sikkani be baju - 4 books and stories free download online pdf in Gujarati

સિક્કાની બે બાજુ - 4

અનિરુદ્ધ અને શ્રાવસ્ત એક શ્વાસે જાણે સાંભળતા હોય એમ બેસ્યા.

ઇન્સ્પેકટર અજય તોમરે બોલવાનું શરૂ કર્યું...

આ જે કંઈ બની ગયું છે એ તમારા પપ્પા નાં વધુ પડતાં લોકો પર વિશ્વાસ ને કારણે થયું છે. અને બીજી વાત અંહીયા માફિયા રાજ ને કારણે જેમણે પણ આ કરાવ્યું છે એમાં એનો સાથ લેવામાં આવ્યો છે.

પણ સર આવું કોણે કરાવ્યું????
આવી રીતે માણસને હેરાન કરવામાં આવી રહ્યા એ કંઈ દુશ્મનાવટ હોય શકે???

અમને જ્યાં સુધી ખબર પડી કે આ એકદમ સુનિશ્ચિત રીતે આયોજન કરવામાં આવ્યું છે. અને તમારા પપ્પા આ જાળમાં ફસાઈ ગયા છે.

તો સર એ લોકો કોણ છે અને એમની ધરપકડ કેમ નથી કરી?? અનિરુદ્ધ એ કીધું.

આપણને એ લોકો નો ચહેરો ખબર પડી ગઈ છે પણ તમારા ભાઈ ને એમનાં બાનમાં રાખેલાં છે...
એટલે એમનો જીવ જોખમમાં મૂકાય એવું નથી કરવું એકવાર એ મળી જાય પછી બધાં પત્તા રમવા નાં છે અને સમગ્ર ઘટના ને અંજામ આપવાનો છે.

સર એ લોકો નાં નામ શું છે??

અત્યારે તમને કહેવામાં નહી આવે કેમકે નામ જાણી તમે કોઈ અવિચારુ પગલું ભરી દો.... તો અમારી મહેનત શૂન્ય થઈ જાય.

સર હું કંઈ નહિ કરું. પ્લીઝ મને નામ જાણવું છે.

નહી મિસ્ટર શ્રાવસ્ત અમે હમણાં કંઈ નહિ કહી શકીએ.

તમારી જાન/જીવ જોખમમાં છે એટલે જ બોલાવ્યા છે.

તમે ચોક્કસાઈ થી રહેજો. કોઈ મદદ ની જરૂર હોય તો બેધડક કહેજો.




પોલીસે જણાવ્યું કે લગભગ આ આખો કારસો છેલ્લા ચાર વર્ષથી રચાયો હતો.

એકવાર વિદેશથી કેટલાક લોકો અંહી ફરવા આવ્યા હતા અને એમને તમારાં પપ્પા ની હોટલમાં એક અઠવાડિયા સુધી રોકાણ કર્યું હતું.

આ એક અઠવાડિયામાં જ એક વિદેશી મહિલા સ્ટેલા એ ઘરોબો વધારતા તમારા પપ્પા એમને ઘેર લઈ આવ્યા હતા. અને લગભગ એ સીલસીલો બે વર્ષ સુધી ચાલ્યો હતો.
એકદમ ખાસ થયાં પછી જ એમની અસિલિયત બહાર આવી હતી.
હવે તમારા પપ્પા ને કઈ પરિસ્થિતિમાં આવું કર્યું??
શું કોઈ બ્લેકમેઇલ કરી રહ્યું હતું??
કે પ્રણય સંબંધો હતા?
એ બધું હજુ શોધવાનું છે.

એમને સાથ આપનાર તમારાં નજીક નાં લોકો જ છે.
આજે એક ટીમ અમે અમેરિકા મોકલી છે.
અને એક ટીમ ગાંધીનગર.

તમારા મમ્મી પપ્પાને દમણ નહિ લાવવામાં આવે પણ અમે એમને સુરક્ષિત જગ્યાએ લઈ જઈશું અને ત્યાં તમે બોલાવીએ ત્યારે જ આવશો.

અમને વધારે સત્યની પ્રાપ્તિ તો તમારા પપ્પા ને મોંઢે જ સાંભળવા મળશે.

એ અરસામાં અમે તમારા ભાઈ ને છોડાવીશુ.

ઓહ....
શ્રાવસ્ત લગભગ ભાંગી પડ્યો હતો. અનિરુદ્ધ એ એને હલાવ્યો અને હિંમત આપી. શ્રાવુ તું એમ વિચાર કે તારા મમ્મી પપ્પા સાથે વાત કરી શકીશ એ સહીસલામત રીતે મળ્યા. એની ખુશી મનાવ.

એ લોકો ત્યાંથી નિકળી દરિયા કિનારે પહોંચે છે. ત્યાં બેસી શાંતિ થી વિચાર કરે છે.
અનિરુદ્ધ મને વિચાર આવે છે કે પોલીસ કંઈ છૂપાવી રહી છે. એમને નામ આપવામાં શું વાંધો છે?
સ્ટેલા સાથે પપ્પા ને કેવાં સંબંધ હશે? ચાર વર્ષથી હોય તો મને કેમ યાદ નથી આવતું?

તો શું કરવું જોઈએ આપણે? વલય પરીખ અને રામુકાકા ને આપણી રીતે મળવા જવુ છે?

અને કાલે કુંજન સાથે મુંબઈ જવું છે?

હા આપણે અત્યારે રામુકાકા ની તપાસ માં જઈએ. કદાચ આજુબાજુ નાં ઘરોમાં પૂછીએ તો એ ક્યાં ગયા એની ખબર મળે.

બંને જણા અનિરુદ્ધ ની કારમાં ઞયા.શ્રાવસ્ત નાં ઘરની આજુબાજુ નાં ઘરોમાં પૂછપરછ કરતાં ખબર પડી કે રામુકાકા વાપીમાં કોઈનાં ઘરે કામે લાગી ગયા છે.

વાપીમાં જ્યાં એડ્રેસ પર પહોંચ્યા ને રામુકાકા તો શ્રાવસ્ત ને જોતાં જ રડી પડ્યા.

કાકા ઘરમાં શું બન્યું કે બધાં જતાં રહ્યાં?

રામુકાકા એ કહ્યું બેટા અમને વધું તો ખબર નાં પડે પણ એક દિવસ અચાનક જ ઘરમાં ચાર પાંચ લોકો ઘૂસી આવ્યા અને મોટા શેઠના નામની બૂમો પાડી. ઘરનાં બધાં જ લોકો ભેગા થઈ ગયા.બીજા નોકરોને રજા આપી દેવામાં આવી.અને કોઈ કારણસર મારાં પર એમનું ધ્યાન નાં પડ્યું હું સંતાઈ ગયો હતો અને એમની વાતો સાંભળતો હતો.

શું વાત હતી કાકા? એ લોકો કોણ હતા? એમનાં નામ શું હતાં?
શ્રાવસ્ત લગભગ અધીરાઈ થી પૂછી રહ્યો.

એ લોકો બંદૂક લઇને આવ્યા હતાં. મોટાં શેઠે પણ કહ્યું અમને કોઈ ડર નથી ભલે તું મારી નાખ અમને..પણ અમે ખોટું કામ નહીં કરીએ.

પછી શું થયું કાકા??
એ લોકો કાગળિયા લાવ્યા હતા એમાં સહી કરાવવા માટે
અને તમને અને કુંજન બેબીને તકલીફ પહોંચાડશે એવી વાત પણ કરી.

પણ એ લોકો કોણ હતાં?

એ તો ખબર નથી પણ એ લોકો એવું કહેતા હતાં કે કોઈ પપ્પુ યાદવ નાં માણસો હતાં.
મોટાં શેઠે બહું જ લડત આપી પણ પછી એમનું કંઈ ચાલ્યું નહિ.
એ લોકોને એમની સાથે લઈ ગયાં અને બંગલો ખાલી કરાવ્યો. મને પણ બહાર નિકાળયો . એ લોકો ખૂબ ખતરનાક માણસો હતાં.

ઓહ... હવે આ પપ્પુ યાદવ કોણ હશે?? કઈ પરિસ્થિતિમાં આવું કર્યું? બ્લેકમેઇલ કરીને આવી રીતે માણસને હેરાન કરવામાં શું આનંદ મળ્યો હશે?

રામુકાકા બંગલામાં કોણ રહે છે?
એ તો ખબર નથી પડી પણ મુંબઈ નો ખરબોપતિ એ ખરીદ્યો છે. અને એણે એનાં માણસને રહેવા આપ્યો છે.

મતલબ શ્રાવસ્ત પોલીસ સાચી દિશામાં જઈ રહી છે. આવાં માફિયા ડોન નો કોઈ ભરોસો નહીં.

હવે આપણે કુંજન ને ત્યાં કાલે જ સવારે જઈને તપાસ કરીએ.

આપણે સાવધાન રહેવું પડશે. જે લોકો તારાં ભાઈને અમેરિકામાં બંધક બનાવ્યો હોય તો તું વિચાર એવાં લોકો તને અને કુંજન ને પણ કિડનેપ કરી શકે.

રામુકાકા તમને કોઈ વાત યાદ આવે છે??

રામુકાકા યાદ કરતાં કહ્યું.....

ક્રમશઃ

રુપ ✍️






બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED