Apradh - 12 books and stories free download online pdf in Gujarati

અપરાધ - ભાગ - ૧૨

અનિતાને ફર્શ પર પડેલી જોઈને વિરલ તો તરત તેની બાજુમાં બેસી ગયો અને અનીતાના નામની ચીસો પાડવા લાગ્યો.

નિકુલ થોડો જુક્યો અને અનિતાના નાક પાસે પોતાનો હાથ રાખીને તેના શ્વાસોશ્વાસ તપાસવા લાગ્યો.

અનિતાના શ્વાસ ચાલુ હતા તેની ખાતરી કરીને તેણે પોતાના ખીસ્સામાંથી મોબાઈલ કાઢ્યો અને ઝડપથી એમ્બ્યુલન્સ ને કોલ કરવા લાગ્યો.

"પાછા જાવ, એટલે શું આપણે લોકોને પાછું આપણા ઘરે જવું પડશે?" વીલાસ ડર મિશ્રીત અવાજમાં બોલી.

થોડીવાર માટે તો બધા જ વિલાસની વાત જાણે કે સાંભળી જ ના હોય તેમ તેઓની નજર હજુ ફર્શ પર જ મંડાયેલી હતી.

થોડા ક્ષણોની ચૂપકીદી બાદ નિકુલ બોલ્યો "પહેલા આ ફર્શ પરનું લખાણ અને ભાભી ના આંગળી પર રહેલું લોહી સાફ કરો એમ્બ્યુલન્સ હમણાં આવતી જ હશે."

વિલાસ અને અનેરી કામે વળગી ગયા.

તેઓએ ફર્શ સાફ કરી અને અનિતાનો હાથ પણ સાફ કર્યો. તે બધાને આશ્ચર્ય તો એ વાતનું હતું કે અનીતાના હાથ પર ક્યાંય પણ કોઈ જાતનો ધાવ નહોતો તો પછી આ લોહી આવ્યું ક્યાંથી?

પણ અત્યારે તો તે લોકોને અનિતાની ચિંતા હતી.

થોડોક સમય બાદ એમ્બ્યુલન્સ નો અવાજ તેઓના કાનમાં સંભળાયો એટલે નિકુલ અને અવિનાશ બહાર આવ્યા.

અનિતાને એમ્બ્યુલન્સ માં લઈને તેઓ હોસ્પિટલે પહોંચ્યા અને ત્યાં તેને દાખલ કર્યા બાદ તેઓ બહાર ઊભા હતા
ત્યાજ નિકુલનો મોબાઈલ રણક્યો તેણે સ્ક્રીન પર જોયું તો કેશવનુ નામ ફ્લેશ થઈ રહ્યું હતું તેણે કોલ રીસિવ કર્યો તો કોઈ અજાણ્યો અવાજ તેણે સાંભળવા મળ્યો અને સામે છેડેથી કંઇક માહિતી મળ્યા બાદ તેના ચહેરા પર ચિંતા ફરી વળી.

તેણે કોલ કટ કર્યો અને પીઠના બળે પાછળની દીવાલ પર ટેકો લઈને ફસડાઈ ગયો.

તેની આવી હાલત જોઈને અવિનાશે પૂછ્યું "શું થયું ? કોનો કોલ હતો?"

@@@@@

રાજીવ અને દામોદર અત્યારે વિરુભાના ઘરની અંદર હતા તેઓની નજર તથા હાથ લગભગ બધી જ વસ્તુઓ તપાસી રહ્યા હતા.

બધું જ જોઈ લીધા બાદ પણ તેઓને કંઇ પણ હાથ ના લાગ્યું એટલે તેઓ ઘરની બહાર આવ્યા અને ઘરની બહાર તપાસ ચાલુ કરી.

બરાબર એ જ સમયે જોગાનુજોગ વિક્રાંત ત્યાંથી પસાર થયો તેના ધબકારા વધી ગયા અને શ્વાસોશ્વાસની ગતી પણ તેજ થઇ ગઇ.

વિક્રાંત થોડી ક્ષણ માટે થંભ્યો તેણે ઊંડા શ્વાસ લીધા અને પોતાની મનઃસ્થિતી પર કાબૂ મેળવ્યો અને જાણે તે કંઈ પણ જાણતો ન હોય તેમ દામોદરને પૂછ્યું શું થયું સાહેબ આ પોલીસ વાળા પોતાના જ માણસોના ઘરની કેમ તપાસ કરી રહ્યા છો?

"કંઈ નહી આતો વિરુભા હમણાં થોડોક સમય પોતાના વતન ગયા છે તો એક અગત્યની ફાઈલ તેઓ પોતાના ઘરે લાવ્યા હતા તો તેના માટે આવ્યા હતા." રાજીવે જવાબ આપ્યો.

"તો ફાઈલ ઘરની બહાર થોડી હોય તમારે ઘરની અંદર તપાસ કરવી જોઈએ !" વિક્રાંત વ્યંગ કરતાં બોલ્યો.

"અમે ઘરમાં તપાસ કરી પણ અંદર ફાઈલ નથી એટલે અમને એમ થયું કે વીરુભાના હાથમાંથી ફાઈલ નીચે પડી ગઇ હશે એટલે અમે અહી બહાર શોધીએ છીએ!" રાજીવ વળતા જવાબ માં વ્યંગ કરતાં બોલ્યો.

વિક્રાંતને થયું કે નાહક જ આનીસાથે જીભાજોડી માં પાડવા જેવું નથી કયાંક વાતવાતમાંથી જો વિરુભાની હકીકત કહેવાય જાય તો હાથે કરીને મોતના મુખમાં પાડવા જેવું થશે એટલે અહીંથી નીકળી જવામાં જ તેને સાર લાગ્યો.

"સારું ત્યારે રામ-રામ." કહીને તે ત્યાંથી જવા લાગ્યો.

"ઊભા રહો" રાજીવ તેને અટકાવતા બોલ્યો.

વિક્રાંત અટક્યો અને રાજીવ તરફ ફર્યો. તેને થયું કે શું આને મારા ઉપર કોઈ શક તો નહિ ગયો હોય.

(ક્રમશ:)

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED