પવિત્ર પ્રેમની પરિભાષા Urvisha Vegda દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • ભાગવત રહસ્ય - 4

    ભાગવત રહસ્ય-૪   સચ્ચિદાનંદરૂપાય વિશ્વોત્પત્યાદિહેતવે I તાપત્...

  • સચિન તેંડુલકર

    મૂછનો દોરો ફુટ્યો ન હતો ને મૂછે તાવ દેવો પડે એવા સોલીડ સપાટા...

  • જોશ - ભાગ 1

    Kanu Bhagdev ૧ : ભય, ખોફ, ડર... ! રાત્રિના શાંત, સૂમસામ વાતા...

  • રેમ આત્માનો - ભાગ 13

    (આગળ ના ભાગ માં જોયું કે પરેશભાઈ અને પેલા તાંત્રિક ને એનાજ ગ...

  • કવિ કોલક

    ધારાવાહિક - આપણાં મહાનુભાવો ભાગ:- 34 મહાનુભાવ:- કવિ કોલક લેખ...

શ્રેણી
શેયર કરો

પવિત્ર પ્રેમની પરિભાષા

પવિત્ર પ્રેમની પરિભાષા

ઈશ્ક કે ચિરાગો કા હર તરફ ઉજાલા હૈ, સચ્ચા પ્યાર મિલ ગયા જિસે વો કિસ્મત વાલા હૈ...

વેલેન્ટાઈન ડે નજીક આવી રહ્યો છે. ઘણા એવા યુગલો હશે જે પોતાનાં પ્રિય પાત્રને ખુશ કરવા માટે અવનવી ગિફ્ટ અને સરપ્રાઇઝ આપશે. ઘણી એવી પ્રેમ કહાની હશે જે સાંભળીને તમે ખુશ થઈ જશો, પરંતું વાત કરવી છે આજે એવી એક પ્રેમ કહાનીની જે સાંભળીને તમે રડી પડશો. આ કહાની આજકાલની જનરેશનનાં વેલેન્ટાઇન ડે પૂરતા પ્રેમની નહી પરંતું જીંદગીના છેલ્લાં શ્વાસ સુધી નીભાવેલા પ્રેમની છે. પ્રેમના અઢી અક્ષરનો શબ્દ જે માત્ર એક દિવસ, એકાદ ઋતુ કે અમુક સમયગાળાનો મોહતાજ નથી, એ તો બારેમાસ વાસંતી વાયરાની માફક મહેકે છે.

વાત છે રાજકોટમાં રહેતા એક દંપતી અને અને આ દંપતીના જીવનમાં અચાનક આવી પડેલી આફતની. જીંદગીમાં અણધારી આવેલી આફતમાં પણઆ દંપતી એકબીજાની પડખે ઉભુ રહ્યું. આ દંપતીના જીવનમાં આવેલી આફત એટલે કેન્સર. કેન્સર નામ સાંભળતાની સાથે જ ભલભલા લોકોના પગ નીચેથી જમીન ખસી જાય. કેન્સર શબ્દ સાંભળીને હિંમતવાન વ્યક્તિ પણ હિંમત હારી જાય. વેલેન્ટાઈન અણધારી આવેલી આ આફત પણ દંપતીના પ્રેમને અલગ ન પાડી શક્યું.

રાજકોટમાં રહેતા કેતનભાઇ રાજવીરે વર્ષ 2007માં સોનલબેન સાથે લવ મેરેજ કર્યા. પરંતુ હસતા રમતા આ પરિવારને અચાનક કોઈની નજર લાગી ગઈ.
આજથી દોઢ વર્ષ પહેલા સોનલબેનને અચાનક છાતીમાં દુખાવો ઉપડ્યો.જેથી સોનલબેન અને તેમના પતિ કેતનભાઈ ડોક્ટરને બતાવવા માટે ગયા.જ્યાં સોનલબેનને ચોથા સ્ટેજનું કેન્સર હોવાનું સામે આવ્યું હતું. કેન્સર નામ સાંભળતા જ કેતનભાઈના પગ નીચેથી જમીન સરકી ગઈ.

કેતનભાઈ વ્યવસાયે ફુડ ડિલિવરી આપવાનું કામ કરે છે.તેઓ ઝુમાટો, સ્વીગી અને સ્પીડોની ફુડ ડિલિવરી કરવાનું કામ કરે. કેન્સગ્રસ્ત પત્ની ડિપ્રેશનમાં ન આવે તે માટે પતિ દરરોજ કામ પર પત્નીને તેની સાથે લઈ જતા હતા. સોનલબેન છેલ્લા શ્વાસ સુધી હિંમતભેર લડતા રહ્યાં પણ કેન્સરને મ્હાત આપી શક્યા નહીં. અને સોનલબેનનું કેન્સરના કારણે મૃત્યુ થયુ. ત્યારે પત્નીને જે સ્થિતિમાં જોઈ હતી તે જોઈને આજે કેતનભાઈ બધી મહિલાઓને અપિલ કરે છે કે 38થી 40 વર્ષની ઉંમર થાય ત્યારે દરેક મહિલાઓએ પોતાના બોડીનું ચેકઅપ કરાવવું જ જોઈએ.
કેતનભાઈએ કહ્યું કે મારા પત્નીએ મને તેની છેલ્લી ઘડી સુધી જે પ્રેમ આપ્યો છે તેને હું ક્યારેય નહીં ભુલી શકુ.તેમને કહ્યું કે અમે બંનેએ પ્રેમ લગ્ન કર્યા હતા.અમને ઘણાએ સ્વીકાર્યા ઘણાએ ન સ્વીકાર્યા ઘણુ બધુ થયું પણ અમે એકબીજાનો સાથ ક્યારેય છોડ્યો નથી. આજે હું એકલો પડી ગયો છે. તમારે પણ ક્યારેય આ પરિસ્થિતિનો સામનો ન કરવો પડે તે માટે તમે સમયાંતરે બોડીનું ચેકઅપ કરાવતા રહેજો.કેતનભાઈએ કહ્યું કે કેન્સરના કોઈ લક્ષણ હોતા નથી. મે તો કેન્સરના કારણે મારી પત્ની ખોઈ છે પણ તમે તમારા પરિવારને ન ખોવો તે માટે તમારે દર વર્ષે બોડિ ચેકઅપ તો કરાવવું જ જોઈએ.

સાચો પ્રેમ તો આને જ કહેવાય, વેલેન્ટાઇન ડે પર પ્રિય પાત્રને ખુશ રાખવા માટે અવનવા ગિફ્ટ અને સરપ્રાઇઝ આપવા માત્ર એજ પ્રેમ નથી, પરંતું જિંદગીની કોઈ પણ પરિસ્થિતિમાં પ્રિય પત્રને સાથ આપવો, સુખ દુખ માં હમેશા પ્રીય પાત્રની સાથે ઉભુ રહેવું તે સાચો અને પવિત્ર પ્રેમ છે, તે પવિત્ર પ્રેમની પરિભાષા છે, આજની જનરેશનનો યુવાન વેલેન્ટાઇન વિક પાછળ ઘેલો થાય છે, પરંતુ પોતાના પાત્રને ક્યારેય સમજતો નથી, વેલેન્ટાઇન ડે વિક પૂરતા પ્રેમની પાછળ ઘેલા થયેલા આજની જનરેશનનાં યુગલો સાચા પ્રેમની પરિભાષા જાણતા નથી, પરિસ્થિતિ કોઈ પણ હોય પરંતુ પાત્ર સાથે ઉભો રહે એ સાચો પ્રેમ છે.......