હોઈશ તું મંદિર તો "ઈશ"બની આવશે
રહીશ એકલો તો "ચીસ"બની આવશે.
ન્યાય છે આ તો કુદરતનો વાલમ.
સુખ અને દુઃખની એ રીત બનીને આવશે...
પથિક જલ્દીથી આવ અંદર,આ નિધિને જો તો એકવાર"
જોરથી ગભરાયેલા અવાજે વ્યાપતિએ બૂમ પાડી.
પથિક દોડ્યો નિધિના રૂમ તરફ....બેભાન હતી નિધિ,હાથની મુઠ્ઠી ખુલતી નહોતી..દાંત ભીંસી દીધા હતા..એણે...
થોડીવારમાં એમ્બ્યુલન્સ આવી ગઈ.નિધિ સાથે વ્યાપતિ અને પથિક બંને એમ્બ્યુલન્સ માં ગોઠવાઈ ગયા. એમ્બ્યુલન્સ એક મોટી કોર્પોરેટ હોસ્પિટલના દરવાજે આવીને ઉભી રહી.હોસ્પિટલના એક ICU વૉર્ડમાં નિધીને દાખલ કરવામાં આવી.
ડોક્ટરોની દોડાદોડી.....નિધિની લટકતી ઝીંદગી અને માં બાપની ત્યાં અટકતી ઝીંદગી....
48 કલાકની વ્યાપતિની અથાગ પ્રાર્થના અને પથિકની હોસ્પિટલના ટ્રસ્ટી અને પોલીસ વચ્ચેની સાંઠગાંઠ પછી પોલીસ કૅસ ટાળવા અઢળક રૂપિયા ખવડાવ્યા બાદ ડોક્ટરોની ટીમના સઘન પ્રયત્ન અને મોર્ડન મેડિકલ સાયન્સના પ્રતાપે ત્રીજા દિવસે નિધિ થોડી સ્વસ્થ થઈ.મમ્મી પપ્પા સામે સ્થિર આંખોથી જાણે કાંઈક વાતો કરતી હતી.
******************
વ્યાપતિ : પથિક તું બહાર જા. નિધિનું થોડું કામ છે .મારે એકાંતમાં વાત કરવી છે એની સાથે.પથિક સમજી ગયો એટલે એ ICU ની બહાર ગયો અને તરત જ નિધિ "સોરી મોમ" બોલીને મમ્મીને વળગીને રડી પડી.
વ્યાપતિ : બસ બેટા, આગળ કંઈજ ના બોલીશ.I know everything about....
પાંચમા દિવસે નિધિ ઘરે આવી ગઈ..વ્યાપતિએ એને થોડા દિવસ પોતાની સાથે સુવાનું કહ્યું...નિધિ વ્યાપતિના બેડરૂમમાં સુઈ ગઈ જરૂરી દવાઓ આપી પ્રેમભર્યો હાથ નિધીને માથે મુક્યો .
નિધિ કાંઈક કેહવા માંગતી હતી પણ વ્યાપતિએ "બેટા સવારે વાત .પપ્પા કામથી બહાર જવાના છે ત્યારે માં દીકરી બેસીને બધીજ વાત કરીશું...
But my child.. it's time for slipping.'" કહીને એને સુવાડીને બહારના રૂમ તરફ આવી.
*****************
તે રાત્રે
આલીશાન બંગલાની બહાર ગાર્ડનની બાજુમાં આવેલ વરંડામાં આરામ ખુરશીમાં પથિક બેઠો છે, વ્યાપતિ બે કપ કોફીના લઈને વરંડામાં આવે છે અને કોફીનો કપ તથા એક ચિઠ્ઠી આપે છે પથિકને..
વ્યાપતિ : પથિક આ વાંચ.પથિક એ ખોલીને વાંચવાનું ચાલુ કરે છે...
To dearest Nidhi થી લઈને From your Heartbreaker Roy..... સુધીનું બધું જ વાંચી લે છે....પોતાની દીકરીએ ભરેલા આ આત્મહત્યાના પગલાંનું કારણ મળી જાય છે.
"માંરુ ચાલે તો આ Roy ના બચ્ચાને પકડીને ખૂબ મારુ....કહીને બે ત્રણ અપશબ્દો બોલે છે..હું છોડીશ નહીં એને તું જોજે વ્યાપતિ' કહીને ગુસ્સામાં લાલચોળ થયેલી પરંતુ ભીનાશ સાથેની એની આંખો સામે વ્યાપતિ જોઈ રહે છે.પથિક ચિઠ્ઠી સંભાળીને નાઈટ ડ્રેસના ખિસ્સામાં મૂકી દે છે.
"પથિક એક વાત કહું " ખૂબ જ રડમસ અવાજે પણ મક્કમતા પૂર્વક પોતાના પતિને ધારીને જોતા જોતા કટાક્ષમાં વ્યાપતિ પૂછે છે....
પથિક સંમતિ આપતો ઈશારો કરે છે.
*********************
વ્યાપતિ : પથિક, તમને એવું નથી લાગતું કે તમે મોનાલીને અન્યાય કર્યો હતો????
પથિક ચમકી જાય છે અને નવાઈ પામતા પૂછી બેસે છે "વ્યાપતિ આમ અચાનક આપણી વાતમાં તને વચ્ચે મોનાલી ક્યાંથી યાદ આવી?"
વ્યાપતિ : મોનાલીનો પ્રેમ અને દોસ્તી તમને માફક ના આવી.તમે હતા દિલોના રમતિયાળ માણસ..લાગણીઓના છળકપટ તમને ખૂબ આવડતા પથિક...મને તો વાંધો ના આવ્યો...આટલી સરસ દીકરી...આ ઘરસંસાર અને તમારી આ સાહ્યબીથી મારુ તો જીવનરૂપી ગાડું સરસ ચાલતું હતું.મેં જીવનમાં આંખ આડા કાન કરી લીધા હતા કારણ કે નિધીને મોટી કરવાની હતી મારે..પતિ તરીકેની સજા આપું તો નિધીને પિતાના પ્રેમથી વંચિત રાખત...
પણ મોનાલી સહન ના કરી શકી.એને છોડવાનું તમારું શું કારણ હતું તમને ખબર છે ? હું જાણું છું કે એ તમારા લગ્નેતર લફરાં જાણી ગઈ હતી છતાં તમારા પરની એની લાગણીઓને કાબુમાં નહોતી રાખી શકતી....
"તને કોણે કીધું?"શરમથી મોઢું સંતાડવાની નોબત આવી હોય એવો થઈ ગયો પથિક....
વ્યાપતિ ઉભા થતા બોલી "તમારી જીંદગીમાંથી જતા પહેલા એ આવી હતી મને મળવા પથિક લગભગ બે ત્રણ વાર મળી હતી મને. જ્યારે તમે કંપની મિટિંગને બહાને ગોવા ગયા હતા ત્યારે..""
એ કહીને ગઈ હતી કે હું પથિકના જીવનથી દૂર જવ છું વ્યાપતિ પણ તું એનું ધ્યાન રાખજે'".
જીવનની કેડી ખૂબ જ સાંકડી છે.....
લપસવાની એની આદત છે....
એને ફરક ખબર નથી કે સુવાવાળી હજારો મળશે...
પણ રોવાવાળી કોઈક એક જ હશે.
મોનાલી ગઈ એના એક દિવસ પહેલા મળવા આવી હતી અને મારા રોકાઈ જવાના આગ્રહ પર એક જ અધૂરું વાક્ય બોલી હતી કે વ્યાપતિ આ શહેરમાં નહીં રહી શકું .અહીં રહીશ તો કદાચ એના આવા ઇગ્નોરન્સ થી ક્યાંય અને ક્યારેક કોઈક ...અને કદાચ...?કહીને એ અટકી ગઈતી પથિક.
"એટલે સમજ ના પડી મને વ્યાપતિ.... કદાચ અને ક્યારેક શું??ખૂબ જ રડતા રડતા પથિકે પૂછ્યું.
વ્યાપતિ હવે વરંડામાંથી ડ્રોઈંગરૂમ તરફ નીકળી ગઇ કોફીનો ખાલી કપ લઈને.....કદાચ શું? નો પથિકનો જવાબ આપ્યા વગર...
****************
પરંતુ એ જવાબ જાણતી હતી જે મોનાલી અધુરો મૂકીને ગઈ હતી.
વ્યાપતિ જાણતી હતી કે મોનાલીનો નિસાસો "રોય"ના રૂપમાં નિધિની સામે આવ્યો હતો પથિકની આંખો ખોલવા.કદાચ આજ કુદરતે ન્યાય કર્યો હતો....
ना छेड़ आज तमाशा ए उल्फत के किस्से,
बदनाम अगर हम होंगे तो,
मशहूर कुछ आप भी तो होंगे।