Self Esteem books and stories free download online pdf in Gujarati

જાત મેહનત જિંદાબાદ

સ્વાશ્રય નો મહિમા
સ્વાશ્રય એટલે આત્મ નિર્ભર., સ્વાવલંબી, જાતે કરનાર, ખુદ નો ખુદા, પંડ નો પરમેશ્વર.
સ્વાશ્રય નો અર્થ સ્વ આશ્રય. પોતાની જાત ઉપર આધારિત, કોઈની પર આશ્રિત નહી તેવો. જે વ્યક્તિ પોતાનું કામ જાતે કરે તે કયાંય અટકે નહીં. પોતાની જાતમાં વિશ્વાસ હોય, ધીરજ હોય, કાર્ય શક્તિ હોય, જે કાર્ય કરવાનું હોય તેનું જ્ઞાન હોય, અન્ય પાસે થી કામ લેવાની આવડત હોય, આયોજન થી અમલ સુધીનું ટાઈમ ટેબલ હોય. આશા, શ્રદ્ધા અને સમર્પણ ભાવ હોય તો તે સ્વાશ્રયી માણસ સફળતા ને વરે છે. " જાત મહેનત જિંદાબાદ " નું સૂત્ર નો જીવન યાત્રામાં અમલ કરવાથી કાર્ય ઉત્સાહ વધે છે. કાર્યમાં ચુસ્તી અને સ્ફૂર્તિ નો અનુભવ થાય છે.
આળસ, પ્રમાદ , ચલાવી લેવાની વૃત્તિ અને કામચોરી ને સ્વાશ્રયી થવાથી જાકારો મળે છે.
જાતે કાર્ય નહીં કરવાથી તથા કોઈની ઉપર આધારિત રહેવાથી ઘણી વાર કામ થતું નથી, મોડું થાય છે અથવાતો જેવું થવું જોઈએ તેવું થતું નથી અને કામમાં વેઠ ઉતરે છે. પ્રવર્તમાન વૈશ્વિક મહામારી ની વિકટ પરિસ્થિતિમાં આપણે ઘર ના બધા કામ, ખરીદી અને કાર્યાલયના કામ જે આપણે જાતે નહોતા કરતા તે કામ જાતે કરતા થઈ ગયા. ઉપરાંત ઉપરોક્ત કામ ઉત્તમ રીતે કરવાનો પ્રયાસ કર્યો છે તેમજ કર્યા પણ છે. માનવ અદભૂત સ્વાવલંબી અને આત્મનિર્ભર થઈ ગયો કે સમયે એને બનાવી દિધો. પારિવારિક મૂલ્યો નો અહેસાસ ઘરના દરેક સદસ્યોને થયો. પુરુષ વર્ગ શરમ, ક્ષોભ અને સંકોચ રાખ્યા વિના ઘરકામ મા બેટર હાફ ને સાથ, સહકાર અને સહયોગ આપવા માંડ્યો. શ્રમનું મૂલ્ય સમજાયું, દરેક જણ મદદ કરે તો કોઈ કામ અઘરું નથી. સ્ત્રી વર્ગની કાર્યશીલતા, કાર્યક્ષમતા અને કાર્યશક્તિ નો પરિવારને પ્રત્યક્ષ પરિચય થયો. ઘર ની સ્ત્રી એટલે બિન વેતન કાર્યકર્તા હસતા ચહેરાથી કેટલી જવાબદારી વહન કરે છે તેની સૌને અનુભૂતિ થઈ.
પારિવારિક સંપ વધ્યો. એક - મેક ના મન થી નજીક આવવાથી સમસ્યા - સમાધાનમાં, આફત - અવસરમાં, સવાલ - જવાબમાં, પ્રશ્નો - પ્રત્યુત્તરમાં, પીડા - પ્રસન્નતા મા , મુશ્કેલી - માર્ગમાં અને વિવાદ - સંવાદમાં ઘણે અંશે પરિવર્તિત થયો. મહેનતના ફળ મીઠાં હોય છે.
મોહન થી મહાત્મા સુધી દરેકે સ્વાવલંબન અને આત્મ નિર્ભરતા ની શીખ આપી છે. મહાન ભારત દેશના વડાપ્રધાનશ્રી એ સ્વદેશી, સ્વાશ્રયી અને આત્મનિર્ભર બનવાની હાકલ પ્રવર્તમાન પરિસ્થિતિને પહોંચી વળવા કરી છે. આપણા ૧૩૦ કરોડ દેશવાસીઓ ના ૨૬૦ કરોડ મજબૂત હાથથી ભારત દેશ ને વિશ્વ ગુરુ બનાવવા માટે આત્મનિર્ભર થઇશું, અને તેના માટે સંકલ્પબદ્ધ થઈએ.
મિત્રો, આપણને અનુભવ છે કે જાતે સ્વાશ્રયી બની ને કરેલ કામથી હદય નો આનંદ અને સંતોષની અનુભૂતિ થાય છે.
મિત્રો, માનવ જીવનમાં સફળતા મેળવવા માટે કેટલાક ગુણો અને સંસ્કાર કેળવવા જરૂરી છે.

(૧) સાદગી (૨) નિયમિતતા
(૩) મહેનત (૪) નીડરતા
(૫)નિખાલસતા(૬) પ્રેમ
(૭)પ્રમાણિકતા (૮) સત્ય
(૯)નિષ્ઠા (૧૦) સ્વાશ્રયી
(11)સમજ (12) વિદ્યા ની વેહંચની

મિત્રો, જીવન યાત્રામાં સમય અને સમજ સાથે આવે તેને ખુશ કિસ્મત કહેવાય. કારણકે સમજ આવે ત્યારે સમય નીકળી ગયો હોય અને સમય હોય ત્યારે સમજ ના હોય તો બધું નકામું.
નવરું તન અને મન નબળા વિચારો અને ખોટા કામને આમંત્રણ આપે છે. જ્યારે સ્વાશ્રયી માણસ સમાજ માટે પ્રેરણા સ્ત્રોત છે.

સંત કબીર કહે છે કે " કલ કરે સો આજ કર, ઔર આજ કરે સો અબ કર" સ્વાશ્રય ના પાઠ માનવીને પોતાને, સમાજ ને અને દેશને ઉચ્ચતમ અને શ્રેષ્ઠતમ બનાવે છે.

મિત્રો, સ્વાશ્રય નો મહિમા અપરંપાર છે. આપ સૌને સ્વાશ્રયી બનવા માટેની શુભેચ્છા....

આશિષ શાહ
Prism Knowledge Inc.
Maaster Blaaster

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED