Tea taste story books and stories free download online pdf in Gujarati

ચા: એક સ્વાદ કથા.....

ચા: એક સ્વાદ કથા...


નામ તો તમે સાંભળ્યું જ હશે. નામ જ શું તેના સ્વાદ નો આહલાદક અનુભવ પણ કર્યો જ હશે. જો નાં કર્યો હોઈ તો એક વાર તો તેનો સ્વાદ ચાખવા જેવો જ છે. પછી જોજો તમને પણ તેની આદત થઇ જશે, હા, હાા,વાત‌ હું અહી “ચા” ની જ કરું છુ.
સુંદર સવારની શરૂઆત છે ચા.
બપોર નાં તડકાની લાલી છે ચા..
ઢળતી સાંજનો શણગાર છે ચા..
કોઈ પણ સારો કે માઠો પ્રસંગ હોઈ, કોઈ પ્રવાસ હોઈ કે કોઈ અતિથી નું આગમન હોઈ, તમામ જગ્યા એ ચા નો મહિમા તો હોઈ જ.
ભલે ચા ની શોધ ચીન માં થઈ હોઈ પણ ભારતમાં જ્યારથી તે આવી છે ત્યારથી તે લોકો નાં જીવન નો એક ભાગ બની ગઈ છે. દાર્જીલિંગ ચા માટે ચાઇનીઝ જાત વાપરવામાં આવે છે. બાકી દરેક જગ્યા એ આસામ નાં રાજ્ય આસામની આસામી જાત વપરાય છે, લગભગ સદી સુધી ભારત ચા નું ટોચ નું ઉત્પાદન કરતું હતું પરંતુ ૨૧ મી સદીમાં ચીને ચા નાં ટોપ નાં ઉત્પાદક તરીકે તેને ખસેડ્યું હતું. વિશ્વભાર માં ભારત ચા નો મોટો વપરાશકર્તા તેમજ વિશ્વ માં કોફી, ચોકલેટ, ઠંડા પીના અને આલ્કોહોલ નાં કુલ ઉત્પાદન જેટલું જ ચા નું સેવન થાય છે. એમાં પણ સૌરાષ્ટ્ર માં તો તમને મીઠી અને ઘટી ચા મળશે. અમદાવાદ માં એન્ટર થશો કે સારી ચા પીવાની ટ્રેન્ડ છે.હિમાલય નાં બર્ફીલા પહાડો ની વચે જ્યાં ઘણા બધા પીણાઓ મળતા હોઈ ત્યાં પણ ચા ની ચૂસકી તો લેવી જ પડે! પંજાબ દિલ્હી બાજુ ની ચા પણ માણવાલાયક છે.
વાત કરીએ જો ચા ની લારીઓ, ટપરીઓ દુકાનો ની તો ટી- પોસ્ટ કે બીજી એવી હાય- ફાય જગ્યાઓ ની, તમામ ફ્લેવર વાડી ચા આપણે પીએ છીએ. પણ સાચી મજા તો કાચનાં ગ્લાસ માં વરાળ નીકળતી હોય એવી ગરમા ગરમ, ઘટ રંગ ની રગડા જેવી ‘કટિંગ’ પીવાની મજા કૈક ઓર જ છે. અને એ પણ શિયાળા ની સવાર માં, મિત્રો ની ટોળકી સાથે દીલ થી ચા ની ચૂસકી, આહ....

ચા પણ આપણી જીંદગી જેવી જ છે, જેમ જેમ ઉકાળશો તેમ તેમ એ મસ્ત મજા ની બનતી જશે પછી તેને માનવાની મજા કૈક ઓર જ આવશે. ધીમા તપ પર તપેલા માં પ્રથમ પાણી ઉકળતું હોય અને તેમાં ચા ની પત્તીઓ નાખી ને ફરી તેને ઉકાળવા માં આવે તે ઉકળ્યા બાદ એક મસ્ત સોડમ આવે પછી તેમાં દુધ અને સ્વાદ અનુસાર ખાંડ ઉમેરી ને ફરી ધીમે ધીમે તેમાં ઉભરા આવે અને તેની પણ કરવાની જે તલપ જાગે. પછી જેમ જેમ ઉકાળે તેમ કડક અને મીઠી થતી ચા ને તાપેકી માંથી રકાબી કે કપ માં ભરી ને પીવાનો આનંદ મળે તે આહલાદક હોય છે.

સવાર હોય કે સાંજ સુખ હોય કે દુઃખ પરિવાર સાથે કે પછી મિત્રો નો સંગાથ હોય કોઈ માટે જોવાતી રાહ કે પછી કોઈ સાથે ગોઠવેલી મુલાકાત હોય, પરીક્ષા ની તૈયારી કે પછી પરિણામ નીઉ ટેન્સન હોય ચા તો હરહંમેશ સંગાથ જ હોય. એમાં ફુદીનો કે પછી તુલસી હોય, આદુ હોય કે પછી મસાલા વાડી હોય એના સ્વાદમાં તો માત્ર એક જ ઉદગાર હોય આહ...! શું સ્વાદ છે !
ચા તો મીત્રો ની પણ મીત્ર છે.અને દુશ્મન ની પણ મીત્ર જ ગણી લો.ચા તો ભાય ચા છે.
મીત્રો ની અમારી ટોળકી હતી.
ચા ની લારી એ જ અમારી ગોષ્ઠિ હતી

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED