બીજા દિવસે સાંજે દમણ પહોંચ્યા.
શ્રાવસ્ત અને એનાં મિત્રો ભેગા થયા હતા. કુંજન ને ત્યાં એનાં સાસરે જ રાખી. કેમકે એને કાંઈ થાય તો કુમાર ને જવાબ આપવો પડે.
ફરી ટીમ ભેગી થઈ. શ્રાવસ્ત હવે અસલ મુડમાં આવી ગયો હતો.
એણે બધાંનો આભાર માન્યો કે તમે આજે આવ્યા. મને સાથ આપવા મારી સાથે છો.
વ્યોમ એ કીધું તું બિલકુલ ચિંતા નાં કરીશ આપણે આખી ઘટનાને અંજામ આપીશું.
બસ તો વ્યોમ અને જેસિકા તમે બંને જણા એક હાઈપ્રોફાઈલ અને બિઝનેસ સેટ કરવાનો છે .અને તમારે બંને જણે ત્યાં રહેવા જવાનું છે વેશબદલીને હોટલમાં અને અનિરુદ્ધ જગદીશભાઈ જોડે ઘરોબો કેળવશે.તેમની નજીક જશે અને અંદરથી વાત જાણી લેશે આ બાજુ હું મમ્મી પપ્પા ને મળવાનો પ્રયત્ન કરીશ અને અમેરિકામાં મારા મિત્રોને જાણ કરીશ અને ભાઈ અને ભાભીને શોધવાનો પ્રયત્ન કરીશ . અને આપણેણ જેટલા વિદેશી લોકો છે એ બધાને વારાફરતી મળીશું.
અત્યારે પપ્પાના બંગલામાં જે લોકો રહે છે ત્યાં આપણે રામુકાકાના ખાસ મિત્રને... ત્યાં રસોઇ કરવા માટે મોકલી દઈશું અને કામ માટે પણ આપણા લોકોને અંદર ગોઠવી દઈશું . અને પેલાં લોકો જે છે... અંદર કામ કરે છે એને રૂપિયા આપીને આપણે બીજે સેટ કરાવી લેશું અને એ બંગલાની અંદર શું ચાલી રહ્યું છે ?એનું આપણે રજેરજની માહિતી લઈશું. પપ્પાને એ લોકો કઈ વાતે બ્લેકમેલ કરતા હતા તેની તપાસ કરીશું. સ્ટેલા અને મોનિકા સાથેના કેવા સંબંધ હતા? એ પણ આપણે તપાસીશું. પપ્પા કેવી રીતના માણસ હતા કે જે ખોટું કામ કરે નહિ એટલે એમને ખોટી રીતે ફસાવવામાં આવ્યા હશે . છતાં પણ હું પપ્પા સાથે મળીને આ અંગેની વાતચીત કરી લઈશ. પોલીસ ઉપર આપણે કેટલો ભરોસો રાખવો કે નહીં એ વિચારી લઈશું . કેમ કે અન્ય કોઈ રુપિયા આપી પોલીસને ખરીદી લે અને આપણી આખા જે યોજના છે એ ફેલ થઈ જાય. એના કરતાં આપણે ચૂપચાપ કામ કરીશું જગદીશભાઈ પૈસાના બહુ લાલચુ છે. એટલે હું અત્યારે એ આ બધા ગ્રુપવાળા માટે હું બેંક લોન લઈ લઉં છું અને આ બધાને માટે આપણે રૂપિયા તો ખરચવા જ પડશે . એટલે જગદીશભાઈ ને કેવી રીતે આપણે ઈમ્પ્રેસ કરવા ની યોજના આપણે ઘડીએ એ હવે અનિરુદ્ધ તુ જ બતાવ કે આગળ હવે આપણે શું કરવું જોઈએ?
અનિરુદ્ધ જણાવે છે કે ....કે આપણે પહેલા તો આ આખા પ્રોજેક્ટ ની અંદર ઓછામાં ઓછા છ મહિના તો થઈ જશે. આપણે ખબરપત્રી માણસો રાખવા પડશે કે જેથી જગદીશભાઈ ક્યાં જાય છે? ક્યારે એકલા હોય છે ? એ આપણે જાણી શકીએ. અને બંગલાની અંદર પણ આપણે અંદર માણસોને મોકલવા માટે ઓછામાં ઓછા ૧૫ દિવસનો ટાઈમ જશે તો પહેલું કામ આપણું એ છે કે આપણે વ્યોમ અને જેસિકાને એક હાઇ પ્રોફાઇલ બિઝનેસ બતાવવાનો છે એમની ફેક્ટરી અમદાવાદ માં છે આજે એક હાઇ-ફાઇ ગાડી લઈને એ હોટલમાં પ્રવેશ કરશે તો આપણે બધા નો બંદોબસ્ત કરવાનો છે.
પેલાં ગુંડા તત્વો જોડે પણ દોસ્તી કરવી પડશે. કાલથી જ આપણી યોજના અમલમાં મુકવામાં આવશે. હવે મેનેજર વલય પરીખ ને મળવા નહિ જઈએ પણ આપણે એનાં ક્લાઈન્ટ બનીને જવું પડશે.
વ્યોમ બોલ્યો મારાં કાકાની વાપી ખાતે મોટી ફેક્ટરી આવેલી છે એ આપણને સપોટ કરશે.
વલય પરીખ ને ત્યાં જોબ માટે કહી શકાય. શ્રાવસ્તે અમેરિકા એનાં પાયલોટ મિત્રો ને ફોન કર્યો અને હકીકત સમજાવી. એ લોકો ત્યાં ડીટેકટીવ ટીમને ઈનફોમ કરશે. શર્મીલ અને શૈલી નાં ફોટા મોકલ્યા.
બસ બધાં છૂટાં પડ્યાં અને અનિરુદ્ધ આગળ ફરી શ્રાવસ્ત રડી પડ્યો. રડતાં રડતાં બોલવા લાગ્યો કે મારું ચાલે તો હું એ બધાને જેલની સજા હમણાં જ કરાવું પણ આપણા પાસા નબળા છે.
આખી યોજના સરસ રીતે ગોઠવાઈ હતી. શ્રાવસ્તે એક ફોન કરીને એક હાઇ-ફાઇ કાર , કપડાં અને બિઝનેસ માટે નવી બેગ મંગાવી. કાલે સવારે આવી જશે.
વ્યોમ અને જેસિકા એકદમ રીચ પીપલ બની હોટલમાં રોકાયા હતાં. અને ત્યાં રહેલા મેનેજર ને ખાસા ઈમ્પ્રેસ કર્યા હતા. અઠવાડિયામાં એમને મળવા શ્રાવસ્તે પોતાની લાગવગથી મોટા ગજાના નેતા ને, બીજા ફિલ્મ કલાકારો ને મળવા મોકલ્યા હતા.
એમનાં આવાં સ્ટેટ્સ થી હોટલમાં કાનાફૂસી થવા લાગી.. સ્ટાફ નાં માણસો વ્યોમ અને જેસિકા ની વાત.
અને ત્યારે જ જગદીશભાઈ સાથે મળવાનું આમંત્રણ આવે છે. બીજા દિવસે જગદીશભાઈ સાંજે સાત વાગ્યે હોટલ પર મળશે.
બંને જણા રાત્રે કોન્ફરન્સમાં શ્રાવસ્ત, અનિરુદ્ધ સાથે વાત કરી અને આગળ ની સ્ટેટજીની ચર્ચા કરી. પોતાની કંપનીના શેર ખરીદવા માટે અને બિઝનેસ પાર્ટનર બનવા માટે ની ઓફર કરવામાં પહેલ કરવી.
એક ચાલ એમની સફળ થઈ હતી. બીજા દિવસે શ્રાવસ્ત અને અનિરુદ્ધ ગાંધીનગર જવા નિકળ્યા. એ લોકો વેશ બદલીને જવાનું નક્કી કરે છે્. આ બાજુ બંટી રામુકાકા ની સાથે વાત કરી એમનાં માણસો ઘરમાં મૂકવાં માટે બીજા દિવસે આખો દિવસ એ બધાં લોકો ને મળવા ગયો. તો જસ્ટીન વિદેશના લોકો હતાં તે બધાનું એક લીસ્ટ તૈયાર કરી સોશિયલ મીડિયા માં એ લોકોને શોધવાનું કામ કરે છે.
ટીમ આખી દોડતી થઈ ગઈ હતી.. હવે જોવાનું એ રહે છે કે ક્યારે કોનો પાસો સવળો પડશે ?
આ જગદીશભાઈ નો ઈરાદો કયારે બદલાયો? એ બધાનાં જવાબ ગાંધીનગર માં મળી જાય??
રુપ ✍️
વાચક મિત્રો જોતાં રહો ....