Tour At Library books and stories free download online pdf in Gujarati

લાઈબ્રેરીનો પ્રવાસ

લાઈબ્રેરીનો પ્રવાસ

અમે નવ વ્યક્તિઓએ કરેલા એક કલાકનો પ્રવાસ
કોઈ એક મહિનાનો પ્રવાસ કરે, કોઈસપ્તાહનો તો કોઈ એક દિવસનો પરંતુ અમે તો કાઇંક અલગ જ કરેલો એક કલાકનો પ્રવાસ. આ એક કલાક તો નાની જ હતી પરંતુ અમારી જિજ્ઞાશા અને ખુશી કાઇંક અલગ જ તેમજ મોટી હતી. અમારી બીજી કોલેઝ બની જ રહી હતી પરંતુ તેની લાઈબ્રેરી એતો તૈયાર જ હતી.
અમે લોકોએ પેલી નવી કોલેઝ જવાનો પ્રોગ્રામ બનાવેલો, બસ પાંચ જ મિનિટમાં બધુ નક્કી થઈ ગયું, બસ ફ્ક્ત કોલેઝની લાઈબ્રેરીને જોવાની ઈચ્છા અમને છેક ત્યાં સુધી ખેંચી ગઈ..., મારી કોલેઝની સાત ફ્રેન્ડસ તેમજ એક મેડમ અમે લોકો સાથે મળી લાઈબ્રેરીએ જવા નીકળ્યા. એક નાનકડી ટેક્સીમાં અમે બધા એવી રીતે ખડકાઈ ગયા કે ...ન પૂછો વાત..! જાણે કે ઘેટાં અને બકરા પરંતુ ત્યારે તે બેસવાનો આનંદ રાજાશાહીની ખુરશી જેવો હતો.જાણે કે અમે કોઈ રાજમહેલને પોતાનો બનાવવા નીકળી પડ્યા હતા. આમ પાંચ મિનિટમાં તો અમે લાઈબ્રેરી પહોંચી ગયા. ત્યાં અમારી સાથે લાઈબ્રેરીમાંથી રિટાયર્ડ થઈ ગયેલા ભાઈ અમારી સાથે આવેલા હતા. તેઓએ તેના જભ્ભામાંથી બંધ લાઈબ્રેરીના બંધ બારણાંનું બંધ તાળું ખોલવા માટે ચાવી કાઢી, અમે લોકોએ જલ્દી દરવાજો ખોલી અંદર ગયા, પરંતુ દરવાજો ખૂલ્યો અને અમારી આંખો સામે પુસ્તકોનો ભંડાર આવી ગયો, મનને થયું ચાલો આજે આને ફરી જીવતા કરી દઈએ ; કારણ કે ગમે તેવું સારું પુસ્તક હોય કે પછી ગમે તેટલું વિશાળ પુસ્તક હોય પરંતુ તેને જ્યાં સુધી કોઈ વાંચવા વાળું ના મળે ત્યા સુધી તે મરેલું જ છે.
અમને એવું લાગ્યું કે જાણે તે બધા કબાટો પોતાના દિલ ખોલીનેઅમનેએવું કહી રહ્યા હતા, આવો... આવો.. આવો... અમને આજે ફંફોળી નાખો અમારી અંદરનું જ્ઞાન તમે લઈ લ્યો... જાણે કે તે અમારી જ રાહ જોતાં હતા. મે મારા સપનામાં ક્યારેય વિચાર્યું ના હતું, કે અમારી પાસે આટલી સારી લાઈબ્રેરી અને તેમાં આટલા બધા સારા અને ઉપયોગી પુસ્તકોનો ભંડાર હતો, પરંતુ આ બધું વિચારવાનો અમારી પાસે સમય ના હતો, અમે એક કલાકમાં તો આખી લાઈબ્રેરીના કબાટો ખોલી નાખ્યા. અમે તે પુસ્તકોમાં એટલા લીન થયા કે કોઈ મિત્ર પાછળથી નામ પુકારે તો સંભળાતું પણ નહિ અને ઝબકીને જોઈએ તો બધા સાથે જ હતા, અમે બધાએ એક પછી એક બધા પુસ્તકોને સ્પર્શી નાખ્યા, પરંતુ હા સમયના અભાવને લીધે જે થોડા ઘણા પુસ્તકો બાકી રહી ગયા હોય તો માફ કરજો, ફરી ક્યારેક પાછા આવીશું આ એક કલાક તો અમને એવી લાગી કે માનો અમને કોઈ જ્ઞાનમણી મળી ગઈ હોય. પુસ્તકો અમને કહેતા કે અમને સ્પર્શ કરી અને તમે જ્ઞાનની ઝાંખી લ્યો, પછી અમને વાંચી અમારામાં લીન થઈ તમે જ્ઞાની બની જાઓ. અમે જાણે કે બધા જ્ઞાનના દરિયામાં ડૂબકી લગાવવા તૈયાર જ હતા, ત્યા તો બધાની બસનો ટાઈમ થઈ ગયો, પરંતુ હા અમે આ એક કલાકનો પૂરેપૂરો ફાયદો ઉઠાવ્યો, અમે ત્યાથી થોડા પુસ્તકો પણ લઈ આવ્યા જે કોલેઝના બીજા વિદ્યાર્થીઑ પણ ઉપયોગ કરી શકે.

બસ આજ હતો અમારો એક કલાકનો પ્રવાસ. આમ તો અમે ત્યા લાઈબ્રેરી જોવા ગયેલા પરંતુ ત્યા એટલો આનંદ આવ્યો કે તેને અમે પ્રવાસ જ કહી દિધોલો, તેને છોડવાનું મન તો થતું નહીં એવું લાગતું જાણે તેને છોડતી વખતે તે પણ રડતી હતી. બધા પુસ્તકો જોર શોર થી કેહતા કે આવજો... આવજો...ફરી આવજો...અમે તમારી અને બીજા વાંચક પ્રેમીઓની રાહ જોશું...
આવજો...
આવજો...
એટલામા તો ફરી લાઈબ્રેરી ને તાળા લાગી ગયા અને અમે બધા પોત પોતાના સ્થાને પહોંચી ગયા....

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED