અજય એ પ્રથમ ના ફોન માંથી કાવ્યા ને મેસેજ કરી દીધો હતો અને પ્રથમ આવે તે પહેલાં ફોન મૂકી દીધો તેની જગ્યા પર જ.
પ્રથમ આવે છે...
પ્રથમ: આ મેનેજર નું મને સમજાતું નથી, કોઈ પણ પ્રકાર ની ટ્રેનિંગ નથી આપી અને કામ ચાલુ કરવા કીધું. અને કોની પાસેથી માર્ગદર્શન લેવ તે પણ નઇ કીધું.
અજય: શાંતિ રાખ , થઈ જશે બધું.
પ્રથમ કંટાળ્યો હોય છે એટલે ફોન જોવા લાગે છે. ત્યાં જોઈ છે કાવ્યા ને કંઇક મેસેજ કર્યો હોય છે, પણ તે વિચારે છે મૈં તો કોઈ જ મેસેજ નથી કર્યો .
તે અજય સામે જોઈ છે...
પ્રથમ: તે મેસેજ કર્યો કાવ્યા ને?
અજય: હા...
પ્રથમ: અરે યાર.. તેણે દોસ્તી તોડી દીધી તો ?? આવો મેસેજ કેમ કર્યો છે?
અજય: તો તું ખોટી આશા છોડી ને આગળ વધી શકશે. જો તને તે ગમે છે પણ કહેતો નથી. એટલે થયું હું જ મેસેજ કરીને જાણવું તેને તારા દિલ ની વાત.
પ્રથમ: મને પૂછ્વું તો હતું.
અજય: તને પૂછતે તો તું હા કહેતે એમ?
પ્રથમ કંઇ જવાબ નથી આપતો, અને વિચારે છે કાવ્યા એ હજુ મેસેજ જોયો નથી. જોશે ત્યારે શું જવાબ આપશે અને ત્યારે હું કેવી રીતે વાત કરીશ તેની સાથે.
પ્રથમ: તે મને બહુ ખરાબ ફસાવ્યો છે.
અજય: તારી પાસે ચાન્સ છે. ૨ દિવસ પછી તારી એક્ઝામ છે અને તે પણ તારી જ કોલેજ માં એક્ઝામ આપવાની છે. તો તું તેની સામે વાત કરી શકશે.
પ્રથમ: હા વાત તો તારી સાચી છે. જોઈએ તે શું જવાબ આપે છે તે.
અને પ્રથમ તેના કામ માં વ્યસ્ત થઈ જાય છે.
અહી કાવ્યા બપોરે સૂતેલી હોય છે. મમ્મી નો અવાજ સાંભળી ને આંખ ખોલે છે અને મોબાઇલ જોઈ છે. તે જોઈ છે કે પ્રથમ નો મેસેજ આવ્યો હોય છે. તે વાંચે છે.. ' કાવ્યા થોડા સમય થી હું તારા વિશે થોડું વધારે વિચારવા લાગ્યો છું, તને જોવાનું ગમે છે, તને વારે વારે મળવાનું મન થાય છે.તારી સાથે રહેવાનું ગમે છે.'
કાવ્યા આ વાંચી બેડ પરથી સફાળી બેઠી થઇ જાય છે. અને વિચારે છે આ ખરેખર પ્રથમ એ જ મોકલ્યો છે ને .. બીજી વખત તે વાંચે છે મેસેજ અને વિચારે છે હવે હું શું કહું પ્રથમ ને?? ત્યાં જ કાવ્યા ની મમ્મી આવે છે..' તું કેટલું સુવાની.. ચાલ મને થોડું કામ કરવામાં મદદ કર'
કાવ્યા: હા , આવી હું.
કાવ્યા એ વધારે વિચાર્યા વગર જવાબ આપી દીધો કે .. " Nice to hear this from you 🙂"
અહી પ્રથમ ના ફોન માં મેસેજ આવ્યો કાવ્યા નો. તે અજય ને બોલાવે છે કે કાવ્યા નો મેસેજ આવ્યો..
અજય : હા બતાવ શું કીધું એણે..
પ્રથમ વાંચી સંભળાવે છે કાવ્યા નો મેસેજ.
અજય: એકદમ diplomatic જવાબ આપ્યો કાવ્યા એ તો.
પ્રથમ: હા, તે એવી જ છે. હું વાત કરીશ એ તો પછી એની સાથે.
અજય: મને તો કઈ સમજાતું નથી ભાઈ..તે તને પસંદ કરે છે કે નહિ તે.
પ્રથમ: મને ખબર છે તે પણ પસંદ કરે છે મને. હું તો બસ આ એક્ઝામ આપવા જવાની રાહ જોવ છું. ત્યાં જઈને તેની સામે આંખ માં આંખ મિલાવીને પૂછીશ કે તું મને પસંદ કરે છે? અને આ તો મૈં કયાર નું વિચારી રાખ્યું હતું. અને મારી કોઈ જ ઈચ્છા નઇ હતી એક્ઝામ આપવાની પણ તે આપવાની હતી એવું તેણે કહ્યું એટલે પછી મૈં પણ વિચાર્યું કે ચાલ આપી દઉં હું પણ ..તે બહાને તેની સાથે થોડો સમય પસાર કરી શકીશ. અને એક્ઝામ નું સેન્ટર એક જ થયું તે તો કિસ્મત સારી હતી એટલે.
અજય : અચ્છા એટલે આ બધો તારો પ્લાન હતો એમ..
પ્રથમ: પ્લાન એવું કંઈ નહિ બસ ગમતા વ્યક્તિ સાથે રહેવાની તક ઝડપી લીધી એવું કહેવાય.
અજય: તું અને તારી વાતો મને સમજ નહિ પડે. ચાલ કચોરી ખાવા જઈએ એના કરતાં.
પ્રથમ: હા ચાલ.
-------------
અહી કાવ્યા વિચારે છે કે આવો જવાબ આપ્યો મૈં પ્રથમ ને તે શું વિચારતો હશે...
કાવ્યા ની મમ્મી: તારી એક્ઝામ ક્યારે છે?
કાવ્યા: પરમ દિવસ એ.
મમ્મી: તો કેવી રીતે જઈશ?
કાવ્યા: બસ માં.. અને ત્યાં થી રિક્ષા માં.
મમ્મી: તે કંઈ જોયું થોડું છે ત્યાં તો કેવી રીતે જઈશ?
કાવ્યા: અરે એ તો હું જોઈ લેવા મારી રીતે.
મમ્મી: સારું, તું જાણે. આ તો તારી સાથે કોઈ હોય મિત્ર તો સારું રહે. સંગાથ મળી રહે.
કાવ્યા ને યાદ આવે છે કે પ્રથમ ની એક્ઝામ નું સેન્ટર પણ ત્યાં જ છે.
કાવ્યા: સારું તો હું જાવ હવે. મારે વાંચવાનું છે.
મમ્મી: હું ના કહીશ તો પણ તું જવાની જ છે ને.
કાવ્યા: બોવ સારું.
કાવ્યા પ્રથમ ને ફોન કરવાનું વિચારે છે પણ પછી તેને થાય છે કે તે ઓફિસ માં હશે અને કામ માં વ્યસ્ત હશે. એટલે પછી મેસેજ કરે છે.
કાવ્યા: hi Mr. khadus..
પ્રથમ: બોલ.
કાવ્યા: એક્ઝામ ને તૈયારી થઈ ગઈ?
પ્રથમ: ઓફિસ માં કામ હોય છે..તો તૈયારી નઇ થઈ શકે.
કાવ્યા: હા એ તો છે જ. રાત ના તું ફ્રી થઈને ફોન કરજે હું તને અમુક પોઇન્ટ સમજાવી દઈશ એટલે તને સરળતા રહે.
પ્રથમ: હા સારું.
કાવ્યા: તને કઈ ખોટું લાગ્યું?
પ્રથમ: કેમ કઈ વાત નું ખોટું લાગી શકે?
કાવ્યા: તે પછી મેસેજ કર્યો હતો અને પછી મારો રિપ્લાય વાંચીને.
પ્રથમ: એમાં કંઈ ખોટું લાગવા જેવું હતું એમ તને લાગે છે??
કાવ્યા: હા કદાચ.
પ્રથમ: તો એવું હશે.
કાવ્યા: અરે થોડું સરખી રીતે કેહ ની.
પ્રથમ: મારે થોડું કામ છે. પછી વાત કરું.
કાવ્યા: ઓકે.
જ્યારે પ્રથમ ગૂંચવાય જાય એટલે કામ નું બહાનું આપી દેય છે. કારણ કે તે ઇચ્છતો હતો કે સામે કાવ્યા પણ કહે કે મને પણ તું ગમે છે.પણ તે એવું તે સામેથી કહી શકે તેમ ના હતો.
કાવ્યા પણ અહી મુંઝવણ માં હોય છે કે તે શું કરે... પણ પછી વિચારે છે રાત ના વાત કરીશ પ્રથમ સાથે.
રાત ના 9 વાગ્યે પ્રથમ નો ફોન આવે છે કાવ્યા ને.
પ્રથમ: hi..
કાવ્યા: હેલ્લો.. જમી લીધું તે?
પ્રથમ: હા બસ ફ્રી થઈને તને ફોન કર્યો. તું શું કરે?
કાવ્યા: હું કંઈ નઇ બસ આ બિલ્ડિંગ ની નીચે ગ્રાઉન્ડ પર ચાલવા નીકળી છું.
પ્રથમ: એટલે બધું ખાઈ શું કામ કે ચાલવા જવું પડે!!!
કાવ્યા: કઈ પણ હા..મને થોડી ખુલ્લી હવા માં ફરવાનું ગમે એટલે.
પ્રથમ: અચ્છા તો ઠીક. બોલ બીજું તારી તૈયારી થઈ ગઈ?
કાવ્યા: હા થઈ ગઈ. તને મેસેજ કર્યો તે જોયો ને? અમુક પોઇન્ટ લખીને મોકલ્યા છે. તેને તું પેલા મટીરિયલ માં જોઈ લેજે એટલે ખબર પડી જશે.
પ્રથમ: હા સારું જોઈ લઈશ.
કાવ્યા: હમમ. બોલ બીજું
પ્રથમ: આપણી એક્ઝામ નું સેન્ટર એક જ છે ને??
કાવ્યા: હા એક જ છે.
પ્રથમ: એવું હોય તો તને બારડોલી ના બસ ડેપો પર લેવા આવીશ હું.. મૈં કૉલેજ જોઈ છે.
કાવ્યા: હા સારું એવું કરજે. હું બસ માં બેસીને મેસેજ કરીશ તને.
પ્રથમ: સારું..બોલ બીજું. કઈ નવા જૂની.
કાવ્યા: એક્ઝામ ના જ દિવસ એ મારા એક મિત્ર ના લગ્ન છે. પણ મારાથી જવાશે નહિ.
પ્રથમ: ઓહ.. ક્યાં છે લગ્ન?
કાવ્યા: નવસારી માં જ છે લગ્ન તો.
પ્રથમ: તે તો સાંજે જ હશે ને? ત્યાં સુધી માં તો એક્ઝામ પૂરી થઈ જશે.
કાવ્યા: હા પણ મને બસ માં આવતા સમય લાગશે ને.
પ્રથમ: તને વાંધો ના હોય તો હું તને મૂકી આવીશ.
કાવ્યા: અરે ના ના.. તું શું કામ ઊંધો આવીશ મારા માટે. તને એક દિવસ તો રજા મળી આરામ કરજે તું. એ તો હું કરી લઈશ મારી રીતે.
પ્રથમ: સારું તને ઠીક લાગે એમ કરજે બીજું શું.
કાવ્યા: હવે છોડ તે વાત. બીજી વાત કર.
પ્રથમ: તું શું પહેરીશ એક્ઝામ માટે આવશે ત્યારે?
કાવ્યા: તને જે ગમે તે 😉
પ્રથમ: અહા...બપોર ના મેસેજ ની અસર છે કે શું 🤪
કાવ્યા: તું જે સમજે તે...
પ્રથમ: અચ્છા.. તો પછી મારી પસંદ છે કે તું એકદમ અલગ જ દેખાય જેવી મૈં પહેલા ક્યારે પણ ના જોઈ હોય.
કાવ્યા: અચ્છા એવું છે. સારું તો રાહ જો તે દિવસ ની.તને અલગ જ કાવ્યા દેખાશે.
પ્રથમ: હા, હું તો બસ ઈચ્છું છું કે કાલ નો દિવસ જલ્દી પૂરો થઈ જાય.
કાવ્યા: કેમ આટલી બધી જલ્દી છે મને મળવાની? હમ આપકે હે કૌન 😉🤪
પ્રથમ: દોસ્ત સે કુછ જ્યાદા..
કાવ્યા: સારું સારું.. પહેલા વાંચ તું વાત તો થયા કરશે( કાવ્યા વાત ફેરવી કાઢે છે, કદાચ તેને ડર હતો કે તે પ્રથમ ને પસંદ કરે છે તે વાત એનાથી બોલાય જશે)
પ્રથમ: સારું ચાલ . ગુડ નાઈટ
કાવ્યા: ગુડ નાઈટ.
પ્રથમ હવે વધારે રાહ જોવા નથી માંગતો.. તેણે કાવ્યા ને તેના દિલ ની વાત કહી દેવી છે. તે વિચારે છે કે હું તેને કેવી રીતે કહીશ..શું કહીશ!! બસ આ વિચાર માં જ તેને ઊંઘ આવી જાય છે.
અહી કાવ્યા પણ વિચાર માં હતી કે તે શું પહેરીને જશે કે જે પ્રથમ ને જોતા જ ગમી જાય. પછી વિચારે છે તે કેમ પ્રથમ ની પસંદ નો વિચાર કરે છે. તેણે કહ્યું એટલે પોતે માની પણ લીધુ. શું તે પ્રથમ ને પ્રેમ કરવા લાગી હતી? અને એટલે જ એની ખુશી માટે વિચારવા લાગી હતી? કાવ્યા અસમંજસ માં પડી ગઈ હતી..
શું પ્રથમ તેના દિલ ની વાત કાવ્યા ને કહી શકશે? શું કાવ્યા સમજી શકશે કે તે પ્રથમ ને પ્રેમ કરવા લાગી છે?
મિત્રો, આપને આ ભાગ કેવો લાગ્યો તે જરૂર થી કહેજો.
આભાર સહ
કુંજલ
follow me on instagram: @writer_kunjal