દહેજ ..
રમીલા એક સાદગી ભર્યું જીવન જીવનાર કુટુંબમાં થી આવેલી હતી.. 7 ચોપડી ભણેલી અને 7વર્ષ થી એ પછી
" માં" ને ઘરકામમાં મદદ કરતી અને ખેતરે પણ પરોઢિયે કામકાજ કરતા એના પાપા સાથે જતી..
અલકમલકની વાતો કરતા બાપ બેટી બેઉ ચાલીને ખેતરે જતા..
રોજનો આ ક્રમ
એક દિવસ મધુભાઈ સરપંચ એ ખેતરે રોજ આવતી ને યુવાનીના ઉંબરે આવેલી એક સમજદાર એવી છોકરી ને જોઈ જે ઘરકામમાં મદદ કરતી ખેતર પણ સંભાળતી એવી રમીલાના સગપણનું કહ્યું..
એટલે લેખ જોવાયા અને છોકરાઓને જોવાનો રિવાજ હતો નહિ.. બન્ને વડીલો જ નક્કી કરતા..
ખરીદી મૂહરત ને તૈયારીઓ બધું જોવાય ગયું, હવે વેવાઈએ મમરો નાખ્યો.. આ તમારી એકનીએક છોડી હારુ દહેજ માટે કઈ રાખ્યું છે કે નહીં..
'' મુખી બાપા આ બધું મારુ ઇ એનું જ છે ને..? " રૂપલો
એમ નહીં જો રૂપલાં તારી છોડી ને ઘરબાર સારું મળ્યું છે એટલે દહેજ નું માવતરે પણ સારું કરિયાવર કરવું જ પડે તારી છોડી ની જિંદગી નો સવાલ છે.
પણ મુખી બાપા મારી હાલત તો તમને ખબર છે ને આ બે માણહ ના જીવ સિવાય આપવામાં કંઈજ નથી ..
ભલા માણહ શુ તમેય..! આ અવડું મોટું ખેતર તો છે..
વેચી મારો..કા તમારી છોડી ના નામે કરો દયો એટલે તારી છોડી રાજ કરશે અને એના હાથ ઝટ પીળા થયી જાહે .
રૂપલો વિચાર કરતો હોય છે ત્યાંજ ફરી મુખી બાપા બોલે છે.. અલા એટલું ના વચાર તારો છોકરો છે જ નહીં એકનીએક છોડી ને સુખી કરવા આટલું કર તો તું ગંગા નાહયો લખમી વળાવવાનુ પુણ્ય મળશે કા...! " મુખી "
હારુ બાપલા.. તમે કયો ઇમ.. "રૂપલો "
અને મુખી કાગળિયાં કરાવીને ભોળા રૂપલાંની જમીન હડપી લે છે. આ દૂરથી છોડી જોઈ જાય છે..સમજદાર હોવાથી એ ત્યારે વાત નહોતી કરતી..
હવે એનું નક્કી થયું લગ્ન વાજતે ગાજતે કર્યા.. મુખીના પુત્રની જાન ડેલી એ આવી ને જાણે કોઈ ભુકમ્પ આવ્યો હોય એમ રમિલા ભાગતી ભાગતી અને ઘડીકમાં લંગડી લેતી મુખીના છોકરા પાસે જાયછે, અને થપ્પો કરીને એને દાવ લેવા કહેછે..
બધા મહેમાનને ઘરવાળા અવાક થયી જાયછે..
એમને સમજાતું નથી શુ કરવું..
એવામાં જ મુખીના હાથમાં જે પરણેતર ઓઢણી હતી એને લઈને રમીલા આખા મેદાનમાં દોડાદોડી કરવા લાગી અને પછી એજ ઓઢણી એને કુંવર ને બાંધી. જેની જોડે એનું સગપણ નક્કી હતું..
અને ખેંચીને અગ્નિકુંડ માં લઈ ગયી અને પછી એટલા ચક્કર લગાવ્યા.. એટલા ચક્કર લગાવ્યા કે ...
કુંવર બેભાન થયીને ઢળી પડ્યો.
આખરે મુખીનો પિત્તો ગયો.. અને બરાડ્યો..
એય રૂપલા આ તારી ગોડી છોડી મને તું ભટકાળવાનો હતો.?
સારું થયું અમને અત્યારે જ ખબર પડી આ સગપણ ફોક છે એમ કહીને એ જાન પાછી વાળી, એટલે જ તરત રમીલા સ્વસ્થ થતા..બોલી
ઓ મુખી બાપ ક્યાં હાલ્યા લગ્ન તો કરવા દયો.. મારા કુંવર જોડે.. આજેતો સાતફેરા ફરીને સુહાગ મારો થશે.. ને તમે કેમ હાલી નીકળ્યા છો...?
મુખી બોલ્યો .. એ છોડી મોઢું સંભાળીને બોલજે આ મુખીની ગામમાં ઘણી શાખ છે.. !
તારા જેવી ગાંડી ભટકાય ને મારો કુંવર જીવતે મરી જાય એ મને મંજુર નથી.. એ રૂપલાં ને કે તારા માટે તારા જેવો ગોડો શોધે.
અને ત્યાંથી નીકળતા હતા ત્યાજ પોલીસ આવીને રમીલા બોલી હારુ બાપ, પણ મારા બાપના જમીનના કાગળિયા કોણ પાછા આલશે.?
સેના કાગળ સુ બકવાસ કરે છોડી..?
અરે .. એજ જે તમે મારા બાપુ પાસે દહેજમાં માગેલ..
ચલો જલ્દી.
નયતો આ પોલીસ જોઈ છે ને..!
મારી મારીને અધમુવા કરી દેશે..
અને આંગણે આવેલ મહેમાનમાં સન્નાટો છવાય ગયો ને મુખી ની અંદરોઅંદર ચર્ચા કરવા લાગ્યા
મુખીનો ભાંડો ફૂટી ગયો અને એ ત્યાંથી ભાગવા જતો હતો ત્યાં ગામના લોકો એ પકડીને અધમુવો કરી નાખ્યો.
અને બધા એ રમીલાને એની ચાલાકી પર પીઠ થબડી.
આખરે પોલીસ અને ગામ લોકોએ એનું સન્માન રાખ્યું અને એમાં એક નગર શેઠ એ રમીલા ની આગળ ના અભ્યાસ ની જવાબદારી લીધી..
આજે રમીલા એક સંગઠન ચલાવે છે.
" દહેજ દુષણ સખી મંડળ.."
જ્યાં મહિલા ને યોગ્ય ન્યાય અપવામાં આવેછે..
નોંધ.: દહેજ લેવું એ ગુનો છે..
મારી પણ અપીલ છે કે મેંહરબાની કરીને આવું કૃત્ય ન કરશો..🙏
ભાવના જાદવ (ભાવુ) ✍️😇