાની ગાડી અને ઘર છે.લગ્ન હમણાં નથી કરવાં બસ એને તો જીવવું છે.happy છે..એકાંતમાં છે ..એકલતામાં નહીં.

એક સમય હતો જ્યારે એ
Imotional full હતી.
હવે
She is emotionally cool to make a fool...

બસ ક્યારેક એક પ્રશ્ન પૂછે છે..મારુ ઇમોશનલ હેકિંગ થઈ ગયું..એ કઈ university માં ચાલે...અને એ વખતે હું હસી લઉં છું..

મિત્રો વાર્તા થોડી લાંબી છે પણ પ્રતિભાવ ચોક્કસ આપજો
જેથી હું માન્યા ને મોકલી શકું.


બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED