ey, sambhad ne..! - 6 books and stories free download online pdf in Gujarati

એય, સાંભળ ને..! - ભાગ 6

ભાગ 6 : કેવી રીતે મનાવું ?

ગયા ભાગમાં તમે જોયું કે, વાત વાતમાં થયેલા એ "લોચા એ ઉલ્ફત" માં દિપાલી ડીપલી રીતે ઘણું સંભળાવીને નીચે ચાલી ગઈ ને હું બસ, એને જોતો રહી ગયો.

હવે આગળ..

..ને દિપાલી ચિડાયેલા ચેહરા સાથે પોતાનો ફોન હાથમાં લઈ નીચે ચાલી ગઈ, ને હું બસ એને જતી જોતો જ રહી ગયો. પણ શું કરતો યાર હું પણ ? મારી પાસે એને કહેવા માટેના શબ્દો જ ક્યાં વધ્યા હતા ! હું તો મારા એ વિસરાયેલા સંબંધને તાજો થતો જોવા માટે મનમાં આશાઓ ને થોડી ખોટી અપેક્ષાઓ પાડીને બેઠો હતો ને..!

"દિપાલી, ક્યાં જાય છે તું ? રૂક તો ખરી ! દિપાલી..!" નિધીએ પાછળથી સાદ પાડી અને તેને બોલાવવાનો પ્રયત્ન કર્યો. પણ નકામો..! 🤦🏻‍♂️

"ઉભી રહે નિધુ, હું જાઉં છું એની જોડે." મીનું પણ દિપાલીની પાછળ ગઈ.

"યાર શું થયું આને આમ અચાનક..! કેમ આમ અચાનક ચાલી ગઈ ખોટુ લગાડીને 🤦🏻‍♂️" હું નિધિની સામે જોઈને બોલ્યો.

"એ આવી જ છે યાર.ઘણી વાર નાની વાતોમાં ચિદાયને જતી રહે." નિધિ બોલી.

હું બસ વિચારતો રહ્યો કે હજુ થોડા કલાકો પહેલા એકબીજાને વર્ષો પછી જોઈને એકબીજાને ભેટી પડ્યા ને જુના સંબંધો યાદ કરીને આમ જ આંખો નમ પડી ને અંતે આંસુ પણ સરી પડ્યા. પરંતુ આવું ભયાનક અને રહસ્યમય ટ્વિસ્ટ કેવી રીતે આવી ગયું ? સવાલો તો ઘણા ઉમટી રહ્યા હતા, જે બસ મન-મગજને જંજોડી રહ્યા હતા.

"મનન, નિધિ, નિખિલ, દિપુ, મીનું.....!" નીચેથી સાદ સંભળાયો મમ્મીનો. લાગે છે જમવાનો બુલાવો આવ્યો હશે. સમય પણ અઢી વાગી ગયા હતા, સમય ક્યાં જતો રહ્યો ખબર જ ન પડી. ( હા, એ વાત અલગ છે કે મારા તો સાલા 12 વાગી ગયા હતા.)

હુહ..! એ જ બુલાવા સાથે અમે પણ નીચે ગયા. શાહી ભોજન પીરસાય રહ્યું હતું અને બધા જ 'મહાનુભાવો' ડાઇનિંગ ટેબલ પર પોતાનું સ્થાન ગ્રહણ કરી રહ્યા હતા. એક તરફ મોટા લોકો ને સામેની બાજુના ટેબલનું સામ્રાજ્ય અમારું. હું બસ એ જ વિચારી રહ્યો હતો કે દિપુની સામે બેસું કે બાજુમાં. 🤦🏻‍♂️ નિર્ણય તો જલ્દી જ લેવાનો હતો કેમ કે સીટો હવે ભરાવા લાગી હતી. 😜😴 અંતે મન મહારાજે બાજુમાં બેસવાનો આદેશ આપ્યો ને જલ્દીથી બેસી ગયો એની બાજુમાં રહેલી ખાલી ખુરશીમાં..! હાશ..! સમયસર પહોંચ્યો, બાકી એનાથી 'દો ગજ કી દુરી' ના અંતર સાથે બેસવું પડતું. 😒

તો હવે બધા ગોઠવાઈ ગયા. મારી એક તરફ દિપુ તો બીજી તરફ મીનું. (એક તરફ પણ મોટા લોકો બેઠા હોત તો કદાચ થોડું અસહજ થાત ને ભાઈ ! 🤷🏻‍♂️) મીનું મારી બધી જ હરકત પર નજર રાખીને જ બેઠી હતી. (બહેન બહેન હોય ભાયા..!) ને સામે હતી મેડમ નિધીજી. બસ નિખિલ ન આવે એવી જ ઈચ્છા હતી, ઉપરવાલેને સુન લી રે બાબા..! ❣️

હવે પાસમપાસની રમત જો શરૂ કરવાની હતી.

"દર વર્ષે બેસતા વર્ષના દિવસે તમારા ઘરે ને હોળીના દિવસે અમારા ઘરે આ જ રીતે સાથે જમણ પહેલા નક્કી જ રહેતું નહિ !" દિપુના મમ્મી બોલ્યા.

"હા, બાકીના દિવસોમાં છુટા છવાયા મળીને 'પાર્ટી' તો કરતા, પણ આ બે દિવસના કાર્યક્રમ તો ફેરફાર વગર નક્કી જ રહેતા." મમ્મી બોલ્યા.

મમ્મી અને આંટી બધાની જગ્યા પર થાળી પીરસી રહ્યા હતા.

"બસ એક જ નાખ જે માં..!" મમ્મી ગુલાબજાંબુ નાખી રહ્યા હતા ત્યારે હું બોલી પડ્યો.

"શુ એક જ ..! કેમ ? દર વખતની જેમ દિપુની થાળી માંથી ગુલાબજાંબુની ચોરી કરવાનો વિચાર છે કે શું ?" મમ્મી હસતા હસતા બોલી પડ્યા.

"અરે મમ્મી, એ મોકો હું થોડી મુકું ? દિપાલીની થાળીમાંથી ચોરી મારો જન્મસિદ્ધ અધિકાર છે."

"હૈં, એવું એમ ?" આ વખતે દિપાલી બોલી.

"હા, એવું હો..!" હું પણ બોલ્યો. (પણ આ વખતે બોલવામાં થોડું ધ્યાન રાખવું પડે એમ હતું, મેડમ હાલમાં જ રણચંડી થઈને નીકળ્યા હતા. ફાટે લા મારી બીજી વાર..!"

બસ, મારો જવાબ સાંભળી દિપુ મેડમે મારી થાળીમાં પડેલો એક માત્ર ગુલાબજાંબુ લઈને આખે આખો મોઢામાં નાખી દીધો ને મારી સામે એક આંખોમાં નેણ ચડાવીને ચાવવા લાગી.

"વક્ત બદલ ગયા હૈ દોસ્ત..!" દિપુ હસતા હસતા બોલી ને બધા મારી સામે જોઈ હસવા લાગ્યા.

"અચ્છા, તો યે બાત હૈ..!" હું બોલી ઉઠયો ને એની થાળીમાં પડેલી એની બીજી સૌથી ગમતી વાનગી મારી માતાના હાથનો બનેલો એ ટોપરા-પાક હાથમાં લીધો.

"મનન, ઇસ ચીજ કો હાથ નહિ લગાના હાં..! અચ્છા નહિ હોગા..!" દિપુ બોલી પડી.

ને મેં મારા હાથમાં રહેલો એ ટોપરા-પાકનો કટકો હજુ મારા મોં માં ઠુસવાની કોશિશ કરી રહ્યો હતો, ત્યાં મેડમે હાથની દશા ને દિશા બદલીને મારા હાથે એ કોળિયો પોતાના મોઢામાં જ નાખી દીધો.

ફરી માહોલ બની ગયો હતો, બધાને અમે પૂરતું મનોરંજન આપી રહ્યા હતાં. હું દિપુને જોતો રહ્યો, અને ફરી એ પોતાની એ ખાસ લાલી સાથે મારા સામે નેણ ચડાવીને જોવા લાગી.

આ બધામાં મારા ને દિપાલી પર બાજનજર રાખીને મીનું તો બેઠી જ હતી. મારી સામે જોઈ એને પણ એક હલકું હાસ્ય રેલાવ્યું ને મેં પણ એ રીતે જ જવાબ આપ્યો.

મનમાં તો ઘણી જ ખુશી હતી, જે કદાચ જાહેરમાં બતાવી શકતો ન હતો. લે, કેમ ન હોય. આવા કાંડ થયા પછી આટલી જલ્દી સમાધાન થઈ ગયું મેરી પ્યારી બિંદુ સાથે, ખુશ તો થવું જ પડે ને.

વધુ, આવતા અંકે..

તો ઇસી કે સાથ આજ કા ખાને પીને કા કાર્યક્રમ યહી સમાપ્ત હોતા હૈ.
બસ હવે..! અમારા પર નજર ન લગાડો. માંડ માંડ થોડો મામલો થાડે પડ્યો છે.

કોઈના...! આવું કશું થાય ને, તો શાંતિથી સમાધાનની રાહ ન જોતા..! પણ વાત કરવાનો, વાત બનાવાનો પ્રયત્ન કરજો.

ક્યોંકી દોસ્ત,
બાત કરો, તો હી બાત બનેગી.બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED