આખો દિવસ બંને વચ્ચે કંઈ જ વાત ના થઈ. સ્નેહાએ ધણા મેસેજ કરી જોયા પણ શુંભમનો કોઈ જવાબ ના હતો. જે રીતે દિવસ વાતો વગરનો રહી ગયો તે રીતે રાત પણ વાતો વગરની ગઈ. સ્નેહાના કેટલા મેસેજ પછી ખાલી રાતે સુતી વખતે એક જ મેસેજ હતો શુંભમનો કે 'પછી વાતો કરીશું અત્યારે નિંદર આવે છે.' સ્નેહાએ પણ તે બાબતે તેને કંઈ પુછ્યું નહીં ને તે એમ જ કંઈ વિચાર્યા વગર આજે જલદી સુઈ ગઈ. પણ શુંભમની નિંદર દર્શૅનાની યાદ સાથે ખોવાયેલી હતી.
એક પછી એક બધું ફરી તાજું થઈ રહયું હતું. તે કોલેજના દિવસો, તેમની સાથે થયેલી પહેલી મુલાકાત, તેમની વાતો, તેમની સાથે ફરેલી તે ક્ષણો એકપછી એક યાદ બની જાણે ફરી આજે જીવિત બનતી જ્ઈ રહી હતી. જે પળને તેને ભુલવાની કોશિશ કરવી છે તે પળ ભુલાતી ના હતી.
પોતાના મનને સમજાવતા સમજાવતા એક વર્ષ પુરુ કરી દીધું. છતાં પણ જયારે તે પળ યાદ બની ફરી જીવિત થાય છે ત્યારે શુંભમને એવું લાગ્યા કરે છે કે સૌથી ખરાબ જોઈ કંઈ હોય તો કોઈની સાથેનો અતુટ પ્રેમ છે. જેને પોતાની જિંદગી ફરી તે રીતે જીવવી છે, ફરી હસવૂં છે, ફરી કોઈ પર વિશ્વાસ કરવો છે પણ હવે તે કોઈ પર વિશ્વાસ કરી શકતો નથી. કોઈએ તેનું દિલ જ નહીં તેને પણ તોડયો છે.
કોઈના પરનો આંધળો વિશ્વાસ શાયદ તેની સૌથી મોટી કમજોરી હોય શકે. આજે એટલે જ તો તે કોઈની સાથે સંબધ જોડવા તૈયાર નથી થતો. વિચારોમાં રાત આખી પુરી થઈ ને સવાર થયું. રૂટિન સમયે તે ઘરેથી દુકાને જવા નિકળ્યો.
સવારના દસ થતા સ્નેહા પણ ઓફિસે પહોંચી ગઈ. ઘરથી બહાર નિકળતા પહેલાં જ તેમને શુંભમને ગુડમોનિગનો મેસેજ કરી દીધો હતો. દુકાને પહોંચ્યા પછી શુંભમે પણ તેમને ગુડમોનિગનો મેસેજ કર્યો. બીજી કોઈ વાતો ના કરતા બંને પોતપોતાના કામમા લાગી ગયા.
કેટલા દિવસ પછી આજે જયારે નિરાલી ઓફિસ પર આવી તો સ્નેહાના ચહેરા પર ખુશી હતી. નિરાલીના આવતા જ તે સીધી તેની કેબિનમાં ગઈ.
"કેવી રહી મેરેજ.......??" ખાલી ખુરશી પર બેસતા સ્નેહા બોલી.
"યાર, શું મેરેજ હતા. કાશ મે પણ થોડો લેટ કર્યો હોત તો હું પણ તે લોકોની જેમ કરી શકત."
"એવું તો શું ખાસ હતું કે તને લેટ કરવાનું મન થઈ આવ્યું...?" નિરાલીએ ત્યાના બધા પિંક બતાવ્યા. સ્નેહા તે પિંક જોઈ તો રહી હતી પણ તેનું મન શુંભમના વિચારોમાં હતું. તેને નિરાલીને વાત કરવી હતી પણ કંઈ રીતે કહે સમજાતું ના હતું.
"ખબર નહીં લોકો આટલી જલ્દી બીજાને એકક્ષેપ કેવી રીતે કરી લેતા હશે." પિંક જોતા જોતા તેમની વાતો પણ ચાલતી જ હતી.
"બકા કોઈ જલદીમા નથી થતું. તેના માટે પણ કેટલા પાપડ મુકવા પડે, કેટલું દિલને તડપાવવું પડે ત્યારે ખબર પડે કે પ્રેમ છે. "
"આટલું બધું કરવું તેના કરતાં એરેજ મેરેજ સારા દિલ તુટવાનો ભય તો ના રહે."
"એવું કોણે કિધું તને કે તેમા દિલ તુડવાનો ભય ના રહે..!!"
"કોઈએ નહીં. કાલે તેમની કહાની સાંભળી મને વિચાર આવ્યો. "
"કોની કહાની......!!" નિરાલીએ પુછ્યું.
"શુંભમની."
"શુંભમ. ઓ.....!!!તે તને જોવા આવ્યો હતો તે. મતલબ તમે બંને વાતો કરો છો. "
"હા. "
"તો તે જાણ્યું કે તેમને ના કેમ કિધી તને...?? "
"ના. પણ મને લાગે છે શાયદ તે પહેલાં પ્રેમમાં ખોવાયેલો છે. "
"ચલ કંઈ નહીં તને કોઈ મળ્યું તો ખરું. "
"તે મળ્યો ના કહેવાય. હજું વાતો શરૂ થઈ છે."
"હા બકા બધી જ કહાની વાતોથી શરૂ થતી હોય છે. "
"જોઈએ જે થાય તે અત્યારથી ટેશન લઇ ને શું કામ ફરવું. "
"હમમમમ, રાઈટ. તો જાવ મેડમ કામ પર લાગી જાવ હમણા ઓલો આવી જશે ને તારી સાથે મારી વાટ લગાવી દેશે. તને તો કંઈ કહેશે નહીં કેમકે તું તેની ખાસ છો. "
"ખાસ બનવા માટે દિમાગ જોઈએ જે તારી પાસે કયાં છે. ડરપોક." મજાક કરતા કરતા સ્નેહા તેના કેબિનમાં જતી રહી ને નિરાલી કામ પર લાગી ગઈ.
લંચ સમય સુધી બંનેમાંથી કોઈને વાતો કરવાનો સમય ના મળતો. લંચમા બંને ભેગી થઈ અલક મલકની બધી જ વાતો કરી લેતી. જમવા કરતા તેમનો સમય વાતોમાં વધું જતો. લંચ સમય પુરો થતા તે કેબિનમાં આવી.
બપોરના સમયમાં તે કેબિનમાં હંમેશા એકલી જ રહેતી. આજે થોડું કામ ઓછું હતું એટલે તેમને શુંભમને મેસેજ કર્યો. થોડીવાર પછી તરત જ શુંભમનો મેસેજ આવ્યો. બંને વચ્ચે કયાં સુધી એમ જ વાતો ચાલી. શું કરો..?? કેવું છે..?? શું પ્રોડક્શન કરો....?? આ બધી જ વાતોનો સિલસિલો લગભગ એક કલાક મેસેજમા ચાલ્યા કર્યો.
કેબિનમાં બધાના આવતા તે ફરી કામમાં લાગી ગઈ. ઘરે જવાના સમય સુધી સતત તેમનું કામ ચાલ્યા કર્યું. ઓફિસથી બહાર નિકળી બસમાં બેસી તેને તરત જ શુંભમને મેસેજ કર્યો. થોડીવાર પછી શુંભમનો જવાબ આવ્યો. તે પણ થોડો ફ્રી હતો ને દુકાન પર એકલો હતો એટલે તેમને સ્નેહાને કોલ કરવાનું કહયું ને સ્નેહાએ કોલ કર્યો.
વાતોનો સિલસિલો બસ એમ જ ચાલ્યા કર્યો. બંનેમાંથી કોઈને અંદાજો નહોતો કે તે શું કામ વાત કરે છે. અહીં વાતો કરવા કોઈ શબ્દોની જરૂર ના હતી લાગણીઓ એમ જ વાતો કરે જતી હતી. શરૂઆત સ્નેહાથી થતીને શુંભમથી પુરી. રસ્તાની વાતો, ઓફિસની વાતો, દુકાનની વાતો, શહેરની વાતો એવી કેટલી બધી વાતો વિચારો વગરની થઈ જતી હતી. હજું મળે ત્રણક દિવસ થયા હતા પણ જાણે એવું લાગી રહયું હતું કે તે કેટલા સમયથી એકબીજાને સમજે છે ઓળખે છે.
સ્નેહાનું ઘર આવતા સુધી બંનેની વાતો એમ ચાલ્યા કરી. તેમને ફોન કટ કર્યો ને તે ઘરે આવી. હવે તેના વિચારોમાં ખાલી શુંભમ હતો. તે બદલાઈ રહી હતી. આ વાતોની આદત હતી કે કંઈ બીજું ખબર નહીં પણ જયારે તે ફ્રી થતી ત્યારે પહેલો મેસેજ તે શુંભમને કરતી. દર વખતે શુંભમ તેમના મેસેજનો જવાબ ના આપતો પણ જયારે પણ આપતો તેના મનમા ખુશીની લાગણી પ્રસરી જતી.
વાતો વધતી જતી હતી. શુંભમ પાસે પુછવા માટે શાયદ કંઈ ના હતું પણ સ્નેહા પાસે પુછવા માટે અનેક સવાલો હતા. રાતે અગિયાર વાગ્યે ફરી મેસેજમા તેમની વાતો શરુ થઈ.
"શું એકવાર દિલ તુટયાં પછી બીજીવાર કોઈની સાથે ના જોડી શકાય...??" સ્નેહના આવા અજીબ સવાલો વચ્ચે શુંભમ હંમેશા ખામોશ થઈ જતો. છતાં પણ તે સ્નેહાના વધારે કહેવાથી જવાબ આપતો.
"ખબર નહીં. પણ બીજી વખત કોઈ પર વિશ્વાસ કરવો થોડો મુશકેલ તો હોય છે. " શુંભમના જવાબો સ્નેહાને વિચારવા મજબુર કરતા હતા ને સાથે કેટલું બધું શિખવતા પણ હતા.
"તમે કરી શકો કોઈ પર વિશ્વાસ બીજી વખત.....??" સ્નેહા પાસે જાણે સવાલોની લાઈન હતી તે એક સવાલ પુરો નહોતો થતો ત્યાં બીજો સવાલ પુછી પણ લેતી.
"હા. પણ કોઈ વિશ્વાસપાત્ર માણસ હોય તો." શુંભમે કહયું
"તે ખબર કંઈ રીતે પડે કે તે વિશ્વાસપાત્ર છે કે નહીં..?" સ્નેહાએ તરત બીજો સવાલ કર્યો.
જેનો જવાબ હતો જ નહીં તે જવાબ શુંભમ કંઈ રીતે આપી શકે. તેને ફરી કંઈ કહયા વગર જ ખામોશીમા ખોવાઈ ગયો. અહીં વાતો અકબંધ હતી. જયાં એકનું દિલ તુટી ગયું હતું ને બીજી દિલ જોડવા જ્ઈ રહી હતી. આ વાતો, આ સથવારો કયાં બંનેને લઇ જવાના છે કોઈ નહોતું જાણતું. પણ એટલું ચોક્કસ દેખાય રહયું છે કે આ કહાની કંઈક કોઈ ઉડી મંજિલના રસ્તા પર જવાની છે.
♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥
સ્નેહા અને શુંભમનું આમ નજીક આવવું, આખો દિવસ વાતો કરવી આ બધી જ ખબર જો સ્નેહાની ફેમિલીને ખબર પડશે તો શું થશે...??? શુંં શુંભમ બીજીવાર સ્નેહા સાથે દિલ જોડી શકશે..?? શું સ્નેહા અને શુંભમ એકબીજાને પ્રેમ કરી શકશે...?? આ લાગણીભીના સંબંધમાં જો એક જ ને પ્રેમ થશે તો આ કહાની આગળની રાહ કેવી રીતે પાર કરશે તે જાણવા વાંચતા રહો "લાગણીભીનો પ્રેમનો અહેસાસ"