વેવાઈ ની માંગણી Jeet Gajjar દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

વેવાઈ ની માંગણી

દીકરી બાવીસ વર્ષની થઈ એટલે પિતા વિનોદભાઈ ને લગ્ન ની ચિંતા થવા લાગી. એક સાધારણ માણસ અને ઉપર થી દહેજ ની પ્રથા ચિંતા માં વધારો કરી રહી હતી. દીકરો હજુ ભણી રહ્યો હતો. એટલે હમણાં તો તેની પાસે કોઈ કમાણી ની આશા પણ રાખી શકાય તેમ ન હતી.

વિનોદભાઈ ના સાળા નો ફોન આવ્યો તે દીકરી માટે સારા ઠેકાણા ની વાત કરતા હતા. દીકરો ભણેલો ગણેલો ને નોકરી કરનારો છે. ઉપર થી ઘર પણ પૈસાદાર છે. આ સાંભળી ને વિનોદભાઈ તેં માણસો ને તેડાવે છે. ફોન મૂકતા પહેલા તેના સાળા કહે છે કે તે લોકો ની થોડી માંગણી તમારે પૂરી કરવી પડશે. આ સાંભળી ને વિનોદભાઈ ઉદાસ થઈ ગયા પણ દીકરી સારા ઘરે જઈ રહી હતી એટલે હસતા મોઢે તેને જલ્દી આવવા માટે કહે છે.

સાંજે વિનોદભાઈ ઘરના સભ્યો સાથે વાત છેડે છે. ને દીકરી ને કહે છે બેટા ઘણી મહેનત પછી આવો સારો છોકરો સારું ઘર મળ્યું છે. બેટા અગર તેમની માંગણી વઘારે હશે તો હું કેવી રીતે પુરી કરી શકીશ.

કહેતા કહેતા તેમની આખો માં આંસુ આવી ગયા

ઘરમાં બધાના ચહેરા ઉપર ચિંતા દેખાઈ રહી હતી દીકરી પણ ઉદાસ હતી

ત્યારે દીકરી કહે બાપુજી હું એવા લોકો ને ઘરે જવા કરતાં તમારી સેવા કરવામાં માને વધુ પુણ્ય મળશે. જે લોકો પૈસા ને પ્રેમ કરતા હશે તે લોકો મને દીકરી કેમ માનવાના. તેને તો પૈસા અને કામવાળી જોતી હોય છે. બાપુજી આવા ઘરે હું બિલકુલ જવા તૈયાર નથી.

વિનોદભાઈ દીકરી ને ગળે વળગાડી ને કહ્યું બેટા દીકરી તો પારકી થાપણ કહેવાય હું તેને કેટલો સમય સાચવી રાખું આખરે તો એક દિવસ તો તેને સાસરે જવાનું જ હોય છે.

બાપુજી હું તમારી વાત સમજુ છું. તમે કહો ત્યાં હું જઈશ મને તમારા પર ગર્વ છે કે મને તમે દુઃખી નહિ થવા દો.

બીજા દિવસે મહેમાન આવી ગયા સારી રીતે તેમનું સ્વાગત કર્યું. દીકરી પાણી અને નાસ્તો લાવી. એક બીજાને જોયા ને પસંદ પણ આવી ગયું હોય તેવું લાગ્યું. બધા માં ચહેરા પર ખુશી હતી બસ વિનોદભાઈ સિવાઈ તેને દહેજ ની માંગણી ની ચિંતા હતી.

પછી જમીને થોડી વાર બેસ્યા ને વેવાઈ કહે હવે આપણે કામની વાત કરીશું.

આ વાત સાંભળીને એક દીકરી ના બાપ વિનોદભાઈ ના હૃદય ના ધબકારા વધી ગયા. એક બાજુ ખુશ થાય કે આવા વેવાઈ મળવા મુશ્કેલ છે પણ જો કોઈ દહેજ ની વાત ન કરે તો સારું આવા વિચારે ચડ્યા.

વિનોદભાઈ વેવાઈ સામે સ્માઇલ આપી કહ્યું હા હા વેવાઈ બોલો શુ ઈચ્છા છે તમારી બતાવો.

વેવાઈએ ખુરશી નજીક કરી અને કહે વેવાઈ મારે કરિયાવર ની વાત કરવી છે.

બે હાથ જોડી ને દીકરી ના બાપે વિનોદભાઈ એ આખો માં પાણી સાથે વાત કરી બોલો વેવાઈ મારી શક્તિ હશે એટલી હું આપણી ઈચ્છા પૂરી કરવાની કોશિશ કરીશ.

વેવાઈ એ દીકરીના બાપ નો હાથ હાથમાં લઈને કહ્યું કે વેવાઈ તમે કરિયાવર માં કઈ આપો કે નો આપો પણ કરજ લઈને એક રૂપિયો પણ કરિયાવર માં આપો તે મને મંજુર નથી જો બેટી પોતાના બાપ ને કરજ માં ઉતારીદે તેવી લક્ષ્મી મને સ્વીકાર નથી મને કર્જ વગર ની વહુ જોઈએ જો મારા ઘરમાં આવીને ઘનને ડબલ કરી દે. મારે બહુ નહિ દીકરી જોઈએ છે.

દીકરીનો બાપ વિનોદભાઈ ના આંખ માં ખુશી ના આશુ આવી ગયા ને ઉભા થઈને વેવાઈ ને ગળે લાગી ગયા અને કહ્યું કે વેવાઈ એવુંજ થશે. હું ધન્ય થઈ ગયો તમારા જેવા વેવાઈ મેળવી ને.

દીકરી નાની હોય કે મોટી હોય કે.જી. માં ભણતી હોય કે કોલેજમાં કુમારિકા હોય કે કન્યા, દીકરી સદાય દીકરી જ રહે છે.

જીત ગજ્જર