Featured Books
શ્રેણી
શેયર કરો

લાગણી ભીનો પ્રેમનો અહેસાસ - 17

સાંજે સ્નેહાના ઘરે બધા જમવા બેઠા હતા. જમવાનું શરૂ જ હતું ત્યાં જ રમણીકભાઈ ના ફોનમાં રીંગ વાગી. રમણીકભાઈ ફોન ઉપાડયો. તેના ચહેરા પર ખામોશીની રેખા પથરાઈ ગઈ. તે કંઇ જ બોલી ના શકયા. ફોન બંધ કરી બાજુમાં મુકી તેમને ફરી જમવાનું શરૂ કર્યું. રસીલાબેન પુછતા રહયા કોનો ફોન છે પણ તે કંઈ જવાબ ના આપી શકયા ને ચુપ રહી બસ ટીવી ને જોતા રહયા.

જમવાનું પુરું થતા તે સોફા પર બેઠા. વિચારોએ તેના મનને જાણે તોડી દીધું હોય તેમ તે કોઈની સામે વાતો ના કરી શકયા. નજર સ્નેહાના ચહેરા પર થંભી જતી હતી. સરીતાબેન કામ કરીને ફ્રી થઈ રમણીકભાઈ પાસે આવી બેસી ગયા. રમણીકભાઈ થોડીવાર તો કંઈ ના બોલ્યા પછી ધીમેકથી તેના ગૂંગળાઈ ગયેલા અવાજે સરીતાબેનની સામે જોઈ ને બોલ્યા.

"સંજયનો ફોન હતો. છોકરાને આપણી સ્નેહા પસંદ ના આવી." તેના શબ્દો પુરા પણ ના થયા ત્યાં જ રસીલાબેને બોલવાનું શરૂ કરી દીધું.

"ના ગમતું હતું તો આટલા બધા નાટક કરવાની શું જરૂર હતી..? મને તો ખબર જ હતી કે છોકરો આવું જ કંઈક કરવાનો છે. આપણે જોવા ગયા ત્યારે પણ તેમને તમે જોયો નહોતો કેવી રીતે બેઠો હતો. તેમના આ બધા નાટક જ હતા. સારુ થયું જે થયું તે. તેના કરતા પણ સ્નેહાને વધારે સારું મળશે. આમેય તેમની પાસે પૈસા સિવાય બીજું શું હતું. ના સમાજમાં કોઈ બરાબર બોલવે છે ના ભાઈ ભારુડા સાથે સારુ બોલવાનું છે. મને તો બહું જ ગમ્યું કે તેમને ના કહી દીધી. આમેય માયલામા પડવા કરતા સારું જ થયું. " સરીતાબેન બસ જે મનમા આવે તે બોલે જતા હતા. એક દિવસ પહેલાં તે આવી જ રીતે તેમના વખાણ કરતા હતા ને આજે જયારે તેમના તરફથી ના આવી ત્યારે તેમના વિશે ખરાબ બોલવા લાગ્યા.
દુનિયાનો આ નિયમ જ છે જયારે માણસને જે જોઈએ તે નથી મળતું ત્યારે તે વસ્તું હંમેશા ખરાબ લાગે છે. જેવી રીતે શિયાળ દ્રાક્ષ ના વેલા પર ના પહોંચી વળે ત્યારે તે ખાધા વગર જ એમ સ્વિકારી લેઈ છે કે તે ખાટી છે તેમ માણસનું પણ એવું જ છે. જો તેમને મળે તો સારુ નહીંતર ખરાબ. સરીતાબેનનું બોલવાનું એમ શરૂ હતું. સ્નેહા આ બધું સાંભળી રહી હતી. તે પણ રમણીકભાઈની જેમ જ ચુપ હતી.

મનના વિચારો ઘડીભર માટે દોડવા લાગ્યા. દિલ ખુશીથી જાણે જુમી રહયું હતું કે જે માગ્યું તે કિસ્મતે આપી દીધું. પણ મન અવનવા વિચારો વચ્ચે ખામોશ બેઠું હતું. ખુશી ની સાથે તકલીફ પણ હતી કે કોઈ માણસ વાતને અહીં સુધી પહોચી ગયા પછી પણ ના કેવી રીતે કહી શકે છે. શાયદ રમણીક ભાઈને આજ વાતનું દુઃખ લાગ્યું હોય...!! તે કંઈ બોલતા ના હતા પણ તેની ખામોશી એ બતાવી રહી હતી કે તેને આ વાત ના ગમી. આખરે કયાં બાપને પોતાની દીકરીની ચિંતા ના હોય..!!

"શું મમ્મી તમે કયારની એક ને એક વાત લઇ ને બેઠા છો. સારું જ થયું જે થયું તે. મને કયાં આમેય ત્યાં કરવું હતું. "સરીતાબેન તે લોકોને ન કહેવાના શબ્દો કહી રહયા હતા જે સ્નેહાને પસંદ ના આવ્યું.

"બધાની પોતાની જિંદગી હોય છે. શું આપણને કોઈ પસંદ નથી આવતું તો આપણે ના નથી કહી દેતા....!! તેમને કહી એમા આટલું બધું બોલવાની શું જરુર છે..?? " સ્નેહાએ તેમના મમ્મીને સમજાવતા કહયું.

આમ સ્નેહા કયારે કંઈ બોલતી નહીં પણ જયારે વાતની હદ થઈ રહી હતી ત્યારે બોલવા વગર ચુપ રહી ના શકી. તેમના પપ્પા તેમને જોઈ રહયા. તે કંઈ બોલ્યા તો નહીં પણ તેના ચહેરા પર ખુશીની રેખા ફરી વળી શાયદ તેમને તેમની બેટીના વિચારો પર નાઝ હશે આજે.

થોડીવાર એમ જ વાતો ચાલી. પછી બધા પોતપોતાની જગ્યા પર જ્ઇ સુઇ ગયા. આજે સંબધના લિસ્ટમાં એક વધારે નામ જોડાઈ ગયું હતું જે ખાલી અને ખામોશ રાહ બતાવી જતું રહયું. રાતના બાર વાગી ગયા. સ્નેહાના વિચારો પળ પળ તે બધી જ પળો ને યાદ કરી રહયા હતા. જે સંબધથી તે જ ખુશ નહોતી તે સંબધ આજે નથી જોડાઈ રહયો તો પણ તેને તકલીફ થઈ રહી છે. એક પળ પણ સહી તેને તે વ્યક્તિ સાથે જીવન જીવવાનું સપનું તો સજાવી લીધી હતું. વિચારોની અંદર તે ખોવાઈ રહી હતી. દિલમાં શુંભમનું નામ વારંવાર અવાજ આપી રહયું હતું ને કંઈક કહી રહયું હતું. શાયદ કિસ્મતને પણ શુંભમની સાથે સંબધ મંજુર હશે.

મોડી રાતે તેમને નિંદર આવી. આજે વિચારોની વચ્ચે તે શુંભમને મેસેજ ના કરી શકી. સવારે ઉઠી તે ઓફિસ માટે તૈયાર થઈ. હવે ચહેરા પર ખામોશી નહોતી. હવે જિંદગીની તે નવી રાહ પર નિકળવાની તૈયારી કરી રહી હતી. અત્યાર સુધી જે ડર અને વિચારો તેમને ઘેરી રહયા હતા તે ડરને ભગાવી
તે આગળ વધવા માગતી હતી. કંઈક નવું કરવા જ્ઇ રહી હોય તેમ તેમના ચહેરા પર ખુશી પથરાઈ રહી હતી.

સવારના દસ વાગ્યે તે ઓફિસે પહોંચી. કાલે સાંજની બધી જ વાતો તેમને નિરાલીને કહી સંભળાવી. સ્નેહાની ખુશીમાં તે ખુશ હતી.

"ખરેખર તું લક્કી કહેવાય કે તને જે નથી ગમતું તે તારી પાસે આવતા પહેલાં જ થંભી જાય છે. " નિરાલીએ ખુશ થતા કહયું.

"પણ અહીં તો મને ખુદ વિશ્વાસ નથી આવતો કે તેમને ના કેવી રીતે કરી હશે. જયારે તે લોકો ને મારી સાથે સંગાઈ કરવાની વધારે ઉતાવળ હતી. " સ્નેહા કંઈ વિચારતી હોય તેમ થોડીવાર માટે ખામોશ થઈ ગઈ.

"સારું તો થયું. તું ચાર દિવાલના કેદ ખાનામાંથી બચી ગઈ. "

"હજું પણ કયાં બચી છું. ફરી કોઈ આવશે જોવા. ફરી હા ના ચક્કરમાં મારે ફસાતું રહેવાનું. બધાને ખાલી રસોઈ બનાવી ને ઘર સંભાળી શકે તેવી છોકરી જોઈએ. કોઈને પણ બહાર ફરતી ને નોકરી કરતી છોકરીમા ઈન્ટરેસ્ટ નથી. "

"શુંભમ સાથે વાત કર ને તો.....તે એક તો છે જે તારી લાઈક છે." નિરાલી એ કહયું.

"તે મારી લાઈક છે પણ હું તો તેમની લાઈક નથી ને...!!જેમને હું પસંદ જ નથી તેમની સાથે જબરદસ્તી સંબધ જોડી હું શું કરી...?"

"તું તેને જ્યાં સુધી સમજવાની કોશિશ નહીં કરી ત્યાં સુધી તને કેવી રીતે ખબર પડશે કે કોણ કોને લાયક છે. સ્નેહા લોકોથી ભાગવા કરતા લોકોની સાથે વાતો કરવાનું વિચાર. હું તને એમ નથી કહેતી કે તું તારી જાતને તેનામાં ખોઈ નાખ. તેને પ્રેમ કર. હું તો ખાલી એમ કહું છે કે તને જો તે પસંદ હોય તો તું તેમની સાથે વાતો કરવાની કોશિશ કર. "

"અમારી વાતો શરૂ જ છે. પણ તેનું અજીબ બિહેયવ મને તકલીફ આપે છે. જે ખાલી તકલીફ આપી શકતો હોય તે મારી જિંદગીની ખુશી કંઈ રીતે બની શકશે...!! "

"તને ત્યારે જ તકલીફ થતી હશે ને જયારે તે તારી સાથે વાત નથી કરતો....??"

"હા.. "

"મતલબ કંઈક તો ગડબડ છે." નિરાલીએ હસતા હસતા કહયું.

"એટલે....!! " નિરાલીના હસ્તા ચહેરાને જોઈ સ્નેહાએ ને કંઈ સમજ ના પડી.

"કંઈ નહીં તું આ બધા સવાલ શુંભમને પુછી જોજે તે તને કહશે. મારા કરતા વધારે સારી રીતે. "

"તને કહેવામાં કંઈ પ્રોબ્લેમ છે.....?" સ્નેહાએ સામો જ સવાલ કર્યો.

"હા. તું ખુદ જ સમજવાની કોશિશ કર કે તારા ખ્યાલમાં હંમેશા શુંભમ કેમ હોય છે..??તેના હોવા ના હોવાથી તને ફરક કેમ પડે છે....? જયારે તે તારી સાથે વાત નથી કરતો ત્યારે તને તકલીફ કેમ થાય છે...?? તે જયારે તારી સાથે વાતો કરે છે ત્યારે તારા દિલને સુકુન કેમ મહેસુસ થાય છે..?? આ બધા સવાલના જવાબ જો તને મળી જાય ને તો મને કહેજે. ચલ મને કામ છે તું વિચાર. " નિરાલી તેમની કેબિનમાં જતી રહી ને સ્નેહાને એક નવી ઉલજ્જનમા મુકતી ગઈ.

♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥
સ્નેહાની જે જગ્યાએ વાત ચાલતી હતી તે તો બંધ રહી ત્યારે શું હવે કોઈ બીજો સંબધની વાતો શરૂ થશે કે શુંભમ સાથે તેનો સંબધ જોડાશે..??શું સ્નેહા નિરાલીની વાતને સમજી શકશે...?? શું ખરેખર સ્નેહા તેમને પ્રેમ કરે છે...?? જો હા તો શું તે આ વાત શુંભમને કહી શકશે...?? શું શુંભમ સ્નેહાને સમજી શકશે...?? શું આ પ્રેમકહાની બે અલગ દિલને એક કરી શકશે કે જોડાયા પહેલાં જ તોડી દેશે તે જાણવા વાંચતા રહો 'લાગણી ભીનો પ્રેમનો અહેસાસ '