વર્ષો પછી.... Urvisha Vegda દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • ભાગવત રહસ્ય - 4

    ભાગવત રહસ્ય-૪   સચ્ચિદાનંદરૂપાય વિશ્વોત્પત્યાદિહેતવે I તાપત્...

  • સચિન તેંડુલકર

    મૂછનો દોરો ફુટ્યો ન હતો ને મૂછે તાવ દેવો પડે એવા સોલીડ સપાટા...

  • જોશ - ભાગ 1

    Kanu Bhagdev ૧ : ભય, ખોફ, ડર... ! રાત્રિના શાંત, સૂમસામ વાતા...

  • રેમ આત્માનો - ભાગ 13

    (આગળ ના ભાગ માં જોયું કે પરેશભાઈ અને પેલા તાંત્રિક ને એનાજ ગ...

  • કવિ કોલક

    ધારાવાહિક - આપણાં મહાનુભાવો ભાગ:- 34 મહાનુભાવ:- કવિ કોલક લેખ...

શ્રેણી
શેયર કરો

વર્ષો પછી....

વર્ષો પછી વિધિ એ વર્ષોને વર્ણવવાની કોશિશ કરતી હતી જેનો તે ક્યારેય અંત લખવા માંગતી નહોતી જિંદગીએ વિધિ ને સમય સાથે બધા સવાલોના જવાબ આપ્યા હતા, પ્રેમ શું છે અને વિધિ પણ તે જ વર્ષોને વર્ણવા માંગતી હતી, જે વર્ષોમાં વિધિ ક્યારેય પ્રેમને સમજવા માંગતી ના હતી, અને વિનયે વિધિના જિંદગીના થોડાક વર્ષો એટલા પ્રેમથી ભરી દીધાં કે વિધિ પોતાને જ ભૂલી ગઈ, તેની પોતાના નિયમો વાળી દુનિયા છોડી તે બીજી દુનિયામાં પહોંચી ગઈ હતી.છતાં પણ તે તેમની દુનિયા સમજવા માંગતી ન હતી, અને સમજ્યા પછી તે ક્યારેય તેનો અંત કરવા માંગતી નહોતી સવારથી વિધિ એક ઝાડ નીચે બેસીને આ લખવાની કોશિશ કરતી અને તે એક ઊંડા વિચારમાં ખોવાઈ જાય છે,
પાંચ વર્ષ પહેલા વિધિ અને વિનય બંને પોતાનું કરિયર બનાવવા માટે અલગ થયા હતા બંને એ નિર્ણય લીધો હતો કે પાંચ વર્ષ સુધી બંને એકબીજાની સાથે વાત પણ કરશે નહીં આખરે આ પાંચ વર્ષ પુરા થયા અને વિનય વિધિ ને લેવા માટે એરપોર્ટ આવવાનો હતો વિધિ તો ક્યારની એરપોર્ટમાં આવી ચૂકી હતી અને તેની આંખો માત્ર વિનય ને શોધી રહી હતી કારણ કે બંને ત્યાંથી સીધા જ સગાઈ કરવાના હતા અને એ પણ તેની જૂની કોલેજમાં તેના મિત્રોની સાથે,જ્યાંથી તેની કહાની ની શરૂઆત થઇ હતી , અને તેના મિત્રોને લાગતું હતું કે આ બંને કોલેજમાં જ સગાઈ કરી લેશે પરંતુ એવું બન્યું નહીં કારણ કે વિધિ એક સમજદા,ર ખાનદાની તેમજ હોશિયાર છોકરી હતી વિધિ રોજ કોલેજ આવતી જ્યારે વિનય પણ આવતો પરંતુ તે માત્ર વિધિને જોવા માટે આવતો વિધિ ક્યારેય આવી વાતો તરફ ધ્યાન નહીં આપતી કારણ કે વિધિને છોકરાઓ પ્રત્યે વધુ ધ્યાન નહોતું તેણે વિનય ને ક્યારેય નોટિસ કર્યો નહોતો,

વિધિની સખીયો આ વાત નોટિસ કરતી હતી જે દરરોજ વિધિ તરફ જોતાં વિનયને ધ્યાનથી જોતી અને આમ જ બે વર્ષ પૂરા થઈ ગયા અને આખરે તેની મિત્રોએ વિધિને વિનય વિશે જણાવ્યું પરંતુ વિધિ એ તે વાતની મજાક ઉડાડી તે ભૂલી ગઈ વિનય એક સારો છોકરો હતો તે ક્યારેય વિધિ ને હેરાન કરતો નહીં પરંતુ આખરે વિનયે વિધિ ને પોતાના દિલની વાત કહી દીધી વિધિની લાખ ના હોવા છતાં તેના મિત્રો માટે વિનય સાથે મિત્રતાનો હાથ મિલાવ્યો પાછળથી આ મિત્રતા કાંઇક અલગ જ રંગ લાવી કોલેજ પૂરી થયા પછી ‌બંનેએ પોતાનું પોતાનું કરિયર બનાવવા માટે અલગ પડવુ પડ્યું પરંતુ બંનેએ એકબીજાને લગ્ન ગાંઠમાં જોડાવાનું વચન આપી દીધું હતું.અને‌ આમ જ‌ પાંચ વરસ વીતી ગયા અને અને વિધિ પોતાના દેશમાં વિનય માટે પાછી ફરી
વિધિ પ્લેનમાંથી ઉતરી એરપોર્ટ ઉપર વિનય ની રાહ જોતી હતી તેની આંખો પુરા એરપોર્ટ માં માત્ર વિનય ને જ શોધતી હતી તે વિનય ની રાહ જોઈ જોઈને થાકી ગઈ અને અંતે વિનયના મિત્ર ક્રીશ ને ફોન જોડે છે

વિધિ : ક્રીશ હું વિનય ને ક્યારની ફોન કરવાની કોશિશ કરું છુ.પરંતુ તે‌ ઉપાડતો જ નથી, આજે તેણે મને એરપોર્ટ લેવા આવવાનું વચન આપ્યું હતું અને અમે બન્ને પુરા પાંચ વર્ષ પછી મળી રહ્યા છે.શુ તું નથી જાણતો? તું વિનયને કહી દે કે એ નહીં લેવા આવે ત્યાં સુધી હું નહીં આવુ.
આ બધું સાંભળીને ક્રિશ ની આંખો માં આંસુ આવી જાય છે અને ક્રિશ પોતે વિધિ ને લેવા માટે એરપોર્ટ ચાલ્યો જાય છે પરંતુ વિધિ માનતી નથી ત્યારે ક્રીશ બતાવે છે કે વિનય વિધિ માટે સરપ્રાઈઝ કરી રહ્યો છે ત્યારે વિધિ ઉત્સાહપૂર્વક ક્રિસ સાથે ચાલી જાય છે અને ક્રિશ વિધિને સીધો વિનયની ઘરે લઈ જાય છે
વિધિ:વિનય તુ કેમ મને લેવા માટે એરપોર્ટ ના આવ્યો પ્લીઝ બહાર આવ હું આવી ગઈ છું મને ખબર છે તારો કોઈ પ્લાન છે પરંતુ તારા સરપ્રાઈઝ નહીં મને ખબર પડી ગઈ છે પ્લીઝ મારી સામે આવો
ક્રીશ:વિધિ વિનય ક્યારે તારી સામે નહીં આવે
વિધિ: કેમ ક્રીશ મારાથી નારાજ છે
ક્રિશ : વિધિ વિનય હંમેશને માટે આપણા બધા થી નારાજ થઈ ગયો છે
વિધિ : હું વિનયને મનાવી લઈશ
વિધી તે ક્યારેય નહીં માને તે .નહીં માને ......
અને ક્રીશ ની આંખો માં થી આખરે ચોધાર આંસુ વહેવા લાગે છે પછી તે‌ સુખડ પહેરાવેલા એક મોટા ફોટા તરફ વિધિનુ ધ્યાન ખેંચે છે જેમાં લગ્ન નો હાર પહેરાવવાનો વચન આપ નાર વિનય સુખડનો હાર પહેરીને હંમેશને માટે તે ફોટા માં કેદ થઈ ગયો હતો વિધિ તો ફોટો જોતા ત્યાં જ જીવતા જીવ મરી જાય છે તે પૂરેપૂરી તૂટી જાય છે જ્યારે ક્રિશ બધી હકીકત વિધિને બતાવે છે
વિધિ વિનય તને એરપોર્ટ ઉપર છોડી ને આવ્યો ત્યાર પછી તે તારા માટે એક રીંગ લેવા માંગતો હતો, જેને પહેરીને તમે બંને અલગ પડો.ત્યારે તારી ફ્લાઇટ મોડી હતી માટે તે રીંગ લઈને તારી પાસે આવી રહ્યો હતો અને એરપોર્ટની બહાર જ વિનય નો અકસ્માત થયો અને તે આખરી પળોમાં તારો અવાજ સાંભળવા માંગતો હતો જ્યારે તારી ફ્લાઇટ ઉપડી અને જણાવવા તે જ્યારે વિનય ને ફોન કર્યો ત્યારે વિનય તારો અવાજ સાંભળી ને તેની છેલ્લી ઈચ્છા પૂરી કરી લીધી.


આ વાતને આજે 10 વર્ષ પૂરા થવા આવ્યા હતા છતાં પણ દસ વર્ષે વિધિ એ ક્યારેય પોતાની આંખ માંથી આંસુ સાર્યા નહીં પરંતુ આજે પણ તે હંમેશની જેમ તૈયાર થઈને વિનય ની સામે ઉભી હતી કારણકે આજે એ જ દિવસ હતો જ્યારે બંને એક થવાનું વચન આપીને અલગ પડયા હતા અને આવતા પાંચ વર્ષ પછી તે જ દિવસે બંને લગ્નગ્રંથિથી જોડાવાના હતા વિધિ સવારના સાત વાગ્યા ની તૈયાર થઈને વિનયને વારે ઘડી પૂછતી હતી વિનય આજે હું કેવી લાગુ છું જો મેં તારા ફેવરિટ રંગના કપડાં પહેર્યા છે
લગભગ સાંજના સાત વાગવા આવી રહ્યા હતા પરંતુ વિધિ એક જ લત લઈને બેઠી હતી વિનય હું કેવી લાગુ છું પરંતુ સુખડનો હાર પહેરીને ફોટામાં બેસેલો વિનય કાંઈ ઉત્તર આપી રહ્યો નહોતો અને આખરે દસ વર્ષ પછી નિધિની આંખોમાંથી આંસુ સરકી જાય છે જાણે કે આજે તેના આંસુ ની આગળ દરિયાના પાણીની વિશાળતા પણ ટૂંકી પડી રહી હતી આ દસ વર્ષોથી ભરેલા આંસુ આજે વિધિ વિનયના ફોટો સામે મન મૂકીને બહાર આવી રહ્યા હતી એજ વર્ષોને વિધિ વર્ણવવાની કોશિશ કરે છે પરંતુ તે અંત વર્ણવી શકતી નથી અને તેને એક ફોન આવે છે અને વિધિ પોતાની અર્જન્ટ મીટીંગ માટે નીકળી જાય છે અને વિધિ તેના વર્ષોના પ્રેમના વર્ણવેલા પન્ના પણ સાથે લઈ જાય છે .
વિધિ એરપોર્ટ પહોંચી જેવી ગાડીમાંથી ઉતરે છે કે સામેથી એકદમ ઝડપથી આવતી કાર વિધિ સાથે અથડાય છે અને વિધિ પણ વર્ષો પછી ત્યાં જ તે જગ્યાએ વિનય ની સાથે હંમેશાંની માટે સૂઈ જાય છે જેનો વિધિ અંત લખવા માગતી હતી તેનો અંત વિધાતાએ લોહીથી તે જ કાગળોમાં લખી નાખ્યો અને તે કાગળ પણ વરસતા વરસાદના પાણીમાં ચાલી નીકળે છે અને વિધિ પણ સુખડનો હાર પહેરીને વિનય ની સાથે બેસી બંને એકબીજાની સાથે જોડાય જાય છે વર્ષો પછી પણ તે બંને એકમેક ના બની જાય છે અને વિધિ અને વિનય બન્ને હાર પહેરીને બેસી ગયા અને અંતે પણ તે એક થઈ ગયા