એય, સાંભળ ને..! - ભાગ 14 - હજુ કેટલી વાર ? Akshay Mulchandani દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

એય, સાંભળ ને..! - ભાગ 14 - હજુ કેટલી વાર ?

ભાગ 14 : હજુ કેટલી વાર પણ ?


આ લો..! શનિવાર આવી પણ ગયો, હારી ખબર જ ન પડી નહિ ? સમય કેટલો ઝડપથી. પસાર થઈ રહ્યો છે, નહિ ? ને આયા આપણી વાર્તા છે, ત્રણ - ત્રણ મહિના થઈ ગયા ને હજુ એક દિવસની વાત પણ પુરી નથી થઈ. 🤦🏻‍♂️🤦🏻‍♂️ આશા રાખું છું, કંટાળી નહિ ગયા હોવ આપ લોકો..! ♣️

ગયા ભાગમાં આપે જોઈ ટ્રુથ અને ડેર પર છોટી સી નોકજોક અને પછી રાત્રે સુવાની તૈયારી..! ચલો, જોઈએ આગળ શું થાય છે.

હવે આગળ..

"તો હવે સુવાનો કાર્યક્રમ કઈ રીતે ગોઠવીએ તમે જ કહો પપ્પા.!" મેં પપ્પાને પૂછ્યું.

"ઉમમમ..એક કામ કરીએ. બધા બેનો મેઈન રૂમમાં , નિખિલ ને નિખિલને પપ્પા ઉપર તારા ને મીનુના રૂમમાં ને આપણે બેઉ અહીં હોલમાં સુઈ જઈએ. ચાલશે ને ?" પપ્પા બોલ્યા.

હવે કેમ કહેવું કે મારે બચ્ચા પાર્ટી ભેગું જવું હતું ને રાત્રે પંચાત કરવી હતી. (બચ્ચા પાર્ટી ? સિરિયસલી..? લોલ 🤦🏻‍♂️)

"હા ચાલશે પપ્પા, પણ આ મેઈન રૂમમાં મમ્મી, આંટી, નિધિ, મીનું ને દિપુ - પાંચ જન થઈ જશે, સમાશે ખરા ?" મેં પૂછ્યું.

"અરે પપ્પા, બપોરે બહુ ઊંઘ કરી છે, ચલો ને હોલમાં બેસીએ ને થોડી પંચાત જમાવીએ..!" મીનું બોલી પડી.

"ના બેટા, આજ બહુ ફર્યા એટલે બધાને થાક છે, ને વળી કાલના પ્રસંગમાં ય થાક ન રહેવો જોઈએ ને. નહિ તો કાલની મજા બગડી જાય બેટા." પપ્પા સમજાવતા બોલ્યા.

"પણ પપ્પા..!" મીનું વચ્ચે બોલી.

"ના બેટા, અગિયાર ઉપર થવા આવ્યા, જો..!" પપ્પા ફરી બોલ્યા.

"હા મીનું , પાપા તારા સાચું જ કહી રહ્યા છે. આજે રાતે ઊંઘ નહિ થાય બરોબર તો કાલે અસર દેખાશે." મમ્મી પણ બોલ્યા.

"અરે મીનું બેટા, પંચાતની ચિંતા ન કરો, અમે હજુ પરમ દિવસે બપોર પછી નીકળવાના, એ ય જમી કરી ને. હજુ બે દિવસ માથે પડવાના, એમનેમ નથી જવાના..!" દિપુના પપ્પા બોલી પડ્યા.

"બસ,હવે તો સુઈ જાવ બેટાજી..!" પપ્પા મીનુના માથા પર હાથ ફેરવતા બોલ્યા.

"જી પપ્પા..!" મીનું બોલી.

"હવે સાંભળો, દિપુ, મીનું, નિખિલ ને મનન એક રૂમમાં; નિધિ, મોટા બેન ને તું બીજા રૂમમાં, હું ને મોટાભાઈ નીચેના રૂમમાં એડજેસ્ટ થઈ જઈશું. હોલમાં જરૂર નહીં પડે, બરાબર..!" પપ્પા મમ્મીને સંબોધતા બોલ્યા.

"બરોબર..!" બધાએ સુર પુરાવ્યો.

ને બધા પોતપોતાના રૂમમેટ સાથે રૂમમાં સુવાની તૈયારીમાં લાગી ગયા ને ક્યારે બધાને ઊંઘ આવી ગઈ, ખબર જ ન પડી. કોઈ કહેતું તો નહોતું પણ એક્ચ્યુલી બધા થોડા તો થોડા , થાકેલા તો હતા જ.

(તમને ય શાંતિ થઈ હશે નહિ, કે હાશ, રાત તો પડી. આ રાત પાડવામાં ભાઈએ ત્રણ મહિના કાઢી નાખ્યા..! 🤦🏻‍♂️🤦🏻‍♂️🤦🏻‍♂️)

05 : 30 am

મીનુંનો સવારના સાડા પાંચમા એલાર્મ વાગ્યો. હા હવે, રોજનું છે એનું. સાડા પાંચે ઉઠે ને પાણી પીને સુઈ જાય.🤦🏻‍♂️ ના, ના..સાડા પાંચે ઉઠીને ગ્રીન ટી પીને વૉકમાં જાય. બેન ફિટનેસ ફ્રિક રહ્યા ને. પણ આજે એના અલાર્મમાં હું ઉઠી ગયો ને ઉઠી એ પહેલાં એનો એલાર્મ બંધ કરીને હું સુઈ ગયો. મારે સાડા પાંચે ઉઠીને શુ કરવું.

06 : 00 am

આ વખતે દિપુનો રણક્યો. એ ય બંધ કરીને ફરી સુઈ ગઈ. બે મિનિટ ફી 06:02 ફરી દિપુનો વાગ્યો, એ વાગતો જ રહ્યો ને એ તો ઉઠી પણ નહીં. ઉપરથી ફોન પણ એની બાય નીચે પડેલો ગુંજતો હતો, બન્ધ ય કેમ કરવો. હું ય કાન પર ઓશીકું રાખીને ફરી સુઈ ગયો. હજુ 11 વાગ્યે પહોંચવાનું છે ને..! 06 :05 - ફરી દિપુનો ગજયો. એની જાતને, આ સુવા નહિ દે ને પોતે ય નહિ ઉઠે. પણ આ વખતે હિંમત કરી, ને એ હળવેકથી એની બાય નીચેથી ફોન સરકાવ્યો, એલાર્મ બંધ કર્યો, ને બીજા રાખેલા એલાર્મ પણ બંધ કર્યા. બાપ રે, 06:00, 06: 05 એમ કરતાં કરતાં દર પાંચ મિનિટે સાડા 6 સુધીના અલાર્મ રાખેલા. હરિ હરિ હરિ હરિ..!

"અરે..એરે..અરે..! મનન નિખિલ હજુ સુધી તમે લોકો ઉઠ્યા નથી ?" અચનકથી મમ્મી રૂમમાં આવ્યા, બધાંને ઉથળવા. આંખો ખોલીને જોયું તો હું ને નિખિલ જ પલંગ પર હતા, ને સમય પણ પોણા સાત વાગી ગયા હતા અને ઉપર જોયુ તો મમ્મી તો નાહીને તૈયાર પણ થયેલા હતા. આહ..હું પણ ઉઠી ગયો. "પણ મીનું ને દિપુ ?" મેં પૂછ્યું.

"અરે એ તો 6 વાગ્યાની ઉઠી ગઈ, વોકમાં પણ જઈ આવી ને આવીને નાસ્તો પણ કરી નાખ્યો એમણે તો. તું તો ઉઠ હવે..!" મમ્મી બોલ્યા.

"ચલો ઉઠી , બીજું શું ? ઉઠ જાગ મુસાફર ભોર ભાઈ, અબ રેન કહા જો સોવત હૈ..!" હું પણ ઉઠ્યો ને ફટાફટ બ્રશ કરી નિખિલને પણ ઉઠાડ્યો અને નાસ્તો કરવા પણ ચાલ્યા ગયા. અરે ફટાફટ હો, એમાં કઈ નો ઘટે. હા..હા..!

"મમ્મી, આ આજની વિધિ માટે નિધીને બ્યુટીપાર્લર ય જવાનું હશે ને હજુ તો ?" મેં આતુરતા સાથે પૂછ્યું. પૂછ્યું તો ખરા, પણ બધા મારી સામે જોઈને હસવા લાગ્યા.

"ના બેટા , આમાં દુલહનની જેમ સજવાનું ન હોય." મમ્મી બોલ્યા.

"પણ મમ્મી, આમાં એક્ચ્યુલી હોય શુ ?" મેં ફરી પૂછ્યું.

"જઈને જોઈ લેજે ને, અત્યારે શાંતિથી ચા પી..!" દિપુ વચ્ચે બબડી.

"તું ચા પી ને શાંતિથી ?" હું બગડતા બબડયો.

"સાચું જ કહે છે દિપાલી, જોઈ લે જે..!" મમ્મી પણ, શુ કહેવું હવે.

ત્યાં પપ્પા ને અંકલ 11 શ્રીફળ લઈને આવ્યા.

"અરે પપ્પા, આ શું છે ?" હું ફરી બોલ્યો.

"ત્યાં પહોંચીને જોઈ લેજે, સમજાઈ જશે..!" પપ્પાનો પણ એ જ ડાયલોગ.

બધા થોડી હડબડીમાં હતા. શુ કરીએ, "બડે લોગ, બડે લોગ..!"

"દિપુ, મીનું..! ચલો તમે ય તૈયાર થઈ જાઓ ને નિધિને પણ તૈયાર કરો. ચલો જલ્દી..!" આંટી બોલ્યા.

બધા તૈયાર થયા. મમ્મી ને આન્ટીએ પણ હલકો મેકઅપ ને હલકો આઈબ્રો કરાવ્યો. અમે પણ રેડી.

"ચલો, હવે નીકળવાનો સમય થઇ ગયો છે, બોલાવી લાવ બધાને..!" પપ્પા બોલ્યા.

હવે ઉપર બોલાવવા કોણ જાય ? મેં સીધો ફોન કાઢ્યો ને મમ્મીને લગાડ્યો.
"હલો મમ્મી, ચલો જલ્દી. હવે નીકળવાનું છે..!"

"હા બસ , નીચે જ ઉતરીએ છીએ..!"

મોડર્ન પ્રોબ્લેમ્સ રિકવાયર્સ મોડર્ન સોલયઈશન્સ 😂

ને બરોબર 10 વાગ્યે અમે સજી ધજીને નીકળી પડ્યા. એક કારમાં બડે લોગ ને બીજીમાં બેચલર્સ પાર્ટી. બસ, 10 મિનિટમાં તો પહોંચી પણ ગયા ઘરે. જામનગર છે ભાઈ, વધીને કેટલું આઘુ હોય 🤷🏻‍♂️

એમના ઘર નીચે સાતેક લોકો આમ લાઈનમાં ઉભા હતા, સ્વાગત માટે. (કદાચ છોકરાના માતા પિતા ને કાકા કાકી હશે, પણ જે હોય , આગળ ચલો, ખબર પડી જ જશે)

અમે કારમાંથી ઉતર્યા ને એ ઉતારો આપવા, સ્વાગત કરવા આગળ આવ્યા.

"આવો..આવો..! ઘર તો મળી ગયું હતું ને?"

(હું સાચો જ હતો, એક કપલ છોકરાના મમ્મી પપ્પા ને બીજા કાકા કાકી જ હતા)

"હા , એ તો આ સાહેબ ભેગા હતા, એટલે કોઈ સવાલ નહોતો..!" અંકલ બોલ્યા.

(હું મનમાં ક્યારનો વિચારતો હતો કે હારી આ સ્વાગત કરવા આવ્યા , તો હાર - બાર પહેરાવી સ્વાગત ન હોય પહેલી વાર આવે ત્યારે ? ? હાર ય નહોતો ને બેન્ડ વાળો ય નહિ )"

અમે બધાએ અંદર પ્રવેશ કર્યો. મોટો હોલ, કે જે બર્થડે પાર્ટીની જેમ સજાવેલો હતો. ફુગ્ગા, સ્ટીકર્સ ને સામે બે કુરસીઓ સજાવી રાખેલી હતી. પણ આ બધી સજાવટ વચ્ચે મને એક જ સજાવટ બહુ ગમી. કઈ ? ઓવીયસ વાત છે યાર, દિપુ આજ ઓરેન્જ સાડીમાં હતી. પછી નજર ત્યાથી હટે ? રે હું ય તો બ્લેક પેન્ટ , વ્હાઇટ શર્ટ ને બ્રાઉન કોટમાં હતો. ઓકે બાબા, બસ. કન્ટ્રોલ ઉદય કન્ટ્રોલ. આપણે હોલમાં પાછા આવીએ.

એક તરફ રસોડામાં નાસ્તાની પ્લેટો તૈયાર થતી હતી, તો એક તરફ આ લેડીઝ પાર્ટીની ખુસર ફુસર ચાલુ હતી. મીનું ને દિપુ હજુ પણ નિધીને ટચ અપ કરી રહી હતી, અને હું ને નિખિલ ? એક હાથમાં પ્લેટ ને એ પ્લેટમાં ચા , ને એક હાથમાં સમોસુ. બીજું તો શું ?

અમે બધા ત્યાં હોલમાં જ બિરાજમાન થયા. એ જ વેવાઈ પહેલી વાર આવે ત્યારની આગતા સ્વાગતા. હા, આ બાબતમાં જો ડિટેઇલિંગ કરવા બેસીશું ને પહેલા સમોસા આવ્યા, પછી ચા તો એમાં આખે આખો એપિસોડ નીકળી જશે. એટલે ખાજો પછી, પહેલા મુહરતનો સમય સાચવો.

"નિધિ બેટા, તમે લોકો આવો, થોડો ફોટો શૂટ કરાવી લઈએ..!" કોઈ આંટી આવ્યા બોલાવવા.

(હારુ આમાં ય ફોટો શૂટ હોય, પ્રિવેડિંગ જેવું ? આજકાલના પ્રસંગોનું તો કહેવું પડે હો બાકી.)

બાપરે, ફોટોગ્રાફર ને વિડીયોગ્રાફર ય હતા. મેં કહ્યું, આ બધા માય ગયા, આપણે સેલ્ફો પાડીએ. મેં સાદ પાડી, "દિપુ, આવ તો અહીં..!"

"બોલ..! જલ્દી..!" દિપુ બોલી.

"શુ જલ્દી, ફોટો પાંડવો છે, આવી જાઓ..!" નિધીને પણ બોલાવી ને પછી થોડા મિનિટો ફોટાની ને સેલફોની ધડાધડ.

ઉફફ..દુલ્હો ટુ બી પણ આવી ગયો. અરે શેરવાની બેરવાની, શુ વાત છે. સીડીઓથી નીચે એ રીતે શરમાતો ઉતરતો હતો, જાણે દુલહન. (સોરી સોરી, કોઇની મસ્તી ન કરાય. આપણાય આવા જ હાલ થાય આવી પરિસ્થિતિમાં. હરખ હોય ને !)

તો હવે આપણે આ લોકોને ફોટોશૂટમાં જવા દઈએ, આપણે થોડી સેલ્ફીઓ પાડીએ ને થોડા ફોટા પડાવીએ. મતલબ, આગળની વિધિ આવતા ભાગમાં કરીએ તો ? પ્લીઝ પ્લીઝ..!


વધુ આવતા અંકે..


આહ, આશા રાખું છું આ ભાગ પસન્દ આવ્યો હશે. એમ તો હવે વિધિમાં કશું નથી, ખાલી ફોર્મલિટી જ છે, પણ આવતા ભાગમાં રાખોને. કારણ કે લાંબી થઈ જશે વાર્તા પછી. ને પછી મને લખવામાં કંટાળો આવે તો તમને વાંચવામાં તો આવવાનો જ .

આવતો ભાગ કદાચ સિઝન ફીનાલે. કદાચ હો. આગળ વધે પણ ખરા, એ તો ડિપેન્ડ્સ હવે. બાકી તો શું.

આપના પ્રતિભાવો / ગાળો કોમેન્ટ બોક્સ , મેસેજ કે પછી મેઇલ.
તો મળીએ આવતા શનિવાર, ફરીથી. મુરત સાચવી સમયસર પહોંચી જજો રે. હું રાહ જોઇશ. હાર લઈને સ્વાગત કરવા ઉભો હઈશ.

ત્યાં સુધી, મુસ્કુરાતે રહો, સુરક્ષીત રહો.