ey sambhad ne.. - 3 books and stories free download online pdf in Gujarati

એય, સાંભળ ને..! - ભાગ 3

ગયા ભાગમાં આપે જોઇ અમારી પહેલી વાર થયેલી એ વર્ષો પછીની બીજી મુલાકાત.

હવે આગળ.

"અહમ..અહમ..!"

અમે ખોવાયેલા હતા એકબીજાની જાદુની જપ્પીમાં, ને પાછળથી અવાજ સંભળાયો, સાથે અમારું પણ ધ્યાન તૂટ્યું.

નિધિ અને મીનું પાછળથી ક્યારે આવીને રૂમ બહાર અમને જોઈ રહ્યા હતા, ખબર જ ન પડી. એમના એ 'અહમ અહમ' પછી અમારા બંનેની નજર નમી પડી. બીજું શું કરી શકીએ, બોલવાની હાલતમાં તો હતા નહિ.

"અરે નિધિ, તું તો ખરીદી કરવા જવાની હતી ને ? કેમ પાછી આવી ગઈ ?"

દિપાલી વાત બદલતા બોલી.

"હવે વાત બદલોમા તમે બંને..!" મીનું વચ્ચે બોલી પડી ને એ બંને અમારી તરફ ધસી પડ્યા.

હા, મીનુનો પરિચય લીધો કે નહીં ? મીનું, મારી લાડકી બહેન. એમ તો હું એના કરતાં બે વર્ષ મોટો, પણ ઘરમાં બધા એને દાદી અમ્મા કહીએ.

"ક્યાં ચલ રહા થા દોસ્તો..?" મીનું ફરી બોલી.

"તને ખબર છે મીનું ? જ્યારે જામનગરનું માગું આવ્યું ને, ત્યારે આ દીપલી તરત જ બોલી ઉઠી હતી કે મનન ય જામનગર જ છે ને ?" નિધિ મશ્કરી કરતા બોલી.

"Awwwww…!" બધા દિપાલીને ચિડવવા લાગ્યા. (અને મને પણ 😏)

"મુરતિયો નિધીએ શોધ્યો છે ને તમે બિચારી દીપલીને પજવો છો, કેમ લે..!" મીનુએ પાર્ટી બદલી. 😂

"વાહ મેરી બહના..! બસ તુહી તો મેરી સચ્ચિ દોસ્ત હૈ..!" મીનુના ગાલ ખેંચતા હું બોલ્યો.

ત્યાં દીપલીએ આંગળી કરી, "અહમ..અહમ..!" ને મારી સામે જોતા બોલી,"અચ્છા, તું હમ કોન ?"

"તુમ ભી મેરે દોસ્ત હો, તુમ ભી, તુમ ભી…!" પેલા પઠાણ છોકરાની આત્મા આવી ગઈ મારામાં 😅

"તું તો હવે કઈ બોલ તારા થનારા વર વિશે." અબ મેરી બારી થી 'હરી' કરનેકી.

"હું શું કહું, જોઈ લેજો કાલે જાતે આવો ત્યારે."

"મનન, ઇન્સ્ટાગ્રામ ખોલ બતાવું, મારા થવાવાળા જીજા કેવા છે."

"અહાન..! બોલ નામ, સર્ચ કરીએ."

"હા, લખ - 'નીરવ દવે'..! બવ બધા સર્ચ રિઝલ્ટ આવશે, એમાં 'NuroVi3000' નામનું એકાઉન્ટ હશે, જો..!"

"ઓઓ...આઈ રયુ..મળી ગયું…! હાયલા, આપણા જીજાજી તો સિંગર છે."

"એકાદ ગીત તો ચાલુ કર ભાઈલું..!"

"હા મીનું, કેમ નહિ.. લો શુરું કર દિયા."

'હમમમમમ....!

એક મેં…!

એક મેં..!

એક મેં ઔર એક તું..!

દોનો મિલે કિસ તરહ..!"

ને ગીત સાંભળીને અમે જે હુરિયો બોલાવ્યો ત્રણેય એ સાથે,

"યે તો હોના હી થા..!"

નિધીએ શરમાઈને બન્ને કાન ઢાંકી દીધા ને આંખો મીંચી લીધી ને જોરથી બોલી, "બસસસસસસ…..!"

હમેં તો યહી ચાહીએ થા ઔર હમેં મિલ ગયા. જેવી નિધીએ જોરથી બસસની રાડ પાડી ને અમે ફરીથી હુરિયો બોલાવવા તૈયાર જ હતા..

"યે તો હોના હી થાથા……..!"

બસ, મજા લઈ રહ્યા હતા અમે લોકો.

"દીપલી, તું સોશિઅલ મીડિયા પર નથી ને ?" કુતૂહલવશ મેં પૂછ્યું.

"કેમ, તું શોધતો હતો કે શું મને વર્ષોથી..!"

"અરે દિપાલી, ફેસબુક ને ઇન્સ્ટાગ્રામ ભાઈએ આખું ખૂંદી વળ્યું હશે..!" મીનું બોલી.

"આય..જો તો કેવો શોધતો હતો તને.!" હા, નિધિ બાકી હતી આંગળી કરવામાં.

"હા તો, શોધતો હતો, એમાં શુ ?" સાવ ભોળો બનીને બોલી ગયો.

"Instagram માં સર્ચ કર - Twittietie094"

"ઓકેય મિસ…! હાયલા..! આવું અજીબ નામ ને મેઈન નામમાં પણ ખાલી deep. રિકવેસ્ટ સેન્ટ. હવે એક્સેપટ કર."

"હા હો..અજીબ કઈ નહિ..! એટલીસ્ટ તારા જેવું તો નહીં જ."

"વૉટ યુ મીન બાય મારા જેવું?"

"ક્યારેક મુરાલીલાલ,

ક્યારેક પંડિત ગંગાધર શાસ્ત્રી,

ક્યારેક બોરિંગ બંદા,

પછી..અમમ..હા,

બાવા યુ આર બ્યુટીફૂલ.

આ છેલ્લે વાળું થોડું વધુ જ અજીબ હતું લા..!"

દિપાલી એક પછી એક મને મારા ઇન્સ્ટાગ્રામના ફરતા-બદલતા યુઝર નેમ ગણાવતી હતી અને હું અચંબા સાથે એને જોઈ ને સાંભળી રહ્યો હતો.

ત્યાં નિધિ પણ બોલી.

"અરે, પેલું being ભોમિયો તો ગણાવ દિપુ..!"

"હા જો, બીઇંગ ભોમિયો પણ..!"

હવે હું બોલી ઉઠ્યો, "આટલું સ્ટોકિંગ, ને તો ય સામેથી રિકવેસ્ટ ન મોકલે.હુહ. આપ ધન્ય હૈ દેવી જી. દેખ લી આપ કી દોસ્તી."

"અરે, આ તો કય નથી, દિપુ તો તને કદાચ ત્રણેક વર્ષથી સ્ટોક કરે છે. હું જ્યારે કહું, યાદ આવે તો વાત કર, તો કહેતી આફળો કરશે જો હું એને યાદ હાઈશ તો..!"

"બસ નિધિ, આગળ ન બોલતી હો હવે કઈ..!"

"બમ્બમ બોલે, દિલ કે રાઝ ખોલે..!" મીનું જોરથી બોલી ઉઠી.

ને હું આમ જ આંખોના 'ડોરા ' ઊંચા કરી દીપલીની સામે જોઈ રહ્યો હતો.

"યે તુમને ઠીક નહિ કિયા દેવી જી..!"

"જાને હવે..! બડા આયા. શોધી તો શક્યો નહીં મને.."

"હવે હું ત્રિકાળદર્શી તો નથી ને, કે ખબર પડે 😏"

"મનન , દિપુ તો તારા માટે ગિફ્ટ પણ લાવી છે હો..!"

"ઓહો, ગિફ્ટ..😍 શુ વાત છે..!"

"નિધિ, સરપ્રાઈઝ ન ખરાબ કર તું..!"

"અબ ખુલ ગયા તો બતા ભી દો..!"

"તું બેસ ને, કઈ નથી. તારા જેવા માટે કોણ લાવે."

વર્ષો પછી આ રીતે બધા મળ્યાનો બરોબર આનંદ લઈ રહ્યા હતા બધા, પણ આ બધામાં કોઈનું ધ્યાન નહોતું ગયું કે નિખિલભાઈ અમારી મસ્તીમાં સાથે જોડાયા નહોતા.

"યાર નિખિલ ક્યાં છે, દેખાયો જ નહીં..!" હું બોલી ઉઠ્યો.

"એ મોટા માણસો ,નીચે હશે મોટા લોકોની સાથે..!" નિધિ બોલી.

"તારાથી નાનો જ છે ને..?" મેં પૂછ્યું.

"એ બવ વહેલો મોટો થઈ ગયો..!" દિપુ બોલી પડી.

"અહમ..અહમ..કિસીને મુજે યાદ કિયા ક્યાં ?"

વધુ, આવતા અંકે…!બસ, બહુ થઈ ગયું આ ભાગમાં..

બવ વાતો, બવ પંચાત, બવ મસ્તી..!

થોડું આવતા ભાગ માટે તો બાકી રાખી.

પહેલો ભાગ ઘણો બોરિંગ લાગ્યો હોય એવું લાગ્યું, કારણ કે વાત જ એવી હતી. આશા રાખું છું, બીજો ભાગ પસન્દ આવ્યો હશે. એ સાથે જ ત્રીજો ભાગ ગમશે એવી પણ આશા. (હા, ત્રણે ભાગ એકી સાથે જ અપલોડ કરી નાખ્યા હતા, એટલે બીજાના ફીડબેક વિશે પણ લખી રહ્યો છું, ત્યારે કોઈ ખબર નથી..!)

કોઈ ના..ગમે તો વખાણો કે ન વખાણો, એ ગૌણ છે,

પણ ન ગમ્યો હોય જરૂરથી જણાવજો,

જેથી મારી ભૂલોનો અરીસો મને દેખાય.

જો શીખવાનું બન્ધ થશે, તો ખેલ ખલાસ રે..!
બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED