લવ રિવેન્જ - 26 S I D D H A R T H દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • ઈર્ષા

      ईर्ष्यी घृणी न संतुष्टः क्रोधनो त्याशङ्कितः।  परभाग्योपजीव...

  • ફરે તે ફરફરે - 61

    ફરે તે ફરફરે - ૬૧   જુના જમાનાના લેખકો સવારનુ વર્ણન કરત...

  • રાય કરણ ઘેલો - ભાગ 10

    ૧૦ મહારાણીની પ્રેરણા   કાંધલે જે કહ્યું તે સાંભળીને કરણ...

  • ઇડરિયો ગઢ

    ઇડરિયો ગઢવર્ષોથી મનમાં તમન્ના હતી અને એક ગૂજરાતી ફિલ્મ પણ વા...

  • આકર્ષણ બન્યુ જીવનસાથી - 1

    મહિનાનો પહેલો દિવસ અને ઍ પણ સોમવાર. અમારી ઓફિસ મા કોઇ જોબ મા...

શ્રેણી
શેયર કરો

લવ રિવેન્જ - 26



લવ રિવેન્જ

પ્રકરણ-26
“મારું મન.....મોહી ગયું......!મારું મન.....મોહી ગયું.....કે તને.....!”

“તને ઝાતાં ઝોઈ પનઘટની વાટે...એ...મારું મન.....મોહી ગયું...!”

ઐશ્વર્યા મજમુદારની સૂરીલી અવાજમાં ગરબાં ચાલી રહ્યાં હતાં. લાકડાંનાં લાંબા દંડાઓની વાડ વડે બનેલાં ચોરસ મોટાં ગરબાં ચોકમાં કોલેજનાં સ્ટુડન્ટ્સનાં અનેક ગૃપ્સ ગરબાં ગાઈ રહ્યાં હતાં. સિદ્ધાર્થ સિવાય લાવણ્યા અને ગ્રૂપનાં લગભગ બધાંજ મિત્રો એક સર્કલ બનાવીને લાવણ્યાએ શીખવાડેલાં “બેબીસ્ટેપ” ગરબાં ગાઈ રહ્યાં હતાં. લાવણ્યાની જિદ્દ છતાંપણ સિદ્ધાર્થે ગરબાં નાં ગાયાં અને સર્કલાંમાં વચ્ચે ઊભો રહીને પોતાનાં મોબાઇલમાં ગ્રૂપનાં બધાંને ગરબાં ગાતાં રેકોર્ડ કરી રહ્યો હતો.

“મારું મન.....મોહી ગયું......!” ગરબાં સોંન્ગની એ લાઇન ઉપર લાવણ્યા અને બીજાં બધાંજ નાનાં બેબીની જેમજ તેમનાં માથે બંને હાથ મૂકીને માથું ડાબે-જમણે હલાવતાં. સોંન્ગમાં જ્યારે-જ્યારે આ લાઇન આવતી બધાં આજ સ્ટેપ રિપીટ કરતાં.

“તને ઝાતાં ઝોઈ પનઘટની વાટે...એ” ગરબાં સોંન્ગની એ લાઇન ઉપર બધાં નાનાં બાળકની જેમ એક હાથ કમર ઉપર મૂકી બીજો હાથ આગળ-પાછળ હલાવતાં સિદ્ધાર્થની તરફ ચાલીને જતાં અને પાછાં તેનાથી ઉંધા પગલે દૂર જતાં.

“તારાં રુપાળાં ગોરાં-ગોરાં ગાલે...એ....! મારું મન મોહી ગયું....!” એ લાઇન ઉપર બધાં નાનાં બાળકોની જેમજ પોત-પોતાનાં ગાલે બંને હાથ રબ કરતાં.

લાવણ્યા ભાવથી સિદ્ધાર્થની સામે જોતી-જોતી ગરબાં ગાઈ રહી હતી. સિદ્ધાર્થ પણ મોબાઇલમાં રેકોર્ડિંગ ચાલુ રાખી તેણી સામે જોયે રાખતો. લૉ-વેઈસ્ટ ચણિયાચોલીમાં ગરબાં ગાતી લાવણ્યા સાક્ષાત સ્વર્ગની કોઈ અપ્સરાં લાગી રહી હતી. અંકિતા, ત્રિશા અને કામ્યા પણ એટલાંજ સુંદર લાગી રહ્યાં હતાં. છોકરાંઓમાં સિદ્ધાર્થ અને વિવાન બંને કેટલીય છોકરીઓ માટે “સેન્ટર ઓફ અટ્રેક્શન” બની ગયાં હતાં.

“કેઢે કંદોરો ..ને..કોટમાં દોરો..ઓ...! કેઢે કંદોરો ..ને..કોટમાં દોરો..ઓ...!” સોંન્ગની એ લાઇન્સ ઉપર બધાંજ તેમની કમર ઉપર જાણે દોરી બાંધતાં હોય એમ ગાંઠ વાળવાં લાગ્યાં.

ગરબાંનાં સર્કલમાં ગોળ-ગોળ ફરતી વખતે લાવણ્યા સિદ્ધાર્થને મુગ્ધ નજરે જોઈ રહી હતી. છેવટે તેનાથી નાં રેહવાતાં ગરબાં ગાતાં-ગાતાં સર્કલમાંથી નીકળીને સિદ્ધાર્થની નજીક પહોંચી ગઈ અને તેની ફરતે રાસ લેતી-લેતી ગરબાં ગાવાં લાગી.

સિદ્ધાર્થ સહિત બધાંને હળવું આશ્ચર્ય થયું. ગરબાં ગાતાં-ગાતાં અંકિતા અને કામ્યા સહિત બધાં મલકાઈને સિદ્ધાર્થની ફરતે ગરબાં ગાઈ રહેલી લાવણ્યાને જોઈ રહ્યાં. સિદ્ધાર્થની ફરતે ગરબાંનું સર્કલ ફરતી વખતે લાવણ્યાએ એકે એક ક્ષણ સિદ્ધાર્થનેજ જોયાં કરતી.

“બેઢલું માથે...ને મેહંદી ભરી હાથે..એ....! બેઢલું માથે...ને મેહંદીભરી હાથે..એ....!” ગરબાંની એ લાઇન્સ ઉપર બધાં તેમજ સિદ્ધાર્થની આજુબાજુ ગરબાં ગાઈ રહેલી લાવણ્યાએ પણ નાનાં બાળકની જેમ જાણે માથે પાણીનું “બેડું” મૂક્યું હોય એમ હાથવડે સ્ટેપ કરીને પાછાં સિદ્ધાર્થ તરફ જવાં લાગ્યાં તેમજ “મેહંદીભરી હાથે..એ....! “ લાઇન ઉપર બધાંએ પોતાનાં હાથની બંને હથેળીઓ ખુલ્લી કરીને તેમણે મૂકેલી મહેંદી બતાવી. લાવણ્યા પણ સિદ્ધાર્થની સામે ઊભી રહીને તેનાં બંને હાથ ખોલી પોતાનાં હાથમાં મૂકેલી મહેંદી બતાવવાં લાગી.

મહેંદી બતાવતી વખતે લાવણ્યાની આંખ સહેજ ભીંજાઈ ગઈ. ભરચક મહેંદીની ડિઝાઈનમાં હથેળીની વચ્ચે લાવણ્યાએ હાર્ટ શેપ બનાવીને તેમાં “SID” લખાવ્યું હતું.

લાવણ્યાનાં હાથમાં “SID” લખેલું વાંચી સિદ્ધાર્થની આંખ પણ સહેજ ભીંજાઈ ગઈ. મોબાઇલ સહેજ નીચો કરી સિદ્ધાર્થ લાવણ્યાને પોતાની ફરતે ગરબાં ગાઈ રહેલી જોઈ રહ્યો.

“તારાં ગાગરની છલકાતી છાંટેએ....! મારું મન મોહી ગયું....!” એ લાઇન ઉપર લાવણ્યાએ સિદ્ધાર્થ તરફ જાણે બેડાંમાંથી પાણીનાં છાટાં ઉડાડતી હોય એમ સ્ટેપ કર્યો.

“તને ઝાતાં ઝોઈ પનઘટની વાટે...એ” મારું મન મોહી ગયું....!”

“તારાં રુપાળાં ગોરાં-ગોરાં ગાલે...એ....! મારું મન મોહી ગયું....!”

ફરીવાર એજ લાઈનો ઉપર અગાઉ કરેલાં સ્ટેપ બધાંએ કર્યા.

“જોડે રે’જો રા....જ.....!

જોડે રે’જો રા....જ.....!

ભલે સુરજ ઊગે કે ના ઊગે

ભલે ચંદર ડૂબે કે ના ડૂબે ....

તમે જોડે રે’જો રે.....”

ત્યારબાદ વારાફરતી એક પછી એક ધમાકેદાર ગરબાં સોંન્ગ્સ આવતાં ગયાં. લાવણ્યા સહિત ગ્રૂપનાં બધાં સર્કલમાં ઉત્સાહથી ગરબાં ગાતાં રહ્યાં. સિદ્ધાર્થ જતો રેહશે એ વાતનો ડર ભુલાવીને લાવણ્યા પણ પૂરી ઉર્જાથી ગરબાં ગાતી રહી. લગભગ દોઢ કલ્લાક જેટલું બધાંએ ગરબાં ગાયાં અને તે દરમિયાન લાવણ્યા દરેક ક્ષણે બસ સિદ્ધાર્થને જોતીજ રહી. સર્કલમાં વચ્ચે ઊભો રહીને સિદ્ધાર્થ પોતાનાં ફોનમાં રેકોર્ડિંગ કરતો રહ્યો.

----

“મને તરસ લાગી છે....!” લાવણ્યા સિદ્ધાર્થ સામે જોઈને બોલી.

ગરબાં ગાઈને થાકેલું ગ્રૂપ સર્કલ બનાવીને નીચે બેસી રિલેક્સ થઈ રહ્યાં હતું. ગરબાં ચોકની આજુબાજુ પાર્ટીપ્લોટની બાઉંડરી વૉલને અડીને ફૂડ કોર્ટ બનાવાયો હતો. ફૂડ કોર્ટમાં ફાસ્ટ ફૂડની અનેક સ્ટૉલ્સ લાગેલી હતી.

ગ્રૂપનાં બધાં ફૂડ કોર્ટની આગળ લૉનમાં બેઠાં હતાં. પાછળ બનેલી અનેક ફૂડ સ્ટૉલ્સમાં વિવિધ ટાઈપનાં ફાસ્ટફૂડ ખાવાં ગરબાં ગાનાર અને જોનાર પબ્લિકની ભીડ જામેલી હતી.

“શેની તરસ...!? હમ્મ...!?” સામે બેઠેલી અંકિતાએ લાવણ્યાની સામે જોઈને તેની આંખો નચાવીને કહ્યું “પાણીની કે....પછી.....!?” અંકિતાએ હવે એવીજ રમતિયાળ નજરે સિદ્ધાર્થ સામે જોયું. સિદ્ધાર્થ લાવણ્યાની બાજુમાંજ બેઠો હતો.

“એ અંકલી ડોબી....!” લાવણ્યાએ હાથમાં પકડેલો તેનો હેંન્કી તેની ઉપર ફેંકતાં કહ્યું.

લાવણ્યા સહિત બધાં હસી પડ્યાં. હસતાં-હસતાં લાવણ્યાએ સિદ્ધાર્થ સામે જોયું. તે પણ સ્મિત કરીને લાવણ્યા સામે જોઈ રહ્યો હતો.

“હું લઈ આવું છું….!” સિદ્ધાર્થ બોલ્યો અને લાવણ્યા સામે જોઈને ઊભો થયો “બીજાં કોઈને કશું લાવું છે...!?”

“હાં....! મારે માટે એક ચીઝ સેન્ડવિચ...!” ત્રિશા બોલી.

“બધાં માટે ચીઝ સેન્ડવિચજ લેતો આવને...!” અંકિતા બોલી અને ત્રિશાની બાજુમાં બેઠેલી કામ્યા સામે જોયું “શું કે’વું....!?”

“હાં...ચાલશે...!” કામ્યા બોલી “પણ એની હેલ્પ માટે કોઈ જાઓતો ખરાં....! સિડ કઈં વેઇટર થોડો છે....! કે બધાંની સેન્ડવિચ એકલો લઈને આવે...!”

“હું જાઉં…..!?” લાવણ્યા નાનાં બાળકની જેમ મોઢું બનાવીને બોલી.

“એમાં પૂછેછે શું...!?” અંકિતા આંખ મીંચકારીને બોલી “ જા...જા....!”

“ચાલ...ચાલ....! જલદી...!” લાવણ્યા ઝડપથી ઊભી થતાં બોલી.

બધાં મલકાઈને તેની સામે જોઈ રહ્યાં. લાવણ્યા સિદ્ધાર્થનું બાવડું પકડીને તેની જોડે ચાલવાં લાગી.

બંને હવે ચાલતાં-ચાલતાં ફૂડ કોર્ટમાં લાઇનબંધ બનેલી સ્ટૉલ્સ પાસે આવ્યાં.

બધાં માટે ચીઝ સેન્ડવિચ અને પાણીની બોટલનો ઓર્ડર આપીને સિદ્ધાર્થે એક પાણીની બોટલની કેપ તોડીને લાવણ્યાને આપી. પોતાનાં લાલ હોંઠે બોટલ અડાડીને લાવણ્યા સિદ્ધાર્થ સામે જોઈ રહીને પાણી પીવાં લાગી.

થોડું પાણી પીને લાવણ્યાએ રમતિયાળ સ્મિત કરતાં-કરતાં બોટલ સિદ્ધાર્થ સામે ધરી. સિદ્ધાર્થે સ્મિત કરીને બોટલ લીધી અને પાણી પીવાં લાગ્યો.

“મારાં ગરબાં ગમ્યાં...!?” પાણી પી રહેલાં સિદ્ધાર્થની સામે જોઈ રહીને લાવણ્યાએ પૂછ્યું.

“ખાલી મને કે આજુબાજુનાં બીજાં બધાં છોકરાઓને...!?” સિદ્ધાર્થે ટીખળભર્યું સ્મિત કરતાં પૂછ્યું.

“જોતો...જોતો....! કેવું હસે છે...પાછો...!” લાવણ્યા સિદ્ધાર્થનાં ચેહરાંની ઇનોસંન્ટ સ્માઇલ જોઈને તેનાં ગાલ ખેંચતાં બોલી.

“અરે....!” સિદ્ધાર્થે પરાણે લાવણ્યાનો હાથ તેનાં ગાલ ઉપરથી છોડાવ્યો.

“સાહેબ...! તમારી ચીઝ સેન્ડવિચ અને પાણીની બોટલ્સ....!” ફૂડ સ્ટૉલવાળાંએ બે મોટી પ્લાસ્ટિક બેગમાં સિદ્ધાર્થે આપેલો ચીઝ સેન્ડવિચ અને પાણીની બોટલ્સનો ઓર્ડર પેક કરીને સિદ્ધાર્થ સામે ધરતાં કહ્યું.

પેમેન્ટ કરીને સિદ્ધાર્થે બંને બેગ્સ પોતાનાં હાથમાં લીધી.

“લાવ...! એક મને આપ...!” લાવણ્યાએ સિદ્ધાર્થનાં હાથમાંથી એક બેગ લેવાં હાથ લંબાવ્યો.

“વાંધો નઈ...! હું લઈ લઉં છું....!” સિદ્ધાર્થે કહ્યું.

“નાં...નાં..! લાવને....!” લાવણ્યાએ તોપણ સેન્ડવિચવાળી બેગ સિદ્ધાર્થનાં હાથમાંથી લઈ લીધી.

બંને પાછાં ગ્રૂપનાં ફ્રેન્ડ્સની પાસે આવ્યાં.

“અંકિતા....! આ પકડ...!” લાવણ્યાએ સેન્ડવિચવાળી બેગ અંકિતાને આપી.

બેગ લઈને અંકિતાએ તેમાંથી સેન્ડવિચનાં એક-એક પાર્સલ કાઢીને વારાફરતી બધાંને આપવાં માંડ્યા. વિવાનને સેન્ડવિચનું પાર્સલ આપતી વખતે અંકિતાએ ઘુરકીને તેની સામે જોયું.

“શું...!? મેં શું કર્યું...!?” વિવાને મૂંઝાઇને અંકિતા સામે અને પછી લાવણ્યા સામે જોઈને પૂછ્યું.

લાવણ્યા સહિત બધાં હસી પડ્યાં. વિવાન એજરીતે મૂંઝાઇને બધાંની સામે પછી અંકિતા સામે જોઈ રહ્યો.

સેન્ડવિચ ખાતાં-ખાતાં બધાં હવે કોઈને કોઈ વાતે એકબીજાં જોડે મજાક મસ્તી કરવાં લાગ્યાં. અંકિતાએ વિવાનની “ઉડાવવાં”માં કઈં બાકી ના રાખ્યું. વિવાન મૂંઝાઇને બધાંની સામે જોતો રહેતો. એ જોઈને બધાં વધુ હસતાં.

અંકિતાની મજાક મસ્તીને લીધે સિદ્ધાર્થ પણ સ્માઇલ કરતો અને લાવણ્યા સિદ્ધાર્થનાં એ સ્મિતમાં ખોવાઈને તેને જોઈ રહેતી.

નાસ્તો કર્યાબાદ બધાં ફરીવાર ગરબાં ગાવાં માટે ગરબાં ચોકમાં આવી ગયાં. અગાઉની જેમજ સર્કલ બનાવીને બધાં ગરબાં ગાવાં લાગ્યાં. આ વખતે સિદ્ધાર્થ ગરબાં ચોકની લાકડાંની વાડ પાસે ઊભો રહીને ગરબાં જોઈ રહ્યો. બધાં તેની સામે નજીકજ ગરબાં ગાઈ રહ્યાં હતાં. હજીપણ લાવણ્યા ગરબાં ગાતાં-ગાતાં સિદ્ધાર્થની સામેજ જોતી રહેતી.

લગભગ અડધો કલ્લાક પછી સિદ્ધાર્થ ગરબાં ગાઈ રહેલાં ગ્રૂપની જોડે આવ્યો. સિદ્ધાર્થને જોઈને લાવણ્યા સહિત બધાં અટક્યાં અને ટોળુંવળીને તેની આજુબાજુ ઊભાં રહ્યાં.

“અ....! તમે લોકો એન્જોય કરો...!” સિદ્ધાર્થ ખચકાતો હોય એમ બધાંની સામે જોઈને બોલ્યો “અ....! અ.....!” સિદ્ધાર્થે પહેલાં તેનાં હાથમાં મોબાઇલની સ્ક્રીનલાઇટ ઓન કરીને તેમાં જોયું પછી લાવણ્યા સામે જોયું.

“ટ....ટાઈમ થઈ ગ્યો છે...!” લાવણ્યા સામે જોઈ રહીને સિદ્ધાર્થ પરાણે બોલ્યો.

લાવણ્યાનાં ધબકારાં વધી જતાં તે ઊંડા-ઊંડા શ્વાસ ભરવાં લાગી. તેની આંખ ભીંજાઈ ગઈ અને તેણીએ જોડે ઊભેલી અંકિતાનો હાથ મજબૂતીથી પકડી લીધો. સિદ્ધાર્થ દયામણા ચેહરે તેણીને જોઈ રહ્યો.

“બઉ લેટ થાય એ પહેલાં...! અ...!” સિદ્ધાર્થ હજીપણ લાવણ્યા સામે એજરીતે જોઈ રહ્યો “મ....મારે....! અ……! હું....હું....નિકળું.....!”

લાવણ્યાએ હવે અંકિતાની હથેળી વધુ સખતરીતે પકડી લીધી.

“નાં જઈશને....!” બોલવાંની ઈચ્છાં છતાં લાવણ્યાથી કઈં નાં બોલાયું. તેનાં હોંઠ ધ્રૂજવાં લાગ્યાં. તે સિદ્ધાર્થની સામે ભીંજાયેલી આંખે જોઈ રહી.

“બાય.....!” સિદ્ધાર્થ પરાણે બોલ્યો. તે હજીપણ લાવણ્યા સામે જોઈને ત્યાંજ ઊભો રહ્યો હતો.

બધાં હવે દયામણી નજરે લાવણ્યા સામે જોઈ રહ્યાં. લાવણ્યાની આંખ હવે વધુ ભીંજાઈ.

“બાય...! લવ....!” લાવણ્યાએ કઈં નાં બોલતાં છેવટે સિદ્ધાર્થે કહ્યું અને ધિમાં પગલે પાછો જવાં લાગ્યો.

“સિડ...સિડ...! મ્મ....મને ઘરે ઉતારી દઇશ....!? મ...મારે ઘરે જવું છે....!” લાવણ્યા કાંપતા સ્વરમાં ભીંજાયેલી આંખે બોલી અને અંકિતાનો હાથ છોડી દઈને સિદ્ધાર્થની નજીક આવી ગઈ.

“પણ લાવણ્યા....!” લાવણ્યાની એક બાજુ ત્રિશા જોડે ઉભેલો પ્રેમ બોલ્યો “ગરબાં પતે એ પછી....! બધાંએ માણેકચોક જવાનો પ્રોગ્રામ કર્યો છે....! તારે નથી આવવું...!?”

“નઈ...નઈ...!મ...મારે નઈ આવવું...!” લાવણ્યા નાનાં બાળકની જેમ માથું ધૂણાવીને બોલી “મારે....મારે જવું છે...! ઘ ...ઘરે....જવું છે....!”

“સારું...!” હવે કામ્યા લાવણ્યાની જોડે આવીને ઊભી રહીને બોલી “કોઈ વાંધો નઈ....! સિડ...!” કામ્યાએ હવે સિદ્ધાર્થ સામે જોયું ધીમાં સ્વરમાં બોલી “ટેક કેયર....!”

“યૂ ટૂ....!” સિદ્ધાર્થે ટૂંકો જવાબ આપ્યો અને પછી લાવણ્યા સામે જોયું.

“ચાલ....! તને ઘરે મૂકી જાઉં...!” સિદ્ધાર્થ બોલ્યો “એ બા’ને આંટીને પણ મળાઈ જશે....!”

એટલું કહીને સિદ્ધાર્થે ફરીવાર એક નજર બધાં સામે જોયું અને પાછાં ફરી ચાલવાં લાગ્યો.

“લાવણ્યા...! આ તારું હેન્ડબેગ...!” અંકિતાએ નીચે સર્કલની વચ્ચે મુકેલાં બધાંનાં સામાનમાંથી લાવણ્યાની હેન્ડબેગ ઉઠાવીને આપતાં કહ્યું. અંકિતાનો ચેહરો પણ ઉતરી ગયો હતો. સહેજ ભીની આંખે તે લાવણ્યા સામે જોઈ રહી.

હેન્ડબેગ લેતાં-લેતાં લાવણ્યાએ અંકિતા સામે જોયું અને તેની આંખો પણ થોડી વધુ ભીંજાઈ.

“બ....બાય....!” લાવણ્યાએ પરાણે કામ્યા અને અંકિતા સામે જોઈને કહ્યું અને પાછી ફરીને સિદ્ધાર્થ જોડે જવાં લાગી.

સિદ્ધાર્થ હવે ગરબાં ચોકની આજુબાજુ બનેલી લાકડાંનાં વાંસની વાડ ઓળંગીને બહાર ઊભો હતો. લાવણ્યા હવે ઉતાવળાં પગલે તેની તરફ આવી ગઈ અને વાડ ઓળંગીને સિદ્ધાર્થની જોડે આવીને ઊભી રહી.

“ચાલ....જલ્દી....! બ....બઉ ઓછો ટ.....ટાઈમ છે....!” લાવણ્યા હવે સિદ્ધાર્થનો હાથ પકડીને ચાલવાં લાગી.

દયામણી નજરે સિદ્ધાર્થ તેણી સામે જોઈ રહી ચાલવાં લાગ્યો.

“હું...બાઇક લઈને આવું....!” પાર્ટી પ્લોટનાં રિસેપ્શન એરિયાનાં ગેટ પાસે આવીને સિદ્ધાર્થ બોલ્યો “તું મેઇન ગેટ પાસે ઊભીરે’…….!”

લાવણ્યાએ હકારમાં માથું ધૂણાવી દીધું. સિદ્ધાર્થ પાર્કિંગનાં ગેટ તરફ જવાંની પેવમેંન્ટ ઉપર જવાં લાગ્યો.

પાર્કિંગ બાજુ જઈ રહેલાં સિદ્ધાર્થની પીઠ તાકતાં રહી લાવણ્યા હવે મેઇન ગેટ તરફ ચાલતી-ચાલતી જવાં લાગી.

મેઇન ગેટ પાસે આવીને લાવણ્યા ઊભી રહી પોતાનાં હેન્ડબેગની ચેઇન ખોલીને તેમાં સિદ્ધાર્થ માટે લીધેલી વૉચનું ગિફ્ટ બોક્સ જોવાં લાગી. ગિફ્ટ બોક્સ ચેક કરીને લાવણ્યાએ પાછી હેન્ડબેગની ચેઇન વાખી.

એટલાંમાંજ સિદ્ધાર્થ તેનું રોયલ એનફિલ્ડ ચલાવીને લાવણ્યા પાસે આવીને ઊભો રહ્યો.

“ચાલ...!” બાઈકને રેસ આપીને સિદ્ધાર્થ બોલ્યો.

ચણિયાચોલી પહેરી હોવાને લીધે લાવણ્યા અગાઉની જેમજ પાછલી સીટ ઉપર એકબાજુ બેઠી. સિદ્ધાર્થને પકડીને લાવણ્યા તેને ચીપકીને બેસી.

“જવાં દઉં....!?” સિદ્ધાર્થ તેનું મ્હોં પાછું ફેરવીને પૂછ્યું.

“હાં….! પણ હું જે રસ્તે કઉં એ રસ્તે લેજે....!” લાવણ્યા સહેજ વિચારીને બોલી “એસજી હાઇવે બાજુથી નઈ.....! એ બાજુનો રસ્તો બંધ છે....!”

“ઓહ....! તો....!?”

“ત....તું પે’લ્લાં....યુનિવર્સિટી રોડ જવાંદે....!” લાવણ્યા ગભરાતી-ગભરાતી બોલી “પ..પછી ત....ત્યાંથી હું કઉં છું....!”

“ઓહકે....!” સિદ્ધાર્થે પરાણે સ્મિત કર્યું અને બાઇક યુનિવર્સિટી રોડની દિશામાં મારી મૂક્યું.

લાવણ્યા તેનો એક હાથ સિદ્ધાર્થની કમર ફરતે હાથ વીંટાળીને બેસી ગઈ.

“થોડું....! ધીરે ચલાયને....!” થોડીવાર પછી લાવણ્યા અધિર્યાં જીવે રડમસ સ્વરમાં બોલી.

“તો થોડો વધારે ટાઈમ જોડે રે’વા મલે....!” લાવણ્યા મનમાં બબડી.

“સોરી...!” સિદ્ધાર્થે સહેજ પાછું જોઈને ફરી આગળ જોઈ બાઇક ચલાવાં લાગ્યું.

ઉચાટભર્યા જીવે લાવણ્યા પાછળ બેઠાં-બેઠાં આજુબાજુ જોઈ રહી. બાઇક હવે યુનિવર્સિટી રોડ ઉપર આવી ગયું હતું.

“હવે ક્યાં લઉં.....!?” સિદ્ધાર્થ ફરી એજરીતે પાછું જોઈને બોલ્યો અને પછી ડ્રાઇવ કરવાં લાગ્યો.

“લ.....લેફ્ટ વાળી લે....!” લાવણ્યા ફરી એજરીતે ગભરાઈને બોલી.

સિદ્ધાર્થે ડોકી હલાવીને બાઇક લેફ્ટ સાઈડ વાળી લીધું.

“હવે સીધું સીધુંજ જવાં દેજે....!” લાવણ્યા ફરી બોલી.

સિદ્ધાર્થે ફરીવાર તેનું ડોકું હકારમાં હલાવી લીધું.

થોડીવાર પછી તેઓ હવે આશ્રમ રોડ પર આવી ગયાં.

“સામે લઈલે...!” આશ્રમ રોડ બાટાં ક્રોસ રોડ પાસેથી પસાર થતી વખતે લાવણ્યા બોલી “ગલીમાં જવાંદે....!”

“આ રસ્તો...! તારાં ઘર તરફ જાય છે...!?” સિદ્ધાર્થે પાછું જોઈએ સ્મિત કરતાં કહ્યું.

“તું...તું....જ...જવાંદેને....! હું કઉંછું તો ખરાં....!” લાવણ્યા ગભરાતાં સ્વરમાં બોલી.

સિદ્ધાર્થે ફરીવાર પાછું જોઈ સ્મિત કર્યું અને બાઇક ચલાવાં લાગ્યું.

“હ...હવે....અંદર....! ત...ત્યાં જવાંદે....!” લાવણ્યાએ સિદ્ધાર્થને દેખાય એ રીતે હાથ આગળ કરીને બતાવતાં કહ્યું “ઓલી પાળી પાસે....!”

સિદ્ધાર્થે ફરીવાર સ્મિત કર્યું. અને બાઇક લાવણ્યાએ કીધું એ તરફ જવાં દીધું.

“ઓલ રાઇટ...!” પાળી પાસે બાઇક ઊભું રાખીને સિદ્ધાર્થ બાઇકનું ઇગ્નિશન બંધ કરતાં જાણે નાટક કરતો હોય ચિડાયેલાં સ્વરમાં બોલ્યો “શું હતું આ....!? તું મને છેતરીને રિવર ફ્રન્ટ લઇ આવી...!? હમ્મ...!?””

બીજાં રસ્તે ઘરે જવાંનાં બહાને લાવણ્યા સિદ્ધાર્થને બાઇક ઉપર રિવરફ્રન્ટ લઈ આવી હતી.

“સ....સ....સોરી....!” લાવણ્યા બાઇકની સીટ ઉપરથી ઉતરીને નીચે આવી અને સ્ટિયરિંગ પાસે આવીને ઊભી રહેતાં બોલી “તું...તું... ગુસ્સે ના થઈશને...!”

“અરે લવ...! હું તો ખાલી મજાક કરતો’તો....!” લાવણ્યાની આંખમાંથી આંસુને સરતાં જોઈને સિદ્ધાર્થ બોલ્યો અને બાઇક ઉપરથી નીચે ઉતર્યો.

“મ...મારી....જ....જોડે....થોડું રોકાંને....!” લાવણ્યાની આંખમાંથી હવે દડદડ આંસુ વહેવાં લાગ્યાં અને તે વિનવણીના સૂરમાં બોલી “બ...બઉ નઈ...! ખ.....ખાલી એક....એકજ કલ્લાક....!”

ઈમોશનલ થઈ ગયેલી લાવણ્યા હવે માંડ-માંડ બોલી રહી હતી. સિદ્ધાર્થની આંખ ભીંજાઇ ગઈ. તેણે લાવણ્યાના ગાલ ઉપર હાથ મૂક્યો અને લાવણ્યાના આંસુ લૂંછવાં માંડ્યાં.

“સિડ...સિડ....એક....એક કલ્લાક તો આપ....!” સિદ્ધાર્થે કઈં જવાબ ના આપતાં લાવણ્યા અધિરી થઈને ફરી બોલી “હું....હું...પ...પછી જિદ્દ નઈ કરું....! પ..પછી નઈ ....ર....રોકું તને...! સ....સાચે નઈ રોકું....!”

લાવણ્યા નાનાં બાળકની જેમ તેનું ગળું પકડીને બોલી.

“સારું....!” સિદ્ધાર્થ બોલ્યો.

ખુશ થઈ ગયેલી લાવણ્યાથી પરાણે હસાયું અને તે સિદ્ધાર્થને વળગી પડી.

“ચ....ચાલ......!” સિદ્ધાર્થનો હાથ પકડીને હવે લાવણ્યા ચાલવાં લાગી અને રિવરફ્રન્ટ બાજુ જવાં લાગી. સિદ્ધાર્થ તેની પાછળ ખેંચાતો હોય એમ ચાલવાં લાગ્યો.

“અહીંયા બેસીએ.....!” રિવરફ્રન્ટનાં ઉપરનાં ભાગેજ પાળી ઉપર બેસતાં લાવણ્યા બોલી અને સિદ્ધાર્થનો હાથ ધીરેથી ખેંચીને તેને પણ નીચે બેસાડયો.

લાવણ્યા સિદ્ધાર્થ તરફ મ્હોં રાખીને ઊંધી બેઠી અને એકદમ નજીક સરકી ગઈ.

“કેમ ….! આજે નીચેનાં ભાગે વૉક કરવાં નથી જવું....!?” નીચે બેસતી વખતે સિદ્ધાર્થે સ્મિત કરતાં પૂછ્યું.

“નાં.....નઈ જવું....!” લાવણ્યા સિદ્ધાર્થની વધુ નજીક સરકતાં બાળક જેવાં સ્વરમાં બોલી “ત....તારી...જ...જોડે બેસવું છે....! અને....ત...તને બસ...મ.....મન ભરીને ન..ન...નિહાળી લેવો છે....!”

લાવણ્યાનો સ્વર હવે વધુ ઈમોશનલ થઈ ગયો.

“લવ....! હું બે-ત્રણ દિવસમાં સાચે આઈ જઈશ...! ટ્રસ્ટ મી...!” સિદ્ધાર્થ લાવણ્યાનાં ગાલ ઉપર પ્રેમથી હાથ મૂકીને બોલ્યો.

“ત....તારી ઉપર ટ્રસ્ટ છે...! જ....જાન....!” લાવણ્યા હવે પરાણે તૂટતાં સ્વરમાં બોલી રહી હતી “ પ...પણ....તારાં ફેમિલીવાળાં ઉપર નથી....!”

“લાવણ્યા....!”

“સ....સોરી...! તું....તું....ગુસ્સે નાં થતોને....!” લાવણ્યા ગભરાઈને માફી માંગતી હોય એમ બોલી “મ....મને એવું લ...લાગ્યું એટ્લે કીધું....! સોરી....સોરી....!”

“લવ....! મારાં ટ્રસ્ટ ઉપર તો ટ્રસ્ટ કર.....!”

“સિડ....સિડ....! તું સમજતો નઈ....!” લાવણ્યા સિદ્ધાર્થનો ચેહરો પકડીને બોલી “તું....તું...બવ ઈનોસન્ટ છોકરો છે...! અને....બ...બધાં....તારી એ ઈનોસન્સનો મિસયુઝ કરે છે....!”

“લવ....!” સિદ્ધાર્થે આગળ આવી ગયેલી લાવણ્યાનાં વાળની લટ તેણીનાં કાન પાછળ ભરાવી “તું...! અ.....!”

“હા સિડ....! ન...નેહા પણ તારી ઈનોસન્સનો મિસયુઝ કરે....!” લાવણ્યા વચ્ચે બોલી “બધાં ત...તને ફોર્સ કરે છે....! એટ્લેજ મને એ લોકો ઉપર સહેજપણ ટ્રસ્ટ નથી....! એ...એ....લોકો તારી ઉપર જોરજોરાઈ કરીને ત....તને ત્યાં રોકીલે તો.....!?”

“લાવણ્યા ....! એવું કઈં નઈ....!”

“અને...અને...તને પ....પાછો નાં આ’વાદે તો....!?” લાવણ્યા હવે બબડાટ કરવાં લાગી “જ....જમીન વેચવાંનાં બ....બા’ને....ત...તને બોલાવીને ...ન....નવરાત્રિમાંજ ....ન....નેહા જોડે જ...જ….જોરજોરાથી મેરેજ કરાવીદે તો...!?”

“લાવણ્યા....! મારી વા....!”

“તો તો તું...તું...મને જોવાં પણ નઈ મલે સિડ....!” લાવણ્યાનાં માથે હવે પરસેવો વળવાં લાગ્યો અને તેણીએ સિદ્ધાર્થનાં વાળમાં વ્હાલથી હાથ ફેરવ્યો “સિડ...સિડ....! તું...તું...મને જોવાં પણ નઈ મલે....! જોવાં પણ નઈ મલે...!”

“શાંત થઈજા લવ.....!” સિદ્ધાર્થે લાવણ્યાનું મ્હોં વ્હાલથી તેનાં બંને હાથમાં પકડી લીધું.

“સિડ...સિડ....મને....તું...તું....! નાં જઈશને.....! “ લાવણ્યા છેવટે ભાંગી પડી અને સિદ્ધાર્થનની છાતીમાં માથું ભરાવીને રડી પડી.

“લવ..પ્લીઝ....! શાંત થઈજા.....!” સિદ્ધાર્થ લાવણ્યાની પીઠ ઉપર હાથ ફેરવી રહ્યો અને લાવણ્યાને શાંત કરાવાંનો પ્રયત્ન કરતો રહ્યો.

શિયાળાનાં ઠંડા વાતાવરણમાં સિદ્ધાર્થનાં શરીરની હૂંફથી લાવણ્યાનાં શરીરમાં ઊર્જા ભરાવાં લાગી અને ધીરે-ધીરે તેનાં ડૂસકાં શમવાં લાગ્યાં.

કઈંપણ બોલ્યાં વગર ક્યાંય સુધી લાવણ્યા સિદ્ધાર્થને વળગી રહી. રોજ કરતાં આજે વધુ ઝડપથી સમય પસાર થઈ રહ્યો હોય એવું લાવણ્યાને લાગવાં લાગ્યું. જેમ-જેમ ક્ષણો વિતીવાં લાગી તેમ-તેમ તેણીએ સિદ્ધાર્થ ફરતે તેનું આલિંગન વધુ સખત કરવાં માંડ્યુ.

કઈંપણ બોલ્યાં વગર ક્યાંય સુધી લાવણ્યા સિદ્ધાર્થને એજરીતે આલિંગનમાં જકડી રહી.

“લવ.....! કલ્લાક પૂરો થવાં આયો....!” કલ્લાક પૂરો થવાંમાં લગભગ દસેક મિનિટ બાકી હતી ત્યાં સિદ્ધાર્થ લાવણ્યાની સામે જોઈને બોલ્યો “કેમ કઈં બોલતી નથી....!?”

લાવણ્યા સિદ્ધાર્થનાં હોંઠ સામે મુગ્ધ નજરે જોઈ રહી.

“ખબર છે....! તું મારો નથી.....!” કેટલીક ક્ષણો પછી લાવણ્યા સિદ્ધાર્થનાં હોંઠ ઉપર હળવેથી આંગળી ફેરવીતાં બોલી “પ...પણ શું કરું....!? ત..તને છોડવાંની હિમ્મતજ નથી થતી...!”

“લવ.....! આવું નાં બોલ....!”

“સિડ.....!” લાવણ્યા હજીપણ એજરીતે સિદ્ધાર્થનાં હોંઠ ઉપર હળવેથી આંગળી ફેરવી રહી હતી “મ...મારી ખાલી એક ન....નાની ડ….ડિમાન્ડ છે...!”

“લવ....!”

“ખ...ખાલી એકજ કિસ....!” લાવણ્યા નાનાં બાળકની જેમ મોઢું બનાવીને બોલી “પ્લીઝ સિડ.....!”

“તને ટ્રસ્ટ નથી મારાં ઉપર કે હું પાછો આઈશ...!? હમ્મ....!?” સિદ્ધાર્થે લાવણ્યાનાં વાળમાં પ્રેમથી હાથ ફેરવીને પૂછ્યું.

“સારું....! બસ....! નઈ કરવી....!” લાવણ્યાએ નારાજ થઈને પાછાં સિદ્ધાર્થની છાતીમાં માથું ભરાવી દીધું “તું પ...પાછો આવે પછી....!”

ફરીવાર કેટલીક ક્ષણો સુધી બંન્ને મૌન થઈ ગયાં. લાવણ્યા ઊંડા શ્વાસ ભરતી-ભરતી સિદ્ધાર્થને એજરીતે વળગી રહીને તેનાં શરીરમાંથી આવી રહેલી સુખડનાં અત્તરની એ મહેકને માણી રહી.

“દિલ ચરખેકી ઈક તું ડોરી....! દિલ ચરખેકી ઈક તું ડોરી....” કેટલીક ક્ષણો પછી સિદ્ધાર્થને વળગી રહીનેજ લાવણ્યા મધુર સ્વરમાં ગાવાં લાગી “સૂફી ઈસકા રંગ હાય.....! ઇસમેં જો તેરાં ખ્વાબ પીરોયાં....! નીંદે બની પતંગ......!”

“લવ....!” સિદ્ધાર્થે ભીંજાયેલી આંખે લાવણ્યા સામે જોયું અને તેનાં ગાલ ઉપર પ્રેમથી હાથ મૂક્યો.

“દિલ ભરતાં નહીં...આંખે રજતિ નહીં....!” લાવણ્યાએ પણ ભીંજાયેલી આંખે સિદ્ધાર્થ સામે જોઈ રહીને આગળ ગાયું “દિલ ભરતાં નહીં...આંખે રજતિ નહીં....! ચાહે કિતનાભી દેખતી જાઉં....! વક્ત જાયે મેં રોક ના પાઉ....!” અધિર્યા થઈને લાવણ્યાએ સિદ્ધાર્થના ચહેરાને વ્હાલથી પકડી લીધો “તું થોડીદેર ઓર ઠેહરજાં સ...સોણેયા...! ત...તું થોડીદેર ઓર ઠેહરજાં સોણેયા... ત...તું થોડીદેર ઓર ઠેહરજાં......!”

“લવ.....!” સિદ્ધાર્થે લાવણ્યાને ફરીવાર આલિંગનમાં જકડી લીધી અને તેણીની પીઠ ઉપર પ્રેમથી હાથ ફેરવી રહ્યો “તું દર વખતે એવું સોંન્ગ ગાઈ નાંખે છે કે....એ પછી એનાં શબ્દો મારાં મનમાં ક્યાંય સુધી ગુંજ્યાજ કરે છે....!”

“સિડ......સિડ....! તું...ન....ના જઈશને.....! પ્લીઝ....!” લાવણ્યા એજરીતે અધિર્યાં જીવે સિદ્ધાર્થનો ચેહરો પકડીને બોલી “એ લોકો ત....તને પાછો નઈ આવાંદે...! મને ખબર છે...! એવુંજ થવાનું....! તું...તું...બવ ઈનોસંન્ટ છે....! એ લોકોએ ત...તારાં મ...મેરેજ કરાવાં માટેજ તને છ...છેતરીને બોલાવ્યો હશે....!”

સિદ્ધાર્થ પરાણે હળવું સ્મિત કરીને બોલ્યો “લવ....! એવું કઈં નઈ થાય....! હમ્મ...!”

એવામાંજ વાદળોનાં ગડગડાટ સંભળાયો. સિદ્ધાર્થ અને લાવણ્યા બંનેએ એકસાથે ઉપર આકાશ તરફ જોયું. હવે વીજળીઓનાં ઝબકારાં પણ દેખાવાં લાગ્યાં. લાવણ્યાએ ફરી એકવાર સિદ્ધાર્થની ચેસ્ટમાં તેનું માથું ભરાવી દીધું અને કચકચાવીને તેને આલિંગંનમાં જકડી લીધો.

“લવ....!અ....!ક....કલ્લાક ઉપર થઈ ગ્યું....!” સિદ્ધાર્થે લાવણ્યાનાં માથે હાથ ફેરવીને કહ્યું “ચ....ચાલ....! તને મૂકી આવું ઘરે...!”

“ઉંહું.....! નઈ જવું મ....મારે....!” સિદ્ધાર્થની ચેસ્ટમાં માથું ભરાવી રાખીને લાવણ્યા નાનાં બાળકની જેમ માથું ધુણાવીને બોલી.

“લવ.....! પ્લીઝ.....! લેટ થશેતો મારે પછી ઝડપથી બાઇક ચલાવું પડશે...!”

“નઈ....નઈ....! એવું થોડી કરાય....!” લાવણ્યા ગભરાઈ ગઈ અને તરતજ ઊભી થઈ ગઈ “ચ...ચલ....જઈએ....!”

સિદ્ધાર્થનો હાથ પકડીને લાવણ્યા તરતજ તેને બાઇક તરફ ખેંચીને જવાં લાગી.

“અરે...લવ....! ધીરે....!”

બાઇક પાસે આવીને બંન્ને ઊભાં રહ્યાં.

“ચાલ....! હવે જલદી બાઇક સ્ટાર્ટ કર....!” લાવણ્યા તેની હેન્ડબેગ તેનાં ખભે ભરાવતાં બોલી “પ...પછી તું....તું...ફાસમફાસ બાઈક ચલાવે...! એ....એ... મને નઈ ગમે....!”

“પ..પછી...પછી વરસાદમાં બાઈક સ્લીપ થઈ જાયતો...! ત...તને..કઈં થઈ જાયતો....!?”લાવણ્યા સિદ્ધાર્થ સામે જોયાં વિનાં બોલે જતી હતી.

સિદ્ધાર્થ કેટલીક ક્ષણો દયામણી નજરે તેણી સામે જોઈ રહ્યો.

“બસ લવ....!” એટલું કહીને સિદ્ધાર્થે લાવણ્યાને તેનાં મજબૂત આલિંગનમાં જકડી લીધી “ત....તારાંથી દૂર જવાનું મનજ નથી થતું.....!”

“તો નાં જાને….!” સિદ્ધાર્થને વળગી રહીને લાવણ્યા રડતાં-રડતાં બોલી.

બંન્ને વધું કેટલોક સમય એકબીજાંને વળગીને ઊભાં રહ્યાં.

“ચાલ....! હવે થોડી વધુંવાર જો હું રોકાઇશ....! તો તો ચોક્કસ નઈ જઈ શકું...!” પરાણે સ્મિત કરીને સિદ્ધાર્થ બોલ્યો અને બાઈક ઉપર બેસી બાઈકનો સેલ માર્યો.

લાવણ્યા પાછળ સિદ્ધાર્થને અગાઉની જેમજ પકડીને બેસી ગઈ. સિદ્ધાર્થે બાઇક ઘુમાવીને મેઇન રોડની દિશામાં વાળ્યું અને જવાં દીધું. ઢીલી થઈ ગયેલી લાવણ્યાએ સિદ્ધાર્થની પીઠ ઉપર તેનું માથું ઢાળી દીધું.

---

“સિડ...સિડ....! અહીયાંજ ઊભી રાખને.....! સોસાયટીનાં નાકે...!” લાવણ્યા બોલી.

બંન્ને હવે રિવરફ્રન્ટથી લાવણ્યાનાં ઘરે પહોંચવાં આવ્યાં હતાં. આખાં રસ્તે લાવણ્યાનાં મનમાં એજ ગીત ગુંજયાં કર્યું અને લાવણ્યા દરવખતે સિદ્ધાર્થની ફરતે પોતાની પકડ વધુ સખત કરતી રહેતી.

“કેમ પણ....!?” બાઈક ધીમું કરી સિદ્ધાર્થે લાવણ્યાની સોસાયટીનાં ગેટથી સહેજ છેટે ઊભું રાખ્યું “હું ઘેર મૂકી જવછું તને....! આન્ટીને પણ મલાઈ જશે....!”

“મમ્મી તો સૂઈ ગઈ હશે....!” લાવણ્યા હવે નીચે ઉતરીને બાઈકનાં સ્ટિયરિંગ પાસે આવી અને વિનવણીભર્યા સ્વરમાં બોલી “થ….થોડીવાર માટે બ....બાઈક બંધ કરને.....!”

સિદ્ધાર્થે સ્મિત કરીને બાઈકની ચાવી ઘુમાવી ઇગ્નિશન બંધ કર્યું.

લાવણ્યા હવે ખભે ભરાવેલી તેણીની હેન્ડબેગની ચેઇન ખોલીને તેમાંથી ગિફ્ટ કાઢવાં લાગી.

“શું કરે છે...!?” સિદ્ધાર્થે બાઈક ઉપરથી ઉતરતાં નવાઈપામીને પુછ્યું.

“એક મિનિટ....!” લાવણ્યાએ છેવટે ગિફ્ટ બોક્સ બહાર કાઢ્યું અને સિદ્ધાર્થ સામે ધાર્યું “આલે.....! તારાં માટે....!?”

“અરે....! પણ લવ...આ...!”

“તું....તું....લેને...! ખોલતો ખરાં.....!”

સિદ્ધાર્થે કમને ગિફ્ટ બોક્સ લીધું અને તેનું પેકિંગ ખોલવાં માંડ્યુ.

“SEIKO કંપનીનું બોક્સ...!?” ઉપરનું કાગળ ખૂલી જતાં સિદ્ધાર્થે નવાઈ પામીને લાવણ્યા સામે જોયું.

“બ...બોક્સ ખ...ખોલને....!” લાવણ્યાએ નાનાં બાળક જેવું મોઢું બનાવીને કહ્યું.

સિદ્ધાર્થે છેવટે પરેશાન ચેહરે બોક્સ ખોલ્યું.

“ઓહ ગોડ...! લાવણ્યા....!” સિદ્ધાર્થે લાવણ્યા સામે આંખો મોટી કરીને કહ્યું.

“ન....ના ગમી....!” લાવણ્યા રડુંરડું થઈ ગઈ.

“અરે...! કેવી વાત કરે છે...!” સિદ્ધાર્થની આંખ પણ ભીંજાઇ ગઈ “ક....કેટલાંની આઈ...! SEIKO બ્રાન્ડની વૉચ કેટલી મોંઘી આવે છે યાર...!”

“તું...તું....! એ બધું છોડને....! લાવ...!” લાવણ્યાએ સિદ્ધાર્થનાં હાથમાંથી બોક્સ લઈ લીધું અને તેમાંથી વૉચ કાઢી બોક્સ પાછું તેણીની હેન્ડબેગમાં મૂક્યું. હેન્ડબેગ બાઈકનાં સ્ટિયરિંગ ઉપર ભરાવીને લાવણ્યએ સિદ્ધાર્થનાં કાંડે વૉચ બાંધવાં માંડી.

“લાવણ્યા પણ હું આટલી મોંઘી....!”

“લેવીજ પડશે કીધુંને...!” લાવણ્યાએ છણકો કર્યો અને વૉચનો પટ્ટો બાંધી સિદ્ધાર્થનું કાંડું સીધું કર્યું “જો...જો....! કેટલી મસ્ત લાગેછે તને...!”

લાવણ્યા નાનાં બાળક જેવી આંખો કરીને વૉચ સામે જોઈ રહી પછી સિદ્ધાર્થ સામે જોઈને બોલી. સિદ્ધાર્થની આંખ ફરીવાર ભીંજાઈ ગઈ.

“લવ....! આટ....આટલી મોંઘી વૉચ....!?” સિદ્ધાર્થ માંડ બોલી શક્યો.

“તારાં કરતાં મોંઘી નથી જાન....!” લાવણ્યાએ સિદ્ધાર્થને કચકચાવીને જકડી લીધો.

સિદ્ધાર્થ તેનું માથું લાવણ્યાનાં ખભાં ઉપર ઢાળી દઈ ઊંડા શ્વાસ ભરવા લાગ્યો.

“મ્મ....મને ભ...ભૂલીતો નઈ જાયને....!?”થોડીવાર પછી લાવણ્યા ધ્રૂજતાં સ્વરમાં સિદ્ધાર્થ સામે જોઈને બોલી.

“લવ....! મને નઈ ખબર કે ફ્યુચર શું હશે....! પણ ...પણ હું સાચું કઉં છું....!” સિદ્ધાર્થ લાવણ્યાની આંખોમાં જોઈને દૃઢ સ્વરમાં બોલ્યો “સમય વીતી જશે પણ તારી લાગણીઓનો ભેજ એજ રેહશે....! લાખ નવાં સબંધો બંધાય પણ....તારી જગ્યા એજ રેહશે.....!”

“ઓહ સિડ...!” લાવણ્યા રડી પડી અને ફરીવાર સિદ્ધાર્થને વળગી પડી.

ખાસ્સો લાંબો સમય સુધી બંને એકબીજાંને આલિંગનમાં જકડીને ઊભાં રહ્યાં.

ફરીવાર વાદળોમાં ગડગડાટ અને વીજળીઓનાં ચમકારાં થવાં લાગ્યાં.

“હું તને ઘરે ઉતારી દઉં ચાલ....!” છેવટે સિદ્ધાર્થે લાવણ્યાને તેનાં આલિંગનમાંથી મુક્ત કરતાં કહ્યું.

“નાં....! નજીકજ છે...!” લાવણ્યા બોલી “હું જતી રઈશ....!”

કેટલીક વધુ ક્ષણો સિદ્ધાર્થ લાવણ્યા સામે પ્રેમથી જોઈ રહ્યો. લાવણ્યાની આંખ હવે થોડી વધુ ભીની થઈ ગઈ.

“ચાલ....! હવે હું જાઉં.....! તું હવે જલ્દી ઘરેજાં...!” સિદ્ધાર્થ બોલ્યો અને બાઇક ઉપર બેસવાં લાગ્યો.

“પાછો આવજે....! પ્લીઝ પાછો આવજે....!” લાવણ્યા મનમાં બબડી. તેણીનાં ધબકારાં વધી જતાં તે ઊંડા શ્વાસ ભરવાં લાગી.

સિદ્ધાર્થ હવે બાઇક ઉપર બેસી ગયો અને ચાવી ઘુમાવી બાઇકનો સેલ માર્યો.

“ધ...ધ્યાન રાખજે.....!” લાવણ્યા માંડ બોલી “અને...અને.....બ..બાઇક ધીમે ચલાવજે....!”

સિદ્ધાર્થે લાવણ્યા સામે દયામણી નજરે જોઈને પરાણે સ્મિત કર્યું અને બાઇક ઘુમાવીને હવે હાઇવેની દિશામાં ફેરવ્યું.

“હું...હું...ફોન કરુંતો....તો....ઉઠાવજે...!” લાવણ્યા રડમસ સ્વરમાં સિદ્ધાર્થનાં બાઇકની જોડે ચાલવાં લાગી “મ...મને ફોન કરજે....! હું....હું....મેસેજ પણ કરીશ તને હોંને....!”

“લા...લાવણ્યા...પ્લીઝ ઘરેજાં....!” સિદ્ધાર્થે ધીમી સ્પીડે બાઇક ચલાવતાં-ચલાવતાં માંડ કહ્યું.

“હું...હું...તને રોજે મેસેજમાં ગ....ગીતો લખીને મોકલીશ...હોને...! મારાં વોઇસમાં રેકોર્ડ કરીને પણ મોકલીશ.....!” લાવણ્યા હજીપણ એજરીતે બાઇકની જોડે ચાલતી રહી, તે હવે રડી પડી.

“લાવણ્યા ....પ્લીઝ....!” સિદ્ધાર્થ ફરી એજરીતે બોલ્યો.

“તું...તું...મારી ચિંતા નાં કરતો.....! તું શાંતિથી જાં....!” લાવણ્યા થોડું વધું બાઇક જોડે ચાલી પછી અટકી ગઈ “શાંતિથી જા....! હોને....!”

“ગુડ બાય લવ.....!” લાવણ્યા અટકી જતાં સિદ્ધાર્થે છેવટે બાઇકની સ્પીડ વધારી દીધી અને બાઇક હાઇવે તરફ મારી મૂક્યું.

લાવણ્યા ત્યાંજ ઊભી-ઊભી બાઇક ઉપર જતાં સિદ્ધાર્થની પીઠને તાકી રહી.

થોડીવાર પછી છેવટે સિદ્ધાર્થ દેખાતો બંધ થયો. લાવણ્યા તોપણ સિદ્ધાર્થને જતો કલ્પી રહીને ત્યાંજ ઊભી રહી. છેવટે કેટલોક વધું સમય ત્યાં ઊભાં રહ્યાં બાદ લાવણ્યા તેની સોસાયટીનાં ગેટ તરફ ચાલવાં લાગી.

“સમય વીતી જશે પણ તારી લાગણીઓનો ભેજ એજ રેહશે....! લાખ નવાં સબંધો બંધાય પણ....તારી જગ્યા એજ રેહશે.....!” ઘર તરફ જતાં-જતાં લાવણ્યા સિદ્ધાર્થે કહેલાં એ શબ્દો યાદ કરી રહી. સિદ્ધાર્થે કહેલાં એ શબ્દો સીધાં લાવણ્યાનાં હ્રદયમાં ઉતરી ગયાં હતાં.

“પણ તારી જગ્યા એજ રેહશે.....!” કોણ જાણે કેમ પણ લાવણ્યાનાં મનમાં એ વાક્ય સાંભળીને એક તીવ્ર લાગણીએ જન્મ લીધો હતો. જે યાદ આવી જતાંજ લાવણ્યાનું શરીર ધ્રુજી ઉઠ્યું. તેનાં હ્રદયમાં ઉઠેલી એ તીવ્ર લાગણી કહેતી હતી

“કે સિદ્ધાર્થ સાથે આ તેની છેલ્લી મુલાકાત હતી....! તે હવે પાછો નઈ આવે....!”
*****

Important Note: “Love Revenge” સ્ટોરીનાં તમામ મૌલિક અધિકારો ફક્ત લેખકને આધીન છે.

“લવ રિવેન્જ” એક “True Story” છે. બધાંજ પત્રો વાસ્તવિક છે. લેખક પોતે પણ વાર્તાનું એક પાત્ર છે. વાર્તા લખવાં કેટલીક સાહિત્યિક છૂટછાટ લેવામાં આવી છે. વાર્તામાં ઉપયોગમાં લેવાયેલી તમામ તસ્વીરો પ્રતિકાત્મક છે. લેખકનો તેનાં ઉપર કોઈ હકદાવો નથી. આ સિવાય વાર્તામાં આવતાં સોંગ્સ અને તેનાં લીરિક્સ ઉપર પણ લેખકનો કોઈ હકદાવો નથી. આપના પ્રતિભાવો મારાં watsapp નંબર 9510025519 ઉપર આવકાર્ય છે.

-J I G N E S H