Time circumstances books and stories free download online pdf in Gujarati

સમય સંજોગે

મિત્રો કોઈએ સરસ કહ્યું છે કે,

સમય પ્રમાણે ચાલવું પડે છે,
સંજોગો પ્રમાણે બદલાવું પડે છે,
મિત્રો આ જિંદગી તો એક એવું નાટક છે,
કે જેમાં ઘણી વખત બરબાદ થઈને પણ ભજવવું પડે છે,
અને આ નાટકની અંદર જો કોઈ સર્વશ્રેષ્ઠ કૃતિઓ કરીને જતું રહે,
તો માણસો એને યુગો યુગો સુધી યાદ રાખે છે.
મારા સર્વ વાચક મિત્રોને મારા જય જય ગરવી ગુજરાત. મારે તમને વાત કરવી છે સમયની અને તેના મહત્વની. કારણ કે આપના જીવનમાં સમયનું વિશેષ મહત્વ રહેલું છે. આપણે આપણાં રોજ-બરોજના કાર્યમાં સમય વિષે સભાન હોઈશું તો આપણે આપણાં કાર્યોને યોગ્ય ન્યાય આપી શકીશું. કારણ કે સમય એ ખૂબ જ મૂલ્યવાન છે. એક વાર જે સમય વિતી જાય છે એ ફરી પાછો આવતો નથી.

મિત્રો આપણાં જીવનમાં આપણો સૌથી મોટો ભ્રમ એ છે કે આજ કરતાં કાલે આપણી પાસે વધારે સમય હશે. આ ખોટા ભ્રમને કારણે આપણે આપણાં કાર્યને આજે કરવાના બદલે કાલ પર છોડતાં જઈએ છે. આતો થઈ ફક્ત એક કાર્યની વાત પરંતુ આપણે કેટલાય કાર્યોને કાલે કરશું એ વિશ્વાસે અધૂરા મૂકીદેતા હોઈએ છે. સાહેબ એક વાત યાદ રાખવી પડે આપણી કાલ કોઈ દિવસ આજ થતી જ નથી, કાલ એ કાલ જ રહે છે. બીજા દિવસે ફરી વિચાર આવે કે કાલે કાર્ય પૂરું કરશું. આમ મનમાં ને મનમાં આપણે ખોટાં વાયદા કરીએ છીએ. આ ટેવને લીધે આપણાં ઘણા કર્યો અધૂરા રહી જાય છે જેને કારણે આપણે જીવનમાં આગળ નથી આવી શકતા.
જન્મથી કોઈ મહાન નથી હોતું, માણસ તેના કર્મોથીજ મહાન બનતો હોય છે. અને મહાપુરુષોનો એક સિધ્ધાંત છે કે તેઓ કોઈ પણ કાર્યને અધૂરું છોડતાં નથી, અને એટલા માટે જ તેઓ મહાન બને છે. કેટલીક વાર આપણે આપણી મર્યાદાઓને કારણે પણ કાર્યને અધૂરું મૂકી દઈએ છે. કોઈ ઝડપથી દોડી નથી શકતું, કોઈ વધારે ભાર નથી ઉપાડી શકતું, કોઈ અસાધ્ય રોગથી પીડિત છે, તો કોઈ શિખેલા પાઠોને યાદ નથી રાખી શકતું. આવા તો સાહેબ કેટલાય ઉદાહરણો છે. શું તમે કોઈ એવા વ્યક્તિને જાણો છો જેને બધુ જ પ્રાપ્ત હોય? જેની કોઈ પણ પ્રકારની મર્યાદા ન હોય?” આ શક્ય જ નથી સાહેબ. જે વ્યક્તિ પરિસ્થિતિનો સામનો કરવાને બદલે પરિસ્થિતિથી દૂર ભાગે છે, કાર્યમાં આવનારા સંઘર્ષોનો સામનો નથી કરતું, અને પ્રયાસ છોડી દે છે, તે ક્યારેય પોતાના કાર્યમાં સફળ થતો નથી. પરંતુ સમાજમાં એવા પણ કેટલાક લોકો છે જે પોતાની હિંમત અને અથાક પરિશ્રમથી પરિસ્થિતિને પાર કરી જાય છે, તેના સંઘર્ષોને પાર કરી જાય છે. એવા જ માણસો સુખ અને શાંતિ નો અનુભવ કરે છે. કાર્યમાં ભલે તેઓ સફળ થાય કે નિષ્ફળ થાય પરંતુ તેમનું મન સ્થિર રહે છે તેઓ અંદરથી ક્યારેય ભાંગી પડતાં નથી. અને એટલે જ તેઓ પોતાના કાર્યોથી મહાન બનતા હોય છે.
આપણાં દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ એક વાર પોતાના ઇન્ટરવ્યુમાં સરસ કહ્યું હતું કે, જેઓ એમ કહે છે કે મારી પાસે સમય જ નથી, ખૂબ જ કામ હોય છે, તેઓ પાસે ખરેખર તો સમય હોય છે પરંતુ તેઓ તેનો ઉપયોગ કરવા નથી માંગતા. જેમને સમયનું મૂલ્ય ખબર છે તેઓ સમયસર પોતાનું કાર્ય પૂરું કરી નાખે છે, તો પણ તેમની પાસે સમય વધતો હોય છે. સમયસર કાર્ય પૂરું થવાને કારણે માણસનું મન પ્રસન્ન રહે છે, અને સંતોષની અનુભૂતિ થાય છે.
વિદ્યાર્થી જીવનમાં સૌને અનુભૂતિ થઈ હશે કે, પરીક્ષાના આગલા દિવસે આપણાં મનની સ્થિતિ કેવી સર્જાતી હતી? પરંતુ જે વિદ્યાર્થીઓએ આખું વર્ષ મન પરોવીને એકાગ્રતાથી તૈયારી કરી હોય તેમની મન:સ્થિતિમાં વધુ ફેર પડતો નથી, અને ચિંતામુક્ત બની પરીક્ષા આપે છે. અંતે હું એટલું જ કહીશ કે, આપણે સાહેબ કાર્યને પૂરું જ કરવું છે તો તેમાં આવતા સંઘર્ષોની બીક શા માટે રાખવી? જેટલું મોટું આપણું ધ્યેય હશે, એટલાં જ મોટા પ્રયત્નો કરવા પડશે, અને એટલાં જ મોટા સંઘર્ષોનો સામનો કરવો પડશે. જય હિન્દ, જય ભારત.
- ધવલ ઢોડિયા

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED