સાચું સ્ત્રીશસક્તિકરણ .. Bhavna Jadav દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

સાચું સ્ત્રીશસક્તિકરણ ..


અખબાર અને સોસિયલ મીડિયામાં ઘણી વાર સાંભળવા મળેછે છોકરીઓ વિશે અવનવા મજાક કરતા જોક્સ..


સ્ત્રી એટલે નર્કનું દ્વાર પત્નીઓ ના જોક્સ..અને ઘણું બધુ..

મહાભારત અને રામાયણ પણ એક સ્ત્રી ની જીદ ને પરિણામે

તેમજ સ્ત્રી ને આવા અપમાનજક શબ્દ બોલીને ખબર નય લોકો શું આનંદ લતા હોયછે.. મજાક ની પણ એક હદ હોયછે.. સાહેબ..સ્ત્રી એ જ્યારે સપોર્ટ કર્યો ત્યારે પાનના ગલ્લે બીડીઓ પીતો નાથિયો જોબ કરીને નાથાલાલ બને છે એ કેમ કોઈ યાદ નથી કરતુ..?

એક સણસણતો સવાલ એ લોકો માટે જે કહેતા ફરે છે કે છોકરીઓ ખરાબ હોયછે ઈગો પ્રોબ્લેમ હોયછે સ્ત્રીઓ પુરુષ ની બરબાદી નું કારણ છે..

હું પૂછું છું કે... તસ્વીરમાં નજર આવતી એસિડ એટેક પીડિતાઓ એ કોના બરબાદી નું કારણ છે..?

એમા કોનો ઈગો મોટો છે..? ખરાબ કોણ કહી શકાય?

શુ તમે ક્યારેય સાંભળ્યું છે કે.. કોઈ છોકરીએ કોઈ છોકરા પર એસિડ છાંટયું હોય?

શુ ક્યારેય સ્ત્રી ને ના કહેવાનો છૂટ થી અધિકાર ના હોય..?
આજ દેશ તો આઝાદ થયી ગયો છે પણ એક સ્ત્રી સંપૂર્ણ આઝાદ નથી થયી શકી ના તો એના અત્યાચારો થી ના તો એના અધિકાર જમાવવાની આદતો થી ના તો સ્ત્રીને ગુલામ બનાવવાની માનસિકતામાંથી

સ્ત્રીને ખરી આઝાદી ક્યારે મળશે?

એક દંભી પુરુષપ્રધાન સમાજને એક અયનારૂપ આ લેખ લખી રહી છું.. કોઈ ચોક્કસ સમાજ થી મને કોઈ દુશ્મનાવટ નથી પણ મારી લડત આ વરવી માનસિકતા સામે છે.

આજ આઝાદીના એટલા વર્ષો વીતવા છતાં કેટલીય અક્ષમ્ય ઘંટનાઓ બને છે.. રેપ , ડોમેસ્ટિક વાયોલન્સ, એસિડ હુમલા,
વગેરે જેવી વિકૃતિઓ નો ભોગ બનવું પડેછે ..

આખરે એ બધું ક્યારે અટકશે..? શુ કોઈ કૃષ્ણ જેવા અવતાર નો જન્મ નું આગમન ની રાહ જોવાની સ્ત્રીઓને..?

ના, એ માટે ઘણા કાયદા છે પણ કાયદાની કડકાઇથી જે અમલ થવો જોઈએ એ થતો નથી..
અને છતાં કાયદાની કેટલીક છટકબારીઓ પણ એમાં ભાગ ભજવે છે..

પણ હવે જરૂર છે આપડે ખુદ જાગૃત થવાની એક માતા એ એની બાળકીને એટલે સુધી સક્ષમ બનાવવી જોઈએ કે.. એ કોઈપણ પરિસ્થિતિમાં અડગતાથી સામનો કરી શકે ...

સામ ,દામ, દંડ, ભેદ વગેરે કુટનીતિઓ હવે છોકરીઓ એ પણ જીવનમાં ઉતારવી પડશે..

આપડા ઉદ્ધારક અપડે જ બનવું પડશે..
કરણ લોકો ખાલી સલાહ જ આપશે અને બદનામ કરશે પણ સાથ નહીં આપે..

બાબા સાહેબની કલમો વિશે દરેક સ્ત્રીઓ એ માહિતગાર થવું જ પડશે .. અન્યાય સહન ન કરવો એવી શિખામણ પણ આપવી જ પડશે.

વાણી સ્વતંત્રતા અને સ્ત્રીઓના કાયદા ની અનેક કલમો વિશે માહિતગાર થવું પડશે

સ્ત્રીએ એક સંસ્કાર ત્યાગ સહનશીલતા ની નિશાની નહીં પણ એક ઝાંસી ની રાણી બનીને જુનવાળી માનસિકતા ના કાળા કાયદા સામે જ્ઞાનરૂપી લડત આપવી પડશે. ઝઝૂમવું પડશે હવે એ કોઈ વિકલ્પ નથી..

સંસ્કાર પરિવારની ઈજ્જત એવી પોકળ વાતો ના અંદર ગુલામ ની જંઝીરોમાં જકડીને પોતાના અહમને પોષતા પુરુષ સામે આપેલા કથિત બંધન ને ફગાવવા પ્રયત્નો જાતે જ કરવા પડશે..

એક રામરાજ્ય માટે હવે સીતા એ અગ્નિપરીક્ષા નહીં પણ અગ્નિ જેમ જવલંત બનવું પડશે.. ત્યારે જ દુરાચાર રૂપી દુષણો દૂર રહી શકશે..

હું કોઈ સમગ્ર પુરુષ જાત પ્રત્યે ચોક્કસ ગ્રંથી ધરાવતી નથી
પણ અમુક લોકો ને હવે સ્ત્રીશશક્તિકરણ નો સાચો અર્થ સમજાવવા માંગી રહી છું..

સ્ત્રી જોબ સાથે ઘર અને તમને પણ સંભાળી રહી છે તો એ સાચેજ તમારે એનું સન્માન પણ જાળવવું જોઈએ તમારી ફરજમાં આવે છે .


ધન્યવાદ..