ey, sambhad ne..! - 7 books and stories free download online pdf in Gujarati

એય, સાંભળ ને..! - ભાગ 7

ભાગ 7 : ચા


ગયા ભાગમાં આપે માણ્યો ડાઇનિંગટેબલ ડ્રામાં..! અને સાથે જ જોયું અમારું, મંજે મનન અને દિપાલીનું એ નાનું એવુ પેચ-અપ.

હવે આગળ..

૦૪:૦૦ PM

ભરપેટ મિજબાની માણ્યા બાદ થોડી વાર વાતોનો અડ્ડો જમાવ્યા પછી બધા ઘેરાયેલી આંખે સુઈ ગયા. પપ્પા અને અંકલ પપ્પાના રૂમમાં, મમ્મી અને આંટી ગેસ્ટ રૂમમાં અને અમે બચ્ચા પાર્ટી (એક્ચ્યુલી હવે બચ્ચે બડે હો ગયે થે) મારા રૂમમાં ગયા. જમીને 3 વાગ્યાના આરોટયા હતા, એટલે અત્યારે 4 વાગ્યે તો બધા ઘસઘસાટ ઊંઘમાં હતા. કોઈ પાંચ વાગ્યા પહેલા ઉઠે એની કોઈ સંભાવના હતી નહિ.

એ બંધ બારણાં ને 23 પર રાખેલા એ AC ની ટાઢક વચ્ચે મારી આંખ ખુલી ગઈ. દીવાલ પર લટકતી ઘડિયાળમાં નજર કરી તો હજુ 4 જ વાગ્યા હતા. પણ હવે ઊંઘ આવે એમ હતી નહિ. ઈચ્છા તો બાથરૂમમાં જવાની થઈ, પણ..!

સમય જોઈને મેં મારી આજુ બાજુ નજર કરી. એક તરફ નિખિલ સૂતેલો હતો અને બીજી તરફ મીનું. ને હું બરોબર વચ્ચે. નિધિ મીનુની છેલ્લી બાજુએ પલંગની અણી પર સૂતી હતી. મારા એ ડબલ બેડના પલંગ પર, કે જ્યાં 3 જણ સુધી તો ઠીક છે, જુગાડ થઈ શકે, પણ અહીં તો ચાર-ચાર મંડાયા હતા. ઉભું થવું તો કઈ રીતે થવું.

વેઇટ ..! દિપાલી ક્યાં ગઈ ? લાગે છે મમ્મી ભેગી હશે.

હવે મેં આ પલંગના ચક્રવ્યૂહમાંથી હળવેકથી નીકળવાની કોશિશ કરી. ધીરે ધીરે કરતો હું પલંગની આગળની બાજીએ પહોંચી ગયો.

"હાશ..!" હું મનમાં બોલી પડ્યો અને પલંગની નીચે પગ મુકવા પ્રયત્ન કર્યો.

"ઓ શીટ..!" મનમાંથી નીકળી પડ્યું.

નીચે રજાઈ પાથરીને દિપાલી સૂતી હતી.
માથા પર રહેલી એ નાની કાળી બિંદી નૃત્ય કરતી કરતી આંખ પાસે પહોંચી ગઈ હતી. એ લાલ બકલ, કે જે એના એ વાળને બાંધી રાખતું હતું, એ પણ લસરતું લસરતું નીચે આવી ગયું હતું ને એના હલકા એવા વાળ પણ ચેહરા પાસે લટાર મારી રહ્યા હતા. હું જાણે ખબર નહિ કેમ, એનામાં ખોવાઈ ગયો. પણ સૂતી વખતે કેટલી નિર્દોષ લાગતી હતી એ. નજર જ હટવાનું નામ નહોતી લેતી.

ત્યાં મનમાંથી અવાજ આવી, "અંકલ, મુહ તો બંધ કરો..!"હું ભાનમાં આવ્યો અને બહાર નીકળવાનો રસ્તો શોધવા પ્રયત્ન કરવા લાગ્યો. કોઈની ઊંઘ ન ઉડે , એ પણ તો જોવાનું જ હતું ને ! રસ્તો તો એ પણ હતો કે પાછો જઈને સુઈ જાવ, શુ કામ છે ઉઠીને. પણ ac ની અસરથી હવે આ અભિમન્યુને ચક્રવ્યૂહ તોડીને બાથરૂમ સુધી પહોંચવા સિવાય કોઈ વિકલ્પ નહોતો. 🤦🏻‍♂️🤦🏻‍♂️🤦🏻‍♂️

"હાશ..!" દિપાલીએ નાનું એવું પડખું ફેરવ્યું ને પગ રાખવા જગ્યા મળી. યાર આ મેડમ તો સાવ પલંગને અડીને સુઈ ગયા હતા. બસ, આ નાની એવી જગ્યામાંથી જ બિલ્લી પગે બહાર જવા નીકળ્યો. (હા, રૂમમાં પણ બાથરૂમ હતું ને, પણ પાણીના અવાજથી બધાની ઊંઘ ક્યાં ઉડાવવી, એટલે બહાર જ જવું હિતાવહ સમજ્યું ને હળવેકથી રૂમમાંથી નીકળી, નીચે હોલમાં પ્રસ્થાન કર્યું. હાથ પગ ધોઈ, ફ્રેશ થઈ હવે રસોડામાં આવ્યો. ઘડિયાળમાં નજર કરી તો ૦૪:૩૦ થઈ ગયા હતા.

"હવે ઉઠી ગયો તો ચા પી નાખીએ, બીજું શું..!" આમ વિચારી ફ્રીજમાંથી દૂધ કાઢી મારા એકની જ મેં ચા મૂકી. ગેસ ચાલુ કર્યા બાદ ખિસ્સામાંથી મોબાઈલ કાઢી એમાં મારી ડિજિટલ ડાયરી ખોલી.

એમ તો હું પેલી ટ્રેડિશનલ ડાયરીમાં જ મારું જીવન ઉતારતો હોવ છું, પણ જ્યારે જગ્યા કે સમયનો મેળ ન ખાય એટલે ડિજિટલ ડાયરી પણ રાખી જ હતી. હા એ વાત અલગ છે કે, આ ડિજિટલ લખાણ પાછું પેલી ડાયરીમાં તો ઉતારાતું જ. એ પણ સુધારા સાથે 🤦🏻‍♂️😂

એક તરફ હલકી ફ્લેમ પર ચા ઉકળવા રાખી ને બીજી તરફ લાગણીઓ આ ડાયરી પર ઉકાળવાનું, અર્થાત લખવાનું શરૂ કર્યું.

"
તા : 23 મેં 2018

ડિયર સયાની દોસ્ત,

ગયા વખતે લખ્યું હતું ને, કે Telepathy exists,
ને આ પત્ર લખયાના બીજા દિવસે જ તું સાક્ષાત હાજર થઈ ગઈ નજરોની સામે. હા આઈ નો, ગયા પત્રમાં તો બહુ મોટી મોટી વાતો લખી હતી, પણ સામે આવ્યા પછી બહું જ weired વ્યવહાર થયો, સાદી ભાષામાં કહું, તો સાલું ખબર નહોતી પડતી શુ કરવું, શુ બોલવું , એમાં સાલું બધું જ બાફી માર્યું.

હા, લાગણીઓના વરસાદમાં તો બન્ને ભીંજાયા ને હૃદયસ્પર્શી જાદુની જપ્પી પણ લઈ લીધી, પણ પછી મેં પાછું બાફી માર્યું. ખબર નહિ , કદાચ થોડી અપેક્ષા કે આશા વધુ..."

"મનન..!" પાછળથી કોઈનો હાથ પીઠ પર પડ્યો. પાછળ વળીને જોયું તો , હા દિપાલી જ હતી.

"અરે, દિપાલી..! ઉઠી ગઈ ?" મેં જવાબ આપતા આપતા તરત ફોનની સ્ક્રીન બંધ કરી નાખી.

"હું તો ક્યારની ઉઠી ગઈ બાબુ મોશાય..!"

"વૉટ યુ મીન ક્યારની..? 🤔" મેં પૂછ્યું.

"હુહ, જ્યારે તો રુમમાંથી બહાર નીકળ્યો ત્યારે..!" તેણે મસ્તીમાં જવાબ આપ્યો.

"તું તો મોઢું ખુલ્લું રાખીને મસ્ત ઊંઘમાં હતી ત્યારે..! 🤦🏻‍♂️" મેં હસતા હસતા કહ્યું.

"બાજુ ખસ..!" એ અચાનક બોલી, મને ખબર ન પડી શુ કહેવા માગે છે અને હું ખસી ગયો.

મારી બાજુમાં પ્લેટફોર્મ પડેલી સાણસી લઇને ચા મુકેલી તપેલીને ફેરવવા લાગી.

"શીટ..! યાદ જ નહોતું ચા મૂકી હતી..!" માથા પર હાથ રાખી કહ્યું.

"ક્યાંથી હોય મનન સાહેબ, કોઈની સાથે અલગ જ દુનિયામાં ખોવાયેલા હતા તમે તો..! બોલ બોલ, કોણ હતી..?" મશ્કરી કરતા ફરી મેડમ બોલ્યા.

"કઈ નહિ રે, ફેસબુક સ્ક્રોલ કરતો હતો..!" બોલતા બોલતા મેં નીચેના ખાનમાંથી બે કપ કાઢ્યા ને 'કટિંગ' ચાના બે કપ ભર્યા.

"બિસ્કિટ કે ટોષ્ટ ?" મેં પૂછ્યું.

"મમમ કશું નહીં રે..!"

"લિટલ હાર્ટસ ?"

"યાર તું હજુ એનો દિવાનો છે ?"

"યુપ..આજે પણ !"

ને મેં ફરી ખાનમાંથી લિટલ હાર્ટસનું પેકેટ કાઢ્યું.

"ઉમમમ..ચા જોડે રેવા દે..! બંન્નેનો સ્વાદ નહિ આવે."

"એઝ યોર વિશ મેડમ..!"

હા, ચા તો મેં મારી જ બનાવી હતી, પણ ચાલે હવે. આખો કપ સવારેની ટેવ તો અત્યારે પણ વધુ જ બની હતી. એટલે દિપુ સાથે કટિંગ ચાની મજા તો લેવી જ પડે ને.

"ચલ, તને મસ્ત જગ્યાએ ચા પીવડાવું..!" હું દિપુને ઉપરની બાજુની બાલકની તરફ લઈ ગયો. એક તરફ હિંડોળો અને સામે બે લટકતા બે નાના હિંચકા.

"વાવ...!" મેડમ હિંચકા પર સરી પડ્યા ને હું પણ એની સામેના હિંચકા પર.

આ પણ હતી અમારી એક પ્રિશિયસ મુમેન્ટ. બધા હજુ સુતા જ હતા, ને અમારી ચાય પાર્ટી ચાલી રહી હતી. એકબીજા સામે એ જ નિરાલા હાસ્ય સામે જોઈ રહ્યા હતા, ને હલકા હલકા અવાજમાં ઝીંદગીની વાતો પણ કરી રહ્યા હતા.

વેઇટ, આને પાર્ટી કહેવી કે ડેટ ? 🙈

હજુ પ્રેમ બ્રેમ ની કોઈ વાત નહોતી, તો ડેટ થોડી કહેવાય ?

હશે ચાલો, એ તમે જ નક્કી કરો , આ પળને પાર્ટી કહેવી કે ડેટ.
અમારે તો બસ માણવાની હતી એ પળને.

હું, તે , એ ઝૂલતો હિંચકો ને સરરરની સિપ સાથે પીવાતી ચા અને લાગતા વાતોના ટહુકા. ❤️


વધુ, આવતા અંકે..


આશા રાખું, તમને આ ભાગ પસંદ આવ્યો હશે.

એ છોડો, તમે તમારી દિપુને સોસીયલ મીડિયા પર શોધવાનો પ્રયત્ન કર્યો ? ને કર્યો તો મળી ? ને મળી તો વાત શરૂ કરી કે નહીં ?

જો તમારી પણ વાર્તા હોય તો જરૂરથી જણાવજો. તમારા પ્રતિભાવ કોમેન્ટ/મેઇલમાં પણ મોકલી શકો છો.

આભાર..! તો મળીએ આવતા શનિવારે..!


બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED