અનિરુદ્ધ અને શ્રાવસ્ત દરિયાકિનારે બેઠાં બેઠાં વિચારો માં ખોવાઈ ગયા હતા.
બીજા દિવસે કુંજન સમયસર આવી પહોંચી. અને એને જ્યારે અનિરુદ્ધ નાં ઘરે સમગ્ર જાણ થઈ તો એ રડવા જ લાગી. એને મમ્મીને પપ્પા ભાઈ ભાભી ની ચિંતા થવા લાગી કે ક્યાં હશે એ લોકો??
એ શાંત થઈ એટલે શ્રાવસ્ત એ પૂછ્યું તને કંઈ જ ખબર નથી બહેના??
કુંજુ તું ક્યારે ઘરે આવી હતી??
મમ્મી પપ્પાને છેલ્લે ક્યારે મળી હતી? ફોન પર કોઈ વાત કરી હતી?
મમ્મી સાથે કોઈ વાત.
અનિરુદ્ધ એ આશ્વાસન આપતાં કહ્યું કે શ્રાવસ્ત એને થોડી શાંત થઈ જવા દે. એકસામટા આટલાં બધાં સવાલ પૂછી એને ગૂંચવ નહીં.
કુંજન તો હજી પણ શ્રાવસ્ત ને ભેટી હતપ્રભ થઈ ગઈ હતી. કાંઈ વિચારી નહોતી શકતી.
ધીમે ધીમે એ થોડી વાત કરવા લાગી.
કુંજન એ કહ્યું હું હજી પંદર દિવસ પહેલા જ આવી હતી.. શ્રવસ્ત લગભગ ચોંકી પડયો...
શું?? પંદર દિવસ પહેલા હતા બધાં? અને એટલાં દિવસ માં શું બની ગયું?
અનિરુદ્ધ ફરી વચ્ચે બોલ્યો.. શ્રાવસ્ત પેહલા એની પુરી વાત સાંભળી લે..
બોલ કુંજુ.. શું કોઈ વાત કરી હતી??
કુંજું ભૂતકાળ માં સરી પડી... અને બોલવા લાગી...
એ દિવસે અમે દમણ આવ્યા હતા અમારી સાથે ગીરા અને બ્રિજેશ પણ હતા. હું અને રેખન તો સાંજે જ નીકળવા ના હતા પણ મમ્મી નો આગ્રહ હતો રોકાઈ જાવ એટલે અમે બીજા દિવસે સવારે ગયા હતા. ગીરા અને બ્રિજેશ એમના કામ થી આગળ ગયા હતા.
હાં.... ત્યારે ઘરનું વાતાવરણ કંઇક અજીબ હતું અને રાત્રે હું અને મમ્મી એકલા પડ્યાં હતા ત્યારે તેમણે મને આડકતરી રીતે ઘણું બધું કહ્યું હતું... પણ મને એવી કોઈ ખબર નાં પડી...
ઓહ હું કેમ ના સમજી શકી??
મને ખૂબ પસ્તાવો થાય છે.
એ દિવસે રાત્રે મમ્મી એ એક મોટાં પર્સ માં કેટલીક અગત્યની વસ્તુઓ આપી હતી.. અને કહ્યું આ સાચવીને લઈ જજે ... જ્યારે હું માંગુ ત્યારે આપજે.
બીજા મને ઘરેણાં નો ડબ્બો આપ્યો હતો અને કોઈને કશું પણ કહીશ નહીં. એ તું સાચવીને તારી સાથે લઈ જા.
જો અમારે કશેક જવાનું થાય તો.. અંહી ચોરીનો ભય રહે એટલે તને સોપુ છું. ત્યાં સુધી માં શ્રાવસ્ત આવી જશે ને બધું ઠીક કરી દેશે.
ઓહ આવું કહ્યું તો પણ મેં કંઈ પૂછ્યું નહિ કે આવું કેમ??
મને એમજ થયું કે કશેક ફરવા જવાનું હશે..
મે એવું પૂછ્યું કે ક્યાં ફરવા જવાનાં છો?? તમે ભાઈ ભાભી ચારેય જવાનાં છો??
ત્યારે એવું કીધું નાં.. હું અને તારા પપ્પા જઈશું અને શર્મીલ લોકો અમેરિકા જવાનું નક્કી કરે છે.ફરવા જવાં.
મેં કહ્યું તમે લોકો ક્યાં જવાનાં છો ફરવા..
તો એમણે કીધું મહારાષ્ટ્રમાં આવેલાં કોઈ મેણાં ગામમાં હાઈટેક શિબિર નું આયોજન કરવામાં આવ્યું છે તો અમે થોડા સમય માટે આશ્રમમાં જઈશું.
સારું તમે લોકો જાવ તો મને ફોન કરજો.
અને થોડી આડીઅવળી વાતો કરી અમે સૂઈ ગયાં હતાં.
સવારે તો અમે નિકળી ગયા હતા.. અમને શર્મીલ ભાઈ અને શૈલી ભાભી પણ મળ્યા હતા.
પણ બધું સારું હતું. પપ્પા કોઈ ચિંતા માં હોય એવું લાગ્યું હતું પણ એ કદાચ કામનું ભારણ વધી ગયું હશે એમ માન્યું હતું.
શ્રાવસ્તે તરત જ કહ્યું તો આપણે તાબડતોબ એ મેણાં ગામમાં આશ્રમમાં જઈશું.
અનિરુદ્ધ એ કુંજન ને પૂછ્યું કે શું તે એ બધું તપાસ્યું હતું?? તને સાચવવા માટે આપ્યું હતું એ???
ના મે તો ઘરે પહોંચી બીજા દિવસે બેન્કમાં મૂકી દીધું હતું
.
ઓહ કુંજન!!!!
કદાચ તારાં મમ્મી બોલી નાં શક્યાં હોય અને કંઈક લખ્યું હોય??? તારી મદદ માંગી હોય????
તું કંઈક કરીશ એવો ભરોસો હોય!!!
અને ત્યાં સુધી માં શ્રાવસ્ત પણ આવી જાય!!!!
એવી એમની કોઈ ગણતરી હોય??
ઓહ ... કુંજન ફરી રડવા લાગી અને શ્રાવસ્ત નો આભાર માન્યો કે મને કેમ આ વિચાર ના આવ્યો???
શ્રાવસ્ત એટલો લાગણીશીલ બની ગયો હતો કે એને કંઈ સૂઝતું નહોતું. પણ અનિરુદ્ધ એનો બાળપણનો મિત્ર હતો એ દિમાગ થી કામ લઈ રહ્યો હતો.
અનિરુદ્ધ એ કહ્યું કે તને પંદર દિવસ માં ફોન આવ્યો હોય કે તે કર્યો હોય??
હા હું લગભગ દર ત્રીજા દિવસે સવારે ફોન કરતી પણ દર વખતે કોઈ ઘરનો નોકર જ ફોન ઉપાડે અને કહે કે એ લોકો મંદિરે દર્શન કરવા ગયાં છે.
થોડું અજુગતું લાગતું પણ હું કામમાં ભૂલી જતી અને આવું કંઈ બની જશે એવું તો સપનામાં પણ વિચાર્યું નહોતું.
શ્રાવસ્ત હવે આપણે રામુકાકા, નતાશા અને મેનેજર નિલય પરીખ ની શોધમાં નીકળી જઈએ.
કુંજન તું શાંતિથી આજે રોકાય જા. તરત તારાં ઘરે નથી નિકળવું.. કાલે સવારે એ કાગળિયા જોવા જઈશું.
ભલે .. તમે જેમ કહો એમ.
શ્રાવસ્ત અને અનિરુદ્ધ બહાર નિકળ્યા.
ક્રમશઃ
રુપ ✍️