Taras premni - 48 books and stories free download online pdf in Gujarati

તરસ પ્રેમની - ૪૮



મેહા નું ઘર આવતાં મેહા ઉતરી જાય છે. રજતે એક નજર મેહા તરફ કરી પોતાના ઘર તરફ કાર હંકારી મૂકે છે.

રજત ઘરે પહોંચે છે.

સાવિત્રીબહેન રજત માટે ચા લઈ આવ્યા.

રજત:- "ક્રીના આવી ગઈ?"

સાવિત્રીબહેન:- "ક્યારની આવી ગઈ. અને આ સેન્ડવીચ લઈ આવી છે તારા માટે."

રજત સેન્ડવીચ ખાતા ખાતા ચાનો ઘુંટ ભરે છે. એટલામાં જ ક્રીના આવે છે.

રજત:- "મમ્મી ચા ફીક્કી લાગે છે. ખાંડ ઓછી નાંખી છે કે શું?"

ક્રીનાએ ચાનો ઘુંટ ભર્યો.

ક્રીના:- "ચા તો બરાબર જ છે. તને કેમ ફીક્કી લાગી?"

રજતે ક્યાંક વાંચેલું તે યાદ આવી ગયું.

એકવાર એના હોંઠો ને શું ચાખી લીધા..!!
હવે તો સાલી આ ચા પણ ફિક્કી લાગે છે...

રજત મનોમન કહે છે "રજત તું પણ શું મેહા વિશે વિચારવા લાગ્યો!"

મેહા જમીને સૂઈ ગઈ પણ મેહાને ઊંઘ જ ન આવી.
મેહાને વિચાર આવે છે કે "મેં મયંકને મારી નજીક ન આવવા દીધો. એને ધક્કો મારી દીધો. રજત મારી નજીક આવ્યો અને મેં એને કિસ પણ કરવા દીધી. મયંકને હું અન્યાય કરી રહી છું. I think મારે મયંકને ના પાડી દેવી જોઈએ."

બીજા દિવસે મેહા મયંકને ફોન કરી બોલાવે છે.

બંન્ને કેફેમાં બેઠાં હોય છે.

મેહા:- "મયંક તું બધી રીતના સારો છે. મેચ્યોર છે..સમજદાર છે...જે છોકરી તારી સાથે લગ્ન કરશે એ ખૂબ નસીબદાર હશે. પણ..."

મયંક:- "પણ શું મેહા?"

મેહા:- "હું તારી સાથે લગ્ન નહીં કરી શકું."

મયંક:- "ઑકે હું સમજી શકુ છું. શું હું જાણી શકું કે તું આ લગ્ન કેમ નથી કરવા માંગતી?"

મેહા:- "હું તને ખુશ નહીં રાખી શકું મયંક. હું તારે લાયક નથી."

મયંક:- "મને કેમ એવું લાગે છે કે આ બધાનું કારણ કંઈક બીજું છે. શું તું મારી સાથે રજતના લીધે લગ્ન કરવા નથી માંગતી."

મેહા:- "હું અત્યારે કંઈ સમજવાની પરિસ્થિતિમાં નથી. કદાચ તું કહે છે તો એમજ હશે."

મયંક:- "ઑકે..."

મેહા:- "મયંક સૉરી."

મયંક:- "It's ok...પછી કોઈક વખત મળીશું. Bye."

મેહા:- "Ok Bye..."

મયંક નીકળી જાય છે. મેહા પણ નીકળવા જતી હતી‌ કે રજત એના ફ્રેન્ડસ સાથે આવતો દેખાય છે.
રજત એના ફ્રેન્ડસ સાથે બેસે છે.

રજતની નજર મેહા પર જાય છે. રજત મેહા પાસે આવે છે.

રજત:- "Hi મેહા."

મેહા:- "Hi..."

રજત:- "મયંકને મળવા આવી હતી?"

મેહા:- "હા..."

રજત મેહાને ધીમેથી કહે છે "ગઈ કાલની કિસ યાદ છે ને? ગમ્યું ને તને? તારા માટે એક ઑફર છે. તું મયંક સાથે લગ્ન કરે એ પહેલાં મારી સાથે... હું શું કહેવા માંગું છું તું સમજી ગઈ ને?"

મેહા:- "રજત સાચું કહું તો હું અત્યારે કંઈ સમજવાની સ્થિતિમાં નથી. જે કહેવું હોય તે ફટાફટ કહે. મારે ઘરે જવું છે."

રજત:- "મયંક સાથે લગ્ન કરે એ પહેલાં મારી સાથે એક જ બેડ પર..."

રજત આગળ બોલે એ પહેલાં જ એક જોરદાર થપ્પડ રજતના ગાલ પર પડી. ત્યાં જેટલાં લોકો બેઠાં હતા તે બધાની નજર રજત અને મેહા પર હતી.

રૉકી:- "બ્રેક અપ થઈ ગયું છે તો પણ ખબર નહીં આ લોકો વચ્ચે શું ચાલે છે."

સુમિત:- "રજતે કંઈક કહ્યું હશે."

મેહા તરત જ ત્યાંથી નીકળી જાય છે.

રજત એના ફ્રેન્ડસ પાસે જાય છે.

પ્રિતેશ:- "શું ચાલે છે યાર તમારી વચ્ચે?"

રજત:- "છોડો ને યાર. અમારી વચ્ચે ચાલ્યા કરે. ઓર્ડર આપ્યો કે નહીં? બહુ ભૂખ લાગી છે."

સાંજે રજત મેહાને ફોન કરે છે.

રજત:- "Hi મેહા."

મેહા:- "રજત મારા હાથની થપ્પડ ભૂલી ગયો કે શું? તારી હિમંત કેમ થઈ મને ફોન કરવાની?"

રજત:- "તારી દરેકે દરેક થપ્પડ યાદ છે. હું એટલી આસાનાથી ભૂલી જવાનો નથી."

મેહા:- "શું કરવા ફોન કર્યો?"

રજત:- "હા તો શું વિચાર્યું?"

મેહા:- "શાના વિશે?"

રજત:- "તને ખબર છે હું શાના વિશે કહું છું તે. પણ વાંધો નહીં હું ફરી યાદ કરાવી દઉં. તું અને હું એક જ બેડ પર..."

મેહા:- "શટ અપ રજત..."

રજત:- "Come on મેહા તને શું વાંધો છે? તું કહે તો એક હોટલમાં જઈએ."

મેહા ફોન જ ડિસકનેક્ટ કરી દે છે.

બીજા દિવસે રજત અને રજતના પરિવારવાળા મેહાના ઘરે પહોંચે છે.

બધાં લગ્નની તારીખ માટે ભેગા થયા હતા.

રજત ઘરની પાછળના ભાગમાં જાય છે. ઘરની પાછળ ગાર્ડન બનાવેલો હતો. રજત મેહાને મેસેજ કરે છે.

રજત:- "મેહા પાછળ ગાર્ડનમાં આવ."

મેહા:- "નથી આવવું મારે."

રજત:- "જો નહીં આવે ને તો હું બધાની વચ્ચેથી તને લઈ જઈશ."

મેહા:- "એટલી હિમંત હોય તો લઈ જા."

રજત બેઠક રૂમમાં આવે છે.

મેહા મનોમન વિચારે છે "રજતનુ કંઈ નક્કી નહીં. એ તો સાચ્ચે બધાની વચ્ચેથી લઈ જાય એવો છે."

રજત:- "આંટી મારે મેહાનુ થોડું કામ છે. મેહાને લઈ જાઉં?"

મમતાબહેન:- "હા ચોક્કસ. મેહા જા તો અને જો કે રજતને શું કામ છે."

સાવિત્રીબહેન:- "લાગે છે કે બંન્ને વચ્ચે પાક્કી દોસ્તી છે."

મેહા રજત સાથે જાય છે.

મેહા:- "એટલી તો શું અર્જન્ટ વાત હતી કે તારાથી રહેવાયું નહીં."

રજત:- "તું મને સ્પષ્ટ કહી દે ને કે તારે મારી સાથે હૉટેલમાં આવવું છે કે નહીં?"

મેહા:- "તને સમજમાં નથી આવતું કે શું? બીજી થપ્પડ જોઈએ છે?"

રજત:- "હા કે ના માં જવાબ જોઈએ છે."

મેહા:- "ના નથી આવવું. શું કરી લઈશ?"

રજત:- "તારી મરજી વગર હું શું કરવાનો? તે ના પાડી છે તો નહીં કરું. ચાલ હવે અંદર જઈએ."

રજત અંદર જતો રહે છે.

મેહા સ્વગત જ બોલે છે "મને ડ્રામા ક્વીન કહે છે અને અત્યારે જે એણે ડ્રામા કર્યો તે." એ સમજી ગયો હતો કે મારી ના જ હશે પણ નહીં એણે મારા મોંઢે થી સાંભળવું હતું. રજત તું મને જાણી જોઈને હેરાન કરે છે. અને મારી સાથે તો એ રીતે વર્તે છે જાણે કે હું એની ગર્લફ્રેન્ડ હોઉં."

રજત અને મેહા અંદર આવે છે. એક મહિના પછી લગ્નની તારીખ નક્કી થાય છે.

રજત અને એનો પરિવાર ઘરે પહોંચે છે.
એક મહિનામાં ક્રીના અને નિખિલના લગ્ન થવાનાં હતા એટલે બંન્ને પરિવારો લગ્નની તૈયારીમાં લાગેલા હતા. આ સમય દરમ્યાન મેહા અને રજત વચ્ચે કોઈ ને કોઈ બાબતે આર્ગિવમેન્ટ થતી રહેતી.

કંકોત્રી છપાઈ ગઈ હતી. નિખિલ,ક્રીના,રજત,અને મેહાએ પોતપોતાના ફ્રેન્ડસને કંકોત્રી આપી ઈન્વીટેશન આપી દીધુ હતું.

બંન્ને પરિવારો એક દિવસ શોપિંગ માટે ગયા.
મેહાએ લહેંગા ચોલી લીધા. મેહાની નજર બીજા લહેંગા ચોલી પર ગઈ. પણ એ ચોલી બેકલેસ હતી.
"બેકલેસ છે તો રજત મને આ ચોલી લેવા જ નહીં દે." એમ વિચારી મેહાએ રજત તરફ નજર કરી તો રજત નું ધ્યાન મેહા પર જ હતું. રજતની નજર એક લહેંગા ચોલી પર ગઈ. રજતે મેહાને તે લહેંગા ચોલી લેવા કહ્યું. મેહાએ પેક કરાવડાવ્યું.

બંન્ને પરિવારો શોપિંગ કરીને ઘરે પહોંચે છે.

નિખિલ:- "શોપિંગ કરતાં કરતાં મને તો કંટાળો આવી ગયો. તેના કરતા ઑનલાઈન જ શોપીંગ કરી લેત તો સારું."

મમતાબહેન:- "ઑનલાઈન શોપિંગ કરતાં વસ્તુ સારી ન નીકળી તો? અને લગ્નનું ઘર છે તો શોપિંગ તો જાતે જ કરીએ તે જ સારું."

મેહાને એક વિચાર આવ્યો. "એક કામ કરું ઑનલાઈન લહેંગા ચોલી મંગાવી દઉં. તે પણ બેકલેસ ચોલી. બેકલેસ ચોલી સંગીતના દિવસે પહેરીશ. કારણ કે ત્યારે રજત પણ નહીં હશે."
મેહા ફટાફટ એક સુંદર ડ્રેસ સિલેક્ટ કરી ઑનલાઈન ઓર્ડર આપી દે છે.

થોડા દિવસમાં તો બધી તૈયારી થઈ ગઈ.
આવતી કાલે સંગીતનો કાર્યક્રમ હતો.

રજત મેહા સાથે ફોન પર વાત કરી રહ્યો હતો.
સાવિત્રીબહેન લગ્નની તૈયારીમાં પડ્યા હતા. રજત જાણી જોઈને સાવિત્રીબહેનની નજીક ગયો.

રજત:- "Hi મેહા..."

મેહા:- "Hi શું કરે છે?"

રજત:- "બસ તૈયારી તો ચાલું જ છે. આવતીકાલે શું પહેરવાની છે?"

મેહા:- "લહેંગા ચોલી પહેરવાની છું."

રજત:- "મેં પસંદ કરી હતી તે જ પહેરજે."

મેહા:- "ઑકે."

સાવિત્રીબહેન રજતની વાત સાંભળતા હતા.

સાવિત્રીબહેનને રજત અને મેહાની મિત્રતા જોઈ લાગ્યું જ હતું કે આ બંન્ને વચ્ચે કંઈક તો છે.

સાવિત્રીબહેન રજત પાસે આવ્યા અને રજતનો કાન પકડતાં કહ્યું "બદમાશ કોની સાથે વાત કરે છે?"

રજત:- "મમ્મી તમે? હેલો ફોન મૂક. લાગે છે કે મમ્મીએ આપણી વાત સાંભળી લીધી."

મેહાએ ફોન તરત જ કટ કર્યો. મેહા સ્હેજ ગભરાઈ ગઈ. મેહા મનોમન કહે છે "રજત છૂપાઈને વાત નથી કરી શકતો? એમ પણ આંટી કડક છે. ખબર નહીં રજતને શું કહેશે? રજતની છોડ પણ તું ત્યાં જશે તો આંટી તને જોઈને કેવી રીતના રિએક્ટ કરશે?"

રજત:- "મમ્મી હું તો બસ યુવતીઓ સાથે ફ્લર્ટ કરી રહ્યો હતો."

એટલામાં જ ત્યાં ક્રીના આવે છે.

સાવિત્રીબહેન:- "અચ્છા ફ્લર્ટ કરી રહ્યો હતો. સાચેસાચું બોલ. કોની સાથે વાત કરી રહ્યો હતો?"

ક્રીના:- "મમ્મી I think રજત તમારી વહું સાથે વાત કરી રહ્યો હતો."

સાવિત્રીબહેન:- "સાચેસાચું કહી દે નહિ તો વધારે કાન ખેંચીશ. સમજ્યો?"

રજત:- "મમ્મી હું એક છોકરીને લવ કરું છું અને એની સાથે જ લગ્ન કરીશ."

સાવિત્રીબહેન મંદ મંદ હસ્યા અને કહ્યું "એ છોકરી કોણ છે મને ખબર છે. મેહા મને પણ ગમે છે."

રજત:- "સાચ્ચે જ મમ્મી. તમે મારા માટે વાત કરશોને?"

સાવિત્રીબહેન:- "હું હમણાં જ મમતાબહેન અને પરેશભાઈ સાથે વાત કરું છું."

સાવિત્રીબહેને મમતાબહેનને ફોન લગાડ્યો. મમતાબહેન બહું બિઝી હતા. મમતાબહેનનો ફોન પરેશભાઈ પર હતો. પરેશભાઈએ મોબાઈલ સ્ક્રીન પર જોયું તો સાવિત્રીબહેનનો ફોન હતો.

પરેશભાઈએ મમતાબહેનને બોલાવ્યા.

મમતાબહેને ફોન રિસીવ કર્યો.

મમતાબહેન:- "સાવિત્રીબહેન નમસ્તે."

સાવિત્રીબહેન:- "નમસ્તે...અત્યારે તો લગ્નની તૈયારી ચાલે છે. પણ વાત જરા એમ છે કે..."

મમતાબહેન:- "સાવિત્રીબહેન નિખિલથી કંઈ ભૂલ થઈ ગઈ કે શું? શું વાત છે? ચિંતા જેવી કોઈ વાત નથી ને?"

સાવિત્રીબહેન:- "વાત એમ છે કે અમારા રજત માટે તમારી દીકરી મેહા અમને ખૂબ પસંદ છે."

મમતાબહેન તો આ સાંભળી ખુશ ખુશ થઈ ગયા.

મમતાબહેન:- "અમે તો સપનેય નહોતું વિચાર્યું. અમને પણ રજત ખૂબ પસંદ છે."

સાવિત્રીબહેન:- "આના વિશે પછી શાંતિથી વાત કરીશું. પરેશભાઈ સાથે ચર્ચા કરી લેજો."

મમતાબહેન:- "સારું..."

મમતાબહેન પરેશભાઈને મેહા અને રજતની વાત કરે છે. પરેશભાઈ પણ ખુશ થયા.

એટલામાં જ મમતાબહેન પર રજતનો ફોન આવે છે.

રજત:- "હેલો આંટી."

મમતાબહેન:- "હેલો બેટા..."

રજત:- "આંટી મમ્મી સાથે વાત થઈ તે મેહાને ખબર ન પડવી જોઈએ. હું મેહાને સરપ્રાઈઝ આપવા માગું છું. હું ખુદ મેહાને કહીશ."

મમતાબહેન:- "સારું હું મેહાને નહીં કહું."

મેહા લગ્નની તૈયારીઓમાં લાગેલી હતી. મેહા થાકી ગઈ હતી. જો કે ઘરમાં સગાસબંધીઓ આવી ગયા હતા એટલે બધા પોતપોતાની રીતે કામ સંભાળતા હતા.

આવતીકાલે પીઠીની રસ્મ છે. મેહાના હાથમાં મહેંદી મૂકાતી હતી. મેહા રજતને યાદ કરી રહી હતી. "રજત અને મારા વચ્ચે શું છે? હું કેમ વારંવાર રજત તરફ ખેંચાણ અનુભવું છું."

મહેંદી મૂકવાવાળી છોકરીએ કહ્યું "તમને કોઈ ચાહવા વાળું છે. તો એના નામનો પહેલો અક્ષર લખી દઉં."

મેહાથી અનાયાસે "રજત." બોલાઈ ગયું

મેહા તો રજતના ખ્યાલોમાં જ ખોવાયેલી હતી. પેલી છોકરીએ તો R લખી દીધું.

મહેંદી લગાવ્યા બાદ મેહા પોતાના રૂમમાં ગઈ. મેહા થાકેલી હતી એટલે સૂઈ ગઈ. બીજા દિવસે સવારે મેહા ઉઠી. ઉઠીને મહેંદી કાઢી. નાહી ધોઈને મેહા ફ્રેશ થઈ.

મેહા નીચે ગઈ તો પીઠીની રસ્મની તૈયારી જ કરતા હતા. બધાએ નિખિલને વારાફરતી હળદર લગાવ્યું.
લગ્નનું ઘર હતું એટલે ખુશીનો માહોલ હતો. ભાભીઓ નિખિલની મશ્કરી કરી રહ્યા હતા.

સાંજે મેહા તૈયાર થઈ રહી હતી. બેકલેસ ચોલી અને લહેગામા મેહા ખૂબ સુંદર લાગી રહી હતી. મેહા અરીસા સામે ઉભી હતી. મેહાને રજતની યાદ આવી. રજત અહીં હોત તો મને વળગી પડત.
મેહાએ પોતાના શરીર પર નજર ફેરવી. રજતે મેહાને સ્પર્શી હતી. મેહાને દુઃખ થયું કે પોતે કેમ રજતને સ્પર્શ કરવા દે છે. મેહાની આંખમાંથી આંસુ વહી પડ્યા. રજતે જ્યાં જ્યાં સ્પર્શ કર્યો હતો ત્યાં મેહાના હાથ ફર્યા. મેહા જાણે કે રજતના સ્પર્શને તદ્દન ભૂંસી દેવા માંગતી હોય. મેહા પોતાની જાતને હર્ટ કરવાની હોય છે. મેહા સ્વગત જ બોલે છે એણે મારા પેટ વધારે સ્પર્શ કર્યો છે. મેહાએ પેટ પર હાથ મૂક્યો. મેહાના નખ ચામડીમાં ભરાઈ ગયા. મેહાએ હાથ હટાવી લીધો. મેહા પોતાના પેટ પર જોરથી નખ મારવાની હોય છે કે રજત મેહાનો હાથ પકડી લે છે.

રજત:- "આ બદન પર માત્ર તારો જ નહીં મારો પણ હક્ક છે. તો તારા બદનને સ્હેજ પણ હર્ટ કરતી નહીં સમજી?"

મેહા:- "રજત તું મને સ્પર્શે છે તો...મારો મતલબ કે હું તને પોતાની જાત સોંપી દઉં. પણ શરત એટલી છે કે તું મારો થઈને મને લૂંટી લે તો મને કોઈ વાંધો નથી."

"મેહા મેં તને ના પાડી હતી ને કે આ બેકલેસ ચોલી પહેરવાની? તો પછી શું કામ પહેરી?" એમ કહી રજત ધડાધડ ત્રણે ત્રણ દોરી છોડી દે છે. મેહાના દિલની ધડકન વધી જાય છે.

રજત મેહાને વળગી પડે છે. રજતના હાથ મેહાના પેટ પર ફરે છે. રજતના હાથ મેહાની કમર પર ડાબી સાઈડ પર લહેંગાની દોરી પર જાય છે. રજત લહેંગા ની દોરી છોડવાની કોશિશ કરે છે.

મેહા લહેંગા ની દોરી પકડતા કહે છે "રજત શું કરે છે?"

રજત:- "અત્યારે તો તારા લહેંગા ની દોરી નથી છોડતો પણ આપણાં લગ્ન થઈ જાય પછી તો છોડીશ."

મેહા:- "શું કહ્યું તે? આપણાં લગ્ન? રજત હું મજાકના મૂડમાં બિલકુલ નથી."

રજત:- "તને વિશ્વાસ ન આવતો હોય તો આંટી ને પૂછી લે. આપણાં લગ્ન થવાના છે."

મેહા રજતને આશ્ચર્યથી જોઈ રહી.

રજત:- "મને બિલકુલ પસંદ નથી કે મારી Would be wife બેકલેસ ચોલી પહેરે. મેં બીજા લહેંગા ચોલી પસંદ કર્યા હતા તે પહેરીને આવ."

મેહા કપડાં લઈ ચેન્જ કરવા જાય છે. રજત બેડ પર આડો પડી ગયો. મેહા ચેન્જ કરીને આવે છે. રજત મેહાને જોઈ રહ્યો. મેહાએ પ્રિન્ટેડ સેમી સ્ટિચ્ડ લહેંગા ચોલી પહેર્યાં હોય છે. રજત ઉભો થયો. રજતના હાથ મેહાના લહેંગા ની દોરી પર ગયા. રજતે દોરી છોડવાની કોશિશ કરી એ પહેલાં મહાએ દોરી પકડી લીધી.

રજત:- "લહેંગો બહુ નીચેથી પહેરી લીધો છે. તારી નાભિ સ્હેજ પણ દેખાવી ન જોઈએ સમજી?"

મેહાએ લહેંગો વ્યવસ્થિત કર્યો.

મેહા:- "હવે બરાબર છે ને?"

રજત:- "હા."

મેહા તૈયાર થવા બેઠી. મેહા પાયલ પહેરવા જતી હતી કે રજતે કહ્યું "આજે હું તને શણગારીશ."

રજત નીચે બેસી ગયો. મેહાનો પગ પોતાના સાથળ પર મૂકી મેહાને પાયલ પહેરાવવા લાગ્યો. મેહા રજતના આ રૂપને પહેલી વાર જોઈ રહી હતી.

રજતે મેહાના હાથમાં ચૂડીઓ પહેરાવી. કાનમાં ઈયરિગ પહેરાવ્યા. ગરદન પર હાર પહેરાવતી વખતે રજતે જાણી જોઈને મેહાની ગરદનને સ્પર્શ કર્યો. રજતનો હાથ ગળાની નીચે જતો હતો કે મેહાએ રજતનો હાથ પકડી લીધો.

રજત:- "પણ અત્યારે જ તો તે કહ્યું હતું કે તું મારો થઈ ને મને લૂંટે તો મને કંઈ વાંધો નથી. હવે તો હું તારો જ થવાનો છું. વાંધો નહીં અત્યારે તો તે મને રોકી લીધો પણ લગ્ન પછી કેવી રીતના રોકીશ?"

કમર પર કંદોરો પહેરાવતી વખતે રજતે મેહાની કમર પર હાથ ફેરવ્યો.

ક્રમશઃ

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED