સિક્કા ની બે બાજુ - 2 Rupal Mehta દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • જૂનું અમદાવાદ

    *અમદાવાદનો અમારો ગાંધી રોડલેખક: *અશોક દવે**મને એટલું યાદ છે...

  • એક ષડયંત્ર.... - ભાગ 50

    (માનવ સિયાને સોના જેવું બનાવે છે, ઉદાહરણ આપી સમજાવે છે. સિયા...

  • ભાગવત રહસ્ય - 4

    ભાગવત રહસ્ય-૪   સચ્ચિદાનંદરૂપાય વિશ્વોત્પત્યાદિહેતવે I તાપત્...

  • સચિન તેંડુલકર

    મૂછનો દોરો ફુટ્યો ન હતો ને મૂછે તાવ દેવો પડે એવા સોલીડ સપાટા...

  • જોશ - ભાગ 1

    Kanu Bhagdev ૧ : ભય, ખોફ, ડર... ! રાત્રિના શાંત, સૂમસામ વાતા...

શ્રેણી
શેયર કરો

સિક્કા ની બે બાજુ - 2

સ્ટેલા???
આ નામ તો પપ્પા પાસે કદી નથી સાંભળ્યુ.

બંટીએ કીધું બીજી ચર્ચા શૈલીભાભી વિશે થાય છે. તારાં ગયા પછી તારાં મમ્મી સાથે એમને અનબન થવા લાગી અને તારો ભાઈ તંગ આવી ગયો હતો.. અને એ બંને અલગ રહેવા એમનાં સાસરીમાં જતાં રહ્યાં હતા. તારી બહેન ને આની કશી જાણ નથી. નહિતર એ આવી હોય. સાચું શું છે એ ખબર નથી.

ઓહ લગભગ શ્રાવસ્ત બરાડા પાડી ઊઠ્યો.... મને લોક વાયકા નથી સાંભળવી.. મને સત્ય શું છે એ જણાવો!!!!!
કોઈ તો સત્ય જાણતું હશે ને???
મારો ભાઈ કદી સાસરીમાં રહેવું પસંદ ના કરે... શૈલી ભાભી શું કામ મમ્મી સાથે ઝઘડે?? કોઈ કારણ જ નહતું.. મમ્મી તો ખૂબ ભોળી છે... તો શું બન્યું??

વ્યોમે કીધું ઝઘડો થવાનું એક કારણ હતું શ્રાવસ્ત..
કયું?? શું તને સત્ય ખબર છે તો જ કહેજે..

હાં થોડી સચ્ચાઈ ખબર છે...એ જ કે શૈલી ભાભી એક ની એક સંતાન છે... બીજું સૌ કોઈ જાણે છે કે એમને મુંબઈ નો ખરબોપતિ નો દિકરો શંશાક પસંદ કરતો હતો. અને શૈલી ભાભી એ શર્મીલ સાથે મેરેજ કર્યા. શંશાક ને છ મહિના થી સૌ કોઈએ દમણમાં જોયો હતો.‌
અને તારાં ઘરે પણ ધમકી આપવા પહોંચી જતો હતો..એ કારણે તારાં મમ્મી શૈલી ભાભી થી નારાજ હતાં.

આટલી ખબર છે પછી શું થયું એ નથી ખબર... વ્યોમે કીધું.

ઓહ... મારું તો મગજ કામ નથી કરતું. ક્યાં જવું.. કોને દોષ દેવો.

અનિરુદ્ધ એ કહ્યું.. તું શાંત થઈ જા. કશું વિચાર નહીં.
સૌથી પહેલા આપણે કાલે સવારે પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી દઈએ, ત્યાર બાદ તારી બહેન ને જાણ કરી અંહી બોલાવી લે મારા ઘરે.

એ પછી તારાં પપ્પા ની હોટલમાં બધાં ને મળવા જઈશું. પૂછપરછ કરીશું. આપણે બધા જરૂર પડે સાથે કે વારાફરતી જઈશું. સ્ટેલા કોણ છે એની તપાસ કરીશું તો..શંશાક ક્યાં છે એ પણ શોધીશું.

શ્રાવસ્ત ઊંડાં વિચારો માં ગરકાવ થઈ ગયો.બધા છૂટાં પડ્યાં અને અનિરુદ્ધ એને લઈ ઘરે આવ્યો.




બીજા દિવસે સવારે અનિરુદ્ધ અને શ્રાવસ્ત પોલીસ ફરિયાદ નોંધાવી અને બહાર નિકળી કુંજન ને બોમ્બે ફોન કરે છે.
ફોન માં કોઈ વાત નથી કહેતો પણ એ કાલે દમણ આવશે પછી વિગતે વાત કરીશું એમ વિચારી બીજી વાતો કરી ફોન મૂકે છે.

પોલીસે જણાવ્યું હતું કે તમને કોઈના પર શંકા છે? તો પપ્પાનું કોઈ દુશ્મન હોય એવું તો ક્યારેય નહતું!
પોલીસે ઝીણવટભરી ચકાસણી કરી હતી.એમને જ્યારે લાગશે ત્યારે શ્રાવસ્ત ને બોલાવશે.

અનિરુદ્ધ હવે હોટલ પર જવાનું કહે છે..જે શ્રાવસ્તના પપ્પા ની માલિકીની હતી.
ત્યાં ગયાં તો બધો નવો જ સ્ટાફ હોય છે.જૂના કોઈ પણ વ્યક્તિ જોવાં ન મળી . રિસેપ્શન પર પૂછ્યું કે એનાં માલિક ક્યાં છે? અમારે એમને મળવું છે.
તો..‌જવાબ મળ્યો કે આ હોટલનાં માલિક જ્હોની સાહેબ અંહી નથી રહેતાં એ અમેરિકા થી છ મહિનામાં એક વાર આવે છે.. પણ અંહીયા બધો વહીવટ મિસ્ટર કેવિન પીટરસન જ ચલાવે છે. અને એ તમને પંદર દિવસ પછી મળશે.

શ્રાવસ્તે પૂછ્યું કેમ પંદર દિવસ???? અત્યારે અંહી નથી?
નાં એ કોઈ કારણસર દિલ્હી ગયા છે.

સારું..આવે તો આ ફોન નંબર પર ફોન કરજો અમે આવી જઈશું...

બંને ત્યાંથી નિકળે છે.. ત્રણેય હોટલમાં ગયાં પણ એક જ વાત.

અનિરુદ્ધ અને શ્રાવસ્ત દરિયાકિનારે બેઠાં...ભૂખ લાગી પણ હતી અને ભૂખ મરી ગઈ હતી..

ત્યાં બંટી, વ્યોમ,, બધાં મિત્રો ને બોલાવી લે છે.. અને જે બન્યું તે વાત કરે છે.

હવે શું કરવું??
મિસ્ટર જ્હોની ને ક્યાં શોધવા?

બંટીએ કીધું તમે જૂનાં કોઈ સ્ટાફના માણસો કે પછી ઘરનાં કોઈ નોકરને મળીને પૂછપરછ કરીએ તો એ લોકોને ઘણી માહિતી મળી જાય. એમને ખબર તો હશે કંઈક તો.

અનિરુદ્ધ એ કહ્યું સરસ આઈડિયા બંટી તારો... અત્યારે સાંજ પડી છે.. દમણમાં સાંજે કોઈનાં ઘરે જવું ઉચિત નથી. આપણે કાલનું રાખીએ.

શ્રાવસ્તનુ તો દિમાગ કંઈ વિચારી નહતું શકતું એટલે અનિરુદ્ધ એનાં વતી જવાબ આપ્યો.

પણ એ લોકો ક્યાં રહે છે એની જાણ તો શ્રાવસ્તને જ હોય ને??
શ્રાવસ્ત ઊંડાં વિચારો માંથી બહાર આવ્યો ને કહ્યું..એક રામુકાકા હતાં ઘરે આખો દિવસ રહેતાં ઘરની પાછળ આઉટ હાઉસમાં રહેતા.એમનો પરિવાર પણ ત્યાં જ રહેતો. ખૂબ વફાદાર હતાં. કદી કોઈ ફરિયાદ નહતી.
બીજા બધાં તો કામ કરી જતાં રહેતાં. અને હોટલના સ્ટાફ માં તો એવું કોઈને મળવાનું થયું નહતું..

ખાલી રિસેપ્શન કાઉન્ટર પર નતાશા અને મેનેજર વલય પરીખ ને ક્યારેક મળવાનું થયું હતું.

બસ તો કાલે સવારે આપણે રામુકાકા, નતાશા અને મેનેજર વલય પરીખ ને મળવા જઈશું.

પણ અત્યારે એ લોકો ક્યાં હશે?
એ બધું શોધીશું શ્રાવસ્ત .... કોઈ એક કડી મળી જાય તો આપણે તારાં મમ્મી પપ્પા અને શર્મીલભાઈ અને શૈલી ભાભી સુધી પહોંચી શકીશું.

કાલે કુંજન આવશે તો એની પાસેથી કોઈ જોડતી કડી મળી જાય??? શું ખબર.

ક્રમશઃ
રુપ ✍️