Facebook Prem Shu shaky chhe ?? - 12 books and stories free download online pdf in Gujarati

ફેસબુક પ્રેમ...શું શક્ય છે ?? - ૧૨

( આપણે આગળ ના ભાગ માં જોયું કે પ્રથમ કાવ્યા ને મળવા આવતો હોય છે અને તેની બાઈક માં પંકચર પડી જાય છે.તે કાવ્યા ને તેના ઘરે બોલાવે છે, પણ કાવ્યા ને થોડું જલ્દી નીકળવું હોય છે , હવે આગળ)

કાવ્યા અસમંજસ માં હોય છે. તેણે જલ્દી ઘરે જવું છે પણ પ્રથમ ને નોટસ આપવી પણ જરૂરી હોય છે. જો તેને નહિ મળશે તો તે એક્ઝામ માં પાસ નહિ થઈ શકે. તેણે ફટાફટ મોબાઈલ માં જોયું કે તેને પ્રથમ ના ઘરે પહોંચતા કેટલો સમય જશે અને પછી કઈ ટ્રેન તેને મળશે. બધું વિચારીને તેણે પ્રથમ ને ફોન કર્યો.
કાવ્યા: હું આવું છું તારે ત્યાં..
પ્રથમ(ખુશ થઈને): હા, હા આવ.
કાવ્યા: હું રોકાય નહિ શકું વધારે , તરત નીકળી જઈશ.
પ્રથમ: હા વાંધો નહિ.
કાવ્યા: સારું, હું રિક્ષા મળે એટલે તને મેસેજ કરું.
પ્રથમ: હા સારું.
કાવ્યા ને જલ્દી રિક્ષા નથી મળતી,જેમ તેમ પહોંચે છે તે પ્રથમ ને ત્યાં. તેની ગણતરી કરતા વધારે સમય થઈ જાય છે.
પ્રથમ કાવ્યા ની રાહ જોતો હોય છે ત્યાં જ ફોન આવે છે ,

કાવ્યા : તારી સોસાયટી નું નામ શું છે અને ઘર નો નંબર શું છે ?
પ્રથમ : તને કીધું તો હતું. ભૂલી ગઈ??
કાવ્યા : હા , તું બોલ ને જલ્દી .
પ્રથમ તેને સોસાયટી નું નામ કહે છે અને બહાર gate પાસે લેવા જાય છે.
પ્રથમ : તું આવી ખરી એમ ને.
કાવ્યા : હા , તું આ લઇ લે અને હું આ જ રીક્ષા માં પાછી જાવ છું .
પ્રથમ : અરે, આવું નઈ ચાલે. તારે ઘરે તો આવું જ પડશે .
કાવ્યા : અરે હું ખુબ જ જલ્દી માં છું . તારા ઘરે આવી નઈ શકું .
પ્રથમ : અરે થોડી વાર માટે તો આવ .હું તને મુકવા આવીશ.
કાવ્યા : શું??
રીક્ષા ચાલાક એ કહ્યું : ભાઈ મને મોડું થાય છે. મારા પૈસા આપો તો હું નીકળું .

પ્રથમ એ રીક્ષા ના પૈસા આપ્યા અને કાવ્યા ને કીધું તું ચાલ ઘરે હું વાત કરું.

કાવ્યા પ્રથમ ના ઘરે આવે છે.તેના ઘર ના પાર્કિંગ માં ફૂલ-છોડ જોઈને તે ખુશ થઈ જાય છે અને સાથે હીંચકો..કાવ્યા ને આવું ઘર ખૂબ જ પસંદ હતું.
પ્રથમ કઈ બોલે તે પહેલા જ પ્રીતિ આવે છે.
પ્રીતિ: hi કાવ્યા . હું પ્રથમ ની બહેન.
કાવ્યા : hi .
પ્રથમ: હું તારા માટે ice cream લાવું . તું બેસ.
કાવ્યા ને ગુસ્સો પણ આવે છે પણ પ્રથમ ની બહેન ની સામે કઈ બોલતી નથી.
કાવ્યા જોઈ છે કે પ્રથમ તેનો favorite ice cream લાવ્યો હોય છે .

પ્રથમ: તું તડકા માંથી આવી છે તો આ ખાઈને થોડું સારું લાગશે .
કાવ્યા :ખુબ ખુબ આભાર તારો .
કાવ્યા : તારી મમ્મી નથી દેખાતી પ્રથમ.
પ્રથમ: હા, તે માસી ને ત્યાં ગઈ છે.
કાવ્યા : અચ્છા બરાબર .ચાલ તો નીકળું હું હવે.
પ્રીતિ: તું ૧૦ મિનિટ માટે આવી હતી??
કાવ્યા: હા,પ્રથમ ને નોટસ જોઈતી હતી અને તેની બાઈક બગડી ગઈ હતી એટલે હું આપવા આવા હતી. હવે મારી ટ્રેન નો સમય થઇ જવાનો એટલે નીકળવું પડશે. રીક્ષા શોધવા માટે પણ સમય લાગશે.

પ્રીતિ:અરે શું કામ રીક્ષા માં જાય છે, પ્રથમ કાર લઇ જા. પપ્પા આવી ગયા છે થોડી વાર પહેલા જ .

પ્રથમ: હા હું તે જ કાવ્યા ને કહેવા માંગતો હતો પણ તેણે સાંભળ્યું જ નહિ.

કાવ્યા : અચ્છા એવું છે. સારું તો ચાલ જઇયે.પ્રીતિ આજે તો કઈ વાત નહિ થઇ. બીજી વાર ચોક્કસ મળીશું.

પ્રથમ: હા ચાલ.પ્રીતિ હું આવ્યો (પ્રથમ પ્રીતિ સામે જોઈને આંખ મારે છે અને thank you કહે છે.)

કાવ્યા અને પ્રથમ નીકળે છે સ્ટેશન જવા.
પ્રથમ: આશા રાખું છું કે આઈસ્ ક્રીમ ખાઈને તારો ગુસ્સો ઠંડો પડી ગયો હશે .
કાવ્યા: તને ખબર છે તું એકદમ પાગલ છે. કંઈ પણ કરે.
પ્રથમ: તે મારા માટે કર્યું તો હું પણ કંઇક તો કરી જ શકું ને.
કાવ્યા: મૈં શું કર્યું?
પ્રથમ: તું મને notes આપવા આવી.
કાવ્યા: અરે એમાં શું. તારી એક્ઝામ છે તો જોઈએ જ ને.
પ્રથમ: પણ તું નઇ આવતે તો પણ હું તને કઈ બોલી નહિ શકતે. મારી બાઈક..
કાવ્યા(પ્રથમ ને બોલતા અટકાવે છે): જો તું મારો ફ્રેન્ડ છે અને હું આટલું તો કરી જ શકું તારા માટે.
પ્રથમ: કારણ કે તને ચિંતા છે મારી.
કાવ્યા: હા મને મારા બધા ફ્રેન્ડ ની જ ચિંતા હોય છે. હું જરૂર પડે ત્યારે મારાથી બનતી મદદ કરું છું .
પ્રથમ: શું હું પણ તારા બધા ફ્રેન્ડ જેવો જ છું??
કાવ્યા: કેમ એવું પૂછે છે?
પ્રથમ:બસ એમજ.
કાવ્યા: આઇસ્ ક્રીમ માટે thankyou.
પ્રથમ: notes માટે thankyou.
કાવ્યા: આવી કોઈ ફોર્મલિટી ની જરૂર નઇ હા.
પ્રથમ: શુરૂ કીસને કિયા??
કાવ્યા: બોવ સારું જા. એક વાત પૂછું?
પ્રથમ: ના..
કાવ્યા: તે જાણી જોઈને મને ઘરે બોલાવી હતી?
પ્રથમ: તને શું લાગે છે??
કાવ્યા: મને એવું લાગે છે તે ખોટું બાઈક નું બહાનું કાઢ્યું.
પ્રથમ: તો એવું રાખ.તારી ટ્રેન નઇ છૂટી જાય.ટેન્શન નઇ લે.
કાવ્યા: હા તે તો નઇ જ છૂટશે.
પ્રથમ કહેવા માંગતો હતો કે તારી સાથે થોડો સમય પસાર કરવા મળે એટલે તને બોલાવી હતી, પણ નઇ કહી શક્યો.

કાવ્યા: તારું એક્ઝામ નું સેન્ટર ક્યાં છે?
પ્રથમ: બારડોલી ની કોઈ કોલેજ છે.
કાવ્યા: અચ્છા, મારું પણ બારડોલી માં જ છે.
પ્રથમ(મન માં કહે છે): ચાલ સારું થયું.
પ્રથમ: ઓહ, તો તારે ત્યાં આવવાની તકલીફ પડશે ને?
કાવ્યા: હા એ તો છે જ,બસ માં આવીશ.વાંધો નઇ કઈ એડજેસ્ટ થઈ જશે.
કાવ્યા વિચારતી હતી, તે દીવસે તો કૃણાલ ના લગ્ન પણ છે.
પ્રથમ: શું વિચારવા લાગી?
કાવ્યા: કંઈ નહિ,હજુ કેટલી વાર લાગશે સ્ટેશન માટે?
પ્રથમ: કેમ મારી સાથે કંટાળી ગઈ??
કાવ્યા: ના રે, શું કઈ પણ બોલે છે. તારી સાથે તો ગમે છે.
પ્રથમ: એટલે? કઈ રીતે?
કાવ્યા: એટલે એવું કે તારી કંપની ગમે છે, તારી સાથે વાત કરવાનું ગમે છે.
પ્રથમ: અચ્છા એવું છે..તો રોકાય જા થોડા વધારે સમય માટે.
કાવ્યા પ્રથમ ની સામે જોઈ છે, જાણે તે પણ ઈચ્છતી હતી રોકવા માટે પણ અસમર્થ હતી.
કાવ્યા: ફરી કોઈ વખત.
પ્રથમ: લે સ્ટેશન આવી ગયું.
કાવ્યા: ઓકે, વાંચજે અને કઈ ના સમજ પડે તો મને નઇ પૂછતો , ગૂગલ કરી લેજે 😉
પ્રથમ: ના હું તો તને જ હેરાન કરીશ.
કાવ્યા(હસતા હસતા): હા પૂછી લેજે એમાં શું હું તો મજાક કરતી હતી.
પ્રથમ: હા ચાલ જા હવે.
કાવ્યા: c you soon.
-------------
પ્રથમ બેઠો હોય છે તેની ઓફિસ માં.નવું નવું હોય છે તો વધારે કામ નથી હોતું.તે ફોન માં કંઈ જોતો હોય છે. ત્યાં તેનો મિત્ર અજય આવે છે.અને તે ફોન સાઇડ પર મૂકે છે.
અજય: કેમ મને જોઈને ફોન મૂકી દીધો?
પ્રથમ: અરે રિસ્પેક્ટ આપી તને મારા ભાઈ..
અજય: અચ્છા ક્યારથી હા.. લાવ તું ફોન બતાવ..
પ્રથમ: અરે કઈ નથી .એવું કોઈનો ફોન જોવો સારી વાત નથી.
અજય: બે યાર ..તું મને નઇ શીખવ હા. જોવા દે તો શું જોતો હતો!!
અજય પ્રથમ નો ફોન લઈ લે છે અને જોઈ છે કે એમાં કાવ્યા નો ફોટો હતો.
અજય: અચ્છા તો આ જોતો હતો. મને થયું એકઝામ નું વાંચે છે.
પ્રથમ: તું યાર ફોન આપ ને.
અજય: અરે.. આટલી ગમતી હોય તો કહી દે ની એને. શું વિચાર્યા કરે??
પ્રથમ: ના યાર..હિંમત નથી થતી.
અજય:તું કોશિશ તો કર યાર..
પ્રથમ: કરી હતી પણ તે મને confused કરે છે. અમુક સમયે એવું લાગે કે તે મને પસંદ કરે છે અને અમુક સમયે લાગે કે ના એવું કઈ નથી.
અજય: કદાચ તે એવું પણ ઈચ્છતી હોય કે તું સામેથી કંઇક કહે..
પ્રથમ: નઇ ખબર . કઈ સમજ નથી પડતી.
ત્યાં જ પ્રથમ ના મેનેજર નો ફોન આવે છે કે થોડું કામ છે. એટલે પ્રથમ અજય ને કહે છે..
પ્રથમ: હું જાવ છું. ફોન ચાર્જ માં મૂકીને જાવ છું. તું જરા જોજે.
અજય: હા વાંધો નહિ.
અજય જોઈ છે કે પ્રથમ નો ફોન લૉક નથી હોતો. તે વિચારે છે પ્રથમ તો કઈ કરવાનો નથી. મારે જ કંઇક કરવું પડશે અને કાવ્યા ને એક મેસેજ કરે છે પ્રથમ ના ફોન માંથી.
શું કીધું હશે અજય એ?? કાવ્યા નો શું પ્રતિભાવ હશે? શું અજય ના મેસેજ થી કાવ્યા અને પ્રથમ ની દોસ્તી માં કંઇક ફરક પડશે??
મિત્રો તમને આ ભાગ કેવો લાગ્યો એના પ્રતિભાવો જરૂર થી આપશો..

મને ઈન્સ્ટાગ્રામ પર ફોલો કરો : @writer_kunjal

આભાર સહ
કુંજલ


બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED