sikkani be baju - 9 books and stories free download online pdf in Gujarati

સિક્કાની બે બાજુ - 9

આપણે આગળ જોયું કે અનિરુદ્ધ પર કોઈનો ફોન આવે છે .

એ ફોન કોનો હશે?

શ્રાવસ્ત અને અનિરુદ્ધ અમદાવાદ થી દમણ જઈ રહ્યા હતા ત્યારે જ ગાડી ઉભી રાખી અનિરુદ્ધ ફોન રીસીવ કરે છે.
એ ફોન અમેરિકા માં રહેતા અનિરુદ્ધ ના સગાં મામા નો ફોન હોય છે.‌ અનિરુદ્ધ એ એનાં મામાને વાત કરી હોય છે.


શ્રાવસ્ત વિચારી રહયો હોય છે કે કોનો ફોન હશે?

મામા જે વિગતો, માહિતી એકત્ર કરી લાવ્યા હતા એ બધું કહ્યું.‌ અનિરુદ્ધ એ શ્રાવસ્ત ને વાત કરી બધી જ.

ઓહ તો આવી વાત છે!!

હવે આપણો પ્લાન દમણમાં જઈને શરુ કરીએ.

એ લોકો દમણ પહોંચી અનિરુદ્ધ નાં ઘરે જ બધાંનેં મળવાં બોલાવે છે. બધાં આવે ત્યાં સુધી બંને ફ્રેશ થઈ જાય છે.
વ્યોમ અને જેસિકા સાથે વાત કરે છે તો...કાલે એ લોકો જગદીશભાઈ નેં મળવાનાં છે અને ડીલ ફાઈનલ કરવાનાં છે અને સહી કરાવવા માટેની યોજના છે તો બધાં જ કાગળિયા કાલ સવાર સુધીમાં મોકલવા.

ઈશ્વર નું નામ લઈ એક ચાલ સફળ થશે.. બંગલો અને એક હોટલ માં જગદીશભાઈ નું નામ હોય છે.‌એટલે એ સાઈન થશે.‌પણ હજી બે હોટલ જે સ્ટેલા નાં નામે હતી અને શર્મીલ ને બચાવવો, એ બે કામ હતાં.

બંટી અને જસ્ટીન આવી પહોંચ્યા. ચારેય જણા અનિરુદ્ધ નાં રુમમાં પ્રવેશે છે.

શું ખબર છે બંટી શ્રાવસ્તે અધિરાય થી પુછ્યું.

ખબર ચોંકાવનારી છે. જે ઘરમાં રસોઇયો રાખ્યો છે એને વિગત આપી કે જે વિદેશી મહિલા સ્ટેલા આવી હતી તે બીજું કોઈ નહીં પરંતુ જગદીશભાઈ ની અમેરિકામાં રહેતી દિકરી છે. અને શૈલી એની સાથે ભળી ગઈ છે.

શું???? શ્રાવસ્ત અને અનિરુદ્ધ બંને ચોંકી ઉઠ્યા.
જસ્ટીન પેલાં ગુંડા મવાલી લોકો ની માહિતી લાવ્યો હતો. કે એ લોકો અત્યારે અંડરગ્રાઉન્ડ થઈ ગયાં છે પણ એ લોકો ક્યાં છે એની માહિતી આવી ગઈ છે.‌

અનિરુદ્ધ એ કીધું આજની આપણી ચાલ સફળ થશે તો.. બીજું બધું આપણે પોલીસ દ્વારા ઓપરેશન કરાવીશું.
કેમકે સ્ટેલા અમેરિકામાં છે એની સાઈન લેવી એનાં નજીક જવું અઘરું પડશે. આપણે હજુ પણ એક મહિના સુધી વ્યોમ અને જેસિકાને હોટલમાં રોકવા પડશે. એટલે એ લોકો નેં કોઈ શંકા નાં થાય.

જસ્ટીન એ કહ્યું એ લોકો કોઈ વસ્તુ ની હેરાફેરી ની વાત કરતાં હતાં જો આપણને બાતમી મળી તો એ લોકોને પોલીસ દ્વારા પકડાવીશુ. મારાં ખબરપત્રી માણસો એમની રજેરજની માહિતી લાવી આપશે. શ્રાવસ્ત મને એવું લાગે છે કે તારે હવે સાવધ રહેવું પડશે એ લોકો તારાં પર હુમલો કરી શકે. એટલે તું આજથી જ તારો વેશ બદલીને જવાનું રાખ.

જસ્ટીન સાચું કહે છે શ્રાવસ્ત... અનિરુદ્ધ એ કીધું.

મોડીરાત્રે ખૂબ સરસ સમાચાર વ્યોમ અને જેસિકા તરફથી મળે છે.‌ જગદીશભાઈ ને મળવાનું થયું હતું અને એ એકદમ શાતિર દિમાગ ધરાવે છે. ખૂબ વિશ્વાસ માં લીધાં હતાં અને એનાં પીણાંમાં થોડું ઘેન રહે એવી દવા જેસિકા એ મેળવી હતી અને એ અસકારક રીતે સફળ થયાં હતાં. અર્ધ નશામાં એને એનાં બોડીગાર્ડ ની સામે બધી સાઈન કરી હતી. અને તારો બંગલો અને હોટલ આપણાં પાસે પાછી આવી ગઈ છે. હવે એ કાગળિયા અત્યારે જ જેસિકા સાથે મોકલાવું છું છુપા વેશે.. કેમકે હવે અંહી રાખવાં જોખમી છે.‌ ત્યારે રાતના ત્રણ વાગ્યા હતાં.

તમે બંને છુપા વેશે આપણી બેઠક પાસે આવી જાવ.‌હુ હોટલ પર રહીશ જેથી સ્ટાફને શંકા નાં જાય. જેસિકા નેં કોઈ કંઈ પુછશે નહીં.

ફટાફટ બંને તૈયાર થઈ ગયા હતા અને પોતાની બેઠક પર આવી ગયા .થોડીવારે રાતનાં અંધારામાં એક ગાડી ઉભી રહી જેમાં જેસિકા હતી એ એક ફાઈલ આપી બહાર પણ નાં ઉતરી અને માત્ર બાય કહી નિકળી ગઈ.

ઓહ શ્રાવસ્ત અને અનિરુદ્ધ પણ એક ક્ષણનો વિલંબ કર્યા વગર બીજી દિશામાં દૂર મૂકેલી કારમાં ઘરે આવ્યા. અને પરફેક્ટ રીતે અંજામ આપ્યો હતો.‌બધુ બરોબર હતું.‌બને એકબીજાને ભેટી પડ્યા હર્ષ નાં આંસુ સાથે.

એમને થાક લાગ્યો હતો પણ આજે આંખોમાં જરાય ઉંઘ નહોતી. અનિરુદ્ધ એ કીધું તું કાલે વેશ બદલીને આ ફાઇલ આપણે બેન્ક લોકરમાં મૂકી આવશું.‌

જેસિકા પહોંચી કે નહીં એનો વળતો ફોન કરે છે.‌ તો એ આવી ગઈ હોય છે. બંને નો ખૂબ ખૂબ આભાર માને છે શ્રાવસ્ત. પછી વાત કરશું એમ કહી મુકે છે.


જોતજોતામાં એક મહિનો પૂરો થાય છે. શ્રાવસ્ત વેશ બદલીને ફરતો હોય છે.‌ઝીણી વિગતો એકઠી કરતો હોય છે. હવે પોલીસ દ્વારા ઓપરેશન હાથ ધરે છે.‌

અમેરિકામાં એનાં માણસો દ્વારા શૈલી લોકો ક્યાં હોય છે, કેટલાં વાગ્યે બહાર નિકળે છે, કોને મળે છે. એ બધી જ માહિતી મેળવી હોય છે અને એની અને અનિરુદ્ધ ની અમેરિકા જવા પ્લેન ની ટિકિટ કરાવે છે.‌ ફરવાનાં પેકેજ માં. પંદર દિવસ અમેરિકા અને પંદર દિવસ પછી યુરોપમાં ફરવા માટે. રૂપિયા નું ટેન્શન તો હતું નહીં.

શ્રાવસ્તે મમ્મી પપ્પા ને ફોન પર બધી માહિતી આપી હતી..્ આપણો બંગલો અને હોટલ આપણી પાસે આવી ગઈ છે. અમે લોકો અમેરિકા જઈ રહ્યા છીએ.

પપ્પા મમ્મી બને ચિંતા સાથે કહ્યું .. તમારાં બંનેનું ધ્યાન રાખજો અને શર્મીલ ને હેમખેમ પાછો લાવજો. ઈશ્વર તમારી રક્ષા કરે.


અને એ દિવસ આવી ગયો હતો.... પ્લેન આકાશ માં ઉડી રહ્યું હતું.

વાંચક મિત્રો અનિરુદ્ધ પર આવેલા ફોન ની વાત માં શું હશે?
શર્મીલ નો જીવ જોખમમાં હશે?

એ માટે જોતાં રહો સિક્કાની બે બાજુ.

જલ્દી થી નવો અને અંતિમ ભાગ આપની સમક્ષ રજુ થશે.

ક્રમશઃ

રુપ ✍️©


બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED