સિક્કાની બે બાજુ - 7 Rupal Mehta દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

સિક્કાની બે બાજુ - 7

આગળ આપણે જોયું કે શ્રાવસ્ત અને અનિરુદ્ધ ગાંધીનગર જવા નીકળે છે. અને વૃદ્ધાશ્રમમાં પહોંચે છે કે એના મમ્મી પપ્પા જ્યાં હોય છે ત્યાં જઈને જોવા છે .તો એના મમ્મી પપ્પા હોતા નથી એ લોકોને આગલા દિવસે જ ત્યાંથી નીકળી ગયા હોય છે .હવે શું કરવું? એ પ્રશ્ન બંનેને સતાવી રહ્યો છે ત્યારે અનિરુદ્ધ એ કીધું કે આપણે સંચાલકો કે જે વહીવટ કરતા હોય એને આપણે પૂછીએ અથવા તો એ લોકો જેમની સાથે દોસ્તી થઈ હોય એને પૂછીએ અને એમાંથી કંઈક આપણને જાણવા મળશે.

આવું વિચારીને તે ત્યાં જેટલા લોકો રહેતા હોય છે એની સાથે વાત કરે છે તો ત્યાં એક સુશીલાબહેન કરીને એમની સાથે વાત કરે છે કે તમારા મમ્મી ખૂબ સારા અને અમે બંને સખીઓ થઈ ગઈ હોય છે એ લોકો દમણમાં રહે છે એવું પણ કીધું હતું અને ઘણી બધી વાતો કરી છે. વાતવાતમાં શ્રાવસ્ત પૂછી લે છે કે એ લોકો ક્યાં જવાની વાત કરતા હતા?? ને કોણ લેવા આવ્યું હતું?? અને કંઈ કહ્યું છે કે લોકો ક્યાં જવાના છે ? ક્યારે કઈ આવવાના છે? ઘરે જવાના છે શું?


સુશીલાબા કીધું કે હા એવું જણાવતા હતા કે કોઈ તેમના નજીકના સંબંધી જ લેવા આવવાના છે અને અહીંયા થી એ અમદાવાદ જવાના છે ત્યાં એમના સંબંધીના ત્યાં રોકાશે બસ આટલી વાત થઇ હતી.

અનિરુદ્ધ કહ્યું કે કોઈ છે અમદાવાદમાં તમારું? ત્યારે શ્રાવસ્તને યાદ આવે છે કે મમ્મીની કોઈ જૂની બહેનપણી ખાસ હતી. કદાચ એમને કહ્યું હોય લેવા આવવા માટેનું.... અને લોકો આવ્યા હોય તો! મને એનું એડ્રેસ ખબર છે .આપણે અમદાવાદ જઈએ.

બંને જણા અમદાવાદ જવા નીકળે છે અને એ બહેનપણીના ત્યાં પહોંચે છે તો એમનું નામ હોય છે જયશ્રી માસી. અને ત્યાં એક અનેરો આનંદ છલકાઈ જાય છે શ્રાવસ્ત નાં ચહેરા પર. કેમ કે ત્યાં એના મમ્મી પપ્પા હોય છે અને એકદમ સાવ લેવાઈ ગયા હોય છે એ લોકો એમના દીકરાને જોઈને રડી પડે છે. ભેટી પડે છે .અનિરુદ્ધ ને પણ ગળે લગાવે છે .અને કેમ અહીંયા? એવું બધા કેટલાય સવાલોની આપ-લે થાય છે.
શ્રાવસ્ત ના પપ્પા જણાવે છે કે તને બધી વાતની ખબર પડી ગઈ હશે! અમને અચાનક જ એકદમ યાદ આવી જતા અમદાવાદ ફોન કરી અને ફોન નંબર પણ જયશ્રીબેન નો હતો અને વળી એ લોકો લેવા પણ આવી ગયા ગાડીમાં બાકી અમને કંઈ સૂઝતું ન હતું એ બધું અચાનક જ થઈ ગયું અને અમને પોલીસનો પણ ફોન આવ્યો હતો કે એ લોકો અઠવાડિયામાં લેવા આવશે બધુ અહીંયા કે પતશે એટલે ખબર નથી અમને શું સૂઝ્યું અને અમદાવાદ આવી ગયા અને સારું થયું તું પણ મળી ગયો.

અનિરુદ્ધને શ્રાવસ્ત બંને ત્યાં રોકાય છે એક દિવસ. અને બીજા દિવસે એ લોકો બધી ચર્ચા કરે છે .શ્રાવસ્ત ના પપ્પા મમ્મી કહે છે કે આપણને આ હાલતમાં પહોંચાડનારા એક આખી ગેંગ છે .અને એમને પહોંચી વળવું અશક્ય છે. કદાચ આપણને કશું પાછું નહીં મળે.. નવેસરથી જ આપણે બધું કરવું પડશે. મને ફસાવવામાં આવ્યો છે મેં કોઈ ખરાબ કામ કર્યું નથી. મારી સાથે દોસ્તી કરી અને એકદમ પ્રી પ્લાનિંગ સાથે મને ફસાવવામાં આવ્યો છે. કોણ કોણ છે એ નામ આપ્યા અને બધી જ વાત કરી. ત્યારે શ્રાવસ્ત કહે છે કે મને બધી ઘટનાની ખબર પડી ગઈ છે મુખ્ય સૂત્રધાર જગદીશભાઈ છે અને એ માફિયા ગુંડાઓ છે. વિદેશથી આવેલા અને લોકો છે . નાનામાં નાની કડી પણ મને જણાવજો અને હકીકત શું બની છે એ મને વિસ્તારથી કહો.

બધાં એક ધ્યાનથી સાંભળે છે.

શ્રાવસ્તના પપ્પાએ વાત શરૂ કરી.. એ વખતની વાત છે જયારે અમે કોલેજમાં સાથે ભણતાં હતાં હું જગદીશ અને તારી મમ્મી.‌

અમે બંને ખાસ મિત્ર હતા. દમણમાં જ મોટાં થયાં હતાં મને પહેલાથી બિઝનેસ કરવામાં રસ અને જગદીશ સાવ બધી રીતે બેફીકરો. એને એનાં પપ્પાની ઓળખાણથી કોઈ પણ સારી જગ્યાએ સરકારી નોકરી મળી જવાની હતી એટલે એ પરીક્ષા પુરતું ભણતો.

કોલેજમાં મારું મિત્ર વર્તુળ બહોળું હતું એવામાં તારાં મમ્મી પણ અમારી કોલેજમાં દાખલ થઈ. અમારાથી જુનિયર હતી. પણ કોલેજમાં એ સૌથી હોશિયાર હતી ટોપર હતી.
એકવાર અનાયસે જ તારી મમ્મીને મદદ કરી અને અમારું ઞૃપ એક થયું ભણતાં ભણતાં અમને ખબર પડી કે એકબીજાને પ્રેમ કરીએ છીએ અને ઈઝહાર પણ કર્યો.

હવે અમે મળતા એકલા ત્યારે તારી મમ્મીએ કહ્યું તમાંરો મિત્ર જગદીશ મારી પાછળ પડ્યો છે.

મેં ત્યારે તો કીધું એવું બને જ નહીં એ મને કહે તો ખરાં જ કે મને આ છોકરી ગમે છે.

પણ હવે હું જ કહી દઈશ..મે પણ ક્યાં હજુ એને જણાવ્યું છે.

બીજા દિવસે જગદીશ અને હું કેનટીન માં ભેગા થયા અને કહ્યું કે જગદીશ તું હવે થી મીના નો પીછો નાં કરીશ.. કેમકે એ તારી ભાભી બનવાની છે.

જગદીશ નેં ત્યારે તો કાપો તો લોહી નિકળે એવી હાલત હતી..પણ ત્યાર પછી એણે મારી સાથે ધીરે ધીરે સંબંધ સાવ ઓછો કરી દીધો. અને હું પણ હવે ભણવા અને મીના સાથે સમય વધુ પસાર કરવાં લાગ્યો હતો. અને સમયમળે એને મળતો પણ હું સામે થી મળું તો જ મળે ..

આમ કરતાં મારાં લગ્ન થવાનાં હતાં અને મને પહેલાથી હોટલમાં બિઝનેસ માં રસ એટલે દાદાજીએ એક નાનકડી દુકાન લઈ આપી એમાં ત્રણ ચાર ગરમ આઈટમ બનાવવા થી લઈ વરસમાં એક રેસ્ટોરન્ટ ખોલવા સુધી સંઘર્ષ કર્યો.


આ બધું જ જગદીશ ની નજરમાં, એ પણ સરકારી નોકરી કરવા લાગી ગયો હતો. મળવાનું સંદતર બંધ હતું. લગભગ દોસ્તી ભૂલાઈ ગઈ હતી.

એકવાર એનાં લગ્નની કંકોત્રી આપવા આવ્યો હતો અને ત્યારે અમે બધાં જ ગયાં હતાં.. ત્યારે શર્મીલ હજુ છ મહિના નો થયો હતો.

સમય વિતતો ગયો . તમે ત્રણેય ભાઈ બહેન મોટા થઈ રહ્યા હતા.. હું ઉતરોતર પ્રગતિ કરી રહ્યો હતો...

પરિવારની ઈચ્છાથી અને ભગવાન ની કૃપા થી દરિયા કિનારે સૌથી મોંઘો બંગલો ખરીદ્યો હતો અને પછી બીજી બે હોટલ ખરીદી હતી.

આટલાં વર્ષો પછી અચાનક જગદીશ એનાં પરિવારને લઇને ઘરે આવ્યો..એની દીકરી શ્રેયા સાથે.ખાસસી વાતો કરી જમાડીને અમે છૂટા પડ્યા ત્યારે એ આપણો વૈભવ જોઈ બોલ્યો હતો કે અમારે સરકારી નોકરીમાં ક્યાં આવી જાહોજલાલી... તારું નસીબ સારું છે.

બસ એને એક વાત ખટકી ગઇ હતી કે જ્યારથી મીના મારી લાઈફ માં આવી ત્યારથી મારી ચડતી થઈ હતી અને એ ત્યાં નો ત્યાં રહ્યો.

છતાં એણે એની દીકરીના લગ્ન આપણાં શર્મીલ સાથે કરવાં માંગુ લઈને આવ્યો હતો..પણ તારી મમ્મીને જરા પણ પસંદ નહતું.

એટલે ફરી નાં પાડી એનાં સ્વમાન પર ઠેસ પહોંચી હતી. હવે એને કોઈ કારણસર આપણને બતાવી દેવા માટે કઈ લોટરી લાગી હતી અને આપણી બાજુમાં જ બંગલો ખરીદ્યો થોડે દૂર હતો પણ પછી મારી સાથે ઘરોબો કેળવ્યો હતો અને એક ફેમિલી જેમ રહેવા લાગ્યા.

પણ ખબર નહોતી કે એનું શૈતાન દિમાગ આવી હરકત કરી રહ્યો હશે. મારી સાથે બદલો લેવાની ભાવનાથી જ સંબંધ બાંધ્યો હતો. મને ધંધામાં પછાડવા માટે બધાં જ પ્રયાસો કર્યા હતા.
ક્રમશઃ
રુપ ✍️©


વાંચક મિત્રો જલ્દીથી તમારી સમક્ષ નવો ભાગ રજુ થશે....એ માટે જોતાં રહો "સિક્કાની બે બાજુ".