Sky Has No Limit - 48 books and stories free download online pdf in Gujarati

સ્કાય હેઝ નો લીમીટ - પ્રકરણ-48

સ્કાય હેઝ નો લીમીટ
પ્રકરણ-48
મોહીતે મલ્લિકાને ફોન કરીને મૂક્યો પછી એનાં ચહેરા પર કંઇક અગમ્યજ હાસ્ય આવીને વિરમી ગયું. એને પોતાનાં પર જાણે ગૌરવ થયુ કે મને એવું વર્તતા બોલતાં આવડી ગયું. પણ એ જૂની અમારી મીઠી યાદો યાદ કરી રહી હતી એણે એવો પણ કોઇ ફરક પડે ખરો ?
મોહીતને એની મોમ સાથેનો વાર્તાલાપ યાદ આવી ગયો. પાપાની બધીજ ક્રિયા વિગેરે પતાવીને વરસી વાળ્યા પછીનાં દિવસે એણે માં પાસે જ બેઠક જમાવી.
બંન્ને માં દિકરો સાથે બઠેલાં મોહીતમાં સામે જોઇ રહેલો માંની આંખો ભીંજાઇ ગયેલી મોહીત સમજી ગયેલો માં ને વળગી ગયો અને બંન્ને જણાએ વિધી વ્યવહાર દરમ્યાન શમાવી રાખેલો શોક આંખોથી કાઢ્યો. પાપા વિનાની એકલતા હવે ખૂબ લાગી રહી હતી ઘર ખાલી ખાલી અને સંવાદ વિહોણી થઇ ગયું હતું પાપાની જે રોજની રોજનીશી હતી એ પ્રમાણે માં ને દરેક સમયનો ખાલીપો લાગી રહેલો... આજે સવારનો જ પ્રસંગ હતો....
જ્યાં એ મહારાજને કહ્યું "મહારાજ જુઓ સાહેબ બગીચામાંથી આવીને વરન્ડામાં બેઠાં હશે જાવ ચા નાસ્તાની તૈયારી કરીને ત્યાં લાવો હું પણ દેવસેવામાં ફૂલો મૂકીને આવું છું. પછી અચાનક ખ્યાલ આવ્યો મહારાજનું મૌન જોઇને.... મહારાજનો ચહેરો નિસ્તેજ જોયો કોઇ જવાબ આપવા જાણે વિવશ હતો.
માં સમજી ગઇ એનાંથી ડુસ્કુ નીકળી ગયુ વાસ્તવિકતા સ્વીકારવાની ફરજ પડી હતી અને માં એ મને બૂમ પાડી મોહીત...
હું એની પાસે આવ્યો સમજી ગયેલો મને વળગીને ખૂબ રડેલાં માં... હું આશ્વાસન ક્યાંથી આપું ? રોજે રોજનો એમનો સહવાસ, વાર્તાલાપ હવે ક્યાં મળવાનો હતો ? માં એકલાં થઇ ગયેલાં... અને મારાં મનમાં પાપાની બિમારી અને મૃત્યુ માટે સવાલ ઉઠયાં હું માને હાથ પ્રસારીને સાંત્વનાં આપણે પ્રયત્ન કરી રહેલો અને જ્યાં જ્યાં અટકી હતી એ પ્રશ્ન દોહરાવ્યો.
માં તમે મને કહેલું કે લાગણી અને આધાતનાં આવેશમાં કોઇ એવું પગલું ના ભરી બેસી શકે જીવન જ બરબાદ થાય. પણ મારે મારાં પિતાનાં મૃત્યુનું જે "કારણ" બન્યુ છે એ જાણવું જ છે.
માં એ સમજાવવા પ્રયત્ન કર્યો કે દીકરા મેં તને કીધેલું જ કે જમીન લીધાં અને દસ્તાવેજ પછી ભાગીયો આડો ફાટેલા આગળના જમીન માલિકનો એણે પૈસા માંગેલાં. "પણ એ બધાંથી પાપા ચિંતિત ના થાય માં કારણ બીજું જ છે. માં મેં તમને મારાં સમ આપેલાં છે સાચી વાત કહો. હું તમને પ્રોમીસ કરુ છું તમારી પાસેથી સાચું કારણ જાણ્યા પછી હું એવું કંઇ નહીં કરુ અને કરીશ તો પણ તમારી પરમીશન વિના નહીં જ કરુ માં કહો....
મોનીકાબેન થોડીવાર મોહીત સામે જોઇ રહ્યાં પછી બોલ્યાં "બેટા તારે જાણવું તો જોઇએ જ તારાં પાપાનાં મૃત્યુ પછી પણ કેટલીય રાતો મેં આ વિચારો અને ચિંતામાં ગાળી છે કે ક્યારેય સગાં પણ આવાં શત્રુ હોઇ શકે ?
શત્રુને શરમાવે એવાં સગાં મળ્યાં છે પણ તારું જીવન ખરાબ ના થાય એ જોવાની પણ મારી ફરજ છે જનાર માણસ મારો હતો જતો રહ્યો એ પાછો નથી આવવાનો એની પણ મને ખબર છે પણ એ "મારાં" માણસને દુઃખી થતો તડપતો જોયો છે એની આંખોમાંથી સ્વપ્ન કોઇએ ચોરી લીધાં હોય એટલી પીડા સહી છે...
તારાં પિતા અત્યંત લાગણીશીલ હતાં એ ધંધા-જમીન કે વ્યવહાર સમાજને પહોંચી વળે પણ પોતાનાંની લાગણીથી કાયમ ઉભરાઇ જતાં અને શમી જતાં ઉભરાતાં ત્યારે શું કરી નાંખુ એવું હોય અને કોઇનાંથી દુઃખી થયાં હોય ત્યારે એવાં શમી જાય કે શાંત કરવા અધરા પડી જાય.
મોહીતે કહ્યું "પણ બિના શું બની હતી એ જણાવો તમે. મારે એમની પીડા અને આધાતનું સાચું કારણ જાણવું છે.
માઁ એ કહ્યું "સાચીવાત એ જ છે કે તારાં પાપા જમીન વેચાણ લીધી એમાં થોડી પરેશાની હતી ના નહીં પણ એ બધાંને પહોંચી વળે એમ હતાં પણ એકવાર તારાં સાસુ સસરા એમનાં મૃત્યુનાં દિવસથી 4-5 દિવસ પહેલાં અહીં આવેલાં.
તારાં પાપા જાણતાં કે તારાં સારુ સસરા બધી રીતે પહોચેલાં પહોંચતા અને શોખીન છે. તાકડે આપણે જમીન ખરીદી હતી એની ખુશી હતી વેવાઇ-વેવાણ આવ્યા એટલે ઘરમાં પણ આનંદ હતો કે ઘણાં સમય પછી શાંતિથી બેસીને વાતો થશે તમારી વાતો થશે આવનાર રાજકુંવરની વાતો થશે. તારાં પાપાને કાયમથી એવો જ એહસાસ કે મારાં મોહીતનાં ઘરે તો પારણું બંધાશે અને એ રાજકુંવર જ હશે.
આપણે જમીન લીધી હતી ત્યાં અને ચારે જણાં એ જોવા ગયેલાં પેલાં ભાગીયાએ દાવો ઠોકેલો એ પણ હાજર હશે ત્યાં જમીન પર તારાં પાપાને જોઇને એ શિયાંવીયાં થઇ ગયેલા આપણે આપણાં માણસો પણ ત્યાં જમીન પર મૂકી દીધેલાં.
પેલો ભાગીયો નમતો નમતો તારાં પાપા પાસે આવેલો અને કરગરતો હતો કે મારે કોઇ દાવો કરવો નહોતો પણ આગળનાં માલિકે વરસોની મારી વફાદારી પછી પણ મને એક રૂપીયો પરખાવ્યો નહીં જમીન પર પાક હતો મારી મહેન્ત હતી છતાં તમને પાક સાથે જમીન આપી દીધી એટલો લાલચુ હતો. એને તો વધુ પૈસા મળ્યા પણ મને કંઇ ના આવ્યું.
તારાં પાપાએ બધી વાત સમજીને કહ્યું પહેલાં દાવો પાછો ઉઠાવી લે પછી મારી પાસેથી પાકનાં પૈસા લઇ જજે, આપી દઇશ. પેલો ખુશ થઇ ગયેલો અને કેસ પાછો ખેચી લીધો બધુ જ સરસ પતી ગયેલું. એટલે એતો કારણ જ નહોતું પણ....
જમીન પરથી જ્યારે ઘરે પાછાં આવ્યાં ત્યારે તારાં સસરાએ કહ્યું "વેવાઇ આટલી મોટી જમીન લીધી... છોકારાંના ઘરે છોકરું આવવાનું બધી આનંદની જ વાતો અને વધામણાં છે તો આજે તો તમારે પાર્ટી આપવી જ પડશે અને પાર્ટી નહીં સાથે સાથે કંપની પણ આપવી પડશે..
તારાં પાપાએ મારી સામે જોઇ અચકાતાં અચકતાં પણ કીધુ ચોક્કસ આજે પાર્ટી આપી દઊં એમાં ક્યાં મોટી વાત છે ? અને ઘરે આવી તારાં પાપાએ બધી વ્યવસ્થા કરીને એમની પસંદગી બોટલ મંગાવી હતી.
અને ચારે સાથે બેઠાં હતાં અલકમલકની વાતો ચાલતી હતી અને તારાં પાપા અને તારાં સસરા ડ્રીંક પાર્ટી કરી રહેલાં અને સ્નેક્સમાં સાથ આપેલો સરસ માહોલ હતો પછી જમવાનો સમયે હું ઉઠીને કીચનમાં ગયેલી અને તારી સાસુને મોકો મળી ગયો વાત કરવાનો....
મોહીતે પૂછ્યુ "માં મોકો એટલે ? એવું તો શું કીધું આન્ટીએ ? એ મારે જાણવું છે.
માં એ કહ્યું "બેટાં મને પણ ના ખબર પડત પણ જ્યારે તારાં પાપાનો ખાસવાનો અવાજ આવ્યો મને છેક કીચનમાં સાંભળાયો હું દોડતી દીવાનખાનમાં આવી શું થયું શું થયું પણ એ સ્વસ્થ થઇ ગયેલાં પછી એમણે પાણી પીધુ અને એ સમયે તારી સાસુ બોલી રહેલાં કે મલ્લુનો ફોન હતો એની તબીયત ખુબ સારી છે પણ દીકરીને વસવસો રહી ગયો છે કે બહુ વહેલું બાળક પ્લાન થઇ ગયું છે મોહીત માની જાય તો એબોર્શન કરાવી લઊં.
અને તારાં સાસુ આગળ બોલ્યાં "મારી દીકરી હજી નાની છે અત્યારથી બધી જવાબદારીઓ અને પળોજણમાં પડી જશે એને બીલકુલ ગમતુ નથી પણ મોહીત માનતો નથી કહે છે કે મારાં પેરેન્ટસ તો આવી ખુશખબરીની રાહ જોઇ બેઠાં છે. તો મેં તો તમારાં ભાઇને કહ્યું કે તમે વેવાઇને સમજાવો કે મોહીત જ માની જાય એબોર્શન માટે પછી છોકરાં ક્યાં નથી થતાં ?
સુખસાહેબી જીવનમાં ભોગવે કે નહીં ? જન્મ થયાં પછી આખી જીંદગી પછી ઢસરડા જ કરવાનાં છે ને ? તો થોડી મજા કરે જીંદગી માણી લે ને... મોહીતનાં આટલાં વિકાસ અને પ્રગતિ પાછળ હાથ કોનો છે ? એ તો મલ્લુ જ છે બધાં સાથે સંબંધો એવાં મીઠાં રાખે છે કે એને પ્રમોસન મળ્યા કરે આજકાલ તો શીફારસ અને કોમ્પ્રોમાઇઝ જ જીવનમાં પ્રગતિ કરાવે છે હોંશીયારી અને મહેનત પછી લીસ્ટમાં આવે.
હું અને તારાં પાપાતો સાંભળી જ રહ્યાં અવાચક બનીને કે આ બાઇ શું બોલે છે ? તારાં પાપાથી ના રહેવાયું એમણે કહ્યું "મારો મોહીત એટલો હોંશિયાર છે કે એને કોઇ સીફારીશ કે કોમ્પ્રોમાઇઝની જરૂર નથી એ જેન્યુઅન વિચાર અને મહેનતવાળો છોકરો છે. અને બાળક માટેતો સમય અને ઊંમર યોગ્ય જ છે સાવ ઘરડાં થાવ એ પહેલાં તમારી જવાનીમાં જ દીકરો જુવાન થવો જોઇએ.
અને પછી તારી સાસુ બોલ્યાં કે.. એ પાપા ના સહી શક્યાં...
વધુ આવતા અંકે ---પ્રકરણ-49

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED