એય, સાંભળ ને..! - ભાગ 2 Akshay Mulchandani દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

એય, સાંભળ ને..! - ભાગ 2

ગયા ભાગમાં : કોઈની ભારે હૈયે યાદ સાથે તેને એક્ટરફો પત્ર લખીને જ હું સુઈ ગયો.


હવે આગળ...


બીજા દિવસે સવારે :


"મનન, ઉઠ તો...!" માતાશ્રીએ સવાર સવારમાં વહેલા ઉઠાડી દીધા.

"હા મોમ, કેમ આજે સવાર સવારમાં..?" 😌

"હા રે કુંભકર્ણ, મહેમાન આવવાના છે આજે , કામ છે બવ જ..ઉઠ તું..!"

"કોણ વળી..?"

"પેલા આપણી બાજુમાં નહોતા રહેતા ? બારોટ ભાઈ, લાલપુરમાં ?"

"દિપાલી ને એ લોકો ?" મારા મોં માંથી દિપાલીનું નામ નીકળી ગયું.

"હા, એ જ લોકો ..! પણ એ નથી આવવાની..! યોર બેડ લક!" મમ્મી માથા પર ટાપલી મારતા બોલ્યા.

"કેટલા વાગે આવવાના છે ?"

"11-12 આસપાસ આવી જશે, સાથે જ જમશે..!"

"ઓહ..ઓકે માતાજી..આઈ એમ રેડી..!"

ને બરોબર દસવાગે ઘંટડી વાગી, હું હજુ મારા નાઈટડ્રેસમાં જ હતો ને બારણું ખોલ્યું. ને સામે અંકલ ને આંટી હતા, હા, ડીપ નહોતી.😴


બસ, એ જ આગતા સ્વાગતા પછી તેઓ અંદર આવ્યા.



"અરે મનન બેટા, બારણું ન બંધ ન કરતો, નિખિલ પણ આવ્યો છે.કારમાં છે."



"ઓહ ઓકે..સામાન હોય તો હું કઢાવતો આવું ?"



"ના, સમાન તો નથી, પણ કાર પાર્ક કરાવતો આવ ને..!"



"હા અંકલ, આવ્યો હમણાં..!"



ને હું ત્યાં બહાર કાર પાર્ક કરાવવા ગયો. સામે જ ઉભેલી હતી. (કાર, દિપાલી નહિ..) નિખિલ કારમાંથી ઉતર્યો.


"ચલો નિખિલ, બાકી વાતો ઘરે બેસીને કરીએ." ને અમે ચાલતા થયા ઘર તરફ.


"ઓઈ હરામીઓ, ઉભા રહો, ક્યાં દોડતા જાઓ છો..!"


પાછળથી એક જાણીતો અવાજ સંભળાયો ને મેરા ખોપડી ફિર સે ચક્કર ખાયા, ઔર મેં પલટા. હા, આ વખતે કારના પાછલા દરવાજેથી દિપાલી નીકળી. હા, સાચે આ વખતે એ નીકળી.



જેવી રીતે ડાયરીમાં લખવાની શરૂઆત વખતે ક્યાંથી શરૂ કરવું એ જ ગડમથલમાં મુંજાઈ જતો, એમ આજે પણ મુંજાઈ ગયો.આજે એ સામે જો હતી. ઈચ્છા થતી હતી કે દોડીને જાઉં અને બસ બાહુપાશમાં લઈ લઉં એને. પણ, કન્ટ્રોલ ઉદય કન્ટ્રોલ.કેમ કે શું તેને પણ મારા પ્રત્યે હજુ એ જ મિત્રતાનો ભાવ છે ? એ ક્યાં મને ખબર હતી. પણ એ અમારી તરફ આવી રહી હતી, દોડતી દોડતી..! ને મારી આંખો ખબર નહિ કેમ..!


તુએ તે દોડતી દોડતી આવી, ને મેં જે વિચાર્યું તું તે એને કર્યું. દોડીને આવીને એ જ ટાઈટ જાદુની જપ્પી...! એ આવતી હતી ને, ત્યારે ખબર નહિ કેમ આંખો ભીની થઇ ગઈ ને એ આવતી વખતે કદાચ મારી આંખોમાં જ જોતી હતી.


"કેમ રોવા માંડ્યો રે..!"


"હું ક્યાં રોવ છું..!"


"જાને લવારી કરતો ખોટી..!"


"અંરે, આંખોમે કચરા ચલા ગયા રે..!"


"ચલો અંદર, રાહ જોતા હશે."


ને અમે ઘરના હોલમાં પ્રવેશ કર્યો ને મમ્મી પણ અમને જોઈને બે પળ જોતા રહ્યા. અમે હાથમાં હાથ નાખીને ચાલ્યા આવતા હતા. 😅


"જો, આવી ગયા બધા..! મનનને દિપુ મળી એટલું બસ..!"


હાહ..હવે થોડો સમય આમ જ પંચાત ચાલી.


"આજે આ બાજુ ભુલા પડ્યા ?" પપ્પા એ પૂછ્યું.


"હા..નિધિના લગ્ન નક્કી થયા છે. જામનગરમાં જ..! જલ લેવાનું નક્કી કર્યું છે. તમે તો ઘરના જ ને, સીધુ લગ્નમાં જ આમંત્રણ આપીએ, એ થોડું ચાલે..! એટલે તમારે પણ આવવાનું છે કાલે અમારી સાથે..!"


"અહા, મોટા સમાચાર આપ્યા. પણ એ લોકો છે ક્યાં ?"


"એમને ખરીદીની ઈચ્છા થઈ ગઈ તો બેનપણી સાથે રિલાયન્સ ટાઉનશીપ ગયા. સાંજ સુધી આવી જશે."


હવે હું દિપુને મારા રૂમમાં લઈ ગયો. એ તો જાણે એનો જ રૃમ હોય તેમ કબાટ ખોલવા લાગી.


"ઓ શુ કરશ એય"


"કેમ લે, તું બદલાઈ ગયો રે..!"


"હું કેવાનો બદલાઈ ગયો ?"


"પેલા તો કોઈ દી ટોકતો નહોતો તું મને, કે પછી હવે મોટા માણસ થઈ ગયા?"


"હમ તો વહી હૈ મોહતરમાં..! પણ આપણે કેટલા સમય પછી મળ્યા ને?"


"હા, ઓલમોસ્ટ 15 વર્ષ..!"


"યાદ કર્યો કે નહીં આ મિત્રને ?"


"જરાય નહિ, તે ય થોડી કર્યો હશે ?"


ત્યાં એની નજર દીવાલ પર ગઈ, ત્યાં એક ફોટો લગાવેલો હતો, મસ્ત ફ્રેમ કરેલો. મારો અને દિપાલીનો. અમારો સાથે છેલ્લો ફોટો હતો, એટલે એ જ ફ્રેમ કરાવીને રાખી દીધેલો.


એ ફોટો જોઈને એ મારા તરફ જોવા લાગી, આ વખતે એની પણ આંખો ભીની હતી. અને મારી પણ..!


બસ, હવે કન્ટ્રોલ ન થયો, ત્યાં જ ભીની આંખે એને ટાઈટ જાદુની જપ્પી આપી દીધી. બોલવામાં ડૂમો આવી ગયો હતો, શબ્દો જાણે ચોંટી ગયા હતા.


તો આવી હતી, અમારી પહેલી દુસરી મુલાકાત. 15 વર્ષ પછી.


અને હું પહેલા માત્ર માનતો હતો, હવે વિશ્વાસ થઈ ગયો, કે..


"Yes, telepathy exist..!"


હવે આગળ શું થાય છે મનન અને દિપાલી સાથે, પ્યાર યા દોસ્તી યા કુછ ઔર..! બસ, થોડા સા ઇન્તજાર. આવતા ભાગમાં.


તબ તક કે લિયે નમસ્કાર ,

ઔર પાજી, હસ ભી લિયા કરો.


અક્ષય મૂળચંદાણી

Akki61195@gmail.com