Tarjani books and stories free download online pdf in Gujarati

તર્જની

પ્રિયતમા"નથી તને જોઈને શાયરી યાદ આવતી
કે ના તો કોઈ કવિતા..ના તો કોઈ પિકચરનું રોમેન્ટિક ગીત..
બસ એક મીઠી ચીસ છે જે નીકળી જાય છે..બે હાથ છે જે જોડાઈ જાય છે..""
આરવ આ શું બોલે છે તું?? તર્જની બોલી રહી હતી પણ આરવ ક્યાં સાંભળતો હતો એ તો બસ બોલ્યે રાખતો હતો.
આરવે પોતાની કારની સ્પીડ થોડી ઓછી કરી અને તર્જની સામે જોયું પછી હસી પડ્યો તર્જની હજુ પણ અસમંજસમાં જ હતી કે આરવ શુ બોલે છે.
"આરવ શુ થયું છે ગાડી ચલાવને મોડું થાય છે કહીને તર્જની બારીમાંથી બહારના અલૌકિક દ્રશ્ય જોવા લાગી..ખૂબ જ સુંદર વાતાવરણ હતું..વરસાદના પાણી થી તૃપ્ત થયેલી ભીની માટી એની ભીની સુગંધ પ્રસરાવી રહી હતી.આકાશ સંધ્યાના રંગોમાં રંગાઈ ગયું હતું.મેઘધનુષી રંગોમાં કુદરત રંગાઈ ગઈ હતી.આવા રોમેન્ટિક વાતાવરણ વચ્ચે આરવ અને તર્જની બાજુબાજુની સીટમાં બેઠેલા હોવા છતાં સાવ જ નિર્લેપ હતા એ ભાવ થી??આરવ કૃતજ્ઞતાથી તર્જની સામે જોતો હતો જ્યારે તર્જનીની આંખો......સ્થિર હતી....ભાવવિહીન..અપલકિત..

ચાલો થોડા પાછળ જઈએ....

"આરવ આંખો ખોલ..જો હું આવી છું..વ્યોમા..પ્લીઝ ભાનમાં આવ." અમદાવાદની એક મોટી હોસ્પિટલના ઓપરેશન થિયેટર બહારનું દૃશ્ય...ડોક્ટરની ટીમ આવીને આરવને લઈ ગઈ.વ્યોમા આરવની પત્ની હતી.વેઇટિંગ લોન્જમાં તે આરવના પેરેન્ટ્સ સાથે બેઠી હતી...ત્યાંથી થોડે દુર તર્જની બેઠી હતી આરવની બેસ્ટ ફ્રેન્ડ
ઓપરેશન ચાલુ થઈ ગયું..એક બાજુ આરવની ફેમિલી fees જમા કરાવાની તૈયારીમાં હતા અને એક બાજુ વ્યોમા અને મમ્મીની રડી રડી ને હાલત બગડી ગઈ હતી..

તર્જનીએ આરવના એકાઉન્ટમાં online પૈસા જમા કરાવી દીધા.એ જાણતી હતી આરવનો serious accident હતો પછી. બહાર જઈને મંદિરમાં દર્શન કરી આવી અને હસી પડી એ જાણતી હતી કે એનો કાનુડો આરવને કશું નહીં થવા દે...બે કલાક પછી પાછી આવી જોયું તો ઓપરેશન પતી ગયું હતું અને સફળ રહ્યું હતું..તર્જની વ્યોમા પાસે આવી તેનો હાથ પકડીને બેસી રહી .લગભગ 3 કલાક ઑપરેશન ચાલશે એવું વિચારીને એ વ્યોમા સાથે વાતો એ વળગી પણ વ્યોમાને વાત કરવાના હોશ જ નહોતાં.finelly 3 કલાક પછી ઓપરેશન સફળ રહ્યું આરવને ICU માં શિફ્ટ કરવામાં આવ્યો . ડાબા પગે fracture હતું.plat નાખવી પડી હતી .આંતરડામાં ઇજા થઈ હતી..માથા પર કપાળના ભાગે દસ ટાંકા આવ્યા અને સહેજ માટે આંખ બચી ગઇ... ડાબા હાથે પણ પ્લાસ્ટર હતું પણ ડૉક્ટર ને બીક આંતરડાની જ હતી..તેથી infection વધી ના જાય એ માટે જ 4 દિવસ ICU માં રાખવાનો હતો...પણ finally.....દસ દિવસ પછી આરવ આવી ગયો ઘરે...મમ્મીએ દીકરાને પ્રેમથી આવકાર્યો.પપ્પા તો દીકરો હેમખેમ પાછો આવ્યો એના માનમાં પાડોશીને ઘરે મીઠાઈ આપવા નીકળી ગયા..વ્યોમાનું તો શું કહેવું??..બધું જ હારવાની તૈયારીમાં બેઠેલી વ્યક્તિને રાતોરાત લોટરી લાગી જાય એવું હતું.આરવ હેમખેમ ઘરે આવ્યો હતો.
આરવ એના રૂમમાં શિફ્ટ થઈ ગયો...અને....life નો નવો અધ્યાય ચાલુ થયો...3 મહિના પુરા થઈ ગયા વ્યોમા દિલથી આરવની સેવા કરતી હતી.આરવ ઘરમાં રહીને કંટાળી ગયો હતો..માર્કેટિંગનો માણસ હતી..ઘરમાં તો ચિત છોટે જ નહીં
.
"વ્યોમા, તર્જની ક્યાં છે?? આજકાલ દેખાતી નથી..મેસેજ ના reply નથી કરતી..વીક માં એક વાર જ ફોન કરે છે..એને ખબર નથી મારી પરિસ્થિતિની..એક વાર પણ જોવા નથી આવી..3 મહિના થઈ ગયા યાર...એક વાર સાજો થઈ જાવ પછી સંબંધ જ પૂરો જો તું હવે" અને આ બધો ખર્ચો કેવી રીતે થયો?? mediclaim 100% પાસ થયું હતું..ડિપોઝિટ કેટલા કરાયા હતા? .કેટલાય પ્રશ્નો એકીસાથે પૂછ્યા આરવે
વ્યોમા ચૂપ થઈ ગઈ....કશું બોલી નહીં ...સમય વીતતો ગયો
.
આજે...ગાડીમાં {વર્તમાનમાં}

"તર્જની મને ખબર પડી ગઈ છે "આરવ બોલ્યો
"શુ" તર્જનીએ પૂછ્યું
આરવ હવે કહી દેવાના મૂડમાં જ હતો.
"તર્જની મારા accident વખતે મારા ઘરના પાસે પૂરતા પૈસા નહોતા ત્યારે તે જ 3 લાખ જમા કરાયાતા.. ઘરના લોકો તારી પાસે ના માગત એટલે તે મારા એકાઉન્ટમાં ટ્રાન્સફર કરાયા.. right??
Operation પછી physiotherapist ને 75000 તે જ આપ્યા ને??મને પાંચ મહિના ઘરે મળવા ના આવી પણ પૈસા ટ્રાન્સફર કરતી રહી કેમ તર્જની?.એનો જવાબ મને નહોતો મળતો. વ્યોમાને પણ પૂછ્યું મેં તારા વિશે પણ એને જવાબ ન આપ્યો કદાચ સ્ત્રી સહજ ઈર્ષા કે insecurity એવું માન્યું..

પછી 6 મહિના પછી જ્યારે એક દિવસ અચાનક જ હું તારા ઘરે ગયો ગાડીમાં ડ્રાઈવર સાથે ત્યારે તારી મમ્મીએ તારા રૂમમાં બેસવા કીધું..તારા આવવાની વાર હતી..મેં પૂછ્યું "aunti, આ દીવાલ આટલી કાળી કેમ??ત્યારે એ બોલ્યા બેટા તર્જની એ તારા ICU ના એ પંદર દિવસ અખંડ દિવો રાખ્યો તો એટલે"
તારા drawer તારી permision વગર જ ખોલ્યા તર્જની અને તમામ પરિસ્થિતિ પામી ગયો. તારી ડાયરીમાં... તારા પૈસાના હિસાબો અને મારા વિશેના તારા સમર્પણને હું વાંચી રહ્યો હતો. હું તારા જીવનની એવી વ્યક્તિ જેને તું replace કરવા નહોતી માંગતી..
હું તારા ઘરેથી તરત જ નીકળી ગયો ..ગુસ્સોતો ખૂબ આવ્યો હતો અને મળવાનું મન પણ હતું.તારી મમ્મી કઈ કહેવા માંગતી હતી પણ હું ડ્રાઈવર સાથે નીકળી ગયો.

. drawing room માં તારી લાગેલી તસ્વીર જોયા વગર જ...
તારા વિશે જ વિચારતો હતો tarju હું આખા રસ્તે કે તું
મને આગ્રહ કરીને ટાર્ગેટ પુરા કરવાના બહાને મારી insurance પોલિસી લેતી રહી..કસમ ખવડાવીને દરેક ફોર્મ માં સહી કરાવતી રહી.month end વખતે મને ઓફિસમાં જગાડવા મને મેસેજ કરી હેરાન કરતી રહી..તારા એ મેસેજથી હું કંટાળીને તારી સાથે ફોન માં ઝગડતો. તને ignor કરતો યાર...how selfish i m??

Mediclaim ના બહાને મારુ future safe કરતી રહી.
વ્યોમા સાથે મારુ બોન્ડિંગ કેવી રીતે સારું રહે એ શીખવાડતી રહી.મારી દવાઓ, મારો business અને મારા ફેમિલીની happiness એ જ તારો motive હતો..માંદગીના છ મહિના સુધી તું મારા code માટે insurance પોલિસીનો ટાર્ગેટ કરતી રહી ..તારા ઘરે થી હું ઓફિસે ગયો ત્યારે ખબર પડી કે બધી જ લીડ તે close કરી છે માત્ર મારી સહી બાકી હતી.
મારા માટે આટલું કર્યું હતું તો તું છું ક્યાં તર્જની? કોઈ મને સાચો જવાબ કેમ નહોતું આપતું...

Finelly હું ફરીથી ગયો તારા ઘરે...ઘરમાં પગ મુકતા જ મારી નજર તારા ફોટા પર પડી તર્જની જે હસતો હતો મારી સામે કે આરવ જો આ ફૂલોના હાર વાળી હું કેવી લાગુ છું..ફોટા નીચેની આ અગરબત્તી તો જો ગુલાબની સુગંધ છે આરવ..મારી most favourite...ઓહ નો તર્જની...aunty. ...આ કેમ??

પણ ત્યાં તો વ્યોમા બહાર આવી રસોડામાંથી "આરવ કંટ્રોલ યોર સેલ્ફ..she is no more.. 2 મહિના પહેલા અચાનક બી.પી.high થઈ ગયું તું..દવાઓ બાટલા અને મેડિટેશનથી પણ ફેર ના પડ્યો અને 12 દિવસ પહેલા સવારમાં brain hemrage થઈ ગયું...અને...વ્યોમા ના ગળે ડૂમો ભરાઈ ગયો..તમને નહોતું કહેવાનું આરવ..એને કસમ આપી હતી મને કે જ્યારે આરવ પોતાના પગ પર ચાલી ને આવે ત્યારે જ કહેજો..સાચું ને તર્જની?? કેમ આટલું બધું મારા માટે..

આરવે તર્જની સામે જોયું..તર્જની....અપલકિત નજરે જોઈ રહી.

બંને જણા આરવ માટેની શ્રીનાથજીની બાધા કરવા નીકળી પડ્યા હતા...

લોકો ની નજરમાં એ એકલો જ હતો.જે ગાડી ચલાવતો હતો... પણ તર્જની આજે પણ એ અષાઢી સાંજે આરવની બાજુમાં જ બેઠી હતી.

વાચકમિત્રો...પ્રિયતમ એટલે પ્રેમિકા કે પત્ની નહીં..
પતિ કે પ્રેમી નહીં પરંતુ પ્રિયમાં પણ ઉત્તમ છે એવું..

વ્યોમા ના મત મુજબ આરવની પ્રિયતમા માત્ર તર્જની હતી.જે નહોતી એની પ્રેમિકા કે પત્ની...નહોતા બંને વચ્ચે કોઈ પ્રકારના અનૈતિક સંબંધો..... છતાં પણ....

...અસ્તુ....બીજા રસપ્રદ વિકલ્પો